________________
ખુમારીના પાઠ આરંભની આકરી વાણી પિતાનું કામ કર્યે જતી હતી. તમારા આસિસ્ટંટ કલેકટર ગામબહાર મુકામ કરે છે અને ચિઠ્ઠી લખીને લોકને બોલાવે છે. તેની પાસે જવાની તમારે શી મતલબ ? તેને જવાબ લખી આપે કે ભૂખ્યા છે તે જુવારના રોટલો તૈયાર છે, અમારા ગામને પાદરથી કઈ ભૂખ્યો ન જાય. એ અમલદાર તમને કહે છે: “મારી ખાતર તે એક રૂપિયે ભરે.” એને તમે કહોની કે અમારી ખાતર તું રાજીનામું આપી દેની. “દુ:ખને વખતે રૈયતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકી બધા ‘હવાલદાર.”
આમ જ્યાં ડેપ્યુટી કલેકટર હવાલદાર ઠરતા હતા ત્યાં પટેલતલાટીનાં તે ગજાં શાં ? “પટેલ તે ગામનો ધણી છે, ગામનું મુખ છે, એ સરકારને લોકો તરફથી સંભળાવનાર છે. પટેલ કાંઈ સરકારને વેચાણ થયેલો સાત રૂપિયાનો દૂબળો નથી. સાત રૂપિયા ખાતર જે માણસ પોતાના કુટુંબીઓનાં ઘરનાં ગોદડાં ચૂંથવા જાય એને દૂબળો ન કહીએ તો શું કહીએ? અરે, દૂબળો પણ પોતાના ધણિયામાના ઘરમાં એવું કામ કરવા ન પેસે. પટેલ વેઠિયો નથી. અને એવાં કામ કરાવે એ પટલાઈ ઉપર પૂળો મૂકોની. તમારા કરતાં તો મજૂરી કરનારને મજૂરી વધારે મળે છે.” તલાટીઓ વિષે બોલતાંઃ “તમારું વાલોડ તલાટીઓ પેદા કરનારી એક ખાણ છે. તમે પૈસા ખરચી ખરચીને છેકરાઓને ભણાવો છે તેના આવા તલાટી પાકે છે. એવા ભયા કરતાં આ રવિશંકર જેવો વગરભણ્યો બ્રાહ્મણ છે ખોટો ? તમને મનમાં મોટાઈ આવે છે કે અમારો છોકરો ભણીને પછી તલાટી થશે, બજારમાં નીકળે તે પાછળ વેઠિયા ચાલતા હશે. પણ એ જ છોકરાને સરકારને હુકમ થશે ત્યારે સગા બાપને ઘેર જતી કરવા જવું પડશે. આ બધી સરકારની અને તેની કેળવણીની માયાના ખેલ છે.”
લગભગ ૬૦ પટેલોએ બારડોલીમાં ભેગા થઈ શ્રી. વલ્લભભાઈ આગળ પ્રતિજ્ઞા કરી કે જપ્તીના મેલા કામમાં ભાગ ન લઈએ. હેડ લકે અને બીજાઓ વેઠિયા તરીકે જપ્તીની વસ્તુ ન ઉપાડવાની પ્રતિજ્ઞાના ઠરાવો કરવા લાગ્યા.