________________
બારડોલી સત્યાગ્રહને ઈતિહાસ
ભાવ વધ્યા છે તે વિષે તો અમે ગામેગામે બતાવી આપ્યું તે સ્વીકારી લઈને સાહેબ લખે છે કે કપાસના ભાવના ઉછાળાએ તો લેકનું ઉજાળ્યું નહિ પણ નખેદ વાળ્યું કહેવાય, કારણ એ ભાવોથી તણાઈને મોટાં મોટાં ગણેત આપ્યાં, એમાં કણબીઅનાવલા પણ મૂરખ બન્યા, અને ગણોતનો સટ્ટો ચાલ્યો.
આખરે વધેલા ભાવ ઉપર શ્રી. જયકરે કરેલા વધારા વિષે સાહેબોએ જણુવ્યું:
એમણે ૩૩ ટકા ઠરાવ્યા તેના કરતાં ૨૦, ૧૫ કે ૧૦ ઠરાવ્યા હોત તોયે ચાલત, કારણું બધું મંડાણ અટકળ ઉપર જ બંધાયેલું હતું, અને મિ. ઍડસને કહ્યું છે તેમ મિ. જયકરે મુખ્ય દરવાજે જ ખુલ્લો રહેવા દીધે.”
ભાવોને વિષે બોલતાં અસાધારણ વર્ષોના ભાવ ધ્યાનમાં લેવા ન જોઈએ એવો પણ ખેડૂતોનો એક વાંધો હતો. તે વિષે સાહેબ રિપોર્ટમાં જણાવે છેઃ
જુવારના ભાવ ૧૮૯૭, ૧૯૦૦, ૧૯૦૮, ૧૯૧૨ અને ૧૯૧૪માં એક જ હતા, અને ૧૯૨૮ માં એના એ હતા. ભાતના ભાવ પણ ૧૯૨૮માં ૧૯૧૪ના જે હતા તે જ હતા. એટલે ૧૯૧૪ થી તે ૧૯૨૪ના ગાળામાં જે ભાવ હતા તે સાધારણ હતા, એટલું જ નહિ પણ ભાત, જુવાર વગેરે, અનાજના ભાવ તો લડાઈ પહેલાં હતા તેના કરતાં બહુ વધશે એવી વકી નથી. કપાસની વાત જુદી છે. ૧૯૨૪ પછી ઓછામાં ઓછા ભાવ ૧૯૧૪ ના કરતાં ૩૩ ટકા વધારે છે, અને હવે કદાચ ભાવ નહિ ઊતરે. પણ જુવાર અને ભાત તે ખાવાને માટે જ વપરાય છે. વળી ખાવાની વસ્તુ સસ્તી મળે તે તો મારીના ભાવ પણ ઘટવાને સંભવ છે, અને ખેતીનાં ખર્ચ પણું એાછાં થાય. એટલે બહુ નિરાશાને કારણ નથી. પણ શ્રી. જયકરે જે, વધારે ભાવના વધારાને આધારે કર્યો છે તે તે ટકી શકે એમજ નથી.*
આમાં જુવાર અને ભાત સિવાય બીજી હજાર વસ્તુ ખેડૂતને જોઈએ છે, અને એ બધી વસ્તુના ભાવ વધ્યા છે તે વાત સાહેબએ ધ્યાનમાં જ ન લીધી, અને ખેતીની મજૂરી, બળદ, ઓજાર, ગાડાંના ભાવ ત્રણચારગણા વધ્યા છે એવો પુરાવો અમે આપે છતાં તે ઉપર ધ્યાન ન આપ્યું. એ વાત ધ્યાનમાં લેત તે તાલુકામાં ૬ ટકાનો વધારો તેમણે કર્યો તે વધારે તેઓ ન કરી શકત.