________________
૧૦ મું
લૂલા બચાવ તાલુકે સવિનય ભંગની એની ભવ્ય તૈયારી માટે જગપ્રસિદ્ધ થયે હતો. મારે કબૂલ કરવું જોઈએ કે એ પ્રસિદ્ધ થયો હતો પરે, પણ એ પ્રસિદ્ધિનો મારા તમારા જેવાને લાભ થાય એમ નથી– એ પ્રસિદ્ધિ નિષ્ફળતાની અને હાસ્યપાત્રતાની પ્રસિદ્ધિ હતી. આ વખતે લડત ચલાવી રહ્યા છે તેમને મારે જણાવવું જોઈએ કે એ જમીન ખાલસા થશે. તેને વેચવાનો વખત આવશે ત્યારે તેને લેનારા ઘણા લોકો મળી આવવાના છે. સત્યાગ્રહીઓની હિંસા કે અહિંસા આ લોકોને સોના જેવી જમીન ખરીદતાં અટકાવી શકવાની નથી. એટલે હું તેમને વીનવીને ચેતવું છું કે થમપિલી તરફ કૂચ કરતાં જો તમે પાણપત નહિ પહોંચી જાઓ.”
મિ. ઍડર્સન ગમે તેટલા જમીન ખરીદનારા ઊભા કરે તેમાં તેમની સાથે કોને તકરાર હોય ? બડાશ જેને જેટલી મારવી હોય તેટલી મારવાનો હક છે. પણ પાણીપતની બેવકૂફીભરેલી વાત કરવાની મિ. અંડર્સનની હિંમત ચાલી અને એ ભાષણ જેમનું તેમ સરકારી હેવાલોમાં છપાયું એ આ જમાનાની સરકારની બલિહારી છે. બારડોલીએ તો કદી પિતાની “પ્રસિદ્ધિ અને ગર્વ કર્યો નહોતો, પ્રસિદ્ધ થવાનું તેના નસીબમાં તે વેળા નહોતું લખેલું એ વાતને બારડોલીને ખેદ રહી ગયો હતો. પણ પાણીપતનો શાપ દેતી વેળા મિ. ઍડર્સનની અક્કલ કેમ એટલી બધી બહેર મારી ગઈ હશે કે તે અજાણતાં હાલની સરકારને અહમદશાહ અબદલી દુરાની સાથે સરખાવી દેતા હતા એ ભૂલી ગયા ? અહમદશાહના દહાડા તો પાણીપત પછી હિંદુસ્તાનમાં ગણ્યાગાંઠયા જ હતા એ વાત અંડર્સન કેમ ભૂલી ગયા હશે ? બારડોલી તે પાણીપતના પાઠ ભૂલે એમ નહોતું જ, પણ તે ઉપરાંત બારડેલીની આગળ તેને ઉત્તેજન આપનારી ચંપારણ, ખેડા, નાગપુર અને બેરસદની તાજી યાદ પણ હતી.