Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 398
________________ પરિશિષ્ટ ૩ સમાધાનીને પત્રવ્યવહાર પૂના તા. ૬ ઠ્ઠી ઓગસ્ટ, ૧૯૨૮, ના. મહેસૂલખાતાના સભ્ય જેગ, સાહેબ, અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૩ મી જુલાઈના ભાષણમાં કહેલી શરતે પૂરી કરવામાં આવશે કે – - લિ નેહાધીન, (સહી) એ. એમ. કે. દેહલવી ( , ) ભાસાહેબ (કેરવાડાના ઠાકોર) ( ) દાઉદખાન સાલેભાઈ તૈયબજી ( , ) જે. બી. દેસાઈ ( ) બી. આર. નાયક ( , ) એચ. બી. શિવદાસાની ( ) એમ. કે. દીક્ષિત સરકારે નીચે પ્રમાણે તપાસ કમિટી જાહેર કરી હતીઃ એક મહેસૂલી અધિકારી અને બીજા ન્યાયખાતાના અધિકારી એમને તપાસ સોંપવામાં આવશે, બે વચ્ચે મતભેદના પ્રસંગે ન્યાયખાતાના અધિકારીને મત નિર્ણયાત્મક ગણાશે; તપાસની શરતો નીચે પ્રમાણે રહેશે સદરહુ અમલદારે એ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકેની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરો (ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલવધારે લેંડ રેવન્યુ કેડ પ્રમાણે વાજબી નથી, (ખ) સદરહુ તાલુકા વિષે જે રિપેર્ટો બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીક્ત નથી, અને કેટલીક હકીક્ત બેટી છે; ૩૮૪

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406