Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 377
________________ - લડત કેમ મંડાઈ: કરવાની ધ્યાનમાં લેવાની બાબતોમાંની એક વસ્તુ તરીકે સ્વીકારવા એ. પણ કેટલું બધું અસંતોષકારક છે એના કારણે આપતાં જણાવે છેઃ - “આવા ગણાતની આવક ઉપર રહેનારા જમીનવાળાઓને વર્ગ જાતે. ખેતી કરનાર ખેડૂતવર્ગના પ્રમાણમાં ઘણે જ નાનો હોય છે. ૧૯૨૧ની. વસ્તીગણતરી જ જુઓને. તરત જ ખાતરી થશે કે ગણોતે જમીન ખેડાવનારા આવા લોક સામાન્ય ખેડૂતોની કુલ વસ્તીના ૮ ટકાથી પણ ઓછા છે. આ તાલુકાનાં પહાણુપત્રકે તપાસતાં તેમાં તેનાં કારણે તપાસવાની મને જિજ્ઞાસા થઈ. આ તપાસ કરતાં મને માલૂમ પડયું કે શિરપુર કચ્છની આસપાસ આવેલાં ગામડાંની ઘણું જમાને શિરપુરના શાહુકારના હાથમાં ગયેલી છે. મજકૂર જમીન તેઓ જાતે ખેડતા નથી, પણ મૂળ જેમની જમીન હોય છે તેમને જ તે ગાતે ખેડવા પાછી આપે છે. આ મૂળ ખેડૂતે પોતાની મૂળની જમીનો ખેડવા ખાતર પણ પોતાના જ હાથમાં રહે અને બીજા ખેડનારાના હાથમાં ન જાય એ બાબતમાં ભારે આગ્રહી. હોય છે. અને એમની એ લાગણીને લાભ લઈને શાહુકારે દર નવે. ગણેતપ કરતી વેળાએ ગણોતની રકમ વધાર્યું જ જાય છે.” , મિ. સ્માટે પોતે નીચે મુજબ કહ્યું છેઃ યતવારી પ્રાંતમાં બહુ ઓછા ટકા જમીન ગણાતે ખેડાય છે, અને તેટલી ઓછીમાંથી પણ ઓછામાં ઓછી અરધી જમીન ખરી ઊપજને દરે. અપાતી નથી. ઘણું ગણોતપટા કહેવાતા વેચનારને જ ખરીદનાર તરફથી. કરી આપવામાં આવે છે, અને ગણત તે ખરું ગણેત નહિ પણ માત્ર, વ્યાજ' હોય છે. આ પ્રમાણે ગણોત એ મહેસૂલ આકારણને કાંટે બનાવી. • શકાય એટલું ચેક્સ સાધન નથી.” શ્રી. મઢેકર પોતાના ઉપર ટાંકેલા જવાબમાં કહે છે: , , , ખરાં ગણોત શોધી કાઢવાં સહેલ નથી. રેકડ ગણેત બહુ જ જૂજ લેવાદેવાય છે, અને ભાગબટાઈન ગણેત સહેલાઈથી રેકડમાં. બદલી શકાતાં નથી. વળી સર્વે ખાતાએ જમીનના વર્ગીકરણને આધારે, જે નંબરે પાડેલા હોય છે, તે મુજબ ગામેગામનાં તેમજ ખેતરખેતરનાં ગણોતેમાં ફેર પડી જાય છે. જમીનની કિંમત આંકવામાં ગણતના દર ભોમિયાની ગરજ સારે છે ખરા. પણ એને જ મહેસૂલની આંકણુને એકમાત્ર આધાર બનાવવા એ આ ઇલાકાને માટે સલાહકારક નથી. જમીનની માગ. ખૂબ હોય અને વસ્તીની ભીડ હોય ત્યાં ગણોત માગ્યાં થઈ જાય છે.. માગ નથી હતી ત્યાં દર નીચા હોય છે. જે ગણતના દરને મહેસૂલઆકારણના એકમાત્ર આધાર તરીકે સ્વીકારવામાં આવે તો ખેડૂતે. ૩૬૨

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406