Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 387
________________ , , લડત કેમ મઢી સારુ મૂકવામાં આવ્યાં હશે? ભાત તો લોકો ખાવાને માટે જ પકવે છે, અને ભાત વેચાય છે ત્યાં પણ તેના ભાવ ૧૯૧૪ના જેટલા જ છે. આફવા ગામમાં તો કચારીની જમીન સાથે તળાવની જમીન ઉપર એટલે જ દર ચડે છે, જોકે એ જમીન માત્ર પાણીને માટે જ રાખવામાં આવે છે. ૩. દેલવાડા, કમાલછોડ, એરગામ, સેજવાડ અને સિંગદ ગામમાં ગણોતને કશે આધાર જ નથી છતાં, અને ઉવામાં આજે જ સરકારધારે ગણતના ૭ ટકા છે છતાં; વધારે થાય છે તે અન્યાય છે. . . . ૪. પાંચમા વર્ગનાં બધાં જ ગામે. - ચોર્યાસીની પણ એ જ કથા છે. એ વિષે રા. બ. ભીમભાઈ જુદા કાગળ લખશે. ખરી વાત એ છે કે જરાયતમાં કશું જ વધારે કરવાને આધાર નથી અને ક્યારીના દરમાં જે ઘટાડો થયે છે તેથી વધારે ઘટાડો સ્થ જઈ તો હતો. પણ એ ન થાય તો સરકાર જૂના દર કાયમ રાખે. કારણું બંધાં જ, રિવિઝને ફરી તપાસવાં પડવાનાં અને નવો કાયદે થશે એટલે તે બધાં જ તાલુકાઓને લાગુ પાડવો પડશે. પણું એ થાય કે ન થાય, જે ગામને હડહડતો અન્યાય થયો છે તે તે દૂર થી જ જોઈએ. તમે ઇચ્છો કે આપણે મળવું જોઈએ તે હું મળવા તૈયાર છું. નવો કાયદે બારડેલીગેર્યાસીને કેમ લાગુ ન પડે? ઉપરના કાગળને તા. ૧૬મી સુધી જવાબ ન આવ્યું એટલે શ્રી. વલ્લભભાઈએ યાદ દેવડાવવા બીજો પત્ર લખે તેમાં ઉમેર્યું: - સરકારે શ્રી. શ્રોફને પત્ર લખે છે તેમાં સુધરેલી મહેસૂલનીતિને જે નિશ્ચય કર્યો છે તે માટે હું સરકારને ધન્યવાદ આપું છું. પણ ન કાયદે • બારડોલી અને ચોર્યાસીને કેમ લાગુ ન પડે તે હું સમજી શકતું નથી. જે એને અર્થ એ હોય કે ગમે તે કાયદે થાય તે પણ બારડેલી ચોર્યાસીમાં જે દર નક્કી થયા છે તેમાં વધારે તે થઈ જ ન શકે છે તે હું સરકારને ઠરાવ સમજી શકું છું. પણ જે સરકારને એ આશય હોય કે ન કાયદો થયા પછી જે રિવિઝન થાય તેથી બારડોલીચોર્યાસીને ફાયદો થત હેય તે પણ ન મળે તે તો મારે જણાવવું જોઈએ કે એ તાલુકાના લેટર ભારે અન્યાય થશે. આવું થાય એમ હું માનતો નથી, પણ સરકારની ભાષાને આ અર્થ પણ થઈ શકે છે એ મારે જણાવવું જોઈએ. હું તો મારા ૨૪મી જૂનના પત્રમાં જણાવી ચૂક છું: “નવા દરામાં જ અન્યાય સહેલો છે.” જોકે હવે અધીરા થયા છે. કૃપા કરીને તુરત જવાબ આપે અને મેં શંકા કરી છે તે દૂર કરે. ૩૭૬

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406