Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩ ગુણસ્થાનક કહેવાય છે. કે જે મુક્તિરૂપી પ્રાસાદના શિખર ઉપર આરોહણ કરવા માટે સોપાનની પંક્તિતુલ્ય છે. તેના ૧૪ ભેદ છે.
(૪) આત્મામાં પદાર્થના સામાન્ય અને વિશેષ ધર્મોને જાણવાની પ્રાપ્ત થયેલી જે ચૈતન્યશક્તિ, તેનો વપરાશ તે ઉપયોગ કહેવાય છે. તેના ૧૨ ભેદો છે. સામાન્યોપયોગના ૪ અને વિશેષોપયોગના ૮ ભેદ છે.
(૫) મન-વચન અને કાયારૂપ સહકારી કારણોના સહયોગથી આત્મપ્રદેશનું જે પરિસ્પંદન-હલનચલન, તે રૂપે વપરાતી વીર્યશક્તિ તેને યોગ કહેવાય છે. તેના ૧૫ ભેદ છે મનોયોગના ૪, વચનયોગના ૪ અને કાયયોગના ૭ ભેદો છે.
(૬) જેના વડે આત્મા કર્મોની સાથે લેપાય તે વેશ્યા. નિમિત્ત ભૂત એવા કૃષ્ણ-નીલાદિ વર્ણવાળા બાહ્યપુદ્ગલોની પ્રધાનતાથી આત્માના થતા શુભાશુભ પરિણામવિશેષ તે વેશ્યા. તેના છ ભેદ છે. આ છ વેશ્યાઓ જાંબુના અને ચોરના ઉદાહરણથી જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે.
(૭) મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગાદિ હેતુઓ દ્વારા કાર્પણ વર્ગણાની સાથે આત્માનો ક્ષીર-નીર અને લોહાગ્નિના ન્યાયે એકમેક સંબંધવિશેષ તે બંધ કહેવાય છે અહીં બંધના ઉપલક્ષણથી ઉદય-ઉદીરણા અને સત્તા પણ સમજાવવામાં આવશે.
(૮) ચૌદ જીવસ્થાનક, બાસઠ માર્ગણાસ્થાનક અને ચૌદ ગુણસ્થાનકોમાં કોનાથી કોણ ઓછા, અને કોનાથી કોણ વધારે એવી પરસ્પર જે વિચારણા તે અલ્પબહુવ.
(૯) કર્મોના ઉપશમથી, ક્ષયથી, ક્ષયોપશમથી અને ઉદયથી આત્માનું તે તે સ્વરૂપે જે પરિણમન થવું તે તથા સર્વ પદાર્થોમાં રહેલું વસ્તુનું સહજ સ્વરૂપ (સ્વાભાવિક સ્વરૂપ) તે ભાવ. તેના પાંચ ભેદ છે.
(૧૦) ચાર પ્યાલા આદિના માપથી જે ગણી શકાય તે સંખ્યાત, ન ગણી શકાય તે અસંખ્યાત, અને જેનો પાર (અંત) ન પામી શકાય તે અનંત એમ આ સંખ્યાતાદિ કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org