Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨ ૨
વિવેચન :- પ્રથમના ત્રણ કર્મગ્રંથો જેમ પૂજય દેવેન્દ્રસૂરિજીએ બનાવ્યા છે. તેમ આ ચોથો કર્મગ્રંથ પણ તેઓએ જ બનાવ્યો છે. તથા પ્રથમના ત્રણ કર્મગ્રંથની જેમ આ ચોથા કર્મગ્રંથ ઉપર પણ પોતાની જ બનાવેલી સ્વીપજ્ઞ ટીકા પણ છે. પ્રથમના ત્રણ કર્મગ્રંથોનો અભ્યાસ થયા પછી તેના વિષે વધુ ઉંડાણની પ્રાપ્તિ માટે આ ચોથો કર્મગ્રંથ શરૂ કરાય છે. તેની ૮૬ ગાથા હોવાથી સંસ્કૃતમાં તેનું “પડશીતિ” એવું નામ આપવામાં આવેલ છે. આ ગ્રંથની નિર્વિને સમાપ્તિ થાય તેટલા માટે ગ્રંથના પ્રારંભમાં ઇષ્ટદેવની સ્તુતિસ્વરૂપ મંગલાચરણ તથા વિદ્વાન પુરુષોના ગ્રંથપ્રવેશ માટે વિષય (અભિધેય), સંબંધ અને પ્રયોજન ગ્રંથકારશ્રી જણાવે છે.
મંગલાચરણ :- રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન) આદિ સ્વરૂપ દુર્વાર એ વા વૈરીઓના સમૂહને જિતનારા, અર્થાત વીતરાગ, તથા પરમાન્યપણાથી અલંકૃત એવા તીર્થંકર પરમાત્માને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું આ ગ્રંથ શરૂ કરું છું. આવા પ્રકારનું ભાવમંગલ કરવા વડે આ ગ્રન્થની સમાપ્તિ સુધી નિર્વિઘ્નતા જણાવે છે.
વિષય :-(અભિધેય) આ ગ્રંથમાં કયા કયા વિષયો સમજાવવામાં આવશે ? તો જીવસ્થાનક આદિ-૧૦ તારો સમજાવાશે. આ વિષય કહેવાય છે. તે દશ દ્વારોના સંક્ષેપમાં અર્થો આ પ્રમાણે છે.
(૧) મૂળ ગાથામાં કહેલ સ્થાન શબ્દ પ્રત્યેકમાં જોડવાથી જીવસ્થાનક માર્ગણાસ્થાનક, અને ગુણસ્થાનક એમ શબ્દ થાય છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ બલ, શ્વાસ અને આયુષ્ય એ-૧૦ પ્રાણોને જે ધારણ કરે તે જીવ. તેના સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિયાદિ જે અવાન્તર ભેદો-પ્રકારો-સ્થાનો છે. તે “જીવસ્થાનક” કહેવાય છે. તેના ૧૪ ભેદો આવશે.
(૨) જીવોની વિચારણા કરવા માટેના આશ્રયો-આધારો, સ્થાનો તે માર્ગણાસ્થાનક તેના મૂલભેદ-૧૪, અને ઉત્તરભેદ-૬૨ આવશે.
(૩) જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ આત્માના જે ગુણવિશેષો છે. તેની શુદ્ધિ-અશુદ્ધિની હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ જે ભેદો-સ્થાનો અર્થાત્ પ્રકારો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org