________________ અવધિજ્ઞાન, આ ત્રણ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હોય છે. તેમના ચ્યવન સમયે સમગ્ર જીવલોકમાં અજવાળાં ફેલાવા સાથે સર્વ જીવો ક્ષણવાર સુખની અનુભૂતિ કરે છે. માટે પરમાત્માના ચ્યવનને “ચ્યવન-કલ્યાણક” તરીકે ઓળખવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનનો વિચાર કરવામાં આવે તો જે પ્રાણત નામના ૧૦મા દેવલોકમાંથી ચ્યવીને પ્રભુ વામામાતાની કુક્ષીમાં આવે છે, તે દેવલોકમાં જ્યાં સુધી પરમાત્મા હતા ત્યાં સુધી તેમણે 500-500 કલ્યાણકોની ઉજવણી કરી છે. દેવલોકમાં રહેલ તારક તીર્થકર ભગવાનનો આત્મા પણ જો કલ્યાણકની ઉજવણી કરતો હોય તો તે કલ્યાણકનું મહત્વ કેટલું હશે ? તે ઉજવણી એકવાર કરી તેમ નહિ પ00 વાર કરી અને છતાં ઘણું કર્યું તેવું તો ક્યારે ય ન લાગ્યું. જ્યારે જ્યારે તીર્થકર ભગવંતોના કલ્યાણકની ઉજવણી કરવાનો અવસર આવ્યો ત્યારે અત્યંત ઉલ્લાસથી કરી. જેને કારણે એવું પ્રકૃષ્ટ પુણ્યનું સર્જન થયું કે જે પુરુષાદાનીય બન્યા. સ્વયં તો તીર્થકરનો આત્મા હતો જ, તેમને તીર્થકરની આરાધનાનો અવસર મળ્યો અને ઉજવ્યો. તેથી આજે પણ તેઓ અવનીતલ ઉપર જીવમાત્રનું કલ્યાણ કરી રહ્યા છે. જે ચ્યવન કલ્યાણકની ઉજવણી થાય છે, તે એટલા જ માટે થાય છે કે જેમ સ્વર્ગલોકથી પરમાત્માનું અવનીતલ પર અવતરણ થયું તેમ આપણા હૃદયમાં પણ પરમાત્માનું અવતરણ થાય, વાસ થાય. જ્યારે માતાના ઉદરમાં પરમાત્મા પધાર્યા હશે ત્યારે માતાને કેટલો આનંદ થયો હશે ? તે જ રીતે પરમાત્મા જો આપણા આત્મામાં અવતરે તો આપણને પણ કેવા અપૂર્વ આનંદની અનુભૂતિ થાય? સમ્યગ્દર્શનના પ્રગટીકરણ દ્વારા આ અનુભૂતિનો આસ્વાદ માણી શકાય છે. જો આપણને એક સારું સ્વપ્ન આવે તો અપૂર્વ આનંદ થાય છે, તો ચંદ ચૌદ મહાસ્વપ્નો આવ્યા હશે ત્યારે પ્રભુની માતાને કેટલો આનંદ થયો હશે ? અને જ્યારે પ્રભુની માતાએ પોતાને આવેલા સ્વપ્નનું વર્ણન કર્યું હશે ત્યારે પ્રભુના પિતાને કેટલો આનંદ થયો હશે ? આજે આ બધી ઘટનાઓને જીવંત સ્વરૂપે દર્શાવવાનો આશય એ છે કે પરમાત્મા પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કરી શકાય. આવા ઉત્તમ પ્રસંગોને ભક્તિભાવપૂર્વક જોવાથી, ઉત્તમ કુળોમાં જળવાતી ઉત્તમ મર્યાદાઓ પ્રત્યે આદરભાવ પેદા થાય છે, ઉત્તમ કુળોમાં પતિ-પત્નીના શયનખંડો અલગ રહેતા. ખાનદાન અને ઉત્તમ કુળમાં જન્મેલા પુણ્યાત્માઓની પ્રવૃત્તિમાં અંજનશલાકાનાં રહસ્યો