Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 379
________________ લડત કેમ મંડાઈ?” ચિંતા પ્રગટ નથી થતી, પણ ગેટાળિયા અને વાંધાભર્યા આધાર પર, કત્રિમ ભાવો ઉપર અને ગણતના દરના અન્યાયી સિદ્ધાંતના જોર ઉપર કરવામાં આવેલી મહેસૂલવધારાની ભલામણમાં રહેલા હડહડતા અન્યાયની. કચવાતે મને કરેલી કબૂલાત જ વ્યક્ત થાય છે. સરકારે સૂચવેલા ૨૨. ટકાને એ વધારે એવી માંડવાળ છે જેની હસ્તીને માટે આધાર કે. દલીલ છે જ નહિ. એમાંથી એટલું જ ફલિત થાય છે કે હરબહાને. ખેડૂતો ઉપર વધારાને કર નાંખવાને સારુ સરકાર કૃતનિશ્ચય હતી. ૭. મારું નમ્ર નિવેદન છે કે આ દર નક્કી કરવાની બાબત માંડવાળની હતી જ નહિ. કાં તે સેટલમેંટ અમલદારોના રિપોર્ટ સાવ ગ્રાહ્ય છે, નહિ તો સાવ અગ્રાહ્ય છે; તે ગ્રાહ્ય નથી, કારણ એક તે તે. અનિશ્ચિત અને પાંગળા પાયા ઉપર રચાયેલા છે, અને બીજું તેમની ભલામણો એવા સિદ્ધાંત ઉપર રચાયેલી છે, જે સિદ્ધાન્તને સરકારના જ સંખ્યાબંધ અમલદારોએ વાંધાભર્યો અને ખેડૂતોના હિતવિરુદ્ધને ગણી. તે વિરુદ્ધ સ્પષ્ટ શબ્દમાં પિકાર કર્યો છે. આ સ્થિતિમાં અત્યંત નમ્રતાપૂર્વક અને તેટલી જ ધગશપૂર્વક જણુંવવાની રજા લઉં છું કે આ આખા. મામલાની તપાસ ચલાવવા એક નિષ્પક્ષ પંચ નીમ્યા વગર સરકારને છટકે નથી. આ તાલુકામાં જે સંખ્યાબંધ ગામડાંને ઉપલા વર્ગમાં ચડાવી દેવામાં આવ્યાં છે તેમની દશા તેમનાથી ઓછી આકારણીવાળાં. ગામડાંના કરતાં પણ બૂરી છતાં, આ ફેરફારથી ૬૬ ટકા સુધી મહેસૂલવધારે ચોંટયો છે એ બીના જોડે તમને કશી નિસબત નથી જણાતી. સાથે સાથે એ પણ જણાવી દઉં કે વાલેડ પેટામાં આવેલાં આ ગામની પડોશમાં જ આવેલાં ગાયકવાડી સરહદનાં ગામનું જમીનમહેસૂલ આ ગામના ૩૦ ટકા. જેટલું છે. ૮. મેં સૂચવેલી નેટિસ “સર્વે ઍડ સેટલમેંટ મૅન્યુઅલના પૃષ્ઠ: ૩૯૯માં ઉપર ટાંકેલા સરકારી ઠરાવની રૂએ ફરજિયાત હોય એમ જણાય છે. એ વાક્ય આમ છે: “સેટલમેંટ અમલદારે કરેલી દરખાસ્તોમાં જે. સરકાર ફેરફાર કરે તે નવેસર નોટિસ કાઢવી જોઈએ.” અમલની શરૂઆતની તારીખની બાબતમાં હુકમ આમ છે: “રેવન્યુ આકારણ હમેશાં ૧ લી ઓગસ્ટ અને મહેસૂલના પહેલા હપ્તાની વચ્ચે દાખલ કરવી જોઈએ. (પૃષ્ઠ ૪૦૨.) વસૂલીની બાબતમાં તેંડ રેવન્યુ કોડની ૧૦૪ થી કલમ. ચેખું જણાવે છે: “ નવી આકારણી મુજબનું મહેસૂલ પછીના વરસથી જ લેવાવું જોઈએ.” આ દાખલામાં સરકારે નવી આકારણે જુલાઈમાં દાખલ કરી. ગામલેકનાં વાંધાઓ માગ્યા, અને તે ઉપર છેવટના હુકમો ૩૬૫

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406