Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 393
________________ સરકારની ધમકીઓ જમીનને એક પણ ટુકડે જપ્ત કરતાં ડર લાગશે, અને જપ્ત કરે તે પણ, કોઈ તેને કબજે લેવા આગળ આવી શકશે નહિ. વળી તેઓ કહેતા, હતા કે જમીમાં લીધેલી ભેંસેને કઈ પણ જણ ખરીદ કરવાની હિંમત ધરી શકશે નહિઆ બધું કહેવું સાવ ખોટું કર્યું છે. તેઓ આગળ. ઉપર વળી કહેતા હતા કે કશું પણ મહેસૂલ ભરાશે નહિ. આ કથન પણ આગળ જેવું જ ખેટું છે. અત્યારસુધીમાં તાલુકા અને મહાલના મહેસૂલની વસૂલાત પેટે સરકારને લાખ રૂપિયા મળી. ગયાદ છે. એટલે કે: કુલ જમીન મહેસૂલના છઠ્ઠા ભાગ જેટલું ભરાઈ ગયું છે. આ પણ નોંધવા જેવું છે કે પડોશના ચોર્યાસી તાલુકામાં, બારડેલી કરતાં નવી જમાબંધી. વધુ હોવા છતાં તેમજ આ જ વર્ષે તે દાખલ કરવામાં આવી હોવા છતાં મહેસૂલને નવદશાંશ કરતાં યે વધુ ભરાઈ ગયું છે. - બધી નાતજાતના જમીન ધરાવનારાઓ તરફથી બાઢેલી અને વડમાં મહેસૂલ આવી ગયું છે. પરંતુ માતબહારના સામાજિક બહિષ્કાર અને દંડથી અસહકારી આગેવાનો સરકારને તેમનું કાયદેસરનું દેણ ભરનાર લોકોને દમદાટી આપે છે — તેમને પજવવામાં નહિ આવે એ હેતુથી સરકારી અમલદારોએ તેમના નામે ગુપ્ત રાખ્યાં છે.. સરકાર માને છે કે બીજા ઘણું ભરવાને આતુર છે, અને સરકા તેમને પૂરતી તક આપવા તેમજ તેમ કરીને તેમને જમીન ખેવામાંથી બચાવવા ઈચ્છે છે. તેથી તેમને જણાવવામાં આવે છે કે (૧) મહેસૂલ નહિ. ભરનારાઓને ચોથાઈ દંડમાંથી મુક્ત રાખવાની કલેકટરને સત્તા છે તથા જેઓ ૧૯ મી જૂને કે તે પહેલાં મહેસૂલ ભરી દેશે તેમને જે તે આર્યા રાહત આપી શકશે, અને (૨) મહેસૂલભરણું ગમે તે સરકારી અમલદાર દ્વારા કે તાલુકા, મહાલ અથવા હજૂર તિજોરીમાં થઈ શકશે . . ફરી તપાસ માગીને પસ્તાશે . જમીન મહેસૂલની ફરી આકારણે થઈ તે કેવી રીતે થઈ તેને અભ્યાસ કરવાથી કઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાતરી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વતી છે. . . . લોકેની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે, કારણ રેવન્યુ મેબર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હેચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હેચ નિષ્પક્ષ બુદ્ધિથી. બધા કાગળ તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણે તે ૩૭૯:

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406