Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧લુ].
સાધનસામગ્રી ત્રીજો ભાગ ખાતિમહ' એટલે કે “પુરવણી છે. આ પુસ્જકમાં મુઘલ કાલના રાજકીય ઇતિહાસ ઉપરાંત વહીવટી તંત્ર આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિ હિંદુ રીતરિવાજો અને ધાર્મિક સ્થાને વગેરે વિશે પણ યથાર્થ વર્ણન થયું છે. ધર્મનિરપેક્ષ રહીને આ પ્રમાણભૂત ઇતિહાસ લખવા માટે અલી મુહમ્મદખાન મુસ્લિમ ઈતિહાસ લેખકેમાં વિશિષ્ટ ભાત પાડે છે.
ઈ.સ. ૧૭૬૮માં મુહમ્મદ કાસિમ બિન અબ્દુર રહેમાને લખેલ “સફીનસાદાત' ગુજરાતના નામાંકિત સંતપુરુષોનાં ચરિત્રનું નિરૂપણ કરે છે.
જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ લખેલ “તારીખે સોરઠ વ હાલારનાં ઈ.સ. ૧૮૩૯ સુધીને સેરઠ (હાલને જૂનાગઢ જિલ્લો) અને હાલાર (હાલને જામનગર જિલ્લે) નો વૃત્તાંત છે.
મુલ્લાં ફીરોઝ બિન કાઉસે લખેલ ‘ર્જનામહ” નામના ત્રણ ભાગ ધરાવતા મહાકાવ્યમાં પિટુગીઝોએ હિંદને જળમાર્ગ શેડ્યો ત્યારથી માંડીને ઈ.સ. ૧૮૩૩ સુધીને વૃત્તાંત છે. એમાં ફિરંગીઓ વલંદા ફ્રેન્ચ અને અંગ્રેજોની ભારતમાંની પ્રવૃત્તિઓના વર્ણનમાં પ્રસંગોપાત્ત ગુજરાતને લગતી ઉપયોગી માહિતી પણ મળે છે.
અમદાવાદના સારાભાઈ નાગરે ઈ.સ. ૧૮૪૭ના અરસામાં લખેલ “મુખ્તસર તારીખે ગુજરાત” પણ આ કાલના મુઘલ સૂબાઓને લગતે ટૂંકે અહેવાલ છે. એમાં સૂબાઓ અને મરાઠાઓ સરદાર વચ્ચેના સંઘર્ષની વિગતો મેંધપાત્ર છે.
“દહૂ લૂ અમલ” એટલે કે વહીવટી દફતર પણ મુઘલ કાલના વહીવટી તંત્રને ખ્યાલ મેળવવા માટેનું અનિવાર્ય સાધન ગણાય છે. મુઘલો દસ્તૂરુ-અમલ રાખવા પર ખાસ ધ્યાન રાખતા હતા. એમાં સૂબાઓ, એમના વહીવટી વિભાગે રાજ્યમાં આવતાં શહેરો અને તેઓની વચ્ચેનું અંતર, રાજ્યમાં થતાં આવકખર્ચ, અધિકારીઓના હોદ્દાઓનાં નામ, એમની ફરજો, એમનાં કાર્યોની વહેંચણી, એમણે દરબારમાં મોકલવાના અહેવાલો અંગેના નિયમ, તોલમાપ, સિક્કાઓ વગેરેને લગતી ઝીણી ઝીણી વિગતો ટૂંકમાં આપેલી હોય છે. અબુલફલનું આઈને અકબરી' આ પ્રકારનું પુસ્તક છે. એમાંથી અકબરના સમયના અન્ય સૂબાઓની સાથોસાથ ગુજરાતના સૂબાનો વિસ્તાર, એના વહીવટી વિભાગ, એના કાયદા–ઝનુન, આવક–જાવક, ખેતપેદાશ, હુન્નર-ઉદ્યોગ વગેરેની નોંધ છે. ટોડરમલે લખેલ દસ્તૂ રુલઅમલમાં એ કાલની મહેસૂલ–પદ્ધતિ અંગે નવી વ્યવસ્થા ગોઠવવાને લગતી માહિતી મળે છે. શાહજહાંના સમયમાં (ઈ.સ. ૧૬૪૭ માં)