________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૨૫ તેથી જે કાંઈ આ વ્યાખ્યાન કરે છે તે આના જ માથે પડે છે, બીજો કોઈ સમજદાર માણસ આની શ્રદ્ધા ન કરે. (૩૩)
તેથી આ અહીં ભલે રહ્યો, તે ગણાધિપ જ શ્રેષ્ઠ છે. અથવા તે આ મારું કીધેલું કરશે નહીં. (૩૪)
અથવા મારે એમનાથી શું મતલબ, હું જાતે જ ધર્મનું કથન કરું કે જે ધર્મને બધા લોકો સુખપૂર્વક સહેલાઈથી આચરી શકે. (૩૫)
નિષ્ફરને કાળ બાળી નાંખશે, જેટલા માં એમ ચિંતવે છે, તેટલામાં ભયંકર શબ્દની સાથે તેના શિરે વિજળી પડી. તેથી તેના દ્વારા મરણ પામેલો તે મૂર્ખ શિરોમણિ મરીને (૩૭)
હે ગૌતમ ! સમ્યકત્ત્વ શ્રુતજ્ઞાન તેમજ જિનશાસન ઉપર શત્રુભાવ - નિંદા વિગેરેના દોષથી ત્યારે તે ઈશ્વર સાતમી નારકીમાં ઉપન્યો. (૩૮)
ત્યાં નરકમાં ભયંકર દુઃખને સતત ભોગવી અહીં તીર્ચ્યુલોકમાં આવેલો સમુદ્રમાં મોટું માછલું બની ફરી પણ સાતમી નરકમાં ૩૩ સાગરોપમ દુસહ દારુણ દુઃખ ભોગવી આ તસ્કૃલોકમાં આવ્યો. (૩૯, ૪૦)
તે ઘણો દુષ્ટ પક્ષીજાતિમાં કુત્સિત-નિંદિત કાગડા તરીકે પેદા થયો, ત્યાંથી પણ પહેલી નરકમાં જઈને બહાર નીકળી આવેલો દુષ્ટ કુતરારૂપે પેદા થઈ ફરીથી પહેલી નરકમાં ગયો. ત્યાંથી નીકળી અહીં ગધેડો થઈને મરણ પામ્યો. ફરીથી પણ છ ભવ સુધી નિરંતર ગધેડા તરીકે ઉત્પન્ન થયો. ત્યાર પછી મનુષ્ય જાતિમાં પેદા થયો, મરેલો ફરી મનુષ્યજાતિમાં આ જંગલી માનવ થયો, ત્યાંથી પણ મરીને અતિ ક્રૂર બિલાડો થયો. (૪૧-૪૪)
ત્યાંથી પણ નરકમાં જઈ કુંભાર તરીકે ઉત્પન્ન થયેલો, કોઢી થઈ ઘણા દુઃખથી પીડાયેલો, કૃમિઓ-કીડાઓ વડે ખવાતો ૫૦ વર્ષ અકામ નિર્જરાથી ભરી દેવ થયો. (૪૫, ૪૬)
ત્યાંથી અહીં રાજા થઈ સાતમીમાં ગયો. એ પ્રમાણે તિર્યંચ (પશુ-પક્ષી) નરક અને દુષ્ટ માનવના ભાવમાં હે ગૌતમ ! ઘણો કાળ ભમીને આ જ તે ઈશ્વર અત્યારે ગોશાળો થયો. આનાથી આગળની આની ભવપરંપરા હું કહું છું. (૪૭, ૪૮). આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સરવણ નામનું ગામડું છે. અને વળી જે ગામ ધનધાન્ય ઋદ્ધિથી પ્રચુર , ગાય, ભેંશથી વ્યાપ્ત, ઘણું જ રમણીય, શેલડી, જવ, શાલિથી ભરપૂર, સરોવર, વાવડી, કુઆ-નદીથી યુક્ત છે. (૪૯).
ત્યાં ઘણી ગાયવાળો ગોબહુલ નામનો બ્રાહ્મણ વસે છે. અને જે ઋદ્ધિથી વૈશ્રમણ સમાન, ગોધનની બહુલતાથી કુચિકર્ણ સમાન, ધાન્યથી તિલક શ્રેષ્ઠી સમાન, સર્વ રીતે તે પરિપૂર્ણ છે. (૫૦)
તે ૪ વેદનો જ્ઞાતા, ધર્મશાસ્ત્રમાં પારંગત, મીમાંસક, ન્યાય વિસ્તાર, પુરાણ વગેરેમાં ઘણો જ હોંશિયાર છે. (૫૧)
તે ગોબહુલ નામના બ્રાહ્મણે સરવણ નામના ગામમાં એક ઘણી મોટી ગોશાળા કરાવી અને વળી,
જે સેંકડો થાંભલાઓથી રચાયેલી છે, જે સમસ્તજનની ગાયોના આવાજનું (પ્રશસ્ત અને