________________
ખેડૂતાના સરદાર એ સાચા હિંદુસ્તાનના ઉદ્ધારના એકબે મંત્ર પણ તેમણે સાથે સાથે રાખી દીધા. એ મંત્રને અમલમાં મૂકવાનું કામ ગુજરાતમાં, અને એક રીતે આખા દેશમાં, સ્વ. મગનલાલ ગાંધી અને શ્રી. વલભભાઈએ જેવું કર્યું છે તેવું કાઈએ કર્યું નથી. દેશનું કેન્દ્ર ખેડૂત છે એ મહા સત્ય શ્રી. વલ્લભભાઈમાં ૧૯૧૭–૧૮ માં ગાંધીજીએ જાગૃત કર્યું, પ્રગટ કર્યું એમ કહું; કારણ ઊંડે ઊંડે એ છુપાયેલું તો હતું જ. પણ એ પ્રગટ થતાંની સાથે જ શ્રી. વલભભાઈમાં જેવું એ ભભૂકી ઊઠયું તેવું ભાગ્યે જ કોઈનામાં ભભૂકી ઊઠયું હશે. ખેડૂત નહિ એવા તત્ત્વદર્શીએ ખેડૂતનું સ્થાન ક્યાં છે, ખેડૂતની સ્થિતિ કેવી છે, તેને ઊભો કરવાનું સાધન કયું છે એ કહી દીધું. જેનું હાડેહાડ ખેડૂતનું છે એવા તેના શિષ્ય સાનમાં એ ત્રણે વાત સમજી ગયા, અને દષ્ટાના કરતાં પણ વિશેષરૂપે એનું રહસ્ય લેધ્ર આગળ ખોલી બતાવ્યું. બસ તે દિવસથી ખેડૂતના કરતાં બીજા કેાઈ વર્ગના હિતેં એમના હૃદયમાં વધારે વાસો કર્યો જાણ્યો નથી. ખેડૂતની પહેલી સેવા કરવાની તક એમણે ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં સાધી, પણ બારડોલીમાં જે અવસર આવ્યું એ અપૂર્વ હતો.
ખેડૂત વિષેના ઉગારે તેમનાં બારડોલીનાં ભાષણોમાં જેટલા જેવાના મળે છે તેટલા અગાઉના કોઈ ભાષણમાં જોવાના નથી મળતા. ખેડામાં તો તેઓ ગાંધીજીની સરદારી નીચે સિપાઈ હતા એટલે ઝાઝું બોલતા જ નહોતા; બારસદની લડત હતી તો ખેડૂતની જ લડત, પણ તે ખેડૂતમાત્રના સામાન્ય દુઃખમાંથી ઉઠેલી લડત નહતી. બોરસદનો પ્રશ્ન વિશિષ્ટ હતો, અને એ વિશિષ્ટ પ્રશ્નને અંગેનાં જ ભાષણે ત્યાં થતાં. પણ જમીન મહેસૂલનો પ્રશ્ન એ જ ખેડૂતને મુખ્ય પ્રશ્ન એટલે ગુજરાતના ખેડૂતોની સેવા કરવી હોય તો તે જમીન મહેસુલના કૂટ પ્રશ્નને નિકાલ કરે જ થઈ શકે એવો એમને જૂનો નિશ્ચય હતો. એ સેવાની તક એમને બારડોલીએ આપી. બારડોલીવાળા જ્યારે એમને બોલાવવા આવ્યા ત્યારે ભાઈ નરહરિના લેખો એમણે વાંચેલા હતા. ગાંધીજીએ જ્યારે એમને પૂછયું કે બારડોલીના ખેડૂતોની ફરિયાદ
૫