________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | સંકલના
કર્યા વગર ઉપરના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે તેઓને આર્તધ્યાનની જ પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ અનેક વસ્તુઓને યુક્તિથી સ્થાપન કરેલ છે.
આ પ્રકારે સ્વશક્તિ અનુસા૨ સંયમમાં યત્ન કરનારા મહાત્માઓ કેવા ઉત્તમ ચિત્તવાળા હોય છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૪ અને ૫માં કરેલ છે.
આવા મહાત્માઓને માસાદિના પર્યાયથી ૧૨ મહિનામાં અનુત્તરના સુખથી અધિક સુખ મનુષ્યભવમાં થાય છે તેની સ્પષ્ટતા શ્લોક-૬માં કરેલ છે.
સાતમો અધ્યાય ઃ
વિવેકી લોકો ફળને સામે રાખીને જ સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યાયના પ્રારંભમાં જ ધર્મનું ફળ બતાવેલ, જેથી તે ફળ સાંભળીને તે ફળના અર્થી જીવો ધર્મમાં પ્રવૃત્તિ કરે. વળી, પ્રથમ સંક્ષેપથી ધર્મનું ફળ બતાવેલ. હવે વિસ્તારથી ધર્મનું ફળ બતાવે છે, જે ફળ સાંભળીને યોગ્ય જીવોને ધર્મ ક૨વા માટે અત્યંત ઉત્સાહ થાય છે.
ધર્મનું શું ફળ છે ? તે બતાવતાં કહે છે
વિશિષ્ટ પ્રકારનું દેહનું (ભૌતિક) સુખ અને મોક્ષનું (આત્મિક) સુખ એ ધર્મનું ફળ છે. જેઓ વિવેકપૂર્વક ધર્મ સેવે છે તેઓ શ્રેષ્ઠ કોટિના દેવલોકમાં જાય છે અને ત્યાં પણ ચિત્તની સ્વસ્થતારૂપ સુખને પ્રાપ્ત કરે છે અને અંતે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે.
વળી, ધર્મના સેવનકાળમાં ધર્મનું સાક્ષાત્ ફળ ચિત્તમાં ક્લેશનો નાશ છે, ઔદાર્ય આદિ ગુણોની પ્રાપ્તિ છે અને લોકોમાં અત્યંત પ્રિય બનવું તે છે. આ ધર્મસેવનનું અનંતર ફળ (તત્કાલ ફળ) છે. દેવગતિ અને ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ તે ધર્મસેવનનું પરંપરફળ છે. વળી, સમ્યક્ રીતે ધર્મ સેવીને જેઓ દેવલોકમાં જાય છે ત્યાં પણ તેઓને કેવું શ્રેષ્ઠ સુખ છે, કેવું શ્રેષ્ઠ ચિત્ત છે, દેવભવમાં પણ પોતાની ભૂમિકા અનુસા૨ ધર્મ સેવવાની ઉત્તમ પ્રકૃતિ છે, દેવભવથી ચ્યવીને તે મહાત્માઓ કેવા ઉત્તમ મનુષ્યભવને પામે છે, તે મનુષ્યભવમાં પણ કેવી ઉત્તમ પ્રકૃતિ હોય છે, આવા મહાત્માઓને સંયમગ્રહણનો પરિણામ થાય ત્યારે તેઓને કેવા ઉત્તમ ગુરુ, કેવો ઉત્તમ સહવર્તી સાધુ સમુદાય પ્રાપ્ત કરે છે અને તેઓનું કેવું ઉત્તમ ચિત્ત બને છે ? તેનું વિસ્તારથી વર્ણન ધર્મના ફળરૂપે બતાવેલ છે. જેથી ધર્મના સેવનને કારણે યોગ્ય જીવો કઈ રીતે ધર્મના સેવનના બળથી અપ્રમાદભાવપૂર્વક સુખની વૃદ્ધિ દ્વારા પરાકાષ્ઠાના સુખને પ્રાપ્ત કરે છે અને સંસારમાં પણ જે કાંઈ સુંદર સ્થાનો છે તે સર્વ સુંદ૨ સ્થાનો જીવ ધર્મથી જ પ્રાપ્ત કરે છે. માટે ધર્મ શ્રેષ્ઠ ચિંતામણી રત્ન જેવો ઉત્તમ છે અને એકાંતે હિતકર છે તેમ બતાવેલ છે, જેથી યોગ્ય જીવોને સ્વભૂમિકા અનુસાર ધર્મ સેવવાનો ઉત્સાહ થાય.
સાતમા અધ્યાયના ક્રમિક પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે
વિવેકી પુરુષનો ફલપ્રધાન આરંભ હોય છે તેથી ધર્મનું વિસ્તારથી ફળ કહેવાનો પ્રારંભ શ્લોક-૧થી કરેલ છે.