Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 350
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ સ્થિતિ ઉપર તો મહેસૂલમાં વધારો થઈ શકે એમ નથી, ગણેતના આંકડા તે સાવ પાયા વિનાની અને ખોટા માલૂમ પડ્યાં છે એટલે ગામડાનું વર્ગીકરણ આખું રદ કરવું જોઈએ, અને અમે તે ૫૦ ગામ તપાસ્યાં છે એટલે આખો તાલુકો તપાસાય નહિ ત્યાં સુધી આખા તાલુકાના દર અમારાથી નકકી થાય નહિ એટલે જૂના મહેસૂલના દર અને ગામડાંના જૂના વર્ગ કાયમ રહે એવી અમારી ભલામણ છે. . પણ અમલદારોને એ વાત ન સૂઝી. એમને લાગ્યું કે પોતે જેટલી સામગ્રી –ગણાતોની –શોધી છે તે ઉપરથી મહેસૂલના દર પણ નકકી કરવા જોઈએ, અને એ નક્કી કરવા માટે એમણે પિતાના સિદ્ધાતો નવા ઘડવ્યા. આ પ્રકરણના આગલા ભાગમાં ગણોતાના જે અગિયાર પ્રકાર આપ્યા છે, તે ગણતમાંથી કેની કેટલી કિંમત હોવી જોઈએ એ તેમણે નક્કી કર્યું, અને દરેક ગામ વિષે એમણે ગણોતનાં નવાં કોષ્ટક તૈયાર કર્યા, જેમાં પાંચ. વિભાગ પાડવા. મહેસૂલના બમણાથી ઓછાં, બમણાથી વધારે, તમણાથી વધારે, ચારગણાથી વધારે, પાંચગણાથી વધારે ગણતે. આમાં જે ગણો તો તેમને ન ગણવા જેવાં લાગ્યાં તે તેમણે આસાધારણ તરીકે બાદ રાખ્યાં, અને બીજાં ગણત ઉપલા ખાનામાં મૂક્યાં, અને તેમ કર્યા પછી એ ઉપરથી પિતાને સામાન્ય ગણાતને દર કેટલો લાગે છે એ કાઢીને દરેક ગામમાં જૂનું મહેસૂલ ગણેતના કેટલા ટકા છે એ હિસાબ કાઢક્યો. અને એ ટકા ઉપર નવા દરોની ભલામણ કરી. મહેસૂલ ગણોતના ૫૦ ટકા હોવું જોઈએ કે ઓછા હોવું જોઈએ એ પ્રપંચમાં અમલદારે પડ્યા જ નહિ, જોકે સરકારે અત્યારસુધી એમ મનાવવાને ડોળ કર્યો છે કે ચોખ્ખા નફાના વધારેમાં વધારે ૫૦ ટકા મહેસૂલ લેવાય છે, અને ટેકસેશન ઇંકવાયરી કમિટીએ અને લેંડ રેવન્યુ એસેસમેંટ કમિટીએ ભલામણ કરી છે કે રેખા નફાના વધારેમાં વધારે ૨૫ ટકા જેટલું મહેસૂલ હોવું જોઈએ. આને નિર્ણય આપવાનું માથે ન લેતાં અમલદારોએ. મનસ્વી રીતે અમુક મહેસૂલ આ તાલુકામાં આપવું જોઈએ એવો. ૩૩૬

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406