Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 384
________________ આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ કન્સેશન’ આપવા તૈયાર થઈ છે. આ લેખકને ખબર અપાય છે, અને લાગતી નથી કે ઇગતપુરી નામે આળખાતી રાહતના અમલ ૧૮૮૫ની સાલથી થવા લાગ્યા છે. આ રાહત દક્ષિણ, ગુજરાત અને દક્ષિણ મરાઠા જિલ્લામાં ૐ નિયમાનુસાર આપે!આપ અપાયા જ કરે છે. જયારે કાઈ પણ નવી આંકણી ચાલુ કરવામાં આવે છે, ત્યારે સરકારને આ રાહત આપવી કે ન આપવી તેને વિચાર કરવાને રહેતા નથી. એ રાહતના ઠરાવમાં સૂચવેલી શરતાનું પાલન થતું હોય તે તરત જ આ સહત આપવામાં આવે છે જ. સરકારે ખારડાલી તાલુકામાં પ્રથમ ઇગતપુરી રાહત ’ આપવાની સૂચનાની ધસીને ના પાડી હતી, અને પછી લેાકાના ખાણને વશ થઈ રાહત આપવાનું ઠરાવ્યું છે એમ કહેવું એ બિલકુલ વાજબી નથી. આ તાલુકામાં તેમજ ખીજા કાઈ પણ તાલુકામાં જ્યાં શરતનું પાલન થતું હશે ત્યાં હમેશાં ‘ઇગતપુરી રાહતા' આપવામાં જ આવશે. સરકાર આશા રાખે છે. કે તમે તમને ટકા આપનારાઓને આ બાબત વિષે સાચી સમજ પાડશે. ૮. ૧૯૬૮ ના ફેબ્રુઆરીની ૧૬ મી તારીખના ૭૨૫૯-બીના ૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળ પર મેં સહી કરેલી હોવાથી એમાં દર્શાવેલ વિચારો માત્ર સરકારના એક સેક્રેટરીના છે, અથવા તે તેણે તે પેાતાની. જ અગત જવાબદારી ઉપરથી જ લખેલા છે એમ તમે માનતા હો એમ તમારા કાગળના નવમા ફકરા ઉપરથી સૂચન થાય છે. પણ આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક, પેલા કાગળમાં પણ નામદાર ગવન ર અને તેની કાઉન્સિલના જ પાકા વિચારો મૂકવામાં આવ્યા હતા, અને છે એમ જ તમે સમજશે. છેવટે હું તમને જણાવી દઉં છું કે ગવનર અને તેની કાઉન્સિલ તમારા કાગળના દશમા ફકરામાં દર્શાવેલી સૂચના સ્વીકારવા તૈયાર નથી. વળી એ પણ જણાવી દઉં છું કે આપણી વચ્ચે થયેલ તમામ પત્રવ્યવહાર ન માનપત્રામાં જાહેર થાય તે સરકારને લેશમાત્ર વાંધે નથી. સરકારે જે નીતિ ગ્રહણ કરી છે તે તમારી સમક્ષ સંપૂર્ણ પણે છેવટની મૂકી દીધી છે. અને હજી પણ આ સબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તા જિલ્લાના કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવાની વિનંતિ કરું છું. તમારા નમ્ર સેવક, જે. વી. સ્મિથ સેક્રેટરી, મુંબઈ સરકાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ 300

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406