Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 392
________________ બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ પઠાણોની સામે બિનપાયાદાર આક્ષેપ મૂકવામાં આવ્યા છે. સરકારને ખાતરી છે કે એમની ચાલચલગત દરેક રીતે નમૂનેદાર છે. જપ્તીમાં. લેવાયેલી ભેંસની સંભાળ રાખવા માટે મોટાં થાણાં ઉપર, અને મામલતદાર તથા ચાર મહાલકરીઓની દેખરેખ નીચે જતી કરવા માટે પાંચપાંચની ટુકડીમાં તેમને રોકવામાં આવ્યા છે. સરકારના એક જવાબદાર અમલદારની દેખરેખ નીચે પાંચ પાંચની પાંચ ટુકડીઓમાં કામ કરતા પઠાણે, કેટલાંક છાપાંમાં આક્ષેપ કરવામાં આવ્યો છે તેમ ૯૦,૦૦૦ વસ્તીને, ત્રાસ પમાડી શકે એ ખ્યાલ માત્ર પણું માનવા જેવો નથી. આમ છતાં, અસહકારી આગેવાને વેઠિયાઓને દમદાટી આપતા બંધ. પડશે અને તેમને તેમનું કાયદેસરનું કામકાજ કરવા દેશે, એટલે પઠાણોને. રાખવાની જરૂરત રહેશે નહિ અને તેમને પાછા મોકલી દેવામાં આવશે. | મહેસૂલ નહિ ભરાશ ખિતેઝારેને જપ્તીની નોટિસ આપવામાં આવી છે, અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે તેમને આપવામાં આવેલી નેટિસની મુદત પૂરી થતાં તેમની જમીન પડતર તરીકે, સરકારમાં નોંધવામાં આવશે. તેમજ વખત આવ્યે એના માગનારને વેચી દેવામાં આવશે અને આવી રીતે વેચી દેવામાં આ લી જમીને ફરીથી તેમને પાછી આપવામાં નહિ આવે. . આજ તારીખ સુધીમાં આવી ૧,૪૦૦ એકર જમીનને નિકાલ કરી દેવામાં આવ્યું છે, અને બીજી ૫,૦૦૦ એકર જેટલી જમીન તેના ઉપરની મહેસૂલ બાકી જલદીથી ભરવામાં નહિ આવશે તો સમય થયે વેચી નાંખવામાં આવશે. - - - - - :: : - આ બધી જમીન ખરીદવા માટે હિંદુ, મુસલમાન અને પારસી અરજી આપે છે, અને અરજી આપનારા ઉમેદવારોમાંના ઘણા તે સૂરત જિલ્લાના જ રહેવાવાળા છે. આ ઉપરથી ખુલ્લું છે કે આ ઉમેદવારોને મહેસૂલ ભારે છે અને તેઓ તે ભરી શકશે નહિ એવો કશે જ ભય નથી. " .. મોટી જમીન ધરાવનારા ખાતેદારની જમીનને નાનો ટુકડે એવી જ રીતે પતાવી દેવામાં આવ્યા છે. . . બીજા ખેડૂતોની હોય એવી જમીનને જપ્ત કરવા વિષેની નોટિસ કાઢવામાં આવી છે અને કેટલાક દાખલાઓમાં વેચાણની જાહેરાત પણ કરવામાં આવી છે. આવી રીતે જેમને નિકાલ કરવામાં આવ્યું છે એવી. જમીનનું ક્ષેત્રફળ સારું જેવું છે. તે . સરકાર બારડેલી અને વાલોડના ખેડૂતનું આ સત્ય હકીકત તરફ ધ્યાન દેરવા ઇચ્છે છે. અસહકારી આગેવાને કહેતા હતા કે સરકારને ૩૭૮

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406