________________
૩૧ મું
સત્યાગ્રહનો જયજયકાર આ સત્યાગ્રહને વિજય ઇતિહાસમાં અનેક કારણોને લીધે અપૂર્વ હતઃ મુખ્ય એ કારણે કે બારડોલીને સત્યાગ્રહના પ્રથમ ક્ષેત્ર તરીકે ગાંધીજીએ પસંદ કરવામાં ભૂલ કરી નહોતી એ સિદ્ધ થયું; બીજું, હિંદુસ્તાનમાં રાંકમાં રાંક ગણાતા લોકેએ વિજય મેળવ્યો; ત્રીજું એ કે લડતને છુંદી નાંખવાને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સરકારને પ્રતિજ્ઞાના પંદર દિવસની અંદર એ લેકેએ નમાવી; ચોથું એ કે રેવન્યુ ખાતામાં મેટો માધાતા પણ માથું ન મારી શકે એવા નોકરશાહીના સિદ્ધાન્ત છતાં સરકારને નમવું પડયું; પાંચમું એ કે ત્રણત્રણ ચારચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આવો મોટો વિજય પ્રાપ્ત થયો; છઠું એ કે સત્યાગ્રહના નાયકે પ્રતિષ્ઠાના ભૂતને ત્યાગ કરી તત્ત્વ તરફ જે તાણ્યું હતું; અને છેવટે એ કે જે ગવર્નર કેટલોક સમય પોતાના હાથે નીચેના માણસોનું જ સંભળાવ્યું સાંભળતા હતા અને હિંદી પ્રધાનનું કહ્યું કરતા જણાતા હતા તેમણે સમાધાન કરવામાં પોતાથી થાય છે તેટલું કર્યું. પેલા અર્થહીન કાગળથી એમણે સંતોષ માન્યો તે પણ કદાચ શાંતિપ્રીત્યર્થે જ હોય. આ કારણે ગાંધીજી અને વલ્લભભાઈએ પિતાના લેખમાં અને ભાષણમાં સત્યાગ્રહીઓને તેમજ ગવર્નરને ધન્યવાદ આપવાનું ઉચિત ધાર્યું હતું.