Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
વિધવાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહેવાનું મુખ્ય કારણ બાળલગ્ન હતું. અને જો એ બાળલગ્નને રિવાજ બંધ પાડવામાં આવે તે એ વિધવાઓની મેટી સંખ્યા જરૂર વધતી અટકે; તેટલા માટે સુધારકે અને સુશિક્ષિત પુરુષોએ નાનપણથી લગ્ન કરવાનો રિવાજ અટકાવવાના પ્રયત્ન શરૂ કર્યો, બાળલગ્ન નિષેધ મંડળ કાઢયાં; અને તેના અંગે ઉપદેશ કરવાનું પ્રચાર કાર્ય પણ ઉપાડયું. બાળલગ્નથી કેટલાંક માઠાં પરિણામે નિપજ્યાં હતાં તે ચીંધી બતાવવા એમને ઘણું સુગમતા પ્રાપ્ત થઈ
પુનર્વિવાહ પ્રબંધની પેઠે કવિ દલપતરામે બાળલગ્નપર એક નિબંધ લખ્યો હતો અને તે બદલ એમને ઈનામ મળ્યું હતું. તે પછી એ દિશામાં સતત કાર્ય થતું રહ્યું છે. શ્રીમંત મહારાજા સર સયાજીરાવે બાળલગ્ન પ્રતિબંધને. કાયદો વડોદરા રાજ્યની પ્રજા સારૂ અમલમાં આણુ બહુપ્રશસ્ય કાર્ય કર્યું હતું; એથી સંસાર સુધારાના કાર્યને ખૂબ વેગ મળ્યું હતું.
બ્રિટિશ સરકારે બાલલગ્નને ચાલ બંધ પાડવાને કઈ સી ઈલાજ ગ્રહણ કર્યો નથી; પણ સન ૧૮૯૨ માં સંમતિવયને ધારે પસાર કરીને કેટલીક અનુકૂળતા કરી આપી હતી. પણ સન ૧૯૩૦ માં શારદા ઍક્ટ
જાયા પછી આપણે એમ કહી શકીએ કે એ બાળલગ્નની પ્રથાને મરણતેલ ઘા પડ્યું છે અને આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ કે લોકલાગણી મોટી વયનાં લગ્ન કરવાના સંબંધમાં મકકમ અને ઉત્કટ બની છે.
બાળલગથી ઉદભવતાં કજોડાનાં દુઃખેને વાસ્તવિક પણ કરુણ ચિતાર સ્વર્ગસ્થ રણછોડભાઈ ઉદયરામે એમના “લલિતા દુઃખદર્શક' નાટકમાં તાદશ્યરૂપે વર્ણવ્યો હત; અને એની અસર એટલે સુધી થઈ હતી કે તેમાંના નંદનશેઠનું પાત્ર પ્રજામાં એક ઉપહાસનું નામ થઈ પડયું હતું.
એ પ્રમાણે કેળવાયેલું જોડું કેવું સંસારનું સુખ પામે છે તેને પરિ ચય એમણે આપણને “જયકુમારી” નાટકમાં પ્રાણલાલ શેઠ અને જયકુમારીનાં પાત્રો ઉપજાવીને કરાવ્યો હતો અને એ નાટક રંગભૂમિ પર ભજવાતાં એટલે જનતા પર બાળલગ્ન વિરુદ્ધની તીવ્ર લાગણી પેદા થતી.
બાળલગ્નની સામે કવિ દલપતરામે અનેક ગરબીઓ રચી હતી અને કન્યાશાળાઓમાં તે હોંશથી ગવાતી. સેસાઇટી માટે “બાળલગ્નથી થતી
* જુઓ ગુ. વ. સંસાઈટીને ઇતિહાસ, ભા. ૧; ૫. ૨૫.