________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ થઈ રહ્યું છે તેમણે વાંઝ ખાતે ગંજાવર પરિષદ ભરી વલ્લભભાઈને લગભગ અઢી હજાર રૂપિયા આપ્યા, અને સાથે સાથે જાહેર કર્યું કે મહેસૂલ તો અમે પરાણે ભર્યું છે કારણ કે તે વેળા અમે સત્યાગ્રહ માટે તૈયાર નહોતા.
નાગરિકોનાં દાન પણ નોંધવા જેવાં હતાં. ઉપર કહ્યાં તે તો બધાં સ્વેચ્છાથી આવતાં દાન હતાં, પણ કેટલાક દાતાઓને શ્રી. મણિલાલ કઠારી જેવા ભિક્ષુના આગ્રહની જરૂર હતી. ભાઈ મણિલાલે મુંબઈના બેરિસ્ટર અને એડવોકેટ પાસે મેટી રકમો કઢાવી, શ્રી. ભૂલાભાઈ જેવાને રસ લેતા કર્યા. અને મણિલાલની ભીખ એટલે સર્વભક્ષી, તેમને બધું ખપે. “સારો ચેક ન આપી શકે તો તમારી મોટરકાર આપે. કાર ન જ આપી દઈ શકે તો લડત ચાલે ત્યાં સુધી વાપરવા આપે,” એમ કહેતા જાય અને ચેક અને કાર બંને લેતા જાય. એમના પ્રતાપે બારડોલીના કાર્યકર્તાઓને આખા તાલુકાનાં ગામેગામમાં જોઈએ ત્યારે ફરી વળવાને માટે ચાર મોટરકાર મળી રહી હતી. સત્યાગ્રહફાળાની રકમ જે મે મહિનામાં અપીલ કરવામાં આવી ત્યારે રૂ. ૧૦,૦૦૦ હતી તે જૂન મહિનાની આખર સુધીમાં રૂ. ૨,૦૦,૦૦૦ થઈને ઊભી રહી હતી.
અને લોકોના ઉત્સાહની ભરતી દમનનીતિની ભરતી સાથે વધતી જતી હતી.
ખાલસા નોટિસોની સંખ્યા ૫,૦૦૦ થી વધી ગઈ હતી. હવે ખાલસા થયેલી જમીન ચેરીછૂપીથી વેચવાને બદલે જાહેર લિલામથી વેચવાના ઢગ થવા લાગ્યા. ઈસમાઈલ ગબા નામના મુસલમાન સત્યાગ્રહી જે અનેક સતામણની સામે આજ સુધી અડગ ઊભા હતા તેમના ખાતાની પ૦,૦૦૦ રૂપિયાની કિંમતની અને રૂ. ૧,૨૦૦ નું મહેસૂલ ભરતી જમીન વેચવાનાં જાહેરનામાં નીકળ્યાં. બીજી રૂ. ૨૫,૦૦૦ ની કિંમતની જમીન વેચવાનાં પણ જાહેરનામાં નીકળ્યાં. પણ તેથી કાંઈ કોઈ ડગે એમ નહોતું. ગામેગામના લોકોએ ઠરાવ કર્યો કે આવી રીતે જમીન રાખનારની જમીન કોઈએ ખેડવી નહિ, તેમને મજૂરીની કે બીજી
૧૮૦