Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શુઘલ કાલ મુહમદ લતીફ બિન મુહમ્મદ અલી બિન મુહમ્મદશાહ ભરૂચીએ લખેલ મિરઆતુહિંદીમાં ગુજરાતનાં પરગણાં, તેઓને વહીવટ અને તેઓની ઊપજની નેધ ઉપરાંત વહાવટને લગતી વિગતે છે.
ઔરંગઝેબના સમયમાં (ઈ.સ. ૧૯૭૮માં) જગતરાયે લખેલ “ફરહગે કારદાનીમાંથી અને ઠાકોર મુનશીના ઈ.સ. ૧૭૪૮ સુધીની વિગતો નોંધતા ‘દસ્તૂ અમલે અકબરી'માંથી પણ કેટલીક પ્રસંગોપાત્ત માહિતી સાંપડે છે. મરાઠાકાલમાં લખાયેલ “ખાતિમ એ મિરાતે અહમદી' એટલે કે “મિરાતે એહમદીની પુરવણી મુઘલકાલનાં તમામ દસ્તૂ અમલ કરતાં પણ વધુ પ્રમાણ ભૂત મનાય છે. એમાં માત્ર ગુજરાત અંગેની ભૌગોલિક વહીવટી આર્થિક સામાજિક અને ધાર્મિક બાબતે અંગે વિગતવાર નેંધ થયેલી છે. અબુલફરુલના આઈને અકબરી' અને ટેડરમલના “દહૂ લુઅમલમાં આવતી ગુજરાતના વહીવટી વિભાગેની પુનરચના અને મહેસૂલ અંગેની વિગતેને ચકાસીને હકીકત મેળવવા માટે આ પુસ્તક ઘણું ઉપયેગી પુરવાર થયું છે.
૨. ફારસી-અરબી અભિલેખે અને સિક્કા અભિલેખે
ગુજરાતના મુઘલ સમયના લગભગ ૨૦૦ શિલાલેખ પ્રાપ્ત થયા છે. આ સંખ્યા આમ તે નાની કહેવાય અને એનું કારણ આ શિલાલેખેની શોધ જેવી થવી જોઈએ તેવી થઈ ન હોવાનું લેખી શકાય. આમાં બાદશાહના નામનિર્દેશવાળા અકબરના સાત, જહાંગીરના ત્રણ, શાહજહાંના ૧૬, ઔરંગઝેબના ૧૩, શાહઆલમ ૧લાના બે, ફર્ખસિયરના પાંચ, મુહમ્મદશાહના ત્રણ અને અહમદશાહના એક લેખનો સમાવેશ થાય છે. આ લેખમાં મેટે ભાગે મસ્જિદ બંધાવવાના, મૃત્યુ તારીખ આપવાની અને વાવ-કૂવા વગેરે બંધાવવાના ઉલ્લેખ છે. કઈ કઈ લેખે રાજ્યાદેશ, અતિહાસિક બનાવ, ઉદ્યાન મસા કિલ્લા હમામ(સ્નાનઘર), પાણીને અવાડો, આરો વગેરે વિશે પણ છે. | મુઘલકાલનાં લિખિત સાધન વિપુલ હેવા છતાં આ લેખેનું આગવું મહત્વ છે. ગુજરાતના ઇતિહાસ માટે કાંઈ ને કાંઈ માહિતી એમાંથી મળી રહે છે. વિશેષ કરીને ગુજરાતના જુદા જુદા ભાગોને સ્થાનિક ઇતિહાસ માટે આ લેખમાંથી ઠીક ઠીક સામગ્રી મેળવી શકાય છે, જે ગુજરાતના મુઘલકાલીન ઇતિહાસના પ્રમુખ અને અમૂલ્ય સાધન એવા “મિરાતે અહમદી’ પુસ્તકમાં પણ અપ્રાપ્ય હોઈ એનું મૂલ્ય ઘણું છે. અકબરના સમયના પાટણ (ઉ.ગુ.) નવસારી પાસે અમલપુર ૩