Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 397
________________ સરકારની ધમકીઓ અત્યારે બારડેલી તાલુકામાં સવિનય કાનૂનભંગની હિલચાલ ચાલી રહી છે એની તે ખરેખર કઈ માનવંત સભાસદ ના પાડી શકે એમ નથી, અને સવિનય કાનૂનભંગ એક અંધાધૂંધી જ છે એ વિષે માનવંતા સભાસદોને યાદ આપવાની મારે ભાગ્યે જ જરૂર હોય, ભલે ને આમાં સામેલ રહેનારાઓને પાકે પાયે ખાતરી છે કે તેમને દવે ન્યાયપુર:સરનો છે, પરંતુ અંધાધૂધી તે અંધાધૂંધી જ છે - ભલે ને તે અંધાધૂંધી પેદા કરાવનારા કે તેમાં સામેલ રહેનારાઓ પોતાના વિચારમાં મક્કમ હોય, અથવા તો ભલે ને એ અંધાધૂંધીથી કેટલાંક સ્ત્રીપુરુષમાં બીજાં સારાં કાર્યોને યોગ્ય હોય એવા ગુણો આવે. વળી, કોઈ પણ રાજદ્વારી બંધારણે કાયદાની અવગણના કરવાથી આવનારાં અનિવાર્ય પરિણામોની જાહેર પ્રજામત સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એક વખત માણસોને ખાતરી થઈ જાય કે કાયદેસર રીતે સ્થપાયેલી કારિબારી. સત્તાને ઊંધી પાડવી એ વાજબી છે, તો તો પછી ધારા બનાવવાનું કાર્ય કરતી ઘારાં સભાને પડકારી માંખો કે કાયદાની અર્થવ્યાપ્તિ આપતા ન્યાયખાતાને પક્ષપાતને આરે ઓઢાડતાં તેમને કશી વાર લાગવાની નથી. આમ સામાજિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કાયદા માટેનું માન એ તલસ્પર્શ મુદ્દો છે, અને કેાઈ શહેરી કે -શહેરીઆના તરંગથી તેને ઉથલાવી નાંખવાનો પ્રયત્ન કરે એનો અર્થ સીધી અરાજકતા જ છે.”

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406