Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦]
સાધન સામગ્રી સિદ્ધપુર ખંભાત, જહાંગીરના સમયના માંગરોળ, શાહજહાંના સમયના સુરત, ડભેઈ૮, માંગરોળ, તેમજ બનાસકાંઠા જિલ્લાના મંજપુર,• ઓરંગઝેબ કે એના અનુગામીઓના સમયના મહેસાણા ૧૧ મોડાસા પેટલાદ પાટણ* કુતિયાણુ૫ ગોધરા વગેરે અધિકારીઓ અફસ કે જાગીર દારો વગેરેનાં નામે અને એમના ચોક્કસ કાર્ય-સમયની માહિતીનું એકમાત્ર સાધન આ લેખ છે. જહાંગીરના સમયમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હાલ લગભગ નાના ગામ જેવા વિસરાવી ગામમાં શાહજહાંની જાગીર હતી એ પણ ત્યાંથી મળી આવેલ એક શિલાલેખ પરથી જાણવા મળે છે.
અમુક ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક બનાવો વિશે પણ બીજે ના મળતી માહિતી અમુક લેખમાંથી મળે છે. અકબરના સમયમાં બનાસકાંઠાના થરાદના હિ.સ. ૧૦૧૧(ઈ.સ. ૧૬૦૨)ના એક મૃત્યુલેખમાં એ વર્ષના ડિસેમ્બરની ૧૫મી તારીખે થયેલી એક લડાઈને ઉલ્લેખ છે, જેમાં અમીરખાન નામે એક (સ્થાનિક) અધિકારી–જેનું નામ સુદ્ધાં પણ એ લેખ સિવાય જાણવા મળતી નહિ—મરાયો હતો એવો ઉલ્લેખ છે. ૧૮ માંગરોળના હિ.સ. ૧૧ર(ઈ.સ. ૧૭૪૯)ના લેખ પરથી ત્યાં મરાઠાઓના ૧૨ વર્ષના વર્ચસ પછી ફરીથી મુસ્લિમ રાજ્ય સ્થાપવાની હકીકત પણ એક લેખ પરથી મળે છે. ૧૯ ઈતિહાસમાં નોંધાયેલા પ્રસંગે-હિ. સ. ૧૦૩૨ (ઈ.સ. ૧૯૨૩) માં જહાંગીરના ગુજરાતના સૂબેદાર સફીખાન અને બંડખોર શાહજહાંના માણસે વચ્ચે થયેલી બે લડાઈઓ અથવા ઉત્તર ગુજરાતમાં દૂદા કાળીના ઉપદ્રવ અને ગુજરાતના મુઘલ સૂબેદાર મહેબતખાનની ચડાઈ૨૧ વગેરે વિશે પણ માહિતી આ લેખ પરથી મળે છે. એ જ પ્રમાણે નવાનગર રાજ્ય પર મુઘલ વર્ચસ સ્થપાયાનો ખરે વર્ણકાલ નિશ્ચિત કરવામાં જામનગરને એક લેખ ઉપયોગી નીવડવ્યો છે.
આ શિલાલેખમાં રાજકર્મચારીઓ-દીવાન બન્શી નાઝિર દારગ ફેજદાર કેટ)વાલ(ળ) સૂબેદાર વગેરે હોદ્દાઓનાં નામ મળે છે, જેમાંના મોટા ભાગના સતનત કાલતના હોદ્દાઓથી જુદા હતા. અર્થ એ થયો કે મુઘલ કાલમાં ભારતવર્ષના બીજા પ્રાંતોની આ મુઘલ રાજ્યપ્રણાલી ગુજરાતમાં પણ અપનાવવામાં આવી હતી.
આમ તે મુઘલ કાલને લગતાં અનેક શાહી ફરમાને અને રાજ્યાદેશનો મિરાતે અહમદી'ના કર્તાએ ઉતારો આંચો છે, પણ આ લેખમાંના અમુકમાં આપેલા રાયાદેશે નવા હેઈ ઐતિહાસિક અગત્યની છે. ડભોઈ પરગણાના શાહજહાંના સમયના જાગીરદારે પ્રજા અને ખેડૂતોની જુદી જુદી તકલીફ દૂર કસ્થાનાં પગલાં