________________
૨૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ.
(૪) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી,વૈમાનિક, આદિની દેવીની સ્થિતિ પોતાના સ્થાનની સ્થિતિ પ્રમાણે હોય છે.
કાયસ્થિતિ :– (૧) સમુચ્ચય સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય એક સમયની હોય છે અને ઉત્કૃષ્ટમાં પાંચ વિકલ્પ છે– (૧) અનેક(ત્રણ) પલ્યોપમ સાધિક અનેક (સાત) ક્રોડપૂર્વ (૨) ૧૧૦ પલ્યોપમ (૩) ૧૦૦ પલ્યોપમ (૪)૧૮ પલ્યોપમ (૫) ૧૪ પલ્યોપમ.
(૨) તિર્યંચાણીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાત ક્રોડપૂર્વ અધિક.
(૩) સામાન્ય મનુષ્યાણીની કાર્યસ્થતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અનેક(સાત) કરોડપૂર્વ, સાધ્વી (ધર્માચારણી)ની અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ.
અકર્મભૂમિની સ્ત્રીની કાયસ્થિતિ જન્મની અપેક્ષા જઘન્ય પોતાની સ્થિતિથી થોડી(અંતર્મુહૂત) ઓછી અને ઉત્કૃષ્ટ પૂર્ણ સ્થિતિ હોય છે. સાહરણની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સાધિક દેશોન ક્રોડપૂર્વ (સાહરણ કરીને લવાયેલી વ્યક્તિ અકર્મભૂમિમાં પોતાનું અવશેષ દેશોન ક્રોડપૂર્વ) આયુષ્ય પૂર્ણ કરી પાછા તે જ ક્ષેત્રમાં જન્મ લઈ યુગલિક બની જાય તો આ કાસ્થિતિ સંભવે છે.
(૪) દેવીની કાયસ્થિતિ તેમની સ્થિતિ પ્રમાણે જ હોય છે.
અંતર ઃ- સમુચ્ચય સ્ત્રીનું જઘન્ય ૧ સમયનું, તિર્યંચાણી, દેવી અને મનુષ્યાણીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ, ધર્માચારિણી(સાધ્વી) મનુષ્યાણીનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન.
અકર્મભૂમિ સ્ત્રીનું અંતર જન્મની અપેક્ષા જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અધિક અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ, સાહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ (૧) યુગલિક મરીને પહેલા દેવગતિમાં જાય. પછી અંતર્મુહૂર્ત માટે તિર્યંચ બને અને ત્યાંથી યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધીને અકર્મભૂમિમાં જન્મે તો આ અપેક્ષાથી ઉપરોકત અંતર થાય છે. (૨) સાહરણ કરીને કોઈ વ્યક્તિને અકર્મભૂમિમાં લાવે, તત્કાલ ત્યાં મરીને અંતર્મુહૂર્ત માટે તિર્યંચ બને અને પુનઃ અકર્મભૂમિમાં જન્મ ધારણ કરે, તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. દેવીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ,
=
નોંધ – સામાન્ય મનુષ્યાણીમાં એક સમયની કાયસ્થિતિ થતી નથી. ધર્માચારણી સ્ત્રીમાં ભાવની અપેક્ષાથી સ્વાભાવિક જ એક સમયની અવસ્થિતિ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org