________________
૨૮ મું
ઊંઘમાંથી જાગ્યા કરીને તેના વેચાણના રૂ. ૩,૨૬-૩-૧ તે સભ્યોના ખાતામાં બાકી મહેસૂલ ખાતે જમા કરવામાં આવ્યા છે, એટલે હવે તેમને પોતપિતાની જમીન ખેડવાની છૂટ છે. ખાતેદારે તે આ નોટિસથી ચકિત જ થયા, કારણું તેમને તો જીનના માલિકને જે કપાસ પોતે વેચેલો તેનાં પૂરાં નાણાં મળી ચૂકયાં હતાં. આ જ પ્રમાણે વાંકાનેર તથા બીજા ગામના કેટલાક ખેડૂતોને નોટિસો મળી કે તમારું મહેસૂલ ભરાઈ ગયું છે. પ્રકાર એવો બનેલો કે બારડોલીના એક છિનના માલિક શ્રી. નારણજી દુર્લભે આ ખેડૂતોને કપાસ કેટના સુપરિન્ટેન્ડન્ટ મારફત સૂરતના કોઈ બે વેપારીઓને વેચેલો. વેપારીઓ પાસેથી કેટન સુપરિન્ટેન્ડન્ટ મારફત નાણું નારણજી દુર્લભને મળે અને તે ખેડૂતને આપી દે. પણ સરકારે તે કોટન સુપરિન્ટેન્ડન્ટને ત્યાં રૂ. ૭૩,૦૦૦ની એ રકમને રોકી ખેડૂતોની બાકી ખાતે જમા કરી લીધી. ચોખ્ખી રીતે નાણાં ગેરકાયદે ઉચાપત કરવાનો આ ગુનો ગણાય. વળી એ કાર્યમાં રહેલું મનસ્વીપણું અને ભયંકર અન્યાય તે બાજુએ રહ્યાં, પણ કયા ખેડૂતનો કેટલો કપાસ જીનના માલિકને ત્યાં વેચાય છે તેની પણ સરકારે ખાતરી કરવાની તસ્દી લીધી નહોતી.
બીજી તરફથી લડતના નિષ્પક્ષ સાક્ષીઓ રોજ ને રોજ નવી અને સ્વતંત્ર તપાસસિતિ નીમવા માટે સરકારને દબાણ કરી રહ્યા હતા. વર્તમાનપત્ર પણ રોજરોજ બારડોલીનો વહીવટ જેમના હાથમાં હતો તે સ્થાનિક અમલદારોની દુષ્ટ રીતિઓ ઉઘાડી પાડી. રહ્યાં હતાં, અને આખા હિંદુસ્તાનમાં લોકમતની અપૂર્વ જાગૃતિ થઈ રહી હતી.
જ્યાં જોઈએ ત્યાં પ્રચંડ સભાઓ, ઊભરાતો ઉત્સાહ. આપણે જોઈ ગયા છીએ કે મુંબઈના યુવાનોએ સત્યાગ્રહ ફંડ માટે રૂા.૨૫,૦૦૦ એકઠા કર્યા હતા. આ ઉપરાંત સભાઓ અને સાહિત્યપ્રચાર મારફત લડતની બાબતમાં લોકોને જ્ઞાનપૂર્વક રસ લેતા કરવામાં તેઓ સારી મદદ કરી રહ્યા હતા. સૂરત અને અમદાવાદના યુવક સંઘે પણ પાછળ નહોતા પડ્યા. અમદાવાદના યુવક સંઘે માંહોમાંહે જ ઉઘરાણું કરીને રૂા. ૧,૦૦૦ મોકલ્યા
૨૨૫