________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | સંકલના વળી, તીર્થકરો કઈ રીતે સ્વ-પરનો ઉપકાર કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે તે શ્લોક-૩માં બતાવેલ છે.
ત્યારપછી ધર્મનું સર્વ શ્રેષ્ઠ ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે અને અંતે કઈ રીતે જીવ નિર્વાણ પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં પૂર્ણ સુખ કઈ રીતે છે તે સૂક્ષ્મ યુક્તિઓથી ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
ગ્રંથનો ઉપસંહાર કરતાં કહે છે કે તીવ્ર સૂક્ષ્મ ઉપયોગરૂપ ધ્યાન દ્વારા જીવ કર્મનો નાશ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે તેની સ્પષ્ટતા શ્લોક-૪માં કરેલ છે.
મોક્ષ પ્રાપ્ત કર્યા પછી જીવ સિદ્ધશિલા ઉપર કેમ જાય છે ? તેને યુક્તિપૂર્વક શ્લોક-પમાં સ્થાપન કરેલ છે અને મોક્ષમાં અંતરંગ મોહકૃત ઉપદ્રવ નથી, બહિરંગ કર્મકૃત અને શરીરકૃત ઉપદ્રવ નથી, તેથી સિદ્ધનાં જીવો અત્યંત સુખથી યુક્ત શાશ્વતકાળ રહે છે જે ધર્મનું અંતિમ ફળ છે તેને શ્લોક-કમાં બતાવેલ છે.
છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૩, તા. ૨-૮-૨૦૧૧, મંગળવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩ર૪૪૭૦૧૪