Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 375
________________ . . લડત કેમ મંડાઈ? રાહત આપવાની ફરજ પડેલી, અને અંતે એટલેથી પણ ન અટકતાં પાછળથી જ્યારે સ્થિતિ છેક કથળી ગઈ ત્યારે બે તાલુકાઓમાં તે ફેરઆકારણી પણ કરવી પડેલી. . (ગ) ઇલાકાના સારામાં સારા જિલ્લાઓના લોકવસ્તીના તેમજ પશુધનના આંકડા જોતાં મજકૂર જિલ્લાઓની આબાદી ઘટતી જઈ દિન પ્રતિદિન તેમનાં હીર ચુસાતાં જાય છે એમ જ માલૂમ પડે છે. નીચલા આંકડા સરકારી વસ્તીગણતરી તેમજ ખેતીવાડીના અહેવાલમાંથી ટાંકું છુંઃ જિલ્લો વસ્તી ખેતી ઉપયોગી ઢાર ૧૮૯૧ માં ૧૯૨૧ માં ૧૮૮૫-૮૬ માં ૧૯૨૪-૨૫ માં અમદાવાદ ૯,૨૧,૫૦૭ ૮,૯૦,૯૧૧ ૧,૫૯,૩૯૦ ૧,૧૭,૯૨૫ ભરૂચ ૩,૪૧,૪૯૦ ૩,૦૭,૭૪૫ ૬૭,૬૩૧ ૫૬૯૯૫ ખેડા ૮,૭૧,૯૪ ૭,૧૦,૪૮૨ ૧,૫૭,૭૪૪ ૧,૦૪,૧૬૩ સૂરત ૬,૪૯,૯૮૯ ૬,૭૪,૩૫૭ ૧,૪૬,૫૨૦ ૧,૧૨,૬૦૩ - સૂરત જિલ્લાની વસ્તીમાં સહેજ વધારે દેખાય છે એ હું કબૂલ કરું -છું. પણ એ આંકડે વાંચનારના મનમાં સાથે સાથે એ સવાલ પણ અહીં ઊભું કર્યા વગર નથી રહેતો કે શું આ જિલ્લાને પણ બીજા કહીન જિલ્લાઓની હારમાં બેસાડવાનો ઇરાદે તો નવા મહેસૂલવધારાના મૂળમાં નહિ હોય ? . (ધ) ખેડૂતોની વધતી જતી કરજદારીની દષ્ટિએ લેવામાં આવેલા વાંધાને સરકારી ઠરાવમાં અવગણનાપૂર્વક ઉડાડી દેવામાં આવ્યું છે. બિનસરકારી તપાસમાંથી એવું જણાયું છે કે આગલી આકારણી વખતે બારડેલી તાલુકાની વસ્તી ઉપર ૩૨ લાખ રૂપિયા જેટલું કરજ હતું, - જ્યારે આજની કરજદારીનો આંકડો એક કરેડ રૂપિયાની આસપાસ થવા જાય છે. ૪. તમે જો છે કે સેટલમેંટ ઑફિસરે પોતાની તપાસ “ આ - ઇલાકાના મહેસૂલતપાસના કામની પરંપરાને ચુસ્તપણે વળગી રહીને ” કરેલી. આ બાબતમાં ખેડૂતોના પ્રત્યક્ષ પ્રસંગમાં આવીને બારીક તપાસ - ર્યા પછી હું કહી શકું છું કે મજકૂર તપાસણીઅમલદારે નામ લેવા જેવી કશી જ પૂછતપાસ કરી નહોતી, માત્ર પટેલતલાટીઓ પાસેના દાખલાઓ ઉપર જ આધાર રાખીને પોતાને રિપેટ ઘડેલા, અને પરિણામે જે જાતનાં કહેવાતાં જમીન વેચાણ તેમજ ગણાતપટાઓને પોતે પોતાની ગણતરીમાંથી બાદ રાખ્યાને તેણે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે તેવાં વેચાણો તેમજ ચટાઓ તેણે ગણેલાં છે. હું તેના મજકૂર દાવાને ભારપૂર્વક ઇનકાર

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406