________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ આ માટે જમા કરવાને બદલે મહેસૂલમાં જમા કરી દે. પૂણીના એક
દુકાનદારે તાડીને માટે ૧૭૫ રૂપિયા ભરવાને આપ્યા તેમાંથી ૪૨ રૂપિયા મહેસૂલ માટે કાપી લેવામાં આવ્યા. એમ જ એક અફીણવાળાનું બન્યું ! આ રૂપિયા લઈ લેવા એ ઉચાપત કરવાનો ગુનો ન કહેવાય તે બીજું શું ?
બીજા ગુનાઓમાં ગમે ત્યાંથી, ગમે ત્યારે, કશી સેકસી વિના, માલિક કોણ છે તેની તપાસ વિના, પિોલીસ અને પઠાણની મદદથી પેલા જમીઅમલદારો ઢોર ઉપાડવા લાગ્યા. કેર ગામમાં ૫૮ ઢોર પકડવામાં આવ્યાં, અને થાણા ઉપર જાહેરનામું લગાડવામાં આવ્યું: “શિકરના રામા ગોવિંદ અને બીજાઓનાં ૫૮ ઢોરે મહેસૂલ ન ભરવા માટે જપ્ત કરવામાં આવ્યાં છે.” આમાં એક બિનખાતેદારની વિયાવાની ભેંસ હતી. તેણે તે ભેંસની માગણી કરી. મહાલકરીએ તેને દમ ભરાવ્યો, ભેંસને ખવડાવવાના ખર્ચની માગણી કરી, પણ પેલાએ “ “ધોળી ટોપીવાળા”ની ધમકી બતાવી એટલે કહ્યું, “વાર, વારુ, લઈ જાઓ તમારી ભેંસ! '
આમ ઢગલો ઢોર પકડાવા લાગ્યાં છે, પણ તેની માવજત કોણ કરે? તેને વેળવેળે પાણી કે પાય ? પઠાણોને એ કામ માટે ભાડે રાખવામાં આવ્યા હતા. બારડોલીમાં પકડાયેલી એક ભેંસ બિચારી બરાડા પાડતી થાણામાં મરી ગઈ. આમ ઉચાપત અને ચોરીની સાથે એક ભેંસને સ્વધામ પહોંચાડવાનું પાપ પણ અમલદારેએ સરકારને કપાળે ચોંટાડયું.
ત્રીજી બાજુએથી ખાલસાની નોટિસોના ઢગલા. વાલોડના જે વીરને નેટિસ મળી હતી તેમની જમીન સરકાર દફતરે ચડી. ગયાના હુકમ નીકળ્યા. આથી દુઃખી થવાને બદલે એક સજજને ખાલસાનો ઉત્સવ ઊજવ્યો. વાણિયા ન દબાયા એટલે મુસલમાનોને દાબી જેવા માંડયા. બારડોલીના ઈબ્રાહીમ પટેલને ખાલસા નોટિસનું પહેલું માન મળ્યું. હજારો રૂપિયાની જમીન હરાજ થઈ જશે એમ એ જાણતા હતા છતાં એમના પેટનું પાણું હાલ્યું નહિ.
૧૧૨ :