________________
ગૂંચઉકેલ?
ગામમાં તેમને મળે એ આપણે જોઈ ગયા. ત્યારથી જ તેમને ફાળ પડી કે ખેડૂતોની ફરિયાદમાં કંઈ વજૂદ તે હોવું જોઈએ.
જ્યાં સુધી શંકાની નજરથી જોતા હતા ત્યાં સુધી અમુક ગણોત એ સાચું ગણાત છે કે ગણોતિયાએ કરજે કાઢેલી રકમનું વ્યાજ છે એ વિષે પણ ખૂબ તપાસ થતી, અને ખાતરી થતી ત્યારે જ એ ગણતને અમલદારે ગણત્રીમાંથી રદ કરતા. પણ તપાસના પાંચસાત દિવસમાં જ મોટી ભટલાવ ગામ એવું આવ્યું કે જેમાં પોણોસો ટકા ગણોત જ ખોટાં હતાં, એટલે કે વ્યાજનાં ગણત હતાં અને તે દફતરથી જ સિદ્ધ થઈ શકે એમ હતું. લોકોની કરજ કરવાની પદ્ધતિ પણ વિચિત્ર. એક માણસ પોતાની જમીન બીજાને કરજ પેટે લખી આપે, બીજે માણસ પેલાને ગણોતિયો નહિ બનાવે પણ ત્રીજા જ માણસનું નામ ગણોતિયા તરીકે લખે! આ બધું સાહેબને શી રીતે સમજાવવું? અમે આ ગામે આવા શરતી વેચાણના કબાલાઓની એક વીગતવાર નેધ તૈયાર કરી અને અમલદારને કહ્યું કે “આટલા બધા ગણેતપટ્ટા વ્યાજના પટ્ટા છે. આ પછી સાહેબને અમારે વિષે વિશ્વાસ પડવા માંડવ્યો અને અમારા ખુલાસા એ તેમને મદદ કરવા માટે આપવામાં આવતા હતા એમ ખાતરી થઈ અને પરિણામે રિપોર્ટમાં અમારે વિષે આ પ્રમાણે નોંધ કરવી પડીઃ
આ સજજનોએ પોતાની રીતે ઘણું ઉપયોગી માહિતી ભેગી કરીને અમને રજૂ કરી, તે ઉપરાંત એઓ ગણેત અને વેચાણના બધા દાખલા આગળથી નોંધી રાખતા, અને દરેક કિસ્સા વિષે એટલી વીગતવાર ખબર મેળવી રાખતા કે અમને ઘણીવાર તેમની મદદથી સાચી અને ચોકસ માહિતી મળી શકી, જે એમ ને એમ ન જ મળી શકી હોત.. ખરા દિલથી અને નિષ્પક્ષ ભાવે આપવામાં આવેલી આ મદદ આ તપાસમાં અમને ખરી મૂલ્યવાન થઈ પડી એમ કબૂલ કરતાં અમને આનંદ થાય છે.”
ચીવટથી કરેલી આ તપાસને અને મદદને પરિણામે નીચેના, પ્રકારનાં ગણોત તો ગણત્રીમાંથી બાતલ થયાં :
૧. વ્યાજનાં ગણતો અને ગણોતિયો જેમાં જમીનના માલિકનો દેવાદાર હોય તેવાં ઘણાંખરાં ગણોતે.
૩૩૧