________________
૨૬ મું
' , વિદિકા એક વિષ્ટિકારની ઓળખ તો આપણે એક પ્રકરણમાં કરી ગયા. તેમણે “વધારા સાથેનું મહેસૂલ પૂરું ભરી દેવાનો” મુદ્દો ઊભેદ કરીને લડતને લાભને બદલે નુકસાન પહોંચાડયું એ પણ જોઈ ગયા. તેમને હેતુ શુભ હતો એ વિષે શંકા નથી જ, પણું ખેડૂતે શી વસ્તુ માટે આટલું કષ્ટ સહી રહ્યા છે તેનું મૂલ્ય તેઓ આંકી શક્યા નહિ, અને લડતને કાઈ પણ રીતે અંત લાવવાને તેમણે લોભ રાખ્યો. ' પણ એમના ઉપરાંત બીજા ઘણા વિષ્ટિકાએ પાછળથી આ બાબતમાં રસ લીધો, અને તે સૈને વિષે એટલું કહેવું ઘટે છે કે તેમણે જે પગલાં લીધાં તે પહેલાં લોકોના પ્રતિનિધિઓને તેઓ પૂછતા રહ્યા. તેઓ લોકોના વકીલ બન્યા એમ તો ન કહી શકાય, પણ લોકોને કેસ વિવિધ દૃષ્ટિએ સરકાર આગળ રજૂ કરવા પિતાથી બનતું બધું કર્યું. એ બધા જ જે એકવાર બારડોલીની મુલાકાત લઈ ગયા હોત અને પિતાની આંખના, કાનના તથા બીજા સ્વાનુભવના પુરાવાના જોર ઉપર તેમણે પોતાની કાર્યરેખા આંકી હેત તો બહુ રૂડું થાત.'
પણ તેમનામાં એક સજ્જને તેમ કરીને કાયમની કીર્તિ મેળવી. તેમણે પિતાની તપાસનાં પરિણામ દેશ આગળ એવી સચોટ અને સુંદર રીતે રજૂ કર્યા કે તેથી સહુ વિચાર કરતા થઈ ગયા, અને આખા દેશની આંખો બારડોલી તરફ અગાઉ કદી વળી હેય તે કરતાં વિશેષ પ્રમાણમાં વળા. આ પુરુષ બીજા કોઈ નહિ, પણ શ્રી. કનૈયાલાલ મુનશી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ધારાસભાના સભ્ય અને મુંબઈની હાઈકોર્ટના એડવોકેટ છે. તેમણે નામદાર ગવર્નર સાથે ચલાવેલા પત્રવ્યવહારનો નિર્દેશ અગાઉના પ્રકરણમાં હું કરી ગયે. આપણે જોઈ ગયા છીએ કે નામદાર ગવર્નર તરફથી તેમના કાગળોના જે જવાબ મળ્યા તે તેમના જેવા ચુસ્ત બંધારણવાદીને પણ સંતોષ આપી શકે એવા નહતા. તેમણે નામદાર ગવર્નરની મુલાકાત લીધી, અને તે મુલાકાતથી પણ જ્યારે તેમને સંતોષ ન થયો ત્યારે તેમણે બારડોલી જઈ આવવાનો નિશ્ચય
૨૦૯