________________
તત્ત્વશાસ્ત્ર ઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
વૈક્રિયની અવગાહના કહી છે. (૯) યોગ- ૩ તથા ઉપયોગ- ૨ ની અપેક્ષાથી સૂત્રમાં વર્ણન છે (૧૦) લઘુદંડકમાં આવતા ચ્યવન, ઉપપાત, પ્રાણ આદિ દ્વાર સૂત્રપાઠમાં નથી (૧૧) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ આ ક્રમથી સૂત્રમાં વર્ણન છે. કોષ્ટકમાં અસંશી મનુષ્ય અને નારકીના ક્રમમાં પરિવર્તન કર્યું છે. (૧૨) અકર્મભૂમિ અને અંતરદ્વીપના મનુષ્ય અને સિદ્ધોનું વર્ણન પણ સૂત્રમાં નથી, શોકડામાં છે. (૧૩) અસંજ્ઞી મનુષ્યની ચોથી પર્યાપ્તિ અપૂર્ણ રહે છે. ત્રણ પૂર્ણ થાય છે. (૧૪) પૃથકત્વ અને પ્રત્યેક શબ્દનો પ્રયોગ ન કરતા અનેક શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ વિષયક ચર્ચા-સ્પષ્ટીકરણ પરિશિષ્ટમાં જુઓ. (૧૫) જઘન્ય અવગાહના સર્વત્ર અંકુલના અસંખ્યાતમા ભાગની છે, પંચેન્દ્રિયોમાં ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની છે. ત્રસ—સ્થાવર જીવોની સ્થિતિ આદિ :
૧૯
જીવ
સ્થિતિ
કાસ્થિતિ
અંતર
વનસ્પતિકાલ
ત્રસ ૩૩ સાગરો |૨૦૦૦ સાગરો સાધિક સ્થાવર | ૨૨,૦૦૦ વર્ષ વનસ્પતિકાલ ૨૦૦૦ સાગર સાધિક ૨. અનંતગુણા નોંધ ઃ સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે.
।। પ્રથમ પ્રતિપત્તિ સંપૂર્ણ ॥
ત્રિવિધા નામની બીજી પ્રતિપત્તિ
અલ્પબહુત્વ
૧. અલ્પ.
સ્ત્રીવર્ણનઃ
સંસારી જીવ ત્રણ પ્રકારના છે– સ્ત્રી, પુરુષ, નપુંસક. જેમાં સ્ત્રીઓ ત્રણ પ્રકારની છે– (૧) તિર્યંચ યોનિક સ્ત્રી- તિર્યંચાણી (૨) મનુષ્યાણી (૩) દેવી. તિર્યંચાણીના પાંચ ભેદ અને બીજા ભેદાનુભેદ છે. મનુષ્યાણીના કર્મભૂમિ આદિની અપેક્ષાથી ત્રણ ભેદ છે અને ભરતક્ષેત્ર આદિની અપેક્ષાથી ભેદાનુભેદ છે. દેવીના ભવનપતિ આદિ ચાર ભેદ છે અને અસુર આદિ ભેદાનુભેદ છે. સ્થિતિ ઃ- (૧) સમુચ્ચય સ્ત્રીની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટમાં ચાર વિકલ્પ છે– (૧) ૫૫ પલ્ય (૨) ૫૦ પલ્ય (૩) ૯ પલ્ય (૪) ૭ પલ્ય. (૨) તિર્યંચાણીની સ્થિતિ– પ્રથમ પ્રતિપત્તિમાં કહેલી સંજ્ઞી તિર્યંચવત્ છે. (૩) સામાન્ય મનુષ્યાણીની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય, સાધ્વીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. આ પ્રકારે પંદર કર્મભૂમિમાં સ્થિતિ છે. અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિથી કંચિત્ ઓછી હોય છે. સાહરણની અપેક્ષાએ જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org