________________ પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર श्रीसंभवजगत्पतेर्वाचं वन्दे જગત્પતિ શ્રી સંભવનાથ પ્રભુની વાણીને વંદન હો ! ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કલિકાલસર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રીસંભવનાથ પ્રભુનું ચરિત્ર આલેખતાં પ્રભુની સુંદર શબ્દોથી ભાવભરી સ્તવના કરી છે. તેઓશ્રીએ કહ્યું કે ‘ત્રણે લોકના પ્રભુ, પુણ્યરૂપ અથવા તો પવિત્ર જન્મવાળા, ભવનો છેદ કરનારા, કામદેવને ભેદનારા એવા શ્રી સંભવનાથ જિનેન્દ્રને નમસ્કાર થાઓ.” સંસ્કૃત ભાષા અને અલંકાર શાસ્ત્રનું જેને જ્ઞાન હોય તે તેઓશ્રીના આ સ્તુતિપદોની વિશિષ્ટતા, અર્થગંભીરતા અને અનુપ્રાસમયતા જાણી શકે. જિનધર્મ અધિવાસિત વિપુલવાહન રાજા ઘાતકીખંડના ઐરાવતક્ષેત્રમાં ક્ષેમપુરી નામની એક વિશાળ નગરી હતી. ત્યાં ઇન્દ્ર જેવો પરાક્રમી વિપુલવાહન નામે રાજા હતો. એ દુ:ખચ્છેદ અને સુખસંયોગ કરાવવા દ્વારા પોતાની પ્રજાનું પાલન કરતો હતો. ન્યાય-નીતિ-સદાચાર વગેરે એ રાજાનાં આભૂષણો હતાં. મોટી સંપત્તિ અને સત્તાનો સ્વામી હોવા છતાં એ વિનીત સ્વભાવવાળો હતો. એ અરિહંત પ્રભુના શાસનથી વાસિત મતિવાળો હતો. એના હૈયામાં દેવ તરીકે સર્વજ્ઞ પ્રતિષ્ઠિત હતા. એની વાણી સુદેવ, સુગુરુના જ ગુણગાન કરતી. એનું ઉત્તમાંગ પણ જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુના જ ચરણે નમતું. એનું મન આર્ત રૌદ્ર ધ્યાનથી રહિત હતું. એ ભૂમિકાયોગ્ય શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતો અને જિનેશ્વરદેવની વિવિધ પૂજા-સેવા કરવા દ્વારા એણે નિજ કાયાને પવિત્ર બનાવી હતી. બારે બાર શ્રાવકના વ્રતો લઈ એ એનું સુંદરતમ પાલન કરતો હતો. રાજા વિપુલવાહન સાતે ક્ષેત્રોની ઉત્તમ ભક્તિ કરતો હતો. એના દ્વારેથી કોઈ યાચક પાછો જતો ન હતો. સમસ્ત રાજ્યમાં એણે અમારી પ્રવર્તન કરાવ્યું હતું. ભીષણ દુષ્કાળમાં સંઘ ભક્તિઃ આ રીતે સુખપૂર્વક કાળ વહી રહ્યો હતો ત્યારે એકવાર પ્રજાના પાપકર્મના ઉદયે સમગ્ર રાજ્યમાં ભીષણ દુકાળ પ્રવર્યો. વરસાળો પણ જાણે ઉનાળો હોય એવું પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 115