Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 402
________________ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ - ૧૨. સત્યાગ્રહી કાર્યક્તએને સજા કરવા તથા લોકોની ચળવળ તેડી પાડવા સરકારે ફોજદારી કાયદાને આશરે લીધો હતો. ઘણા દાખલાઓમાં ફેજદારી કાયદાને ઉપગ ગેરવાજબી અને ઝેરીલે હતો. ૧૩. એક ઊતરતી પાયરીના મહેસૂલી અધિકારીને માંડવામાં આવેલા દાવાઓને નિકાલ કરવા માટે મૅજિસ્ટ્રેટ તરીકે નીમવામાં અને બારડેલીના ઉત્તેજિત વાતાવરણમાં એક અદાલત ઊભી કરવામાં સરકારે વાજબી નહેતું ૧૪. ફરિયાદ પક્ષ તરીકે સરકારે ઘટતા પુરાવાઓ રજૂ કર્યા નહોતા, અને ઓળખાવવાની રીત બિનભરૂસાદાર હતી. જે પુરાવાઓના આધારે આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા તે એકપક્ષી હતા અને ભરૂસાપાત્ર નહોતા. ઘણાખરા ગુનાઓ તે, બહુ બહુ તે, નામ માત્રના જ હતા. ધણા . દાખલાઓમાં તે તે જગ્યાએ હાજર હતા એવા માણસને સાક્ષીમાં બોલાવવામાં આવ્યા નહોતા. ૧૫. મૅજિસ્ટ્રેટે વધારે સારા પુરાવા માટે આગ્રહ ન ધરવામાં ભૂલ કરી હતી, અને કેટલાક દાખલાઓમાં એમણે કાયદાને પેટે જ અર્થ કર્યો હતું. નામના ગુનાઓ માટે પણ સરકારે બે ભુલાવી નાંખે એવી સજાઓની માગણી કરી હતી. અને ઘણું દાખલાઓમાં મૅજિસ્ટ્રેટ આ સાથે સંમત થયા હતા, અને ગુનાના પ્રમાણમાં બેહદ સજાઓ એમણે આપી હતી. ૧૧. જમીન મહેસૂલના કાયદામાં અપાયેલી સત્તાઓને એકસાથે અને કડક રીતે અમલમાં મૂકવી, અને પરિણામે એકસામટી જમીન ખાલસા કરવી, ઓછી કિંમતે ચીજવસતે વેંચી નાંખવી, ખાલસા, જી, અને વેચાણમાં કાયદાની રીતેની અવગણના કરવી, પઠાણે રોકવા, ઢેરે ઉપર જુલમ વર્તાવ અને તેમને ખાટકીને વેચવાં, ખાતેદારેનાં ઘર આગળ કલાક સુધી પઠાણો અને પોલીસોનો ખડે પહેરે રાખવો, માલ જપ્તીમાં લે, ફેજદારી કાયદાનો ઉપયોગ કરવો અને આવું આવું બીજું કરવું, એ બધું પુરવાર કરી આપે છે કે સરકારે આકરાં પગલાં લીધાં હતાં. ૧૭ બારડેલી તાલુકા પાસે ખાસ કરીને સત્યાગ્રહની લડત પડતી મુકાવવા માટે જ લશ્કર સિવાય બીજું બની શકે તેટલું આકારામાં એક દબાણ લાવવા સરકારે આવાં કડક પગલાં લીધાં હતાં. શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સત્યાગ્રહીઓ એક સ્થાનિક આર્થિક પ્રશ્ન માટે જ લડતા હતા એ ન માનવામાં સરકારી અધિકારીઓએ ગેરવાજબી કર્યું હતું. આમ મુખ્યત્વે સરકારે લડતના હેત્વાર્થને અવગણે લડતના દેખાતા સ્વરૂપને જ અનુલક્ષી પોતાનાં પગલાં લીધાં. આ પગલાં મહેસૂલ વસૂલાતની સીધી ૩૮૮

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406