________________
ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ – એક વ્યક્તિમાં પણ રહેલા જ્ઞાનાદિ ગુણોની નિંદા કરવાથી (“કીલ - આપ્તવાદનું સૂચક છે, એટલે જે આ ગાથા દ્વારા કહું છું તે આપ્ત પુરુષોનું કથન છે”) ખરેખર સર્વત્ર મૃત્યુલોક મળે ઘણાના આધારમાં રહેલા ગુણો =જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સર્વ ગુણોની નિંદા થાય છે, તો પછી ઘણા આત્મામાં રહેલા ગુણોની નિંદા કરવાની વાત જ શું કરવી? I૧૨૬ી તેઓની હાલના - નિંદા કરવામાં શું દોષ લાગે ? આવી શંકા થતા ગ્રંથકાર કહે છે.....
इहेव हीलिया हाणि हसिया रोवियव्वए ।
अक्कोसिया वहं बंधं, मरणं दिति ताडिया ॥१२७|| ગાથાર્થ – આ જન્મમાં જ જ્ઞાનાદિ ગુણોની હલના - અપમાન કરતા ધનાદિનો નાશ થાય છે, તેઓની મશ્કરી કરતા રૂદન અને આકંદન - રડવાના દિવસો આવે. આક્રોશ કરતા લાકડી વગેરેનો પ્રહાર મળે છે. જ્ઞાનાદિ તત્વારકને લાત વિ.નો પ્રહાર કરીએ તો મરણ પ્રાપ્ત થાય છે. |૧૨શી.
વિશેષાર્થ – હીલના વગેરેથી તેઓની – જ્ઞાન -જ્ઞાની વગેરેની આશાતના થાય છે, અને તે આશાતના અનંત સંસારનું કારણ હોવાથી કહે છે.
तत्तो आसायणाए उ, दीहो बहुदुहावहो ।
गोसाल-संगमाणं व, दुरंतो भवसायरो ॥१२८।। તેનાથી – હીલનાદિથી આય – લાભ... શાતના નાશ એટલે લાભનો નાશ થતો હોવાથી (આશાતનાથી) ગોશાલો - ભગવાન વીરનો ખોટો શિષ્ય અને સંગમક-મહાભંયકર ઉપસર્ગ કરનાર દેવની જેમ લાંબો અનેક દુખને આપનારો એવો દુરન્તર સંસાર સાગર ઉભો થાય છે. ૧૨૮. ભાવાર્થ તો કથાનકોથી ખબર પડશે, આ રહ્યા તે કથાનક (૩૬)
(ગોશાળાની કથા) આજ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી છે, તેની ઉત્તર પૂર્વદિશા ભાગમાં કોષ્ટક નામનું ઉદ્યાન છે અને ત્યાં શ્રાવસ્તીની હાલાહલા નામે કુંભારણ રહે છે. જે વિપુલ ધનધાન્ય સમૃદ્ધિથી સમૃદ્ધ છે. અને તેના કુંભારવાડામાં ગોશાળા નામે મંખલિપુત્ર આજીવિકા સંઘથી પરિવરેલો ચોવીસ વર્ષના પર્યાયવાળો, આજીવિકા નામના પોતાના મતથી આત્માને ભાવિત કરતો રહેલ છે. અન્યદા કદાચિત છ દિશાચરો તેની પાસે આવ્યા. તે આ પ્રમાણે સોણ, કાનંદ, કણિયાર, અછિદ્ર, અગ્નિવૈશ્યાયન, અર્જુન, ગૌતમપુત્ર. અને તેઓ આઠ પ્રકારના મહાનિમિત્તના જાણકાર હતા. તે આ પ્રમાણેનું અંગ, સ્વપ્ન, સ્વર, ભૌમ-ભૂમિસંબંધી, વ્યંજન, લક્ષણ તથા ઉત્પાત, અંતરીક્ષ એમ આઠ પ્રકારના નિમિત્ત કહ્યાં છે. (૩૪૨) તે ગોશાળો તેઓને નિમિત્ત બળથી સર્વ જીવોના આ પ્રશ્ન-જવાબ કહે છે, તે આ પ્રમાણે - લાભ-અલાભ, સુખ-દુ:ખ, ગમન, આગમન, જીવન અને મરણ ત્યારે આજીવિકા મતવાળો મેખલીપુત્ર ગોશાલો અષ્ટાંગ મહાનિમિત્તના થોડામાત્ર/થોડાસમયમાત્રના વિજ્ઞાનથી શ્રાવસ્તી નગરીમાં અજિનને જિન કહેનારો, અકેવલીને કેવલી કહેનારો આત્માને - જાતને