Page #1
--------------------------------------------------------------------------
________________ | શાળાશાલાાિલા રહસ્યો * પ્રવચનકાર , પ્રવચન પ્રભાવક પૂ.આ. શ્રી વિષ્ણુ કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________ અંજનશલાકાનાં રહથો Kir સંપુર્ણ Tiarelli : પ્રકાશક : સજા પ્રદાત જૈનઆરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ - 1 ફોન : ફેક્સ | 2539 27 89 E-mail : sanmargprakashan@gmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________ અંજનશલાકના હો પ્રથમ આવૃત્તિ : ગુજરાતી : વિ.સં. 2063 નકલ 3000 | દ્વિતીય આવૃત્તિ : ગુજરાતી : વિ. સં. 2068 નકલ 1500 મૂલ્ય : રૂપિયા 30-00 : પ્રકાશક : સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાના સભા પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ ફોન : ફેક્સ : 2539 27 89 E-mail : sanmargprakashan@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________ ના સ્વામી ત્રીજા તીર્થપતિ શ્રી સંભવનાથપ્રભુ
Page #5
--------------------------------------------------------------------------
________________ જૈનશાસન શિરતાજ GUગચ્છાધિરાજપૂયપા આચાર્યદેવ@ીમ વિજય જાણTI વર્ધમાન તપોનિધિ નિ:સ્પૃહમૂર્તિી પૂજ્યપાણઆચાર્યદેવ શ્રીમવિજય gણયUરીશ્મીજી મહાવજી કાનુગામી પ્રતિભાના સ્વામી) પ્રવચનપ્રભાવુક Wપાકથાચાર્યદેવ શ્રીમ વિષ્ણુ Gશરીષ્ણજી GTUક પૂ. ધ્રુવિરાજશ્રી શથિજી દરજી
Page #6
--------------------------------------------------------------------------
________________ પૂ. માતુશ્રી સમુબેના દેવશીભાઈ વોહરા પૂ.પિતાશ્રી દેવશીભાઈ 'હકમચંદ વોહેરા
Page #7
--------------------------------------------------------------------------
________________ ફુવા શ્રી ગગલદાસ સરૂપચંદ વોહરા (દીક્ષા બાદ પૂ.આ.શ્રી. વિજય ગુણયશ સૂ.મ.) 'ભાઈ શ્રી કાંતિલાલ ગગલદાસ વોહેરા (દીક્ષા બાદ પૂ.આ.શ્રી. વિજય કીર્તિયશ સૂ.મ.) ફઈ શ્રી જીવીબેન ગગલદાસ વોહરા
Page #8
--------------------------------------------------------------------------
________________ .... (ભA ... સભા પ્રકાશન દ્વારા આયોજિત "પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના પ્રવચનોના સારગ્રાહી અવતરણ રૂપે પ્રકાશિત થતા અંજારલાઠ્ઠાતાં રહસ્યો પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર || શ્રી સંભવનાથાય નમઃ | શ્રી નમિનાથાય નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ધર્મધામ “સૂરિરામચંદ્ર' અને કૃપાધામ “સૂરિગુણયશ' પરમ આલંબને પ્રવચનતીર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને ઝીલીને પાલડી અમુલ સોસાયટીના ગૃહાંગણે શ્વેત, સંગેમરમરી, સામરણબદ્ધ, કલાકૃતિમય જિનાલયનું નિર્માણ કર્યું છે. જેમાં અલૌકિક પરિકરયુક્ત સુવર્ણમજ્યા શ્રી સંભવનાથ પ્રભુ, શ્રી નમિનાથ પ્રભુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આદિ જિનબિંબોનાં બેસણાં થશે. સૂરિરામચંદ્ર દીક્ષા શતાબ્દી વર્ષે 2068 ફાગણ વદ૫ સોમવાર તા. ૧૨-૩-૧૨ના શ્રી સંભવનાથ પ્રભુ આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રવેશ પ્રતિષ્ઠા તેમજ કલાત્મક ગુરુકુલિકામાં ભાવાચાર્ય ભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને ગુરુગચ્છ વિશ્વાસધામ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાની ગુરુમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાપૂર્વક પ્રવેશ-પ્રતિષ્ઠા તેમજ માતુશ્રી-પિતાશ્રી સમુબેન દેવસીભાઈ અને વડીલબંધુ જયંતિભાઈના જીવન સૌરભ નિમિત્તક યોજેલ ભવ્યાતિભવ્ય અષ્ટાહ્નિક જિનભક્તિ મહોત્સવ પ્રસંગે - કુલદીપક પૂજ્ય મુનિરાજ શ્રી મેઘયશવિજયજી મહારાજના પરમ આલંબને રામપુરા નિવાસી સમુબેન દેવસીભાઈ હકમચંદ આદિ સમસ્ત પાંચસોવોહરા પરિવાર જયંતિભાઈ-ઝબીબેન, વિનોદભાઈ-જેણીબેન, દિનેશભાઈ-મંજુલાબેન આપે કરેલી તભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની ઋતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. જન્માષ્ટ પ્રદારત
Page #9
--------------------------------------------------------------------------
________________ પ્રાણાય અચિંત્ય માહાસ્યનિધિ શ્રી ધરણેન્દ્ર-પાર્શ્વયક્ષ-પદ્માવતી-વૈરુટ્યાદિ દેવદેવી પરિપૂજિત સર્વવાંછિત-મોક્ષફલપ્રદાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની અસીમ અનુગ્રહ ધારાને ઝીલી શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાના લોકોત્તર, ભવતારક, જૈનશાસનના શ્રુતનિધિને વિધ-વિધ રૂપ-સ્વરૂપમાં ભવ્યાત્માઓ સુધી પહોંચાડવાના શુભ લક્ષ્યથી “સન્માર્ગ પ્રકાશન’ની સંસ્થાપના થઈ છે. ભાવાચાર્ય ભગવંત, જૈન શાસન શિરતાજ , તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુશાસનને ઝીલી પ્રારંભાયેલ શ્રુત-પ્રકાશનની આ પ્રવૃત્તિ, વાત્સલ્યનિધિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના પ્રેરક પીઠબળથી ખૂબ પાંગરી-વિસ્તરી શકી છે. વિગત સરેરક વર્ષમાં 300 થી વધુ પુસ્તકો-પ્રતો અને ગુજરાતી-હિંદી અલગ-અલગ આવૃત્તિવાળા સન્માર્ગ-પાફિકના નિયમિત પ્રકાશન દ્વારા હજારો શાસનપ્રેમીઓને સન્માર્ગનો બોધ અને સન્માર્ગ પર ચાલવાની સંપ્રેરણા પૂરી પાડવામાં અમો નિમિત્ત બની શક્યા, તે બદલ અમોને આનંદ છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો અખંડ સ્વાધ્યાય યજ્ઞ અમારા માટે દીવાદાંડીરૂપ બનેલ છે તો તેઓ શ્રીમના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનું શાસ્ત્રીય સંગીન માર્ગદર્શન અમારા માટે અમ્મલિત વિકાસનો ઉપાય બનેલ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________ વિવિધ શાસ્ત્રીય ગ્રંથો, અભ્યાસ ગ્રંથો, વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જિનવાણીનો નિર્ભેળ અને નિર્મળ રસાસ્વાદ કરાવતા પ્રવચનોના સવાસોથી ય વધુ પુસ્તકો તેમજ પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના સરળ, સુપાચ્ય, સુરેખ શૈલીમાં શાસ્ત્રીય પદાર્થને પીરસતાં ચાલીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત કરી અમો યત્કિંચિત્ શ્રુત સેવા કરી શક્યા છીએ. એ જ શ્રેણીના એક મણકારૂપે “અંજનશલાકાનાં રહસ્યો’ નામનું આ પુસ્તક વાચક બાંધવોના કરકમળમાં સમર્પિત કરીએ છીએ. સર્વ ક્ષેત્ર સર્વકાળમાં પ્રાયઃ સર્વાધિક ઉપકારક બનતા શ્રી તીર્થંકરદેવોના સ્થાપનાનિશેપા એટલે જ પ્રતિમાંમાં પરમાત્મતત્ત્વના આરોપણની પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ “અંજનશલાકા’ના નામે જનવિખ્યાત છે. “અંજનશલાકા વિધાન પરિપૂર્ણ થયા બાદ જ જિનપ્રતિમા જિનરૂપ બને છે. પ્રતિમા જિનરૂપ બન્યા પછી જિનભક્તિનો સ્ત્રોત શરૂ થાય છે અને એ સ્રોત જ આગળ વધી પરમાનંદ મોક્ષની સંપત્તિ આપે છે. આવા “અંજનશલાકા’ વિધાનના વિધ-વિધ પાસાઓને પ્રવચન પ્રભાવક પૂજ્યશ્રીએ વિધ-વિધ “અંજનશલાકા’ના પ્રસંગોએ આપેલાં પ્રવચનોમાં ખૂબ આગવી પ્રતિભાથી ખોલી આપ્યાં છે. સાથો સાથ જિનભક્તિ' આત્માના ઊર્ધીકરણ માટે કેવી રીતે ઉપકારક છે ?, “જિનભક્તિ' એટલે શું ?, એના પ્રકારો કયા ? એનું સ્વરૂપ શું ? એના અનંતર-પરંપર ફળો ક્યાં ક્યાં ? જિનભકત જિન ભક્તિ અને જિનરાજનો પરસ્પર ભેદ-અભેદ એટલે શું ? આ અને આવી અનેક પ્રશ્ન શ્રેણીઓનાં સમાધાનો ખૂબ જ પ્રવાહી અને શાસ્ત્રસાપેક્ષ નીતિ-રીતિથી આ પ્રવચનોમાં પ્રસ્તુત કરાયાં છે. પરમાત્મા શ્રી તીર્થંકરદેવનું આધ્યાત્મિક વ્યક્તિત્વ, પુણ્યપ્રભાવ, ગુણસમૃદ્ધિ, અતિશયોની મહાનતા, પ્રાતિહાર્યોની શોભા, ચારે નિક્ષેપાનું સ્વરૂપ, પંચ કલ્યાણક 5
Page #11
--------------------------------------------------------------------------
________________ ઉત્સવ અને ઉજવણી, સંસારવાસ દરમ્યાન પ્રભુજીની વિરક્તિ, ભોગની કરણી દ્વારા યોગની સાધના, પળ પળ કેવળ નિર્જરા સાધવાની સિદ્ધિ, પરમાત્મ ભક્તનું ભાવજગત, દેવો દ્વારા થતી જિનભક્તિ, સમર્પણની રીત-ભાત વગેરે વગેરે અનેકાનેક બાબતોની રમઝટ દ્વારા જિનભક્તને જિનભક્તિમાં ગુલતાન કરાવી. જિનરાજ સ્વરૂપી બનાવી દેવાનો અનોખો સાધના માર્ગ આ પ્રવચનોમાં પીરસાયો છે. ‘ક્ષન્યાના અંકોમાં જુદાં જુદાં સ્થળે પથરાયેલ જિનભક્તિ વિષયક પ્રવચનો અને પ્રવચનશોને અહીં થોડા સંસ્કારિત-સંવહ્નિત કરીને મૂક્યાં છે કે જેના વાચનથી આપણા હૃદયના બંધ નેત્રોમાંય, મંત્રશલાકાનો સ્પર્શ થઈ તેનું ઉન્સીલન-પ્રગટીકરણ થાય. સૌ કોઈ આ પ્રવચનોનાં વાંચનાદિ દ્વારા સત્યાર્થ જિનભક્તિ કરી પુણ્યાનુબંધી પુણ્યનો સંસ્પર્શ પામી, એનાં ફળરૂપે ઉત્તરોત્તર ઊંચી ઊંચી કક્ષાની તાત્ત્વિક જિનભક્તિને અભ્યસ્થ કરી જિનપદ-શિવપદને પામનારા બને એ જ શુભાભિલાષા. (પ્રથમ આવૃત્તિમાંથી સુધારીને) -સન્મા પ્રદાન (પ્રથમ આવૃત્તિમાંથી સુધારીને)
Page #12
--------------------------------------------------------------------------
________________ | અgફmuિlal ક્રમાંક વિષય પાના નં. ------8 | -----33 1. અંજનશલાકા --- 2. પ્રતિષ્ઠા અંજનશલાકાનો પ્રભાવ ---- 3. ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન -- 4. પ૩ દિકકુમારી મહોત્સવ-જન્મકલ્યાણક -5. પ્રભુનો સ્નાત્રોત્સવ ----------- 6. પ્રભુના સ્નાત્ર વખતે દેવ-દેવીની સ્થિતિ --- ----15 7. પ્રભુનું નામકરણ અને ફઈયારું--- ----17 અંજન વિધિના વ્યવહારો : શક્તિ પ્રમાણે ભક્તિ : -- -----------19 9, પાઠશાળાગમન અને રાજ્યાભિષેક-- ----------23 10. પ્રભુનો લગ્નોત્સવ -- 11. દીક્ષા કલ્યાણક - ------43 12. અંજન પ્રતિષ્ઠા પછીનું પ્રવચન ---- ----------55 13. પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન---- --------01 14. લગની લાગી છે પ્રભુ !તારા મિલનની.. -- ----------75 15. હૃદય દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે !----- ----------85 17. ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે-- ----93 17. પરમાનંદનું બીજ : પરમાત્મભક્તિ -- ---101 પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર ----123 પરિશિષ્ટ-૨ પંચકલ્યાણકાદિના સાર્થ શ્લોકો 124 પરિશિષ્ટ-૩ સ્મૃતિમંદિર અંજન ગીત ગુંજન -129
Page #13
--------------------------------------------------------------------------
________________ અંજનશલાકા અં અંતિમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનના શાસ્ત્રોમાં બતાવેલ વિધિ મુજબ જિનબિંબનું નિર્માણ થયા બાદ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ આ પંચ કલ્યાણકોની ઉજવણી દ્વારા એમાં પરમાત્માના ગુણોનું આરોપણ કરવાની મહાન ક્રિયા. જ જન્મ-જરા-મૃત્યુનિવારક અરિહંત પરમાત્માની પ્રતિમાને જિવોક્ત વિધિ અનુસાર પૂજ્યતમ બનાવવાની મંગલ પ્રક્રિયા. ન નવનિર્મિત જિનપ્રતિમાની અંજનશલાકા સમયે સુવિહિત શુદ્ધપ્રરૂપક સચ્ચારિત્ર પાત્ર સદ્ગુરુભગવંતો દ્વારા તચ્ચિત્ત-તલ્લેશ્ય-તન્મન-તદઝવસિત બનવા દ્વારા પોતે પરમાત્મમય બનીને પરમાત્માની યોગસિદ્ધિનો ભવ્યાત્માઓના હિતકાજે પ્રતિમામાં આવિર્ભાવ કરવાની સલ્કિયા. શ શરણેકવત્સલ અરિહંત પરમાત્માનાં બિબોમાં સર્વજ્ઞતા-સર્વદર્શિતાનો સાક્ષાત્કાર કરવાની વિરલ અને વિશિષ્ટ ક્રિયા. લા લાવણ્યની લોકોત્તરતાના પારિચાયક પરમાત્મ-પ્રતિમાના પ્રભાવક આલંબનને પરમાત્મરસિક જીવો માટે ખુલ્લું મુકવાની મંત્રક્રિયા. કા કાળના બંધનથી મુક્ત અતીત-અનાગત અને વર્તમાન જિનેશ્વરોનું એકત્ર એકસ્થળે ગુણાક્વાનરૂપે અવતરણ કરી એકીસાથે સર્વ જિનેશ્વરોની આરાધનાનું ભવ્ય ભાથું પુરું પાડનારી ભદ્રક્રિયા. અનંત કાળના જન્મ મરણાદિ અને નરક નિગોદાદિ દુ:ખોને તેમજ એ દુ:ખ પ્રાપક કર્મોના શતશ: ખંડ કરીને શાશ્વત સુખના સામ્રાજ્યને લાવી આપી કાલાતીત બનાવનાર જૈન શાસ્ત્રોક્ત સદનુષ્ઠાન એટલે ‘અંજનશલાકા.'
Page #14
--------------------------------------------------------------------------
________________ પ્રતિષ્ઠા અંજનશલાકાનો પ્રભાવ શાંત-દાંત-ત્યાગી-તપસ્વી વિશુદ્ધ પ્રરૂપક સચ્ચારિત્રપાત્ર સૂરિવરોના વરદ હસ્તે શુભ મુહૂર્તે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાયેલ અંજનશલાકા-પ્રતિષ્ઠા વિધિ એ પ્રદેશમાં રહેલ ભવ્યાત્માઓ ઉપર અજબ-ગજબનો ઉપકાર કરે છે. જૈનાચાર્યોના નાભિના નાદ પૂર્વકના મંત્રોચ્ચાર સમગ્ર વાયુમંડળને પ્રભાવિત કરે છે, દેવી-દેવતાઓનું સંવિધાન પ્રાપ્ત કરાવે છે, પુણ્ય પરમાણુઓનો પ્રચાર-પ્રસાર કરે છે, જ્યાં સુધી જિનબિંબ અને જિનાલય વિદ્યમાન રહે ત્યાં સુધી કલ્યાણની વણથંભી પરંપરાનું સર્જન કરે છે, જૈનોના આધ્યાત્મિક વિકાસની પંક્તિઓ ખુલ્લી મૂકે છે, જગતની આધિ-વ્યાધિ અને ઉપાધિઓનું શમન કરે છે, નિષ્કામ ભક્તિ કરનાર જિનભક્તને ઊંચામાં ઊંચા ભૌતિક સુખોનું પ્રદાન કરે છે, ઊંચામાં ઊંચા ભૌતિક સુખોમાં પણ આત્માના વૈરાગ્યને જીવતો ને જાગતો રાખે છે, જીવનમાં સદ્ગણોની સુરસરિતા અને શાંતિનો સમુદ્ર સર્જી આપે છે, કર્મોદયે જીવનમાં તૂટી પડતા દુ:ખના ડુંગરામાં ય જીવને દુઃખી બનતાં અટકાવે છે, સાગરની જેમ છલકાતા સુખમાં ય જીવને મલકાતા અટકાવે છે, સુખ અને દુઃખ, શત્રુ અને મિત્ર, સંપત્તિ અને આપત્તિ, અનુકૂળતા અને પ્રતિકૂળતા આ દરેક પરિસ્થિતિમાં સમાન ધી સમાધિ અપાવે છે. એટલું જ નહિ, પરંતુ મરણ સમયની અસહ્ય વેદના વચ્ચે પણ માંગવાનું મન થઈ જાય તેવી સમતા-સમાધિ પંડિતમરણ આપવા દ્વારા પરલોક-સદ્ગતિની પરંપરાને ઉજળી બનાવી આપે છે અને પ્રાંતે અનાદિકાળથી ચાલી આવતી રઝળપાટનો અંત લાવી અનંત દુ:ખથી મુક્તિ આપવા સ્વરૂપ - અનંત અક્ષય શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવા સ્વરૂપ પરમપદમોક્ષપદ આપે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________ 00 - મોક્ષને પામવાના આઠ ઉપાયો છે; તેમાં પરમાત્માની પૂજા પડેલી છે. પ્રભુપૂજારી અગ્રદર્શન, સમ્યગદર્શનથી ચારિત્રની તાલાવેલી, ચારિત્રની તાલાવેલીથી ચારિત્રની પ્રાપ્તિ, પરિણતિક્ષપકશ્રેણી- ઘાતક્ષય-કેવલજ્ઞાન અઘાતિનાશ અને છેવટે મોક્ષ થાય છે. પરમાત્માની એક પૂજા દ્વારા અનંતાને કેવળજ્ઞાન જીયું છે અને અનંતા મોક્ષમાં ગયા છે. ooooo 10
Page #16
--------------------------------------------------------------------------
________________ ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु / पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः / / અર્થ : “નારકો પણ જેમના કલ્યાણક પર્વ દિવસોમાં આનંદને અનુભવે છે તે તીર્થકરના પવિત્ર જીવનને વર્ણવવા માટે કોણ સમર્થ હોઈ શકે ? જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધાતા; જે જન્મતાં પહેલા જ ચોસઠ ઈ જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી તારક તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકો વિશ્વમાત્રના જીવોને સુખ આપનારાં થાય છે. જગતના બીજા કોઈપણ જીવો એવા નથી કે જેનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ જગતના જીવોને સુખ આપનારું બનતું હોય. તારક તીર્થંકર પરમાત્મા પૂર્વના ત્રીજા ભવમાં જીવમાત્રનો ઉદ્ધાર કરવાની ભાવનાથી જે તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે, તેના પરિણામે તારક તીર્થંકર પરમાત્મા જ્યારે માતાના ઉદરમાં આવે છે, ત્યારે તેમની માતાને 14 મહાસ્વપ્નો આવે છે અને પરમાત્મા સ્વયં નિર્મળ મતિજ્ઞાન, નિર્મળ શ્રુતજ્ઞાન અને નિર્મળ વિ.સં. 2054 ચૈત્ર વદ-0)) -વિવા- તા. 26-4-98 ------- --------------- ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન
Page #17
--------------------------------------------------------------------------
________________ અવધિજ્ઞાન, આ ત્રણ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હોય છે. તેમના ચ્યવન સમયે સમગ્ર જીવલોકમાં અજવાળાં ફેલાવા સાથે સર્વ જીવો ક્ષણવાર સુખની અનુભૂતિ કરે છે. માટે પરમાત્માના ચ્યવનને “ચ્યવન-કલ્યાણક” તરીકે ઓળખવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનનો વિચાર કરવામાં આવે તો જે પ્રાણત નામના ૧૦મા દેવલોકમાંથી ચ્યવીને પ્રભુ વામામાતાની કુક્ષીમાં આવે છે, તે દેવલોકમાં જ્યાં સુધી પરમાત્મા હતા ત્યાં સુધી તેમણે 500-500 કલ્યાણકોની ઉજવણી કરી છે. દેવલોકમાં રહેલ તારક તીર્થકર ભગવાનનો આત્મા પણ જો કલ્યાણકની ઉજવણી કરતો હોય તો તે કલ્યાણકનું મહત્વ કેટલું હશે ? તે ઉજવણી એકવાર કરી તેમ નહિ પ00 વાર કરી અને છતાં ઘણું કર્યું તેવું તો ક્યારે ય ન લાગ્યું. જ્યારે જ્યારે તીર્થકર ભગવંતોના કલ્યાણકની ઉજવણી કરવાનો અવસર આવ્યો ત્યારે અત્યંત ઉલ્લાસથી કરી. જેને કારણે એવું પ્રકૃષ્ટ પુણ્યનું સર્જન થયું કે જે પુરુષાદાનીય બન્યા. સ્વયં તો તીર્થકરનો આત્મા હતો જ, તેમને તીર્થકરની આરાધનાનો અવસર મળ્યો અને ઉજવ્યો. તેથી આજે પણ તેઓ અવનીતલ ઉપર જીવમાત્રનું કલ્યાણ કરી રહ્યા છે. જે ચ્યવન કલ્યાણકની ઉજવણી થાય છે, તે એટલા જ માટે થાય છે કે જેમ સ્વર્ગલોકથી પરમાત્માનું અવનીતલ પર અવતરણ થયું તેમ આપણા હૃદયમાં પણ પરમાત્માનું અવતરણ થાય, વાસ થાય. જ્યારે માતાના ઉદરમાં પરમાત્મા પધાર્યા હશે ત્યારે માતાને કેટલો આનંદ થયો હશે ? તે જ રીતે પરમાત્મા જો આપણા આત્મામાં અવતરે તો આપણને પણ કેવા અપૂર્વ આનંદની અનુભૂતિ થાય? સમ્યગ્દર્શનના પ્રગટીકરણ દ્વારા આ અનુભૂતિનો આસ્વાદ માણી શકાય છે. જો આપણને એક સારું સ્વપ્ન આવે તો અપૂર્વ આનંદ થાય છે, તો ચંદ ચૌદ મહાસ્વપ્નો આવ્યા હશે ત્યારે પ્રભુની માતાને કેટલો આનંદ થયો હશે ? અને જ્યારે પ્રભુની માતાએ પોતાને આવેલા સ્વપ્નનું વર્ણન કર્યું હશે ત્યારે પ્રભુના પિતાને કેટલો આનંદ થયો હશે ? આજે આ બધી ઘટનાઓને જીવંત સ્વરૂપે દર્શાવવાનો આશય એ છે કે પરમાત્મા પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કરી શકાય. આવા ઉત્તમ પ્રસંગોને ભક્તિભાવપૂર્વક જોવાથી, ઉત્તમ કુળોમાં જળવાતી ઉત્તમ મર્યાદાઓ પ્રત્યે આદરભાવ પેદા થાય છે, ઉત્તમ કુળોમાં પતિ-પત્નીના શયનખંડો અલગ રહેતા. ખાનદાન અને ઉત્તમ કુળમાં જન્મેલા પુણ્યાત્માઓની પ્રવૃત્તિમાં અંજનશલાકાનાં રહસ્યો
Page #18
--------------------------------------------------------------------------
________________ રઘવાટનો અભાવ અને ધીરતા-ગંભીરતાનાં દર્શન થાય છે, તેમની ચાલ પણ ગજગામિની, હંસગામિની હોય છે. આથી જ પ્રભુના માતા સ્વપ્ન જોઈને ઉક્યાં બાદ એકદમ રાજા પાસે દોડી નથી જતાં, પણ સ્વપ્ન જોઈને જાગૃત થયા બાદ પોતાને આવેલ સ્વપ્નને સ્વસ્થતાપૂર્વક બરાબર યાદ કરે છે. મનમાં પાકો નિર્ધાર કરે છે અને તે પછી મહારાજા જે શયનખંડમાં સૂતા છે, તે ખંડમાં ગજગામિની ગતિથી આવે છે. આવીને ઢંઢોળીને “ઊઠો' એમ ન કહેતાં બે હાથ જોડી, ત્રણ વાર આવર્ત કરીને, “સ્વામિનાથ ! આપનો જય થાવ, વિજય થાવ,' એમ મંગળવચનો ઉચ્ચારીને રાજાને જાગૃત કરે છે, પતિને નિદ્રામાંથી ઉઠાડવા માટેનો ઉત્તમ કુળોનો આ પણ એક ઉત્તમ વ્યવહાર હતો. રાજા અવાજ સાંભળીને ઊઠેલા છે, પણ કેમ આવ્યાં ?" તેમ નથી પૂછતાં, રાણીને કહે છે કે “તમે આસન ગ્રહણ કરો.' આજ્ઞા મળ્યા પછી આસન ગ્રહણ કરે છે, એમને એમ બોલતા નથી, આ પણ મર્યાદા છે. તે પછી વાર્તાલાપ શરૂ થાય છે. વાર્તાલાપમાં “સ્વામિનાથ', “મહાદેવી' વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે. રાજા વાત સાંભળ્યા પછી તરત તેનો જવાબ નથી આપતા, શાંતિથી સાંભળીને તેનો વિચાર કરે છે. મધ્યરાત્રિએ જ્યારે મહારાણી સ્વપ્ન કહેવા આવે છે, ત્યારે તેને યોગ્ય જવાબ આપવાની પણ જવાબદારી છે. પોતાની પ્રજ્ઞા મુજબ વિચારીને “મહાદેવી ! તમને ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે એમ જવાબ આપે છે અને આટલું કહ્યા પછી પણ સ્વપ્ન ફળના જ્ઞાતાઓને બોલાવીને તેનો ફળાદેશ જાણવાનું પણ કહે છે. મહારાજાનો જવાબ સાંભળીને પ્રભુની માતા ‘તહત્તિ,’ કહીને તેનો સ્વીકાર કરે છે અને પોતાના ખંડમાં આવીને શયા ઉપર બેસે છે. પંચપરમેષ્ઠિનું સ્મરણ કરી જાગરણ કરે છે. કારણ કે ઉત્તમ સ્વપ્ન આવ્યા પછી સુવાય નહિ. આ બાજુ અચિંત્ય શક્તિશાળી, સમૃદ્ધ સત્તાશાળી ઈંદ્રનું અચળ એવું સિંહાસન પણ ડોલાયમાન થાય છે. ઈંદ્ર મહારાજા કોપાયમાન થાય છે. “કોણ એવો મોટો શત્રુ છે કે જેણે મારું સિંહાસન ડોલાવ્યું.” સમ્યગ્દર્શન છે માટે નિર્મળ અવધિજ્ઞાન છે. તે જ્ઞાન દ્વારા જાણે છે કે પરમાત્માનું ચ્યવન થયું છે, તે જાણીને પોતાનાથી થયેલો પરમાત્માનો અપરાધ ખમાવે છે. જે દિશામાં પરમાત્મા છે તે દિશામાં નમ્રતાપૂર્વક સાત, આઠ ડગલાં આગળ વધીને શક્રસ્તવ દ્વારા પ્રભુની સ્તવના કરે છે અને ક્યારે જગતનો ઉદ્ધાર કરનારા પ્રભુનો જન્મ થાય તેવી ભાવના ભાવે છે. ત્યાર પછી નંદીશ્વર દ્વીપમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરવા જાય છે. સવાર પડે છે, રાજા મંત્રીને કહે છે કે સ્વપ્ન પાઠકને બોલાવો અને મંત્રી દ્વારપાળને કહે છે. આ પણ એક મર્યાદા હતી, દ્વારપાળ આઠ સ્વપ્ન પાઠકોને ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન -- -- -- -- -- -- -- -- -- --
Page #19
--------------------------------------------------------------------------
________________ બોલાવે છે. સ્વપ્ન પાઠક પાસેથી ફળ પૂછવું (જાણવું) છે, તે પણ એમને એમ પૂછાય નહિ. માટે સ્વપ્ન પાઠકોનું પણ બહુમાન કરે છે અને તે પછી મહારાણીને આવેલાં સ્વપ્નનું કથન કરે છે. પાઠકો બરાબર પરસ્પર વિમર્શ કરીને સ્વપ્નફળનું વિગતવાર વર્ણન કરે છે. બધા સ્વપ્નપાઠકોને અંદરોઅંદર મતભેદ ન થાય તેવો નિર્ધાર છે, માટે બધા એક મત થઈને આવેલા છે. તેમનો એક નાયક નક્કી કરેલ છે. સ્વપ્ન કેટલા કેટલા પ્રકારનાં હોય, કેવાં કેવાં હોય અને તે દરેકનો ફળાદેશ શું હોય તે જણાવે છે અને મહારાણીને આવેલ 14 મહાસ્વપ્નોના ફળરૂપે યોગ્ય સમયે મહારાણી ઉત્તમ પુત્રરત્નને જન્મ આપશે, જે તીર્થકર બનશે, તેમ જણાવે છે. જે જાણી સૌને અપાર હર્ષ થાય છે. સામાન્ય રીતે આવેલા ઉત્તમ સ્વપ્નનો ઉત્તમ ફળાદેશ જાણીને પણ જો આપણને અપાર હર્ષ થતો હોય તો, આવાં 14, 14 મહાસ્વપ્નોનું શ્રેષ્ઠતમ ફળ જાણીને પરમાત્માના માતા-પિતા વગેરેને કેવો અપૂર્વ હર્ષ થયો હશે, તે કલ્પી શકાય તેવી વાત છે. આજે આપણે આપણા હૃદયમાં, આત્મામાં તીર્થકરના તીર્થકરત્વનું અવતરણ કરવાનું છે. અંતરાત્મામાં તીર્થંકર પરમાત્માનો વાસ કરવાનો છે. જેમ માતાએ તીર્થકરના આત્માનું લાલન-પાલન કર્યું, તેમ આ દશ્યના માધ્યમથી અંતરાત્મામાં અવતરેલા તીર્થંકર પરમાત્માનું આપણે પણ લાલન-પાલન કરવાનું છે. માતાને સખીઓ કેટ-કેટલી શિખામણો આપે છે. તેમ જ્ઞાની ભગવંતો આપણને પણ શીખામણ આપે છે કે તમારા અંતરાત્મામાં અવતરેલા તીર્થંકર પરમાત્માના રક્ષણ માટે તમારે અનેક અનુચિત પ્રવૃત્તિઓથી બચવાનું છે. એ માટે તમારે તમારાથી બનતી તમામ કાળજી રાખવાની છે. તમારાથી હિંસા ન થાય, જૂઠું ન બોલાય, ચોરી ન કરાય, વિષય કષાયને આધીન ન થવાય. પરિગ્રહની પાછળ પાગલ ન થવાય. રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદથી બચતા રહેવાનું છે. આ બધું બનશે તો જ હૃદયમાં અવતરેલા તીર્થકરનું જતન થઈ શકશે. આ કોઈ નાટક નથી - પૌદ્ગલિક ભાવનાને પોષવાની આ કોઈ પ્રવૃત્તિ નથી, આ તો તીર્થકરના તીર્થકરત્વને હૃદયમાં પ્રગટાવવાનું ઉત્તમમાં ઉત્તમ માધ્યમ છે. આના માધ્યમથી પરમાત્મા પ્રત્યેના અનન્ય ભાવને કેળવવાનો છે. એવા વિશિષ્ટ કોટિના ભાવને પ્રગટ કરી સમ્યગ્દર્શનને પ્રગટ કરવાનો અને પ્રગટી ચૂકેલ સમ્યગ્દર્શનને નિર્મળ અને સ્થિર કરવાનો આ રૂડો અવસર છે. એને હૈયાના ઉલ્લાસપૂર્વક ઉજવી એના ફળરૂપે સમ્યગ્દર્શનાદિને પામી, નિર્મળ બનાવી સ્થિર કરી સ્વ-પરના શ્રેયને સાધનારા બનો એ જ અભ્યર્થના. - - -- અંજનશલાકાનાં રહસ્યો
Page #20
--------------------------------------------------------------------------
________________ છપ્પન દિકકુમારી મહોત્સવ-જન્મકલ્યાણક नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु / पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः / / અર્થ : “નારકો પણ જેમના કલ્યાણક પર્વ દિવસોમાં આનંદને અનુભવે છે તે તીર્થંકરના પવિત્ર જીવનને વર્ણવવા માટે કોણ સમર્થ હોઈ શકે ?" મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, જે જન્મતા ત્રણે લોકમાં, મહામૂર્ય સમ પરકાશતા; જે જન્મ કલ્યાણક વડે સહુ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. છપ્પન્ન દિકુમારી તણી, સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં, ઘાણી જગત હરખાવતા; મેરુશિબર સિંહાસને જે નાથ જગના શોભતા, એવા પ્રભુ અરિહંતને, યંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત વિ.સં. 2014, વૈ.સુ. 1, સોમવાર, તા. 27-4-98 છપ્પન દિકુમારી મહોત્સવ-જન્મકલ્યાણક
Page #21
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગ પરમાત્માના સ્વરૂપની અનુભૂતિ વીતરાગ પરમાત્માના ધ્યાન વગેરેના માધ્યમથી કર્યા બાદ એ પરમાત્માના બાહ્યાભ્યતર વૈભવનું સ્વરૂપ જે હૃદયમાં ઊડ્યું તેને ભક્તિસભર હૈયે અને સાહિત્યસભર વાણીમાં વીતરાગસ્તવ નામના ગ્રંથરત્નમાં વર્ણવ્યું છે, તેમાં પરમાત્માના કલ્યાણકનો મહિમા વર્ણવતાં એ મહાપુરુષ કહે છે કે “ભગવાન શ્રી તીર્થકર દેવોની વન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ ઘટનાઓ વિશિષ્ટ કોટિની છે. તે વખતે નારકીના સતત દુઃખમાં સબડતા જીવોને પણ ક્ષણમાત્ર પરમસુખની અનુભૂતિ થતી હોય છે.' નારકીના જીવોને આ સમયે યાદ કરવાનું કારણ એ કે એમનો જીવનકાળ અશાતાથી જ ભરેલો હોય છે. એ જીવો ભયંકર પાપકર્મનો બંધ કરીને નરકમાં ગયેલા હોય છે. તેમને માટે શાતા, શાંતિ કે સુખ એ કલ્પનાનો પણ વિષય ન બની શકે એટલી ત્યાં કારમી રીબામણ હોય છે; છતાં એવા પણ એ નરકમાં એ તીર્થકરોના કલ્યાણક પ્રસંગે અજવાળાં પથરાય છે અને એ નારકીઓને ક્ષણમાત્ર શાતાનો અનુભવ પણ થાય છે. એ પ્રભાવ તીર્થંકર પરમાત્માઓનો છે. તેમણે નિકાચિત કરેલા તીર્થંકર નામકર્મનો છે અને એ તીર્થકર નામકર્મને નિકાચિત કરાવનાર એ તીર્થકરોની મહાકરૂણા ભાવનાનો છે. જેના પ્રભાવે નારકીના જીવોને પણ સુખની સંવેદના થતી હોય તો બીજા બધા જીવો સુખ પામે તેમાં કોઈ આશ્ચર્ય નથી. તીર્થકરના જીવનની એ એક એવી ક્ષણ હોય છે કે જેમાં સમસ્ત બ્રહ્માંડ ચૌદ રાજલોકમાં સુખની લહેર ફેલાઈ જાય છે. દેવતાઓનાં અચળ કહેવાતાં સિંહાસનો પણ ચલાયમાન થઈ જતા હોય છે. પ્રચૂર ભોગસુખોમાં-પ્રમાદમાં ગળાડૂબ રહેલા એ દેવોને પણ પ્રમાદમાંથી જગાડવાનું કામ તીર્થકરોની એ નામકર્મની પુણ્ય પ્રકૃતિ કરે છે. દેવોના સમસ્ત આવાસોમાં આનંદની પરિસીમાં રહેતી નથી. એમની દોડાદોડી ચાલુ થઈ જાય છે. તમને હજી આવા ઉજવણીના પ્રસંગે તૈયાર થઈ આવતાં વિલંબ થઈ જાય છે, પણ એ દેવો ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દોડી આવે છે. જે પણ સમ્યગ્દષ્ટિ દેવો હોય તે તેમના શાશ્વત આચાર મુજબ પરમાત્માની ભક્તિમાં દોડાદોડી કરે છે. પરમાત્માનું દેવલોકમાંથી હજી તો ચ્યવન થયું છે. હજુ તો માતાના ગર્ભમાં આવ્યા છે. દેહ પણ બંધાયો નથી. છતાં દેવોને-ઈદ્રોને જે આનંદ છે; તેનું કારણ તીર્થકરોના વાસ્તવિક ગુણોનો એમને ખ્યાલ છે એ છે. એ માને છે કે પોતાના આત્માનો ઉદ્ધાર એ પરમતારકોની ભક્તિમાં જ રહેલો છે. પાંચે ઈન્દ્રિયોના - - - - - - - - - - - - - - અંજનશલાકાનાં રહસ્યો
Page #22
--------------------------------------------------------------------------
________________ ભોગસુખોમાં નિરંતર લીન રહેનારા પણ ઈન્દ્ર ક્ષણાર્ધમાં એ તમામ ભોગસુખોને ફગાવી પરમાત્માની ભક્તિમાં લીન બની જાય છે. શાસ્ત્રોમાં દેવી સમૃદ્ધિ-સાહ્યબી ઈન્દ્રસભા-વિમાન વગેરેનું જે વર્ણન કર્યું છે, તે જોતાં તેની સામે સમગ્ર મનુષ્ય લોકની તમામ સમૃદ્ધિ, અરે, ચક્રવર્તીની સભા પણ સળગતા અંગારાની સામે કાળા કોલસા જેવી નિસ્તેજ લાગે. દેવવિમાનોની રચના તેનાં એક એક તોરણ, સિંહાસન, એની ભંજિકાઓ વગેરેનું એવું તો અદ્ભુત વર્ણન શાસ્ત્રોમાં-આગમોનાં પાનાંઓમાં કરવામાં આવ્યું છે કે, મોહાધીન ભોગભૂખ્યા લોકોના હાથમાં આવે તો કદાચ પાગલ જ થઈ જાય. ત્યાંની સંગીતનૃત્યની વાતો પણ અલૌકિક હોય છે. એની સામે મનુષ્ય લોકનાં સંગીત-નૃત્યો તો નરી વિટંબના છે. ત્યાંના ભોગો - પાંચે ઈન્દ્રિયોને તરબતર કરી દે એવા. કાળ ક્યાં વીતી જાય એ ખબર ન પડે. અહીંના 500/1000 વર્ષ તો ત્યાંના પલકારામાં વીતી જાય. આ બધું કહેવાનું કારણ એક જ કે આવા પ્રચૂર ભોગમાં રહેલા દેવો-ઈન્દ્રોને પણ પરમાત્માના ચ્યવનનો ખ્યાલ આવે, તે બધા ભોગ મૂકી આનંદિત થવું અને પ્રભુની ભક્તિ માટે સજ્જ થવું એ કેવું હૈયું હોય તો શક્ય બને ? એમાં પણ ઈન્દ્ર મહારાજા પોતાનું સિંહાસન છોડી, પ્રભુ સન્મુખ પાંચ-સાત ડગલાં આગળ વધી ચૈત્યવંદનની મુદ્રામાં શક્રસ્તવ બોલી પરમાત્માની સ્તવના કરે છે. એ બોલવાની રીત, એનો ધ્વનિ, લય, પદ સંપદા - અર્થ ગૌરવાદિનું સંવેદન, તેનો પડઘો એવો પડે કે, સાંભળનાર ભક્તિરસમાં તરબતર બની જાય. દેવો તો નંદીશ્વર દ્વીપ જઈ પરમાત્માની ભક્તિ નિમિત્તે અષ્ટાહ્નિકા મહોત્સવ કરે. તેનો જ તેમને આનંદ હોય છે. ભક્તિના આનંદ સામે એમને ભોગ સુખોનો આનંદ સાવ તુચ્છ લાગે છે. ચ્યવન કલ્યાણક ઉજવ્યા બાદ યોગ્ય સમયમાં જન્મકલ્યાણક ઉજવવાનો અવસર આવશે એ વાત તેઓ સુપેરે જાણતા હોય છે, છતાં પ્રચૂર ભોગમાં ફરી એ વાતને ભૂલી જાય છે. પરંતુ એમાં ય એમનો પુણ્યોદય હોય છે કે સિંહાસન કંપ દ્વારા એ વાત એમના જાણમાં આવી જાય છે. એ પૂર્વે પ્રભુનો જન્મ થતાં જ છપ્પન દિકકુમારિકાઓનાં આસનો પણ કંપિત થાય છે. એ પણ વિવિધ દિશાઓમાંથી દોડીને આવે છે, વિવિધ દિશાઓની રહેનારી હોવાથી તેમને દિકકુમારી કે દિશાકુમારી કહે છે. એ બધી પ્રભુ માતા પાસે આવી માતા અને પ્રભુને નમન કરે છે. માતાને કહે માતાજી ! આપ ભય ન પામો. અમે દિશાની અધિષ્ઠાત્રી દેવીઓ છીએ, ----- -- - ---- - છપ્પન દિકકુમારી મહોત્સવ-જન્મકલ્યાણક
Page #23
--------------------------------------------------------------------------
________________ પરમાત્માનું સૂતિકર્મ કરવા આવ્યા છીએ. આપ અમને અનુમતિ આપો.' પરમાત્માને અડવું હોય તોય માતાની અનુમતિ જોઈએ. એ આવીને કેવાં કેવાં કામ કરે છે એ તમે જોયું હશે ? દેવલોકની દેવીઓ આવીને મોરપીંછી લઈ સંવર્તક વાયુ વિકુર્તી, સૂક્ષ્મતમ રજકણ પણ ન રહે એ રીતે પ્રભુનો મહેલ, આંગણું વગેરે સ્વચ્છ કરે છે. સુગંધી જળની વૃષ્ટિ કરે છે, બીજાને કહેતી નથી કે આ કામ કરી દો. જાતે જ કરે છે. ઉત્તમ તીર્થજળથી કળશાઓ ભરે છે, દર્પણમાં પ્રભુ મુખ જુવે છે, ચામર ધરે છે, પ્રભુને પંખો નાંખે છે, રક્ષાબંધન કરે, દીપકો પ્રગટાવી આલોક કરે, એ વખતે એમનો આનંદ-ઉમંગ કેટલો હશે એ આપણી કલ્પનાનો વિષય નથી. આ અમારા પરમતારક છે, વિશ્વના પિતા છે, વિશ્વના તારણહાર છે, જગતના ઉદ્ધારક છે, એવો એવો ભાવ હોય છે. પરમાત્માને અને માતાને કેળનાં ઘર બનાવી તેમાં લઈ જાય, ત્યાં પરમાત્માના જન્મ સંબંધી નાળચ્છેદ, સ્નાન, વસ્ત્રાલંકારનું પરિધાન વગેરે કાર્યો કરે અને એ બધું કાર્ય પૂર્ણ કરી પરમ આનંદ સાથે પોતપોતાના સ્થાનમાં જાય. આ બાજુ ઈન્દ્રાસન કંપે છે અને ઈન્દ્ર નીચે આવે છે ને પ્રભુનો જન્મોત્સવ કરે છે. તે બધી વાત તમારે અમારે હવે જોવાની છે, શા માટે ? એ ભક્તિનો ભાવ હૈયામાં કેળવવા માટે. વામાદેવી માતાના મહેલમાં સૂતિકર્મ કઈ રીતે થયું તે બધું જોવાનું શા માટે ? પરમાત્માના તે-તે પર્યાયોના ધ્યાનમાં લીન બનવા માટે . સાવ અજાણ-અબુધ બાલિકાઓ જો આવી રૂડી ભક્તિ કરતી હશે અને સભાને પરમાત્મ ભક્તિના ભાવમાં તરબોળ કરી દેતી હશે તો વિવેકને વરેલી સમ્યગ્દષ્ટિ સર્વકળાકુશળ દિશાદેવીઓ જ્યારે પરમાત્માની ભક્તિ કરે ત્યારે ભક્તિ ભાવની કેવી છોળો ઉછળતી હશે ? આ પ્રસંગને પામી તમે અમે આપણે સૌ પરમાત્મ ભક્તિના વિશિષ્ટ ભાવોના સમુદ્રમાં ગરકાવ થઈને તે ભક્તિના પરમ ફળરૂપે ભગવદ્ સ્વરૂપને પામીએ એ જ એક અભિલાષા. - - - - અંજનશલાકાનાં રહસ્યો
Page #24
--------------------------------------------------------------------------
________________ પ્રભુનો સ્નાટોત્સવ जिण - जम्मसमये, मेरुसिहरे रयणकणयकलसेहिं / देवासुरेहिं एहविओ, ते धन्ना जेहिं दिट्ठोऽसि / / અર્થ : “જિનેશ્વરોના જન્મ સમયે મેરુશિખર ઉપર રત્ન અને સુવર્ણના કળશો વડે દેવો અને અસુરોથી પ્રભુનો અભિષેક કરાયો તેને જેમણે જોયો તે ધન્ય છે.' જે જન્મ સમયે મેહુગિરિની સ્વરંગી ટોચ પર, લઈ જઈ તમોને દેવ ને દાનવ ગો ભાવે સભા; ક્રોડો કનક કળશો વડે કરતા મહા-અભિષેકને ત્યારે તમોને જેમ જોયા હશે તે ધન્ય છે. પ્રભુના જન્મોત્સવનું વર્ણન ત્રિષષ્ટિકાર મહર્ષિએ ખૂબ જ રોચક શબ્દોમાં કર્યું છે. ક્યારેક સમય કાઢીને એ વર્ણન વાચવા જેવું છે. હૈયાના ખૂણે ખૂણે જિનભક્તિ વસેલી હોય એવા ઈન્દ્રો અને સમ્યગ્દષ્ટિ દેવી-દેવતાઓ કેવા કેવા પ્રકારે ભક્તિ કરે છે, તેનો આછેરો નિર્દેશ એના વાચનથી જાણવા-સમજવા મળે છે. છપ્પન્ન દિકુમારિકાઓના ભક્તિ કાર્યની સમાપ્તિ થતાં જ ઈન્દ્રોના સિંહાસનો ડોલાયમાન થાય છે. ત્યાર બાદ ઈન્દ્રનો કોપ, હરિëગમેથી દેવ સાથે થતો સંવાદ, ઈન્દ્રનો અવધિજ્ઞાનનો ઉપયોગ, પ્રભુના જન્મનો ખ્યાલ આવતાં જ ક્રોધની ઉપશાંતિ, પ્રભુની ક્ષમાયાચના, શક્રસ્તવાદિથી વંદના બ્રહ્માંડ ભરાઈ જાય તેવો શાશ્વત ઘંટાઓનો નાદ શ્રી હરિપૈગમેષી દેવ દ્વારા દેવલોકમાં કરાય છે અને ભક્તિ -- -- -- -- -- -- -- -- -- પ્રભુનો સ્નાત્રોત્સવ
Page #25
--------------------------------------------------------------------------
________________ કાર્ય કરવા માટે સકલ દેવલોકમાં આદેશ કરાય વગેરે ઘટનાઓનું અનુકરણ અંજનશલાકા દરમ્યાન પણ કરાય છે. પ્રભુભક્તિના તે તે પ્રકારોમાં આત્માને ઝકબોળ કરી ભાવિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઈન્દ્રનો આદેશ થતાં જ બધાં દેવ-દેવીઓ ઊતાવળે પગલે ઈન્દ્ર પાસે આવે છે. ઈન્દ્ર આભિયોગિક દેવતાઓ પાસે પાલક વિમાન રચાવે છે. પાંચસો યોજન ઊંચા અને એક લાખ યોજન વિસ્તારવાળાં એ વિમાનનું ય નખશીખ વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. ઈન્દ્ર સમગ્ર પરિવાર સાથે એ વિમાન પર આરૂઢ થાય છે. નાટક અને સંગીતથી વિમાન ઘોષવાન બને છે. બીજા દેવોના વિમાનો પાલક વિમાનને ફરતાં ગોઠવાઈ જાય છે. બાવન જિનાલયમાં જેમ મુખ્ય જિનાલયને ફરતી દેરીઓ ગોઠવાય છે તેવી શોભા એ વિમાનોની શ્રેણીની થાય છે. આકાશમાં તીવ્ર ગતિ કરતું વિમાન નીચે ઊતરી અસંખ્ય દ્વીપ-સમુદ્રને ઓળંગી નંદીશ્વર દ્વીપે આવે છે. ત્યાં એનો સંક્ષેપ કરી વચલા દ્વીપસમુદ્રોમાં ક્રમશ: સંક્ષેપ કરતાં કરતાં ભરત ક્ષેત્રના, દક્ષિણાર્ધ ભરતના, મધ્યખંડના, ભારત દેશના તે તે તીર્થંકર પરમાત્માના જન્મ સ્થળે આવે છે. વિમાન એ મહેલને પ્રદક્ષિણા આપે છે. ત્યાર બાદ ઈશાન ખૂણામાં વિશ્રામ કરે છે. ઈન્દ્ર વિમાનમાંથી ઊતરીને પ્રભુની માતા પાસે આવે છે. માતાને જોતાં પ્રણામ કરી મધુર વચનોથી સ્તવના કરે છે. માતા સહિત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી નમે છે. પોતાની ઓળખ આપી, પોતાનું મેરુ અભિષેકનું કર્તવ્ય નિવેદન કરી, પ્રભુને લઈ જવાની અનુજ્ઞા માગે છે. માતાને અવસ્થાપિની નિદ્રા આપે છે. તો પ્રભુના આબેહૂબ બિંબને બનાવી માતાની પડખે સ્થાપે છે. હવે ઈન્દ્ર પાંચ-પાંચ રૂપો કરી પ્રભુના ભક્તિનાં વિવિધ કાર્યો એકલો જ કરી લેવા માંગે છે. જ પોતાના બંને હાથને ગોશીષ ચંદનથી ચર્ચિત કરી, આજ્ઞા મેળવી પ્રભુને ગ્રહણ કરે છે. આ એક રૂપથી કરે છે. પ્રભુના મસ્તક ઉપર શ્રેષ્ઠ છત્ર ધારણ કરી પોતાનું સેવકપણું જાહેર કરે છે. આ બીજા રૂપથી કરે છે. જ પ્રભુના બંને પડખે બે સુંદર ચામરો વીંઝે છે. આ ત્રીજા અને ચોથા રૂપથી કરે છે અને * પ્રભુની આગળ પાયલોટકારની જેમ રહી હાથમાં વજ ધારણ કરી ચાલે છે. આ પાંચમા રૂપથી કરે છે. જન્મોત્સવ યાત્રામાં જોડાયેલા દેવો પ્રભુનું રૂપ જોવા એવા તલસે છે કે આગળ 10 અંજનશલાકાનાં રહસ્યો
Page #26
--------------------------------------------------------------------------
________________ રહેલા દેવો પોતાના મસ્તકની પાછળ “નેત્રો હોય તો કેવું સારું !' એમ અભિલાષા કરતા હોય છે. ઈન્દ્ર પ્રભુને પોતાના હૃદય પાસે રાખે છે. મેરુપર્વત પર આવ્યા બાદ ત્યાં રહેલા પાંડુકવનમાં ટોચના શિખરે અતિપાંડુકબલા નામની શિલા પર પ્રભુને લઈને સિંહાસન પર બેસે છે. સૌધર્મેન્દ્રની જેમ જ અન્ય અન્ય ઈન્દ્રો પણ સ્વયોગ્ય વિમાનો બનાવીને ત્યાં આવે છે. વૈમાનિકના દશ, ભવનપતિના વીશ, વ્યંતરોના બત્રીશ અને જ્યોતિષના બે એમ ચોસઠ ઈન્દ્રો પોતાના પરિવાર સાથે ત્યાં આવે છે. ત્યાં બારમા દેવલોકનો અધિપતિ અય્યતેન્દ્ર દેવોને સ્નાનનાં ઉપકરણો અને સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે. આંખના પલકારા જેટલા સમયમાં જ દેવો આઠ પ્રકારના કળશો બનાવે છે. એ કળશો : 1. સુવર્ણના 2. રૂપાના 3. રત્નના 4. સુવર્ણ અને રૂપાના મિશ્ર 5. સુવર્ણના રત્નો જડેલા 6. સુવર્ણ અને રૂપાના રત્નો જડેલા 7. રૂપાના રત્નો જડેલા અને 8. શ્રેષ્ઠ કોટિની માટીમાંથી બનેલા હોય છે. દરેક પ્રકારના 1008 કળશો હોય છે. એ સિવાય ઝારીઓ, દર્પણ, કરંડકો, ડાબલા, થાળ, પાત્રો, પુષ્પના ચંગેરકો વગેરે ઉપકરણો લઈ આવે છે. ત્યાર બાદ ક્ષીરોદધિ, વગેરે સમુદ્રોના મધુરાં જળ, પુંડરીક વગેરે શ્રેષ્ઠ કમળો, માગધ-વરદામ વગેરે તીર્થોનાં જળ અને મંગલમૃત્તિકા, સરસવ, પુષ્પો, સુવાસી ચૂર્ણો, સર્વોષધિને લઈ આવે છે. પદ્મદ્રહ વગેરે સ્થાનોનાં પવિત્ર પાણી લઈ આવે છે. આ રીતે સામગ્રી એકત્ર થયા બાદ ઈન્દ્ર પવિત્ર થઈને ભગવંતના સ્નાત્રઅભિષેકનો પ્રારંભ કરે છે. પ્રથમ અચ્યતેન્દ્ર કુસુમાંજલી કરે છે અને પોતાનું મસ્તક નમાવતા હોય એ રીતે કળશોને પ્રભુના મસ્તક પર નમાવી અભિષેક કરે છે. પ્રભુનો સ્નાત્રોત્સવ 11
Page #27
--------------------------------------------------------------------------
________________ એ અભિષેકનો પ્રારંભ થતાં જ દેવો હર્ષાવેશમાં આવી પ્રભુની ભક્તિમાં તલ્લીન બની જાય છે. કેટલાક દેવો વાદ્યો વગાડવા લાગે છે. કેટલાક દેવો ગીતો ગાવા લાગે છે. કેટલાક દેવો નૃત્ય કરવા લાગે છે. કેટલાક તો હર્ષમાં આળોટવા લાગે છે. શ્રી સુમતિનાથ ચરિત્ર' નામના ગ્રંથમાં આ પ્રસંગનું વર્ણન અદ્ભુત શબ્દાવલીમાં કર્યું છે. તે શબ્દો ભક્તિભાવપૂર્વક વાંચીએ-ગાઈએ ત્યારે પણ હૃદયમાં એક અનોખી ઝનઝનાટીનો અનુભવ થાય છે. ભગવંતના શિર પર કળશમાંથી પડતી જલધારા ઉપર પણ મહાકવિઓએ કઈ કાવ્યો રચ્યાં છે. સ્નાત્રજળ પ્રભુના અંગેઅંગમાં દિવ્ય વસ્ત્ર-અલંકારની શોભા ધારણ કરે છે. દેવો એ જળને પૃથ્વી તલ પર પડતાંવેંત ગ્રહણ કરે છે. પોતાના મસ્તક પર એનું સિંચન કરે છે, ગ્રીષ્મ ઋતુમાં પીડિત થયેલા હાથીઓની જેમ સર્વાગે એ સ્નાત્ર જળ લગાવે છે. સમગ્ર ઉદ્યાનોમાં નીકની જેમ એ જળ પ્રસરવા લાગે છે. રીક્ત થતાં કુંભોને દેવો તરત ભરી દે છે. અહટ્ટની ઘટમાળા જેવો અનુપમ દેખાવ ત્યાં થાય છે. 'અચ્યતેન્દ્ર ત્યાર બાદ પ્રભુના શરીરને ગંધકાષાયી વસ્ત્રથી લુછે છે; ગોશીર્ષ ચંદનના રસથી પ્રભુના અંગે વિલેપન કરે છે, દેવો ધૂપધાણાં લઈ ઊભા રહે છે, એમાં શ્રેષ્ઠ અગરુ, કાકતુંડ વગેરે ધૂપો નાંખે છે, પ્રભુ ઉપર ઊંચાં શ્વેત છત્રો ધારણ કરે છે, ચામરો વીંઝે છે, પ્રભુની આસપાસ સર્વ પ્રકારના આયુધો લઈને સેવક ભાવે ઊભા રહે છે, મણિ-સુવર્ણના પંખાથી પ્રભુને પવન નાંખે છે, દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે, સુવાસી ચૂર્ણનો ચારે બાજુ પ્રક્ષેપ કરે છે, સુવર્ણ-રત્નની વૃષ્ટિ કરે છે, અપૂર્વ રાગ-રાગિણીઓમાં પ્રભુના ગીતગાન ગાય છે, સર્વ પ્રકારના વાજિંત્રો વગાડે છે, નૃત્ય અને નાટક કરે છે, પશુ-પક્ષીની જેમ ઉડવા-ઉછળવા-કૂદવા અને આળોટવાની ક્રિયા કરે છે, સિંહગર્જના, હષારવ, હાથીની જેમ ઊંચા આવાજો કરે છે, હાસ્ય, વીર વગેરે રસોના હાવભાવ કરી પ્રભુની શાંત-પ્રશાંતવાહિતામાં ખોવાઈ જાય છે. કેટલાક દેવોને હૈયામાં આનંદ સમાતો નહિ હોવાથી એ આનંદને વ્યક્ત કરવા પોતાના બંને ગાલ ફૂલાવી વાજિંત્રોની જેમ વગાડે છે, કેટલાક રાસાઓ લે છે. આ રીતે દેવો દ્વારા ભક્તિ-શ્રેણી ચાલતી રહે છે તે દરમ્યાન જ અય્યતેન્દ્ર પુષ્પ પૂજા કરી પ્રભુને વંદના કરી પાછો હઠે છે. ત્યાર બાદ બાકીના ઈન્દ્રો પણ એની જેમ જ વિવિધ સ્નાત્ર-અભિષેકો અને પૂજા વિધિને કરે છે. અંજનશલાકાનાં રહસ્યો
Page #28
--------------------------------------------------------------------------
________________ આ પૂજા પત્યાં બાદ સૌધર્મેન્દ્રની જેમ જ ઈશાનેન્દ્ર પણ પાંચ રૂપ કરી પ્રભુને ખોળામાં લેવા વગેરે બધી ક્રિયા કરે છે અને સૌધર્મેન્દ્ર સ્ફટિક મણિના હોય તેવા ચાર ઊંચા વૃષભોના રૂપો બનાવે છે. એના આઠ ઉત્તુંગ શિંગોમાંથી પ્રભુ પર જળધારાનો પ્રપાત કરે છે. ત્યાર બાદ દેવદૂષ્યથી પ્રભુના અંગને લુછે છે. રત્નના બાજોઠ ઉપર રૂપાના અખંડ અક્ષતોથી અષ્ટ મંગલો આલેખે છે. ઉત્તમ અંગરાગથી વિલેપન કરે છે. ઉજ્વળ દિવ્ય વસ્ત્રો પહેરાવે છે, વજ-માણેકનો મુગટ પ્રભુના શિર પર સ્થાપિત કરે છે, સૂર્ય-ચંદ્ર જેવાં તેજસ્વી બે કુંડલો પ્રભુના કર્ણમાં પહેરાવે છે, દિવ્ય મોતીની માળા ગળે આરોપિત કરે છે, અન્ય સર્વ પ્રકારના અલંકારોથી પ્રભુની અલંકાર પૂજા કરે છે અને એ અલંકારો પ્રભુના સૌંદર્યથી વધુ અલંકૃત બની જાય છે. ત્યાર બાદ પ્રભુના ગળામાં પારિજાત-પુષ્પોની માળા પહેરાવે છે. પ્રભુથી કાંઈક દૂર થઈ આરતી ઉતારે છે. ત્રણવાર આરતી ઊતાર્યા બાદ ઈન્દ્ર પ્રભુની સ્તવના સ્તુતિ કરે છે. અંતે સૌધર્મેન્દ્ર ફરીથી પાંચ રૂપો બનાવી ઈશાનેન્દ્રના ઉલ્લંગમાંથી એક રૂપથી પ્રભુને ગ્રહણ કરે છે અને પૂર્વની જેમ જ માતાના મહેલમાં આવીને, માતાની નિદ્રાને દૂર કરે છે. પ્રભુના ઓશીકે દિવ્ય અને રેશમી વસ્ત્રો પધરાવે છે. રત્નમય કુંડલ મૂકે છે. સુવર્ણ અને રત્નોનો દડો ઉપર લટકાવે છે. | કુબેરને આજ્ઞા કરી પ્રભુના વાસભવનમાં બત્રીસ કરોડ સુવર્ણ, બત્રીશ કરોડ હિરણ્ય, બત્રીસ-બત્રીશ નંદાસન-ભદ્રાસનાદિ સુખદાયી દિવ્ય સાધન સામગ્રી વરસાવે છે. પ્રભુ અને પ્રભુની માતાનું કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક સાત પ્રકારે ભૂદાઈ જશે” એવા ઉદ્ઘોષણા કરે છે. પ્રભુના અંગુષ્ઠમાં અમૃતનો સંચાર કરે છે અને પ્રભુનું લાલન-પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાવમાતા બનીને પ્રભુની સમીપ રહેવાનો આદેશ આપે છે. પ્રભુના સ્નાત્રાભિષેકનો આનંદ હૈયામાં સમાતો નથી. તેથી ઈન્દ્રો સપરિવાર નંદીશ્વર દીપે જાય છે. ત્યાં શાશ્વતા ચૈત્યોમાં રહેલી જિનપ્રતિમાઓની આઠ દિવસ સુધી અપ્રમતપણે ભક્તિ કરી પોતપોતાના દેવલોકમાં જાય છે. પ્રભુના મેરુ-અભિષેકની આ આછેરી ઓળખ છે. દેવોની શક્તિ અપાર હોઈ તે શ્રેષ્ઠતમ શૈલીથી આ ઉત્સવ ઉજવી શકે છે. માનવગણની એવી શક્તિ હોતી નથી. છતાં જે પણ શ્રેષ્ઠ સામગ્રી જ્યાંથી ય મળે ત્યાંથી મેળવી હૃદયના વર્ધમાન ઉછળતા ભાવોથી પ્રભુનો સ્નાત્ર-અભિષેક કરી આત્માને નિર્મળ બનાવવાનો સુપ્રયત્ન કરવાનો હોય છે. એ માટે જ આવાં અનુષ્ઠાનો વિહિત કરેલાં છે. સૌ કોઈ એવા ભાવથી આ મહોત્સવને ઉજવી શ્રેયને સાધે એ જ અભિલાષા. -- પ્રભુનો સ્નાત્રોત્સવ 13
Page #29
--------------------------------------------------------------------------
________________ સાચા ભાવે પરમાત્માની પૂજા કરનારની ચિત્તપ્રસન્નત્તા ન નંદવાય તેવી હોય છે. ગમે તેવા નિમિત્તો મળે પણ તેની ચિત્તપ્રસન્નતા નંદવાય નહિં, પછી લાખો મળે કે જાય. પાંચમહાવ્રતોનું પાલન, ગુરુભક્તિ, તપસાધના અને જ્ઞાનારાધના : આ આઠ પુષ્પોથી નિરવેદ્ય એવી અષ્ટપુષ્પી પૂજા સાધુએ કરવાની હોય છે. અહિંસા-૧, ઇંદ્રિયોનું નિયંત્રણ-૨, સર્વ જીવોની દયા-3, ક્ષમા-૪, ધ્યાન-૫, તપ-૬, જ્ઞાન-૭ અને સત્ય-૮ આ રીતે પણ દેવાધિદેવને તુષ્ટ કરનારી અષ્ટપુષ્પી પૂજા જણાવેલી છે. ------------- 14 અંજનશલાકાનાં રહસ્યો
Page #30
--------------------------------------------------------------------------
________________ પ્રભુના સ્નાત્ર વખતે દેવ-દેવીની સ્થિતિ એક અદ્ભુત વર્ણન ઉપલબ્ધ છે શ્રી સુમતિનાથ ચરિત્રમાં. પૂ. આ. શ્રી સોમપ્રભસૂરીશ્વરજી મહારાજાની કૃતિમાં. ચાલો ! આપણે ય તે સ્થાને પહોંચી આસ્વાદાંશ માણીએ. પ્રભુનો પ્રક્ષાલ કરતાં પૂર્વે આ પંક્તિઓ જો સુંદર લયપૂર્વક બોલાય તો સુંદર ભાવધારા પ્રગટે તેવી આ પંક્તિઓ છે. પ્રભુ શ્રી સુમતિનાથ સ્વામીનો મેરુશિખર પર જ્યારે અભિષેક ચાલતો હતો , ત્યારે દેવો કઈ કઈ રીતે સ્થિત - રહેલા હતા ? (રાગ : સાંભળો કળશ જિન, મહોત્સવનો ઈહાં..) तंमि अभिसेय-समए ठिया सुरवरा, વેવિ fમાર-ગુરુનસ-પૂU-1 I के वि उक्खित्त-लोलंत-सिय-चामरा, के वि मणिघंटिया-धूवभायण-धरा / / 1404 / / के वि गायंति गीयाइं किन्नर-सरा, के वि वाइंति तूराई साडंबरा / के वि नच्चंत कंपंत-सुरगिरि-सिरा, વિનિંતિ નિન---ગિરા 2401TI પ્રભુના સ્નાત્ર વખતે દેવ-દેવીની સ્થિતિ
Page #31
--------------------------------------------------------------------------
________________ के वि जिण-उवरि धारंति छत्तं वरं, के वि वरिसंति मणि-कणय-कुसुमुक्करं / के वि चिटुंति कुसुमंजली-हत्थया; के वि ण्हवणंबु वंदंति नय-मत्थया / / 1406 / / के वि दीसंति तुरयव्व हेसंतया; के वि मयमत्त-हत्थिव्व गज्जंतया / के वि सीहव्व नायं वि मुंचंतया, के वि विज्जुब्ब उप्पईय-निवयंतया / / 1407 / / કેટલાક દેવો ભંગાર - મોટા કળશો - દર્પણ હાથમાં લઈ ઊભા હતા, કેટલાક દેવો ઊંચે ઉછળતા શ્વેત ચામરને ધરનારા હતા, કેટલાક દેવો મણિમાંથી બનેલ ઘંટડીઓ તેમજ ધૂપદાણાં ધરેલા હતા. 1404 કેટલાક કિન્નર સ્વરવાળા દેવો ગીતોને ગાતા હતા, કેટલાક દેવો આડંબરપૂર્વક વાઘોને વગાડતા હતા, કેટલાક દેવો મેરુપર્વતના શિખરોને કંપાવતા નૃત્યને કરતા હતા, કેટલાક દેવો શ્રેષ્ઠ વાણીથી જિનગુણ ગણના કીર્તન કરતા હતા. 1405 કેટલાક દેવો જિનેશ્વર પર શ્રેષ્ઠ છત્રને ધારણ કરતા હતા, કેટલાક દેવો મણિ, સુવર્ણ અને પુષ્પોની વૃષ્ટિને કરતા હતા, કેટલાક દેવો હાથમાં કુસુમાંજલી લઈ ઊભા હતા, કેટલાક દેવો સ્નાત્રજળને નતમસ્તક થઈ વંદન કરતા હતા. 1406 કેટલાક દેવો અશ્વોની જેમ હેકારવ કરતા હતા, કેટલાક દેવો મદમસ્ત હાથીઓની જેમ ગર્જારવ કરતા હતા, કેટલાક દેવો સિંહની જેમ સિંહનાદ કરતા હતા, કેટલાક દેવો વિજળીની જેમ ઉછળતા હતા અને પડતા હતા. 1407 -- -- -- અંજનશલાકાનાં રહસ્યો
Page #32
--------------------------------------------------------------------------
________________ પ્રભુનું નામકરણ અને ફઈયારું નામ હૈ તેરા તારણહાર, કબ તેરા દર્શન હોગા ? જિસકી પ્રતિમા ઈતની સુંદર, વો કિતના સુંદર હોગા ? પ્રભુનો જન્મ થયા બાદ છપ્પન દિકકુમારિકાઓ અને સમગ્ર દેવગણ પ્રભુનો જન્મોત્સવ ઉજવે છે. ત્યાર બાદ પ્રભાત સમયે પ્રભુના પિતા મહારાજાને જન્મની વધામણી પ્રિયંવદા દાસી આપે છે. રાજા તેને યથેચ્છ પારિતોષિક આપી સંતુષ્ટ કરે છે. રાજા અંગેઅંગમાં પ્રમુદિત-પ્રફુલ્લિત થાય છે અને એ પ્રમોદનો સહભાગ પ્રજાજનને ય સમર્પવા સમગ્ર રાજ્યમાં જન્મોત્સવ પ્રવર્તાવે છે. સર્વત્ર આનંદમંગલનાં પર્વ પગલાં માંડે છે. શુભ દિવસે મહારાજા પુત્રના નામકરણનો મહોત્સવ આયોજે છે. જે અનામીના નામકરણનું ય અનેરું મહત્ત્વ છે. આ નામ મંત્રરૂપ હોય છે. પ્રભુના પ્રત્યેક નિક્ષેપોમાં પ્રભુ ભક્તોના ઉત્થાનનું સમાન સામર્થ્ય રહેલું છે. ભાવનિક્ષેપ રહેલા પ્રભુ તો બહુ ઓછા સમય માટે અને બહુ ઓછા ક્ષેત્રમાં ઉપલબ્ધ થાય છે. પ્રતિમા નિક્ષેપે રહેલા પ્રભુ ખૂબ લાંબા સમય સુધી અને ઘણા-ખરા ક્ષેત્રમાં ઉપલબ્ધ થાય છે. જ્યારે નામરૂપે પરમાત્માનો નિક્ષેપો ત્રણ-ત્રણ ચોવીશી સુધી અકબંધ ઉપલબ્ધ રહે છે અને હરકોઈને સર્વત્ર કર્મનિર્જરાનું કારણ બની રહે છે. પ્રભુના નામ સ્થાપનાના અવસરે સેવકો સુંદર મંડપ બનાવે છે. એમાં સ્તંભે ખંભે કેળના રોપાઓ લગાડવામાં આવે છે. પુષ્પો, સુવાસી દ્રવ્યો, ધૂપો, વસ્ત્રો, સુવર્ણ-રૂપ્ય અને રત્નોનાં સાધનોથી મંડપ સજાવવામાં આવે છે. સર્વ સ્વજનાદિક ત્યાં આવે છે. રાજાના સેવકો તેમનો ઉચિત આદર સત્કાર કરી યથાયોગ્ય ---- - -- પ્રભુનું નામકરણ અને ફઈયારું --
Page #33
--------------------------------------------------------------------------
________________ સિંહાનાદિ ઉપર તેમને બેસાડે છે. ઉત્તમ વસ્ત્ર, અંગરાગ, આભૂષણોની પહેરામણી થાય છે. માંગલિક ગીતો ગવાય છે. વાજિંત્રો વાગે છે. બ્રાહ્મણો-પુરોહીતો સ્વસ્તિ વચનો બોલે છે. જયજયારવ થાય છે. પ્રભુના ફઈબા ભત્રીજાના નામસ્થાપનાનો લાભ લેવા હરખઘેલાં બની આવે છે. સ્વજનોને સાથે લાવે છે. પ્રભુ માટે વિવિધ વસ્ત્રો, અલંકારો, રમકડાં અને શ્રેષ્ઠ ભોજનો લઈ આવે છે. ભાઈ પણ બહેનનું સ્વાગત કરે છે. બનેવીને સંતોષ આપે છે. પ્રભુના જન્મ સમયના લગ્નના ટીપણાં મંડાય છે. જોષીઓ આનંદમાં આવી જન્મના ટીપણાના આધારે પ્રભુના નામના આદ્યાક્ષરો બતાવે છે. પણ પ્રભુના માતા પ્રભુનો આત્મા ગર્ભમાં અવતર્યા બાદ જે કાંઈ અનુભવ થયો હોય તેના આધારે માતા-પિતાના સંવાદમાં નિશ્ચિત્ત થયેલું નામ સ્થાપવાની અભિલાષા વ્યક્ત કરે છે. એને સ્વજનો અનુમોદે છે. જોશીઓ પણ એમની અભિલાષા પર સંમતિની મહોર છાપ લગાવે છે. ( શ્રેષ્ઠ આનંદ-મંગલની વધામણી સાથે ફઈબા લાડલા ભત્રીજાનું સુંદર નામકરણ કરી તેની ઉદ્ઘોષણા કરે છે. સકલ સ્વજનલોક એનો અંજલીબદ્ધ સ્વીકાર કરે છે. પ્રભુ એ વિશિષ્ટ નામ ધારણ કરી આપણા જેવા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરે છે. સ્વજનોના આગમન વખતે મહારાજા ઉત્તમ ભોજનો, પહેરામણી તાંબુલાદિ દાનનો પ્રબંધ કરે છે. પ્રભુને ઝોળીમાં પધરાવી ઝુલાવવાનો અને ઓવારણાં લેવાનો લાભ ફઈબા મેળવે છે. પ્રભુના નામ કરણનો તેમજ એ નિમિત્તે પ્રભુના ફઈબાએ કરેલા ફઈયારાનો મંગલ પ્રસંગ પણ એ પ્રસંગ સાથે જોડાનારા પ્રત્યેક આત્માનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. કવિવર શ્રી માનવિજયજી મહારાજા સાર્થક લખે છે કે - “નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન, મંત્ર બળે જિમ દેવતા, વ્હાલો કીધો આસ્વાદ.” સંસારમાં નામકરણો ઘણા કર્યા. ફઈયારાં પણ ઘણાંના કર્યા. પણ તે કરીને કેવળ કર્મબંધન અને ભવવર્ધન જ થયાં છે. હવે તે બંધનોને કાપવા અને ભવવર્ધનને રોકવા માટે પ્રભુના નામકરણાદિ શુભ પ્રસંગમાં એકતાન બની અનામી પદને પામવાની પૂર્વ ભૂમિકા રચીએ એ જ શુભાભિલાષા. 18 અંજનશલાકાનાં રહસ્યો
Page #34
--------------------------------------------------------------------------
________________ અંજન વિધિના વ્યવહારો શક્તિ પ્રમાણે ભક્તિ दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः / पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः / / અર્થ : “દર્શન કરવાથી પાપનો નાશ કરનાર, વંદન કરવાથી ઈચ્છિતને સારી રીતે આપનાર, પૂજન કરવાથી બાહ્યઅત્યંતર લક્ષ્મીને પૂરનાર, શ્રી જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે.” જે બાલ્યવયમાં પ્રોઢ સાજે, મુગ્ધ કરતાં લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવઘારીને; ત્રણ લોકના વિસ્મય સમા, ગુરૂય યોવનયુક્ત જે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓ જિનભક્તિનો મહિમા ગાતાં કહી રહ્યા છે કે, જિનેશ્વર દેવોના દર્શનથી સર્વ પાપોનો નાશ થાય છે, વંદનથી સર્વ ઇચ્છિતોની પ્રાપ્તિ થાય છે અને પૂજનથી સર્વ સંપત્તિઓ આવી મળે છે. ઝાઝું તો શું કહેવું, જિનેશ્વર દેવ તો સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે. એવા શ્રી જિનેશ્વર દેવના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ-ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ એ જગતનું કલ્યાણ કરનારાં હોવાથી એ ઘટનાઓને કલ્યાણક કહેવાય છે. વિ.સં. 2014, વૈ.સુ. 3+4 બુધવા- , તા. 29-4-98 -- -- પરમાત્માનું દાન
Page #35
--------------------------------------------------------------------------
________________ શ્રી જિનેશ્વર દેવોના સાક્ષાત્ કલ્યાણક ઉજવવા તો તમે આજે સમર્થ નથી, પણ સ્થાપના નિક્ષેપે રહેલા જિનેશ્વરોના કલ્યાણકની ઉજવણી પણ કરો તો ભાવનિક્ષેપે રહેલા જિનેશ્વરોના કલ્યાણકોની ઉજવણી કરીને જે કર્મનિર્જરા સાધી શકાય છે કે તેથી પણ વધુ કર્મનિર્જરા ભાવવિશેષના કારણે અહીં પણ સાધી શકાય. મેરુ પર્વત ઉપર અભિષેક કરીને ઈન્દ્ર જે કર્મનિર્જરા સાધી શકે છે કે તેથી પણ વધુ કર્મનિર્જરા આ અહીં સ્થાપના મેરુ ઉપર પરમાત્માનો અભિષેક કરવા દ્વારા ભાવવિશેષના કારણે સાધી શકાય. માટે જ જિનેશ્વર દેવોનાં પાંચે કલ્યાણકને વણી લઈ પંચકલ્યાણકની પૂજાઓ પૂર્વાચાર્ય મહર્ષિઓએ બનાવી છે. એમાં ય પૂ. પં. શ્રી વીરવિજયજી મહારાજે શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં જે ભાવો ભર્યા છે, તે પૂજા ભણાવતાં તે શબ્દોના માધ્યમથી તે ભાવો સાથે જોડાણ કરાય તો ચોક્કસ જિનેશ્વરોના જીવન સાથે તાદાભ્યનો સંબંધ બાંધી શકાય. એના બદલે આજના ઘણા ખરા ગીતકારોના ગીતોમાં તો જોડકણાં જ હોય છે. આમ છતાં કોઈના ગીતમાં શબ્દો સારામાં સારા કદાચ હોય, પ્રાસ-અનુપ્રાસની ચમત્કૃતિ પણ દેખાતી હોય છતાં ભાવોનો જે ઝરો ફૂટવો જોઈએ તે નથી ફૂટતો. કારણ કે મહાપુરુષોની રચનાઓમાં એમની સાધનાનો ધબકતો પ્રાણ હોય છે, જે આજના ગીતોમાં પ્રાયઃ જોવા મળતો નથી. માટે એ પંક્તિઓ જૂની હોવા છતાં, એકની એક હોવા છતાં, અનેકવાર સાંભળવા છતાં ફરી ફરી વાગોળવાનું મન થાય છે. પરમાત્માના જીવનનો વૈભવ તમે અહીં ક્યાંથી લાવી શકો ? એનો ભાવ પણ ક્યાંથી લાવી શકો? ઈન્દ્ર જેવા ઈન્દ્ર, જે નિર્મળ સમકિતી હોય છે, એ જે ઈન્દ્રસભા ધરાવે એવી ઈન્દ્રસભા તમે ક્યાંથી ઊભી કરી શકો ? એ સામર્થ્ય - એ પુણ્ય ક્યાંથી લાવવું ? શક્તિ નથી, સર્વત્ર વામણા પણ દેખાઈ આવે એવું છે, છતાં જ્ઞાનીઓએ તમારા માટે પણ તમારા જોગો માર્ગ બતાવ્યો છે. આ બધી ઉજવણી કરીને તમારે આત્મિક તૃપ્તિ મેળવવાની છે. આમાં ઈન્દ્રાદિનું અનુસરણ છે, અનુકરણ નથી. બાળક હાથ પહોળા કરી દરિયો માપવાની ચેષ્ટા કરે તેવી આ ચેષ્ટા છે. એની શક્તિ એટલી જ. માટે તમારે પણ તમારી શક્તિ મુજબ કરવાનું છે. કારણ જ્ઞાનીએ કહ્યું છે કે પોતાની શક્તિને ગોપવ્યા વિના યથાશક્તિ જે કરે તેને પૂરો લાભ મળે. એમ બને કે પૂજા માટે તમે એક જ ફૂલ લાવી શકો પણ એમાં તમે તમારી શક્તિ પૂરી વાપરી હોય તો તેને પૂરું ફળ મળે. એ પ્રભુ આગળ પ્રાર્થના કરવાનો અધિકારી. એ પુષ્પપૂજા કરતાં જરૂર કહી શકે કે, “હે પ્રભો! દેવો તો આપની ભક્તિ માટે નંદનવનનાં-શ્રદ્ધા પુષ્પો લાવી વાપરી શકે પણ મારી એવી 2) અંજનશલાકાનાં રહસ્યો
Page #36
--------------------------------------------------------------------------
________________ તાકાત ક્યાંથી ? પણ પ્રભો ! મારી શક્તિ-સંયોગ પ્રમાણે બધી મહેનત કરીને આ એક પુષ્પ જ લાવ્યો છું. મારા માટે તો આ જ નંદનવનનું પુષ્પ છે. આપ મારી પૂજા સ્વીકારો' એને પૂરું ફળ મળે. પણ લાખ પુષ્પો લાવવાની જેની તાકાત હોય પણ પ્રમાદ વશ, લોભ-કૃપણતા વશ જો 99,999 જ લાવે અને એ રીતે શક્તિ ગોપવે તો જ્ઞાનીઓ કહે છે કે એને પૂર્ણ ફળ ન મળે. કારણ કે ભાવનાનું ફળ છે - મહત્ત્વ છે. એ રીતે એક એક અનુષ્ઠાનોમાં કરવાનું છે. પૂર્વના મહાપુરુષોએ જે રીતે જિનેશ્વર દેવોની ભક્તિ કરી છે, જે રીતે કલ્યાણકોની ઉજવણી કરી છે, તે ભક્તિ કે તે ઉજવણી કરવાની તમારી શક્તિ, ભાવના કે ઔદાર્ય નથી. છતાં પણ જે શક્તિ, ભાવના કે ઔદાર્ય છે, તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાથી આ પ્રસંગો તમારા માટે પરમ કલ્યાણકર બની શકે. જે જે પ્રભુની પ્રતિમા ઉપર અંજનવિધિ કરવામાં આવે તેમને એમના માતા-પિતા મોહવશ નિશાળે ભણવા માટે મૂકે છે, આ પ્રસંગ તો મહાવીર પરમાત્માના જ જીવનમાં બન્યો હતો. છતાં અન્ય પ્રભુ પ્રતિમા ઉપર પણ આ વ્યવહાર કરાય છે. કારણ કે, અંજન વિધિમાં મહાવીર પરમાત્માનાં બિંબો પણ અંજન માટે આવેલા હોઈ આ વિધિ કરવામાં આવે છે. એની જેમ જ રાજ્યોત્સવની વિધિ પણ પ્રભુ પાર્શ્વનાથ, મહાવીર સ્વામીજી વગેરે કેટલાક તીર્થકર ભગવંતોના જીવનમાં બની નથી એ પણ છે જે તીર્થકરોના જીવનમાં રાજ્યગ્રહણનો પ્રસંગ બનેલો અને તે તે પરમાત્માના બિંબો પણ અંજન માટે આવેલા હોઈ એમના જીવનમાં થયેલ આ ઘટનાની પણ ઉજવણી કરવામાં આવે છે. કલ્યાણક ઉજવણીમાં પરમાત્મા રાજત્યાગ કરી - સમસ્ત ભોગ ત્યાગ કરી, દીક્ષાના પંથે સંચરવાના. ભગવાન શ્રી આદિનાથ 83 લાખ પૂર્વ વર્ષ સુધીનો કાળ સંસારમાં રહ્યા. (એક પૂર્વ = 70,560 અબજ) એટલો કાળ જે ભોગ ભોગવ્યા તેનો ત્યાગ કર્યો - જે રાજ્ય કર્યું તેનો ય ત્યાગ કર્યો. તે દિવસથી જ 400-100 દિવસ સુધી ભગવાનને પ્રાસુક-નિર્દોષ આહાર, પાણી ન મળ્યાં. ભગવાનને 400 દિવસના ચોવિહારા ઉપવાસ થયો. દિવસના આઠ પ્રહર પૈકી 7-7 પ્રહર સુધી ધ્યાન કર્યું. સમતામાં લીન રહ્યા. ઠંડી-ગરમી-ઉપસર્ગ કોઈની પણ પરવા ન કરી. તમારાં ઘરમાં કોઈ એક વર્ષીતપ કરે તો તેમાં આગળ પાછળ બેસણાં કરવાનાં, અહીં સળંગ ઉપવાસ, કોઈ બેસણાં-એકાસણાં નહીં. છેક ફાગણ વદ-૭ થી વૈશાખ સુદી૩ સુધી 13 મહિના અપ્રમત્ત રીતે આ તપ કર્યો. વૈશાખ સુદ-૩ એ પરમાત્મા શ્રી આદિનાથના પારણાનો દિવસ છે. પરમાત્મા યાદ આવે ત્યારે એમના આ ઘોર પરમાત્માનું દાન 21
Page #37
--------------------------------------------------------------------------
________________ તપ-ત્યાગ-વૈરાગ્યાદિ ગુણો આંખ સામે આવવા જોઈએ. શ્રેયાંસકુમારે ઈશુરસથી પ્રભુને પારણું કરાવ્યું. આપણે એ બધી વાતો યાદ રાખવાની છે, તેમ આ બધું કરીને મારે પરમાત્મભાવ પામવો છે, એ ખાસ યાદ રાખવાનું છે. શ્રેયાંસકુમારનું દાન આ અવસર્પિણીનું પ્રથમ દાન બની ગયું. દાન એ શીલ, તપ અને ભાવને પણ ખેંચી લાવે છે. માટે જ કહ્યું છે કે, ધર્મર્યાદ્રિ પર્વ તાનમ્ | એના યોગે શીલ, તપ, ભાવ, ધર્મને પામી શકાય છે. દાનથી જ બધા ધર્મોની શરૂઆત થાય છે. માટે જ કહ્યું છે કે “જે કરે તે તરે, જે કરાવે તે પણ તરે અને કરનાર-કરાવનારની અનુમોદના કરનાર પણ તરે.” બોલી બોલવામાં ટાઈમ ઘણો ચાલ્યો જાય છે” એમ જો તમને આવા પ્રસંગોમાં થાય તો તે યોગ્ય ન કહેવાય. એ પણ ધનનો લોભ હજી સતાવે છે, એનો પુરાવો છે. “બોલીઓમાં ટાઈમ જાય” એમ બોલો છો તો “આંકડા બોલતાં મને વાર કેમ થાય છે” એમ ક્યારે ય થયું ? સભા. પરિગ્રહ ધીરે ધીરે છૂટે ! શરીર પર સાપ કે વાંદો ચડે તો તેને તમે કઈ રીતે કાઢો? ધીરે ધીરે કાઢો કે એક ઝાટકે કાઢી નાંખો ? તેમ પરિગ્રહને કાઢવો હોય તો ધીરે ધીરે નહિ જાય. એક ઝાટકે જ એને કાઢવો પડે. મારા પરમતારક ગુરુદેવ પાસે એક ભાઈ આવ્યા. એમણે કહ્યું, “સાહેબ મને અમુક ગ્રહ નડે છે, કોઈ ઉપાય હોય તો બતાવો.' મારા પરમતારક ગુરુદેવે એમને કહ્યું, ‘આ પરિગ્રહ નામના દસમા ગ્રહને કાઢી નાંખો, બાકીના નવે ગ્રહો તમારું કાંઈ પણ કરી શકશે નહિ. જુઓ અમારી પાસે દસમો ગ્રહ નથી. અમને નવે ગ્રહ કાંઈ કરી શકતા નથી.' કોઈ સાધુની આંગળીમાં વીંટી જોઈ છે ? ગ્રહની ? મંગળ કે શનિની ? કેમ નહિ ? એમની પાસે પરિગ્રહ નથી માટે એમને કોઈ ગ્રહ નડતો નથી. તમને પરિગ્રહ નડે છે માટે જ બધા ગ્રહ નડે છે.માટે બધા જ ગ્રહોની પીડાથી મુક્ત થવા દસમાં પરિગ્રહથી મુક્ત થવાની ખૂબ જરૂર છે. આવા સુંદર અંજનશલાકા પ્રતિષ્ઠાના પુણ્ય પ્રસંગને પામી લોભ-વિજય કરી પરિગ્રહ નામના દસમા ગ્રહને જીતી તમે એવા ત્યાગી બની જાઓ કે એના પરિણામે આ જ ભવમાં દાન-ધર્મના ફળ સ્વરૂપે શીલ ધર્મ, તપ ધર્મ ને ભાવ ધર્મની તમને પ્રાપ્તિ થઈ જાય. તેની સંપૂર્ણ આરાધનારૂપ સાધુપણું મળી જાય, તેની નિરતિચાર આરાધના થાય અને પરિણામે સર્વકર્મનો ક્ષય કરી શાશ્વત સુખના ધામસ્વરૂપ મુક્તિ સુખના તમે ભોક્તા બનો એ જ એક શુભાભિલાષા. 22 અંજનશલાકાનાં રહસ્યો - -
Page #38
--------------------------------------------------------------------------
________________ પાઠશાળાગમન અને રાજ્યાભિષેક અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા કલિકાલ સર્વજ્ઞ પ્રભુ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે જગતના પરમતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વનું નિરૂપણ જેમ “વીતરાગ સ્તોત્ર' નામના મહાન ગ્રંથરત્નના માધ્યમથી કર્યું છે, તેમ તે પરમાત્મતત્ત્વને પામેલા પરમેશ્વરોના જીવન પ્રસંગોનું નિરૂપણ ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'ના માધ્યમે પણ કર્યું છે. આ નિરૂપણ એવું અદ્ભુત છે કે, જેણે સ્વયં આત્મતત્ત્વ પામવું હોય, આત્મામાંથી પરમાત્મા બનવું હોય, તેને માટે પરમ આલંબનરૂપ છે. તારક તીર્થંકર પરમાત્મા જેમ જગતના જીવોનું કલ્યાણ કરવા સમર્થ છે, તેમ તેમના જીવન પ્રસંગો પણ જગતના જીવોનું કલ્યાણ કરવા એટલા જ સમર્થ છે. ચૈત્ર માસની અને આસોમાસની આયંબિલની ઓળી જો તમે કરી હોય તો તમને ખ્યાલ હશે, અરિહંતપદની આરાધનામાં એક દુહો બોલવાનો આવે છે. અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુણ-જ્જાય રે; ભેદ-છેદ કરી આતમા, અરિહંત રૂયી થાય છે.” અરિહંત પરમાત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ધ્યાન ધરનારા આત્માઓ પોતાની અને પરમાત્માની વચ્ચે ભેદ ઉભો કરનાર કર્મનો છેદ કરીને પોતે જ પરમાત્મા સ્વરૂપી (અરિહંત) બની જાય છે. જે પ્રભુનું સ્વરૂપ છે, તે જ આપણું સ્વરૂપ છે. છતાં બંનેયમાં બહુ મોટો ભેદ છે. તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સિદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ ચુક્યું છે અને આપણે અત્યારે કર્મના આવરણને કારણે રાગી, દ્વેષી, મોહી, સાકાર, સંસારી પાઠશાળાગમન અને રાજ્યાભિષેક
Page #39
--------------------------------------------------------------------------
________________ સ્વરૂપે છીએ. કારણ કે આપણું સ્વરૂપ અત્યારે મોહાવરણ અને કર્માવરણના કારણે અવરાયેલું છે માટે આપણું અને પરમાત્માનું સ્વરૂપ એક જ હોવા છતાં અત્યારે આપણા અને પરમાત્માની વચ્ચે ભેદ છે. માટે જ એક કવિએ ગાયું પણ છે કે - તું જુદા નહીં, મેં જુદા નહીં, ઓર કોઈ જુદા નહીં, પરદા ઊઠે જો કામે કા, ભરમ સબ ભાંગે મહી; પ્રભુ ! વો હી કમ-પટ દૂર કરે ! મેરી અરજી ઉપર પ્રભુ ! ધ્યાન ઘરો !" આ બંને વચ્ચેના ભેદનો છેદ કરવાની શ્રેષ્ઠ સાધના એટલે જ પરમાત્માનું ધ્યાન. પરમાત્માનું ધ્યાન કરવા માટે પરમાત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ધ્યાન કરવું અનિવાર્ય છે. પરમાત્માનું જીવદળ, તેની શુદ્ધતા, તેની જુદી જુદી અવસ્થા, તે અવસ્થાઓમાંથી પરમાત્મા કેવી રીતે પસાર થયા?, તેમાં એક-એક પરાકાષ્ઠાના ગુણો કેવી રીતે પામ્યા ? એ ગુણો કેવી રીતે ટકાવ્યા ?, એ ગુણોને કેવી રીતે વર્ધમાન બનાવીને પરાકાષ્ઠાએ પહોંચાડ્યા ? આ બધું જ દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતન, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષાનાં સાધનો-આલંબનો છે. આ અંજનશલાકાના પ્રસંગો દ્વારા એને જાણવાનું છે અને તેનું ધ્યાન આત્મસ્થ કરવાનું છે. પરમાત્માની જ્ઞાનયુક્ત ગર્ભાવસ્થા પછી જગદ્ કલ્યાણકર જન્મ, બાલ્યકાળનું પરમ ઔચિત્ય, યુવાવસ્થાનો પરમ વિવેક, લગ્ન જીવનની પરમ વિરક્તિ, રાજ્યાભિષેક સમયનું ગાંભીર્ય, રાજ્યપાલનકાળની પ્રજા વત્સલતા અને ન્યાયપૂર્ણ વ્યવહાર, દીક્ષા પૂર્વે દ્રવ્યદાન દ્વારા પરાકાષ્ઠાનો દ્રવ્યોપકાર, સર્પકાંચળીવતું સહજ સંસારનાં સર્વ સંબંધો અને બંધનોનો ત્યાગ, વૈરાગ્ય અને ત્યાગ સભર દીક્ષા, દીક્ષા પછી અતિવિશિષ્ટ અપ્રમત્ત ભાવપૂર્વકની સાધના, પરાકાષ્ઠાની સાધના દ્વારા ઘાતિકર્મનો ક્ષય કરી વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ, જગતનો ઉદ્ધાર કરનાર મહાધર્મ-શાસનની અને ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના, જીવનકાળ દરમ્યાન તીર્થ પ્રવર્તન અને જીવનના અંત સમયે અઘાતિકર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્તિ. આ બધી અવસ્થાઓમાં આપણને પરમાત્માનો ગુણ વૈભવ જોવા મળશે. પરમાત્માની આ બધી અવસ્થાઓનું ધ્યાન એ પરમાત્માના ઉજવળ પર્યાયોનું ધ્યાન છે. આ પર્યાયોના ધ્યાન કાળમાં પરમાત્માના તે તે સમયના વિશિષ્ટ કોટિના 24 અંજનશલાકાનાં રહસ્યો
Page #40
--------------------------------------------------------------------------
________________ ઔદયિક ભાવના ગુણો, ક્ષયોપશમ ભાવના ગુણો અને ક્ષાયિક ભાવના ગુણોનું પણ ધ્યાન કરવાનું છે. જે ધ્યાન આત્માને તે તે ગુણોથી સમૃદ્ધ બનાવે છે. પરમાત્મા બાળક હતા, હું પણ બાળક હતો. પરમાત્મા યુવાન બન્યા, હું પણ યુવાન બન્યો. પરમાત્મા પ્રૌઢ થયા, હું પણ પ્રૌઢ થયો કે થઈશ. તેમનામાં અને મારામાં કેટલો બધો ફરક છે. તેમનામાં કેવો ગુણવૈભવ છે, તે ગુણવૈભવ મેળવવા એમણે કેવો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન કરીને કેવી રીતે આગળ વધી ગયા. હું પણ આવો ગુણવૈભવ કેવી રીતે મેળવું, એના માટે કેવો પ્રયત્ન કરું, એ પ્રયત્ન કરીને હું પણ કેવી રીતે આગળ વધી શકું, વગેરે વિચારવાનું છે, વિચારીને એમાં ભાવિત થવાનું છે અને એમાં એકાકાર બનવાનું છે. પરમાત્મા મહાવીરદેવે ગર્ભકાળમાં ય માતાને દુઃખ ન થાય તે માટે હલનચલન બંધ કર્યું. આપણે જમ્યા પછી પણ આપણા માતા-પિતા માટે શું કર્યું ? સભા : આ માતા પ્રત્યેનો રાગ ન કહેવાય ? તમે જે દૃષ્ટિકોણથી પૂછી રહ્યા છો તે દૃષ્ટિકોણથી જણાવીશ કે ના, આ રાગ નથી, આ તો “મા”ની ભક્તિ છે. કદાચ એમાં રાગ છે એમ માનો તો પણ મને આટલું કહો કે “મા” ઉપરનો રાગ સારો કે માની ઉપેક્ષા કરીને તમે જે તમારી પત્ની ઉપર રાગ કરો છો તે સારો ? પરમાત્મા તો ઔચિત્યના ભંડાર હતા, આપણામાં ક્યાં કાંઈ છે ? બાળ વયે પણ પરમાત્મા નિર્મળ ત્રણ જ્ઞાનના ધારક હોય છે, પરમ જ્ઞાની હોય છે; છતાં ધીર, ગંભીર હોય છે, વિનયી હોય છે, વિવેકી હોય છે, નમ્ર હોય છે અને આપણને તો ખાબોચીયા જેટલું જ્ઞાન હોય તો ય ઉછાછળાપણું હોય. પરમાત્મા નિર્મળ મતિ-શ્રુત અને અવધિજ્ઞાનને ધરનારા છે. નિર્મળ અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા હું તીર્થકર થવાનો છું એમ જાણે છે, અંદરથી પુરા વિરક્ત છે છતાં સાથેના બાળકોને તો જ આનંદ આવશે કે જો હું તેમની સાથે ખેલ-કૂદ કરીશ તો એમના આનંદ ખાતર પરમાત્માએ ખેલકૂદ પણ કરી. વીતરાગ જેવા વિરાગી પરમાત્માએ મા-બાપને ખેદ ન થાય તે માટે કાલીકાલી ભાષામાં એમની સાથે વાત પણ કરી. આ દરેક પ્રસંગોમાં પરમાત્માની માત્ર કાયા અને વાણી જ પ્રવર્તે છે. પ્રભુનું મન જરા પણ પ્રવર્તતું નથી. - - - - પાઠશાળાગમન અને રાજ્યાભિષેક " 25
Page #41
--------------------------------------------------------------------------
________________ પરમાત્મા શ્રી વર્ધમાનકુમાર યુવાન થયા. પોતાના મહેલમાં તેઓ મિત્રો સાથે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા. એ દરમ્યાન સામેથી ત્રિશલા માતાને આવતાં જોયાં તો પરમાત્મા સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા, સામે ગયા, માતાને પોતાના સિંહાસન પર બેસાડ્યાં, પોતે વિનમ્ર બનીને ઉભા રહ્યા અને વિનયથી બે હાથ જોડીને કહ્યું, “માતાજી ! આપે અહીં આવવાનું કષ્ટ કેમ લીધું ? મને કેમ યાદ ન કર્યો ? મને યાદ કર્યો હોત તો હું જ આપની સેવામાં ઉપસ્થિત થાત.” પરમાત્માને આવો વિનય કરવાનું શું કારણ ? માતા-પિતાના જીવનમાં જે કાંઈ ઋદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિ હતી તે કોના પ્રભાવે ? છપ્પન દિકકુમારિકાઓ જે આવી તે કોના પ્રભાવે ? ઈન્દ્રોના અચળ સિંહાસનો જે કંપ્યાં તે કોના પ્રભાવે ? ચોસઠ-ચોસઠ ઈન્દ્રોએ અસંખ્ય દેવો સાથે મેરુપર્વત ઉપર નવરાવ્યા તે કોને નવરાવ્યો ? પ્રભુના માતા-પિતા વગેરેના જીવનમાં જે કાંઈ ઋદ્ધિ-સિદ્ધિ વર્તાઈ તે કોના પ્રભાવે ? આમ છતાં પ્રભુએ પોતાના નાનકડા વ્યવહારથી પણ એવું ક્યાંય જણાવા નથી દીધું કે આ બધું પોતાના પ્રભાવે છે અને સદૈવ તેઓ માતા-પિતા અને વડીલજનોના પરમ વિનયપૂર્વક જીવ્યા. આની સામે તમે સૌ તમારી આંતરિક ભૂમિકા અને જીવન વ્યવહારને આંખ સામે લાવો. આજે તો દીકરો જરા બે પૈસા કમાતો થયો તો એ પોતાના બાપાને કહી દે, તમે આટલાં વર્ષો શું કર્યું ? બધાંનાં વૈતરાં જ કર્યા ! જુઓ ! આમ કમાવાય ?" આ કાંઈ વિનય છે ? માવતર એ માવતર છે. દુનિયામાં બધી વસ્તુ ખરીદીને લાવી શકાય છે, પણ માવતર ખરીદીને લાવી શકાતાં નથી. એ તો પુણ્યથી જે મળે તે જ સ્વીકારવાનાં હોય છે. તેમની તો આરાધના જ કરવાની હોય છે. તેમનો વિનય જ કરવાનો હોય છે. તેમનું ઔચિત્ય જ કરવાનું હોય છે. ત્રણલોકના નાથ પણ જો માતા-પિતાનું આ રીતે ઔચિત્ય કરતા હોય તો આપણે તો કેવું કરવું જોઈએ ? વિચારો ! આ અંજનશલાકાના પ્રસંગમાં પ્રભુને પારણામાં ઝુલાવવાની અને અનામી એવા પ્રભુનું નામ પાડવાથી લઈને બધી જ ક્રિયાઓ થવાની છે. માતા-પિતા પરમાત્માને પારણામાં ઝૂલાવે છે, પણ પરમાત્મા તો પરમ વિરક્તિના ઝૂલે ઝૂલતા હોય છે. -- -- -- -- -- -- _ -- _ _ _ _ 26 અંજનશલાકાનાં રહસ્યો
Page #42
--------------------------------------------------------------------------
________________ પરમાત્મા તો સ્વયં અનામી છે. છતાં વ્યવહાર-ક્રમ મુજબ પરમાત્માનું નામ પડશે. એમનું જે નામ પાડશે તે પરિવાર પણ ધન્ય બની જશે. એ પરમાત્માનું જે નામ પાડશે એ નામ લઈને કેટલાય આત્માઓ કર્મક્ષય કરશે. પરમાત્માના સ્થાપના નિક્ષેપાની જેમ નામનિક્ષેપો પણ પરમ પવિત્ર છે, મંત્ર તુલ્ય છે. કહ્યું છે કે “નાગપિ દિ મંતસમં ' તે નામ લઈને પણ અગણિત આત્માઓ તરી ગયા છે અને તરી જવાના છે. ભગવંત ભાવનિક્ષેપે તો એમનું આયુષ્ય હોય ત્યાં સુધી જ વિચરે છે. સ્થાપના નિક્ષેપે પ્રતિમા હોય ત્યાં સુધી રહે છે અને નામ નિક્ષેપે તો ત્રણ-ત્રણ ચોવીશી સુધી જગતના જીવોનું કલ્યાણ કરે છે, આ નામનો પ્રભાવ છે. સંસારમાં બીજાનાં નામ પાડો તેમાં તે નામ ધરીને તે વ્યક્તિ જે જે પાપો કરે તેમાં તમારી ભાગીદારી નોંધાય અને અહીં તો ભગવાનનું નામ પાડનારને પરમાત્માના નામે જેટલા આત્માઓ ધર્મસાધના કરી આત્મશુદ્ધિ કરે, આત્મવિકાસ કરે, તેના પુણ્યનો સરવાળો મળે. જન્મથી જ મહાજ્ઞાનીને, જ્ઞાનના મહાસાગરને, જ્ઞાનના તેજસ્વી સૂર્યને અજ્ઞાની પંડિત પાસે જ્યારે ભણવા મુકવામાં આવ્યા ત્યારે પણ પરમાત્મા કશું બોલ્યા નથી. ગંભીરતાની એ મૂર્તિને માતા-પિતાએ જેમ દોરવ્યા તેમ દોરવાયા. માતા-પિતાએ જેમ ચલાવ્યા તેમ ચાલ્યા. કેવો વિનય ! માતા-પિતાને એમણે કહ્યું નથી કે, “આ ખોટો શ્રમ શું કામ લો છો ! કોની પાસે મને ભણાવો છો ? હું કેટલું ભણેલો છું જાણો છો ? આવા તો સો પંડિતોને ભણાવી શકું તેમ છું અને મને તમે ભણવા મોકલો છે ?" આવી એક વાત પ્રભુએ કરી નથી. આજે આપણને કોઈ આવી રીતે આપણા કરતાં ઓછા વિદ્વાન પાસે ભણવાનું કહે તો શું કહીએ ? “આ બધું તો મને આવડે છે, આ તો મારા માટે રમત વાત છે.” આ આપણી અગંભીરતા અને એની સામે પરમાત્માની કેવી મહાસાગર જેવી ગંભીરતા ! પરમાત્માને માતા-પિતાએ ભણવાનું કહ્યું તો ભણવા માટે તૈયાર, ભણવા માટે લઈ ગયા તો ત્યાં જવા માટે પણ તૈયાર અને ભણવા બેસાડ્યા તો ભણવા પણ બેસી ગયા. બોલ્યા નથી કે, “મારી પાસે નિર્મળ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન છે.” ભરેલા ઘડા કદિ ન છલકાય અને અધૂરા ઘડો છલકાયા વિના ન રહે. પાઠશાળાગમન અને રાજ્યાભિષેક
Page #43
--------------------------------------------------------------------------
________________ આજે અવસરે અમે કોઈને પૂછીએ કે, “ભાઈ ! ધાર્મિક અભ્યાસ કેટલો કર્યો છે ?' તો અમને કહે, “મહારાજ સાહેબ ! ભણવા જેવું લગભગ બધું ભણી ગયો છું” અને મારા પરમતારક, પરમશ્રદ્ધેય, પરમગુરુદેવને 85-95 વર્ષની ઉમરે પણ સૂત્રો ગોખતા અને નવા નવા ગ્રંથોનું અધ્યયન કરતા અમે જોયા છે. એમને ભણતા જોઈને એકવાર કોઈકે પૂછ્યું કે, “સાહેબ ! આપ તો મહાજ્ઞાની છો, ગીતાર્થ મૂર્ધન્ય છો, આપને હવે શું ભણવાનું બાકી હોય ?' તો એ મહાપુરુષ કહેતા, “ભાઈ ! હવે જ તો ભણવાની શરૂઆત કરી છે. સાગરમાંથી હજુ બિંદુ જેટલું ભણ્યા છીએ, મહાસાગર જેટલું બાકી છે.” અને બે-ચાર પુસ્તકો વાંચીને અમારા આ પુણ્યાત્માઓ કહે કે “સાહેબ ! કરવા જેવો લગભગ બધો અભ્યાસ કરી લીધો છે !' ભગવાન મહાવીર પરમાત્માના જીવનમાં જ શાળાગમનની આ ઘટના બની હતી. બીજા કોઈ પરમાત્માના જીવનમાં બની નથી, પણ અંજનવિધાનમાં સર્વસામાન્ય વિધિરૂપે આ વિધાન કરાય છે. પરમાત્મા યુવાવસ્થામાં આવ્યા, યુવાવસ્થાની જેટલી વિકૃતિઓ કહેવાય તેમાંથી એક પણ વિકૃતિ પરમાત્માને સ્પર્શતી નથી. એકપણ વિકૃતિ મનમાં વચનમાં કે કાયામાં સ્પર્શતી નથી. તેમના આત્માના પ્રદેશ પ્રદેશે અને શરીરને પ્રત્યેક રૂંવાટે સતત વિરક્તિનો મહાસાગર રેલાતો હોય છે. માતા-પિતાને એમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવો હોય તો પણ મૂંઝવણ થાય કે એમની સામે લગ્નની વાત કેવી રીતે કરવી ? એમની માતા-પિતા ઉપર ધાક ન હતી. પરમ વિનીત હતા. છતાં તેમની આંતરિક પરિસ્થિતિ જ એવી હતી કે વિરક્તિના મહાસાગર આગળ રાગની વાત મૂકવી કેવી રીતે ? વર્ધમાનકુમાર સમક્ષ મા ત્રિશલાદેવી એ લગ્નનો પ્રસ્તાવ મૂકવો હતો તો સીધો પોતે ન મૂકી શક્યા, તેથી મિત્રો દ્વારા મુકાવ્યો. એમાં માતાએ સૂર પૂરાવ્યો, “અમારી પણ ઈચ્છા એવી તો ખરી જ !" શબ્દો ઓછા હતા, પણ શબ્દોમાં ભાર હતો. એ ભાર જોઈને પરમાત્માએ નિર્મળ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પોતાનું ભોગાવલી કર્મ નિકાચિત જાણ્યું. મૌન રહ્યા. પોતાના કર્મ લગ્ન કરવાથી જ ખપે તેમ જોયાં. તેથી જ મૌન રહ્યા, નહિતર લગ્નનો નિષેધ જ કર્યો હોત. મિત્રો અને માતા-પિતાએ મૌનને સંમતિ માનીને લગ્નની તૈયારી કરી. લગ્ન લેવાણા. કર્મ ખપાવવા માટે પરમાત્માએ લગ્ન કર્યા અને કર્મ ખપ્યું ત્યાં સુધી લગ્ન જીવન જીવ્યા. 28 અંજનશલાકાનાં રહસ્યો
Page #44
--------------------------------------------------------------------------
________________ શ્રી તીર્થકર ભગવંતોની લગ્ન ક્રિયા અને લગ્ન જીવન એ બન્નેય એવાં હોય છે કે તેમને માટે કહેવાય કે આ લગ્ન છે, બંઘન નથી, પણ મુક્તિનો એકરાર છે.” જેમ ભગવાન શ્રી મહાવીરે દીક્ષા પછી જોયું કે, અહીં આર્યદેશમાં આવતા ઉપસર્ગોથી મારાં કર્મો ખપે તેમ નથી તે ખપાવવા માટે અનાર્ય દેશમાં જવું જરૂરી છે, તેથી તે કર્મોને ખપાવવા પરમાત્મા અનાર્યદેશમાં ગયા. તેમ દીક્ષા પૂર્વે પણ પરમાત્માએ જોયું કે, મારું ભોગાવલી કર્મ લગ્ન કર્યા વગર ખપે તેમ નથી માટે એ કર્મને ખપાવવા જ પરમાત્માએ લગ્ન કર્યા. અંજનશલાકા વિધિ દરમ્યાન જે પરમાત્માની લગ્ન, રાજ્યાભિષેક વગેરે ક્રિયા કરાય છે, એ પ્રભુની પ્રતિમાને દરેક પર્યાયમાંથી પસાર કરી વીતરાગતા સુધી પહોંચાડવા માટે કરાય છે. આ બધા પર્યાયો જોવાના, જાણવાના, માણવાના છે. તે જોતી-જાણતી વખતે પરમાત્માની મનની પરિસ્થિતિનું, આંતરિક પરિણતિનું, એમના ગુણવૈભવનું અને એમના વૈરાગ્યરૂપી મહાસાગરનું ચિંતન કરવાનું છે, તેનું ધ્યાન કરવાનું છે. આ અવસર્પિણીના ભરત ક્ષેત્રના ચોવીસ પરમાત્મામાંથી બાવીસ પરમાત્માનાં જ લગ્ન થયાં છે. શ્રી મલ્લિનાથ અને શ્રી નેમિનાથ પરમાત્માએ લગ્ન કર્યા નથી. તીર્થંકર પરમાત્માને આ લગ્ન સંસાર વિસર્જન માટે હોય છે. સંસાર સર્જન માટે હોતા નથી, માટે જ સંસાર ત્યાગી આચાર્યો અને સાધુ-સાધ્વીજી ભગવંતો પણ પરમાત્માની પ્રતિમાના પંચ કલ્યાણકોત્સવ ઉજવણી દરમ્યાન ઉજવાતી લગ્નની ક્રિયામાં હાજર રહે છે અને એમના પરમ વિરક્તિભર્યા પર્યાયોનું ધ્યાન ધરે છે. લગ્ન વિધિ પછી પરમાત્માના રાજ્યાભિષેકની વિધિ કરાય છે. પરમાત્માનો જ્યારે રાજ્યભિષેક થવાનો હોય, થતો હોય અને થયા પછી જ્યારે તેઓ રાજ્ય સંચાલન કરતા હોય ત્યારે દરેક સમયે તેઓમાં અદ્વિતીય નમ્રતા અને વિરક્તિ ધબકતી હોય છે. ભીમ-કાંત ગુણોથી યુક્ત પ્રભુ ન્યાયપૂર્ણ, ઔચિત્યપૂર્ણ, પરમકરુણા સભર વ્યવહાર દ્વારા સૌનો સાચો યોગ ક્ષેમ કરતા હોય છે. સત્તા તેમને સ્પર્શતી નથી અને કર્તવ્ય તેઓ ક્યારેય ચૂકતા નથી. ભગવાન શ્રી શાંતિનાથ પરમાત્મા, શ્રી અરનાથ પરમાત્મા અને શ્રી કુંથુનાથ પરમાત્મા આ ત્રણ પરમાત્મા તો પખંડના સ્વામી હતા. બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ, તેઓની આજ્ઞાને શિરસાવંદ્ય - પાઠશાળાગમન અને રાજ્યાભિષેક 29
Page #45
--------------------------------------------------------------------------
________________ કરતા. ચૌદ રત્નો, નવ નિધાનો એમના અધિકારમાં હતાં. એક લાખ અને બાણું હજારનું અંતઃપુર હતું અને છવું કરોડ ગામના તેઓ સ્વામી હતા. આવી તો કેટકેટલી પરાકાષ્ઠાની ઋદ્ધિઓ એમની પાસે હતી. છતાં નમ્રતા અને વિરક્તતાને વરેલા હતા. અહીં અંજનશલાકા વિધિ દરમ્યાન એના અનુકરણરૂપે રાજ્યાભિષેકની પણ ક્રિયા કરાય છે. ભગવાન શ્રી તીર્થકરોનો સંસાર પર્યાય પૂર્ણ થવાનો સમય આવે તેના એક વર્ષ પૂર્વે નવ લોકાંતિક દેવો આવીને પ્રભુને બોધ પામવાની, સંસાર ત્યાગ કરવાની અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની જેમ વિનંતી કરતા હોય છે, તેમ તેના અનુકરણ રૂપે અહીં અંજનશલાકા દરમ્યાન નવલોકાંતિક દેવ બનીને પ્રભુને બોધ પામવાની, સંસાર ત્યાગ કરવાની અને ધર્મતીર્થનું પ્રવર્તન કરવાની વિનંતી કરાતી હોય છે. આખા જગતને બોધ પમાડનાર પરમાત્માને તેઓ બોધ પમાડશે. પરમાત્માને બે હાથ જોડીને ભક્તિભર્યા હૈયે વિનંતી કરશે, ‘ભગવંત ! આપ જય પામો ! જય પામો ! આપનું કલ્યાણ થાઓ ! હે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ ઋષભ સમાન ! આપ બોધ પામો ! હે ત્રણલોકના નાથ ! આપ સઘળાંય જીવોનું હિત કરનારું, સુખ કરનારું, કલ્યાણ કરનારું, મોક્ષના કારણભૂત ધર્મતીર્થ પ્રવર્તાવો !' આ નવ લોકાંતિક દેવો એકાવનારી હોય છે. એ પરમાત્માને વિનંતી કરે ત્યારે પણ પરમાત્મા તો સ્વયંસંબુદ્ધ હોઈ બોધ પામેલા જ હોય છે. પ્રભુને બોધ પમાડવાનો હોતો નથી, પણ લોકાંતિક દેવોનો આ એક મંગળમય આચાર હોય છે. ભક્તિભર્યા હૈયે તેઓ આ આચારને આચારે છે અને પ્રભુ પણ પરમ કરુણા સભર હૈયે તેઓને તેમનો આચાર પાળવામાં સહયોગ આપે છે અને તેમની વિનંતીને સાંભળીને તે જ દિવસથી પ્રભુ વર્ષીદાન આપવાની પણ શરૂઆત કરે છે. વર્ષીદાનમાં પ્રભુજી રોજના એક કરોડ અને આઠ લાખ તો સોનૈયા આપે છે. એક વર્ષમાં કુલ 388 કરોડ 80 લાખ સોનૈયાનું દાન આપે છે. આટલું તો રોકડદાન-બીજા ગજ, અશ્વ, વસ્ત્ર વગેરેનું દાન અલગ. અહીં અંજનશલાકા વિધિ દરમ્યાન પણ નવલોકાંતિક દેવો બનેલા પુણ્યાત્માઓની “જય જય નંદા' “જય જય ભદ્દા' " વુંદ મયવં ! ધર્ખાતત્યં પવત્તેર !' ઈત્યાદિ વિનંતી બાદ પરમાત્માવતી પરમાત્માના માતા-પિતા આદિ સ્વજનો વર્ષીદાનનો પ્રારંભ કરે છે. -- -- -- -- -- -- -- -- -- -- -- 30 અંજનશલાકાનાં રહસ્યો
Page #46
--------------------------------------------------------------------------
________________ આ બધા દશ્યો આંખમાં જડાઈ જાય, હૃદયમાં સંસ્કારિત થઈ જાય તો એ શુભધ્યાનનું બીજ બની જાય. આ બધા પ્રસંગોના કળશરૂપ આ પછીના દિવસની ક્રિયા છે. કાલે જગતનું દારિદ્રય ફેડવા પરમાત્મા જે વર્ષીદાન આપે છે તેના પ્રતીકરૂપે પરમાત્મા વતી માતા-પિતા આદિ સ્વજનો વર્ષીદાન આપશે. ત્યાર પછી જગદ્ગુરુ પ્રભુ સર્વવિરતિ લેશે, સર્વસંગનો ત્યાગ કરશે. માતા-પિતા, કુળમહત્તરા અને ભાઈ પ્રભુને વિદાય આપશે. તે વખતે સંસારી જીવોની સંવેદના, ‘નમો સિદ્ધા' પદના ઉચ્ચારપૂર્વક સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને પરમાત્માની સર્વવિરતિ સ્વીકારની મહાપ્રતિજ્ઞા અને એ મહાપ્રતિજ્ઞા સ્વીકારની સાથે જ પરમાત્માનું ચોથે ગુણસ્થાનકેથી સીધા સાતમે ગુણસ્થાનકે પ્રયાણ, મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ અને નિરતિચાર, નિરપવાદ ચારિત્રધર્મની સાધનાનો મંગળ પ્રારંભ થશે. એ જ સંદર્ભમાં આગળ વધીને અંજનશલાકા વિધિમાં રાત્રે અધિવાસના અને - અંજનવિધાન આદિ વિધિ થશે, તે પછીની વહેલી પ્રભાતે પ્રભુની કેવળજ્ઞાનની ઉજવણી, તે નિમિત્તે સમવસરણમાં દેશના વગેરે થશે અને તે પછી નિર્વાણ કલ્યાણકની ઉજવણી નિમિત્તે 108 અભિષેક કરાશે. આ રીતે પાંચેય કલ્યાણકોની વિધિ કરવા દ્વારા પ્રભુ પ્રતિમામાં ભગવભાવનું આઈજ્યનું અને સિદ્ધત્વનું અવતરણ કરાશે. જેથી પ્રભુની પ્રતિમા પ્રભુવત્ પૂજ્ય બનશે. તે પછી પ્રભુ પ્રતિમાની મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ કરાશે. જ્યારે જિનમંદિરમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા થાય તે પહેલાં જ સૌ સાધકોએ પોતાના હૈયામાં પરમાત્માની પ્રતિષ્ઠા કરવાની હોય છે. એ માટે હૃદયની વેદિકાને શુદ્ધ-વિશુદ્ધ બનાવવાની હોય છે. એ શુદ્ધિ-વિશુદ્ધિ સાધવાની જ એક પ્રક્રિયા આ પંચકલ્યાણકોની ઉજવણી છે. આ રીતે નિર્મળ થયેલા હૃદયમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી જિનમંદિરમાં પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી પ્રભુની દ્રવ્ય-ભાવાદિ ભેદે ઉત્તમ ભક્તિ દ્વારા પ્રભુમય બની તમો સૌ પણ પ્રભુસ્વરૂપ બનો એ જ એકની એક સદાની શુભાભિલાષા. પાઠશાળાગમન અને રાજ્યાભિષેક
Page #47
--------------------------------------------------------------------------
________________ 000000 પ્રભુના લગ્ન પ્રસંગનું ગીત (રાગ - લગની લાગી રે... તારા મિલનની પ્રભુ) લગને ચાલ્યા રે, જગના વ્હાલા રે સેનાના નંદ પ્રભુ... અપલક નિરખ્યા કરું તને. આં. ભોગ કર્મ નિકાચી, એને જ્યારે તું દેખે (2) માત-પિતા ને સ્વજનો, એના દબાણને દેખે, કર્મોનાં બંધનને (2) હળવા કરું હવે.. 1 યોગની છઠ્ઠી દૃષ્ટિ, જે ભોગ કર્મને બાળે (2) એ દષ્ટિના યોગે, પ્રભુ ભોગ ભૂતાવળ જાળે, કન્યાનાં હાથને (2) ધરતા વિભુ હવે.... 2 ચૉરી માંડી ચોકે, ને સ્વજનો થોકે થોકે (2) આંગણીયાના ગોખે, સાસુજી વરને પોંખે, હરખાતા દેવતા (2) ફેરા ફરો હવે.... 3 ચાર ગતિના ફેરા, જે કમને બંધાવે (2) ફેરા ચાર ફરીને, પ્રભુ એને બાંધી આવે, અંતરના અગનિમાં (2) ભસ્મ કરેહવે.. 4 નૃપ જિતારિ જાઓ, ને મા સેનાનો નંદ (2). ભાઈ-બેનનો વીરો, પટરાણી ઉપ-આનંદ, અંજનમાં નિરંજન છે ગુણ-કીર્તિ યશ સવે.. 5 32 અંજનશલાકાનાં રહસ્યો
Page #48
--------------------------------------------------------------------------
________________ પ્રભુનો લગ્નોત્સવ यदा मरुन्नरेन्द्र श्रीस्त्वया नाथोपभुज्यते / यत्र यत्र रतिर्नाम, विरक्तत्वं तदा हि ते / / અર્થ : “હે નાથ ! જ્યારે જ્યારે આપ દ્વારા દેવતાઈ અગર માનવીય ઈન્દ્રતની લક્ષ્મી ભોગવાય છે, જ્યાં જ્યાં રાગ થવાનો હોય ત્યાં ત્યાં આપનું વિરાગીપણું જ હોય છે.' મૈથુન પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા, વિવાહ કંકણ ઘારતા; જે બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અહિંત, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી અરિહંત પરમાત્માના જીવનની પ્રત્યેક ઘટનાઓને જો એના વાસ્તવિક મર્મ સુધી પહોંચીને સમજવાનો પ્રયત્ન કરાય તો દરેકને પોતાના જીવન માટે અત્યંત ઉજળા આદર્શોની પ્રાપ્તિ થઈ શકે. આજે બપોરે જ્યારે પરમાત્માના લગ્નની ઉજવણી કરવાની છે, તે વખતે લગ્નના વિષયમાં પરમાત્માની મનોદશા કેવી હોય છે, તે સમજવું પણ અત્યંત જરૂરી છે. - ભગવાન શ્રી નેમિનાથ જન્મથી જ પરમ વૈરાગી છતાં કૃષ્ણ મહારાજા અને માતાપિતાના અત્યંત દબાણથી લગ્ન માટે જવાનો પ્રસંગ આવ્યો અને એ વખતે ભોજન માટે વાડામાં પૂરાયેલા અગણિત પશુઓની દશા જોઈ લગ્નથી પાછા ફર્યા અને તે વખતે જ્યારે કૃષ્ણ મહારાજાએ લગ્નનું અત્યંત દબાણ કર્યું, ત્યારે ભગવાન શ્રી નેમિનાથે કૃષ્ણ મહારાજાને કહ્યું કે, “આ સંસારમાં રઝળી રઝળીને હું ઘરડો થઈ વિ.સં. 2014, વૈ.સુ. 5, ગુરુવાર, તા. 30-4-98 પ્રભુનો લગ્નોત્સવ -
Page #49
--------------------------------------------------------------------------
________________ ગયો છું. આ કર્મનો ભાર મારાથી હવે ઉપાડાતો નથી.' ભગવાન, એ ભવની યુવાન દશાનો વિચાર ન કરતાં, અનંતકાળના સંસાર-પરિભ્રમણને આંખ સામે રાખી આ વાત કરી રહ્યા હતા. આવા આત્માનું મન સંસાર માટે ક્યારે પણ ઉત્સાહિત બનતું નથી. કૃષ્ણ મહારાજાનું કાંઈ ચાલ્યું નહિ ત્યાં ખુદ પરમાત્માનાં માતા-પિતાએ આગળ આવી કહ્યું, “વત્સ ! જરા અમારી સામું તો જો. અમારા ય કોક કોડ હોય છે ને ? વળી આજ સુધી થયેલા ઘણા તીર્થકરોએ લગ્ન કરી ભોગ ભોગવી પછી દીક્ષા લીધી છે ને મોક્ષ મેળવ્યો છે. તું વળી કોઈ નવો મોક્ષ મેળવવાનો છે ?' તે વખતે વિનયપૂર્વક પરમાત્મા શ્રી નેમિનાથે માતા-પિતાને ઉદ્દેશીને કહ્યું કે, “સઘળા ય તીર્થકરોનાં ચરિત્રો હું જાણું છું. જે તીર્થકરોનાં ભોગાવલી કર્મ નિકાચિત હતાં તેમણે જ તે કર્મને ખપાવવા લગ્ન કર્યા છે. એમનાં કર્મ જ એવાં હતાં કે લગ્ન કર્યા વિના - ભોગ ભોગવ્યા વિના ન તૂટે. જે તીર્થકરોનાં ભોગાવલી કર્મ નિકાચિત ન હતાં, તેમણે લગ્ન કર્યા જ નથી. કારણ કે એમનાં કર્મ જ એવાં કે લગ્ન કર્યા વિના - ભોગ ભોગવ્યા વિના જ તૂટી જાય.” આ પરમાત્માની ભવ્ય મનોદશા હોય છે. ભગવાન શ્રી આદિનાથનો વિચાર કરીએ તો, યુગલિકોનો એ કાળ હતો, તે કાળે લગ્ન વ્યવસ્થા હતી નહિ. અવસર્પિણીના પ્રથમ તીર્થકરના લગ્નની વિધિ કરવાનો કલ્પ સૌધર્મેન્દ્રનો હોય છે. ઈન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુની કર્મદશા જોઈ. ભોગાવલી નિકાચિત જાણી લગ્નની વિધિનો કલ્પ આચરવા નીચે આવ્યા અને પરમાત્મા શ્રી આદિનાથની એ માટે રજા માગી. “ભગવન્! ઈન્દ્ર તરીકે આપના લગ્નની વ્યવસ્થા કરવાનો મારો કલ્પ-આચાર છે. આપ અનુમતિ આપો તો વ્યવસ્થા કરું ?' સમકિતી એવા ઈન્દ્રને જે આ આચારનું પાલન કરવાનું હોય છે એમાં એમને કર્મબંધ નથી થતો. કારણ કે તીર્થકરો લગ્ન કરે છે, તે કર્મને બાંધવા માટે નહિ પણ કર્મને મારવા માટે જ. એ કર્મક્ષયની પ્રવૃત્તિમાં ભક્તિભાવપૂર્વક ઈન્દ્રો પોતાનું કર્તવ્ય આચરતા હોય છે, તેમ આજે જે પણ અંજનશલાકાની વિધિના એક ભાગરૂપ પરમાત્માના લગ્ન મહોત્સવની આ ક્રિયામાં જોડાશે, તેને વિપુલ કર્મનિર્જરા થશે; જો ભગવભાવની સાથે જોડાણ થાય તો. નહિતર કુતૂહલ કે સંસારના જ રંગરાગાદિ પોસવાનો ભાવ હોય તો આ તારક ક્રિયામાં જોડાઈને પણ કર્મબંધ જ થાય. ઈન્દ્ર, લગ્નની વિધિ કરવા માટે આદિનાથ પ્રભુ પાસે રજા-આજ્ઞા માગે છે. એ જ રીતે પ્રભુનો જન્મ થયા બાદ મેરુ ગિરિરાજ ઉપર સ્નાત્રાભિષેક કરવા લઈ જવાના હોય ત્યારે પણ પ્રભુ સાવ બાળ કાયાના હોવા છતાં ઈન્દ્ર એ માટે પણ 34 અંજનશલાકાનાં રહસ્યો
Page #50
--------------------------------------------------------------------------
________________ આજ્ઞા માગે. પ્રભુની અને પ્રભુના માતાની પણ આજ્ઞા માગી પછી લઈ જાય. એ જ રીતે સ્નાત્ર પૂજા કે પ્રક્ષાલ કરવા માટે પ્રભુને લઈ જતાં તમારે આજ્ઞા માગવી જરૂરી છે. માગો છો રજા? આપણે ઉપયોગ રાખી પ્રભુના જીવનની ઘટનાઓ વિચારીએ તો એમાંથી આપણને ઘણું ઘણું જાણવા મળે તેમ છે. એક કલ્પસૂત્ર પણ જો તમે વિધિપૂર્વકઉપયોગપૂર્વક સાંભળો તો આજના વ્યવહારના તમારા બધા પ્રશ્નોના ઉકેલ તેમાંથી મળી આવે અને તમારો સમગ્ર વ્યવહાર વિવેકપૂર્વકનો અને શ્રાવકપણાને છાજે તેવો બની જાય. ઈન્દ્ર રજા લઈ પ્રભુને મેરગિરિ ઉપર લઈ જાય છે ત્યારે પણ શું બોલે ? " પ્રભુ ! આપ તો વગર અભિષેકે જન્મથી જ પવિત્ર જ છો. આપના માટે દ્રવ્યસ્નાનની વિધિની કોઈ આવશ્યકતા નથી. છતાં અમારા આત્મા ઉપર લાગેલી કર્મની મેલાશને દૂર કરવા માટે જ અમે આપનો અભિષેક કરવા માગીએ છીએ.' આ થઈ રજાની વાત. - હવે આવો મૂળ વાત ઉપર. ઈન્દ્ર જ્યારે ભગવાન શ્રી આદિનાથને એમ કહ્યું કે, “આપના લગ્નનો મારો શાશ્વત આચાર છે, ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રાતર્ગત પહેલા પર્વમાં પરમાત્માના મુખકમલના ભાવોની પરિસ્થિતિનું અદ્ભુત વર્ણન કર્યું છે. તેઓ શ્રી જણાવે છે કે “સૂર્યવિકાશી કમળ જેમ સૂર્યનો અસ્ત થતાં મુરઝાઈ જાય-મ્યાન થઈ જાય, તેમ ભગવાન આદિનાથનું મુખ ઈન્દ્ર દ્વારા કરાયેલ લગ્નની વાત સાંભળીને મુરઝાઈ ગયું.' વિચાર કરો મહાનુભાવ કઈ મનોદશામાં તીર્થંકર પરમાત્મા વિહરતા હશે? પરમાત્મા શ્રીપાર્શ્વકુમારના જીવનનો વિચાર કરીએ તો લગ્નનો પ્રસંગ આવ્યો. પ્રસેનજિત રાજાની કન્યા કુમારિકા પ્રભાવતીએ કિન્નરીઓના મોઢે પ્રભુ પાર્શ્વના ગુણગાન સાંભળ્યાં. ત્યાં જ તે પ્રભુ પાર્શ્વકુમારના ગુણોમાં આસક્ત થઈ ગયાં અને લગ્ન કરું તો પાર્શ્વકુમાર સાથે જ એવો મનોમન નિર્ણય પણ કરી બેઠાં. આ વાતની ખબર યવન રાજવીને પડી. એને થયું મારા જેવો રાજવી બેઠો હોય અને આ પ્રભાવતી પાર્શ્વકુમારને પરણવાની વાત કરે એ હું કેમ ચલાવી લઉં ? તેણે મોટી સેના સાથે કુશસ્થળને ઘેરી લીધું. રાજા પ્રસેનજિતે મહારાજા અશ્વસેન ઉપર દૂત મોકલ્યો, સહાય માગી. અશ્વસેન મહારાજાએ દૂતની વાત સાંભળી યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપ્યો. પોતે યુદ્ધ જવાની તૈયારી કરવા લાગ્યા. આ વાતની જાણ પાáકુમારને થઈ. પિતા પાસે આવી વિનયથી કહ્યું, “પિતાજી. સેવક બેઠો હોય અને સ્વામીને યુદ્ધ જવું પડે તે યોગ્ય નથી. આપ અનુમતિ આપો પ્રભુનો લગ્નોત્સવ 35
Page #51
--------------------------------------------------------------------------
________________ તો આ કામ તો હું જ કરી આવું.' અશ્વસેન મહારાજાએ કહ્યું, “વત્સ ! તું પૂરેપૂરો સક્ષમ છે, એની મને ખાતરી છે, પણ તને મોકલવામાં મન માનતું નથી.' છેવટે પ્રભુનો આગ્રહ જોઈ મહારાજાએ અનુમતિ આપી. પ્રભુની યુદ્ધમાં જવાની ઇચ્છા જાણી ઈન્દ્ર પોતાના માતલી નામના સારથીને રથ સાથે પ્રભુ માટે મોકલ્યો. વિશાળ સેના સાથે પ્રભુ કુશસ્થળ નજીક આવી પહોંચ્યા. યવન રાજાની પાસે દૂત મોકલાયો. રાજાએ દૂતનું અપમાન કર્યું. પણ મંત્રી ડાહ્યો હતો, વચ્ચે પડ્યો. એ પાર્શ્વકુમારને અને એમના પ્રભાવને પણ જાણતો હતો. લડવામાં કાંઈ સારપ નથી, પોતાના રાજવીને સમજાવે છે. એણે સલાહ આપી કે, ‘બળીયા સાથે બાથ ભીડવામાં કાંઈ મજા નથી. હતા નહિ હતા થઈ જશું તેથી હવે મોઢામાં તરણું લઈને એમનું જ શરણું સ્વીકારો.” મંત્રીની સલાહથી રાજા મોઢામાં તરણું લઈને પાર્શ્વકુમારના શરણે આવ્યો. ત્યાં પ્રભુના સાગર જેટલા વિશાળ સૈન્યને અને પ્રભાવને જોઈને, એ આભો જ બની ગયો. એને થયું કે, મંત્રીએ મને સાચી સલાહ આપી અને મને પણ સદ્બુદ્ધિ સૂઝી કે યુદ્ધ ટાળ્યું અને હું બચી ગયો.” પ્રભુએ પણ તેને શીખામણ આપી પાછો મોકલ્યો. કુશસ્થળની આફત ઉત્સવ બની ગઈ. રાજા પ્રસેનજિત આનંદમાં આવી ગયા. પાર્શ્વકુમારને કહ્યું કે - “કુમાર ! આપે મારું એક સંકટ તો ટાળ્યું. હવે આ પ્રભાવતીનો સ્વીકાર કરી એની અને મારી મનની ઇચ્છા પૂરી કરો.” ત્યાં પાર્શ્વકુમારે કહ્યું કે, “હું પિતાની માત્ર યુદ્ધ માટેની જ અનુમતિ લઈને આવ્યો છું. મારાથી એમની આજ્ઞા વિના બીજું એક પણ કાર્ય ન કરાય.' સમજાય છે કાંઈ ? પિતાની આજ્ઞા વિના એક પણ ડગલું ન ભરાય ? પ્રભુ પણ આજ્ઞા મુજબ જીવતા? રાજાને થયું હવે શું કરવું. મોઢે આવેલો કોળીયો મોઢામાં ન ગયા જેવું થઈ ગયું. પ્રભાવતી તો કોડભરી કન્યા હતી. સર્વને સુખ આપનાર પાર્શ્વકુમાર આજે મને તરછોડીને જઈ રહ્યા છે, એનો પારાવાર આઘાત એના હૈયે લાગ્યો છે. જેને જોયા વિના માત્ર ગુણગાન સાંભળીને જ જેની સાથે મનનો નાતો બંધાયો હતો, સમગ્ર રાજ્યને અને પોતાના જીવનને પણ યવન રાજાના હુમલામાંથી જેમણે પોતાના અસ્તિત્વ માત્રથી જ ઊગાર્યું હતું, તે પાર્શ્વકુમાર પોતાનો સ્વીકાર કર્યા વિના જ પાછા જાય તો જીવવાનો કોઈ મતલબ ? કેવી હૈયાની પરિસ્થિતિ હશે ? પિતાએ પ્રભાવતીને આશ્વાસન આપ્યું. પ્રભુ સાથે જ પોતે એને સાથે લઈ કાશી ગયા. મહારાજા અશ્વસેનને ભેટી પડ્યા. “મહારાજા ! આપે મોટી આફતમાંથી ઉગારી મહાઉપકાર કર્યો, હવે બીજો પણ એક ઉપકાર કરવાનો બાકી છે, કરવો જ પડશે. મારી પુત્રી પ્રભાવતી મનોમન પાર્શ્વકુમારને વરેલી છે. આપ - - - - - - - - - - - - - - - - - - - - - - - - 36 અંજનશલાકાનાં રહસ્યો
Page #52
--------------------------------------------------------------------------
________________ એનો પાર્શ્વકુમાર પાસે સ્વીકાર કરાવો.” અશ્વસેન મહારાજાએ પણ કહ્યું કે, “..અમને પણ એ જ મનોરથ છે. પણ પાર્શ્વકુમાર જન્મથી જ વિરક્ત છે. એની આગળ લગ્નની વાત કરવી શી રીતે ? છેવટે હિંમત કરી લગ્નનો પ્રસ્તાવ મૂકાયો અને જવાબમાં પાર્શ્વકુમારે કહ્યું કે... “પિતાજી ! મારા સંસારનો લગભગ અંત આવી ચૂક્યો છે. લગ્ન એ સંસારમાં ડુબાડનાર છે. સાવ કાંઠે આવેલા મને ડૂબાડવાની વાત આપ કેમ કરો છો ?' કેવી જાગૃતિ ? કેવો વિવેક ? ત્યારે માતા-પિતા કહે છે “બેટા ! અમારા ય મનોરથ તો હોય ને ? લગ્ન બંધન છે વાત સાચી, પણ તારા જેવા વિરક્ત માટે નહિ. તું તો જ્ઞાની, વિવેકી છે. લગ્ન તને રઝળાવી ન શકે.' આ વાત કરી ત્યારે માતા-પિતાના લગ્ન માટેનો આટલો આગ્રહ જોઈ પ્રભુએ જ્ઞાન દ્વારા ભોગકર્મ નિકાચિત જાણ્યું અને મૌન રહ્યા. એ મૌનને જ સંમતિ માની એમનાં પ્રભાવતી સાથે લગ્ન લેવાયા. - ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવનનો વિચાર કરીએ તો જ્યારે સમરવીર રાજાનો પરિવાર ભગવાનશ્રી મહાવીર પરમાત્મા સાથે પોતાની પુત્રી યશોદાનાં લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો ત્યારે સિદ્ધાર્થ મહારાજા કહે છે કે, મહાનુભાવ ! અમારી અને ત્રિશલાદેવીની પણ એ જ કામના છે કે વર્ધમાનકુમાર પરણે. પણ એ જન્મથી જ એવો વિરક્ત છે કે એની આગળ લગ્નની વાત કઈ રીતે મૂકવી એ જ અમારી મોટામાં મોટી મુંઝવણ છે. છેવટે સીધી રીતે કહી શકાય તેવું હતું નહિ માટે એક આયોજન ગોઠવાયું. વર્ધમાનકુમારના મિત્રોને બોલાવી આયોજન સમજાવવામાં આવ્યું. એમને કહેવામાં આવ્યું કે, “તમે વર્ધમાનકુમાર પાસે જઈ વાતવાતમાં ધીમે રહીને લગ્ન માટે સમજાવો.' મા-બાપ જેવા મા-બાપ પુત્ર આગળ આ અંગે સીધી વાત કરી શકતાં નથી. શા માટે ? ધાર્યું કરવા દેતા નથી માટે ? ના, પરમાત્મા- જન્મજાત પ્રબળ વિરાગી છે માટે જ ! મિત્રો ગયા. વાત માંડી. એમાં ધીમે રહીને લગ્નની વાતનો પ્રસ્તાવ મૂક્યો, એ વાત સાંભળીને પરમાત્મા શ્રી મહાવીરદેવ બોલ્યા કે, “આટલા વર્ષો સુધી મારા પરિચયમાં રહીને પણ મારી વૈરાગ્ય ભાવનાને પણ સમજી શક્યા નહિ કે જેથી આ વાત લઈને મારી પાસે આવ્યા છો ?' મિત્રો બોલ્યા કે, “આપ સંસારથી વૈરાગ્ય પામેલા છો એ અમે માનીએ છીએ, પરંતુ સાથે માતા-પિતાની આજ્ઞા અલંધ્ય હોય છે. એ પણ અમે જાણીએ છીએ. કુમાર ! અમારી સ્નેહભરી પ્રાર્થનાનો આપ ક્યારે પણ ભંગ કરતા નથી, તો આજે એકીસાથે અમારા સઘળાની અવગણના કેમ કરો છો ?' ત્યારે ભગવાન બોલ્યા, “મૂર્ખાઓ ! આવો આગ્રહ કેમ કરો છો ? સ્ત્રી વગેરેનો પરિગ્રહ તો સંસાર ભ્રમણનું કારણ છે. મારા માતા-પિતાને મારા પ્રભુનો લગ્નોત્સવ * 37
Page #53
--------------------------------------------------------------------------
________________ વિયોગનું દુઃખ ન થાય એટલા જ માટે દીક્ષા લેવા માટે ઉત્સુક એવો પણ હું હમણાં દીક્ષા લેતો નથી.” પરમાત્માએ કહેલી આ વાત સાંભળીને હવે એક અક્ષર બોલવા જેવી પણ સ્થિતિ મિત્રોની ન રહી. મિત્રો મૌન થઈ ગયા. એટલામાં જ માતા ત્રિશલાદેવી પોતે ત્યાં આવી પહોંચ્યા. માતાજીને આવતાં જોતાં જ પરમાત્મા રત્નસિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા અને માતાને ઊંચા રત્નસિંહાસન ઉપર બેસાડીને પ્રભુ પોતે હાથ જોડી નમ્ર વદને ઊભા રહે છે. જે ભાવમાં તીર્થકરત્વ મળવાનું હોય તે જ ભવમાં માતા પ્રત્યેનું ઉચિત આચરણ કેવું ? હિતોપદેશમાળા નામના ગ્રંથરત્નમાં આચાર્યદેવ શ્રી પ્રભાનંદસૂરીશ્વરજી મહારાજે સુંદર રીતે આ વાત રજૂ કરી છે. તેઓ જણાવે છે કે : मुंचंति न मज्जायं, जलनिहिणो नाचलावि हु चलंति / न कयावि उत्तमनरा, उचियाचरणं विलंघंति / / 317 / / तेणं च्चिय जगगुरुणो, तित्थयरा वि हु गिहत्थभावंमि / अम्मापिऊणमुचियं, अब्भुट्ठाणाइ कुव्वंति / / 318 / / અર્થ : જેમ સમુદ્રો મર્યાદા મૂકતા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ક્યારે પણ ઉચિત આચરણનું ઉલ્લંઘન કરતા નથી. માટે જ જગગુરુ શ્રી તીર્થકર ભગવંતો પણ ગૃહસ્થપણામાં અભ્યત્થાન (ઊભા થવું) વગેરે વડે માતા-પિતાનું ઉચિત આચરણ કરે છે.' વર્ધમાનકુમાર માતાજીને કહે છે, “માતાજી ! આપ સુખે પધાર્યા ? આપે કેમ અત્રે આવવાનું કષ્ટ લીધું. મને સંદેશો કહેવડાવ્યો હોત તો હું જ ત્યાં આવી જાત !' આજે માને શું બોલે ? બહારથી આવ્યા હો ને મા જો ઠંડા પાણીનો ગ્લાસ તમને લાવી ન આપે તો રાડ પાડી દો ને ? અહીં જુદું દશ્ય છે. માતાજી કહે છે, “વત્સ ! તારી પાસે આવવાને કોઈ કારણ જોઈતું નથી. તને જોતાં સુખ ઉપજે માટે મન થયું અને આવી ગઈ.” આમ બોલી ભૂમિકા કરે છે અને અનુસંધાનનો તાંતણો જોડતા મિત્રોને પૂછે છે, “હમણાં શું વાત ચાલતી હતી ? મિત્રો કહે છે, “માતાજી અમે વર્ધમાનકુમારને લગ્નની વાત કરી રહ્યા હતા. પણ એ માનતા નથી.” ત્યાં માતાજીએ કહ્યું, “અમે જાણીએ છીએ કે સંસાર ઉપર વિરાગી હોવા છતાં માત્ર અમારી ભક્તિ ખાતર જ તું સંસારમાં રહ્યો છે, છતાં કુમાર ! અમારી પણ એ ભાવના ખરી જ !" આ શબ્દોમાં એમના હૈયાનો ભાર હતો. સો વાર બોલો અને એમાં આગ્રહ ન હોય તેમ બને. એની સામે એકવાર પણ - - - - - - - - - 38 અંજનશલાકાનાં રહસ્યો - - - - - -
Page #54
--------------------------------------------------------------------------
________________ બોલાય પણ આગ્રહ એવો હોય કે સામાને વિચાર કરવો પડે. કારણ એમાં એવો ભાર હોય છે. ત્રિશલા માતાજી એક જ વાક્ય બોલ્યાં, પણ એમાં એમનો ભાર એવો કે પરમાત્માને પણ થયું કે, “માતાજી આટલો આગ્રહ કેમ કરે છે ?' साग्रहेयं इतो माता, भवभ्रमणभीरितः / અર્થ : “એક બાજુ માતા આટલો આગ્રહ કરે છે અને બીજી બાજુ ભવભ્રમણનો ભય છે.' લગ્ન એ ભવભ્રમણનું કારણ છે. એમ પરમાત્મા પોતે માનતા હતા. એક બાજુ વાઘ છે અને એક બાજુ નદી છે. એવી પરિસ્થિતિ ભગવાન પોતાને માટે માને છે. છેવટે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. એટલા માટે કે ભોગાવલી કર્મ નો નિકાચિત હોય અર્થાત્ ભોગ ભોગવ્યા વિના છૂટે તેવું ન હોય તો મૌન રહેવું અને અનિકાચિત હોય અર્થાત્ ભોગ ભોગવ્યા વિના જ છૂટી જાય તેવું હોય તો ના પાડવી. એમાં જોયું કે ભોગાવલી નિકાચિત છે. ભોગવ્યે જ છૂટકો છે. જાણી પ્રભુ મૌન રહ્યા અને પ્રભુના મૌનને સંમતિ માની માતાપિતાએ યશોદા જોડે લગ્નવિધિ કરાવી. આ તો વાત થઈ પરમાત્મા જેવા યોગની છઠ્ઠી દૃષ્ટિના સ્વામીની. નિર્મળ કોટિનું સમ્યગ્દર્શન ધરનારા પુણ્યશાળીઓની પણ આ જ દશા હોય. જંબુસ્વામીજી . 99 કરોડ નગદ સોનૈયાના માલિક બાપના એકના એક દીકરા. ઘણા ઘણા કોડથી ઉછરેલા. મોટી ઉમર પછી ઘણી માનતાઓ પછી મળેલા. આઠઆઠ કન્યાઓ જોડે લગ્ન લેવાયાં. 99 કરોડ સોનૈયાના માલિકને દીકરી પરણાવનારા પક્ષ પણ મજબૂત જ હોય ને ? મહેમાનો ય કેવા આવ્યા હશે ? એ લગ્નનો વરઘોડો કેવો નીકળ્યો હશે ? લોકો બે મોઢે એ વરઘોડાનાં વખાણ કરે છે. તે વખતે જેનાં લગ્ન છે, તે જંબૂકુમાર વિચારે છે કે ‘લગ્ન તો કર્મયોગે મારે કરવાં પડે છે અને અનુમોદના કરી પાપ આ બીચારા લોકો બાંધી રહ્યા છે.” તમારે ત્યાં દીકરા-દીકરીનાં લગ્ન લેવાય, ચાર માણસ ઘણી પ્રશંસા કરે તો આનંદ કે કોઈ પ્રશંસા ન કરે તો આનંદ? સમકિતીનું હૈયું જ કાંઈ જુદું હોય. જંબૂકુમાર વિચાર કરે છે કે, “આવતી કાલે દીક્ષાનો વરઘોડો એવો કાઠું કે આજની અનુમોદનાનું આ બધું પાપ ધોવાઈ જાય.' પાર્થ માવા માવાસુ | અર્થ : પ્રાયઃ ભાવથી ભાવની પ્રસૂતિ થાય.” ભાવથી ભાવની પ્રસૂતિ થાય એમ યોગગ્રંથોમાં કહ્યું છે. તેની પ્રતીતિરૂપે - - - - - - - - - - - - - - - - - - - - - - - - પ્રભુનો લગ્નોત્સવ 39
Page #55
--------------------------------------------------------------------------
________________ વૈરાગ્ય એક જંબૂકુમારને થયો હતો, પણ એમની ભાવનાના પડઘા પર૭ માં પડ્યા. આઠ કન્યાઓ સાથે પોતે મળી નવ, નવનાં મા-બાપ અને રાત્રે ચોરી કરવા આવેલા 500 ચોરો એમ પ૨૭ નો એક સાથે વરઘોડો નીકળ્યો. લગ્નના વરઘોડા પછી તો સંસાર ચલાવવા માટે ઘણું બધું રાખવાનું ય હતું. દીક્ષામાં તો પાછળ કશું રાખવાનું હતું નહિ. પછી વરઘોડો કેવો નીકળે ? સંસારમાં રહેલા સમકિતીની પણ આ મનોદશા હોય તો તીર્થંકરના આત્માની દશા એ સમયે કેવી હશે ? આજે અહીં લગ્નની વિધિ થશે તે વખતે પણ આ પરમાત્માનો ચહેરો-મુખાકૃતિ નીહાળશો તો કોઈ ફેરફાર દેખાશે ? પ્રતિમાના આલંબનનું આ જ તો મહત્ત્વ છે. વીતરાગતાનું પ્રતિબિંબ વીતરાગના પ્રતિબિંબમાં નજરે ચડે. સદેહે પણ પરમાત્માની સતત વિરક્તિવાળી અવસ્થા હોય છે. સામાન્ય વૈરાગ્યને દીપકની ઉપમા આપી છે. એને ટકાવવા ફાનસની વાડ જોઈએ તેમ એ વૈરાગ્યને ટકાવવા વ્રત, મહાવ્રત, સમિતિ-ગુપ્તિ-ભાવનાઓનું રક્ષણ જોઈએ. પણ અપર કોટિનો વૈરાગ્ય વડવાનલ જેવો હોય છે. એને ટકાવવા કશાની જરૂર નહિ. તીર્થકરોનો વૈરાગ્ય અપર કોટિનો હોય છે. એમના વૈરાગ્યને ખંડિત કરવા જગતની કોઈપણ ચીજ સમર્થ ન બની શકે. માટે જ એ પરમાત્માના સંસારની પણ ક્રિયાઓની ઉજવણી કરવાની અને એમાં અમારે, સંસારત્યાગની ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞા કરનારે પણ હાજરી આપવાની. આ હાજરી અમારેતમારે એટલા જ માટે આપવાની કે ફરીથી આ ભવચક્રમાં આ લગ્નનું કલંક લગાડવું ન પડે. નબળા પગ હોય, શરીરમાં જોમ ન હોય તેને ચાલવા માટે વોકર (Walker)ની જરૂર પડે. સક્ષમને વોકરની જરૂર ક્યારે પણ હોતી જ નથી. અવિરતિના તીવ્ર ઉદયવાળા સમકિતીને લગ્ન એ વોકર લાગે. વોકર વિના જીવી ન શકે ત્યારે જ, પડીને પગ ભાંગી ન જાય, વધારે નુકસાન થઈ ન જાય માટે જ એ વોકર વસાવે. પણ વોકર વસાવવું પડે ત્યારે પણ એના મનમાં તો એમ જ હોય કે વોકર વગર ક્યારે જીવી શકું. તેમ અવિરતિના ઉદયકાળમાં સમકિતીને લગ્ન કરવાં પડે તો પણ બંધનથી ક્યારે છૂટું એવો જ એનો ભાવ હોય. પરમાત્માના લગ્ન વિધિના પ્રસંગમાં પણ તમને જે આનંદ, ઉલ્લાસ, ઉમંગ આવે તે રાગના ઘરનો નહીં પણ ભક્તિના ઘરનો હોવો જોઈએ. મોહના ઘરમાં જઈને મોહને મારનારા પરમાત્મા પ્રત્યેના અહોભાવમાંથી પ્રગટેલો એ આનંદ જોઈએ. પરમાત્માના આ લગ્ન પ્રસંગને જોઈને ભોગના નિમિત્તોનો ઉપયોગ કરીને પણ યોગ સાધનાર પરમાત્મા પ્રત્યે અનન્ય કોટિનો ભક્તિભાવ પેદા થવો 40 અંજનશલાકાનાં રહસ્યો
Page #56
--------------------------------------------------------------------------
________________ જોઈએ. એ દ્વારા પોતાના જીવનમાં પણ યોગસામ્રાજ્ય પામવાનો મનોરથ જોઈએ. તો આ પ્રસંગ ફળે, એમાં ક્યાંય કુતૂહલવૃત્તિ કે સંસારના રંગરાગને પોષવાની વૃત્તિ ન જોઈએ. જો આટલું થાય તો આ પ્રસંગ તમારા માટે પણ સાર્થક બને, એમાં હાજરી આપી એ અમારા માટે પણ સાર્થક બને. આ દરેક ક્રિયાઓ માંત્રિક વિધાનપૂર્વક કરાય છે. પ્રભુના લગ્નનો ઉત્સવ એ કુતૂહલ પોસવા માટે નથી. ચ્યવન કલ્યાણક વિધિમાં અનેક મંત્રો, અંગન્યાસો કરીને બિંબને સજીવન કરાતું હોય છે. ત્યાર બાદ જન્મ કલ્યાણક વગેરે દરેક પ્રસંગોમાં અનેક માંત્રિક વિધાન પૂર્વક ક્રિયાઓ કરાતી હોય છે. ઘણાને પ્રશ્ન થતો હશે કે આને અને શાસ્ત્રને સંબંધ શો ? પણ એમને ખબર નથી કે શાસ્ત્રોમાં - વિધિના ગ્રંથોમાં આ દરેક વિધિના જુદા જુદા મંત્રો આપેલા છે. તેના સંસ્કાર કરીને આ ક્રિયા કરાતી હોય છે. પરમાત્માના જીવનમાં બનેલી અનેક ઘટનાઓ પૈકી જ એક મહત્ત્વપૂર્ણ ઘટના પરમાત્માના લગ્નની છે, જેની ઉજવણી આજે અત્રે કરાઈ છે. સંસાર ત્યાગી સાધુ ભગવંતો કોઈના ય લગ્નમાં જાય નહિ. જેમ લગ્નમાં જાય નહિ તેમ એના આશિષ પણ એ આપે નહિ. પણ અંજનશલાકા દરમ્યાન તીર્થકરના લગ્નની કરાતી આ વિધિ ધર્માચાર્યના સાંનિધ્યમાં જ થાય છે. કારણ એ લગ્ન ભોગ માટે ન હતું, પણ ભોગ કર્મના ક્ષય માટે જ હતું. સંસારીઓ સુખને મજેથી ભોગવે છે અને દુઃખને ન છૂટકે વેઠે છે, જ્યારે પરમાત્મા દુઃખને મજેથી ભોગવે છે અને સુખને ન છૂટકે વેઠે છે. સંસારીઓ સુખને આમંત્રણ આપે છે અને દુઃખને જાકારો આપે છે, જ્યારે પરમાત્મા દુઃખને આમંત્રણ આપે છે અને સુખને જાકારો આપે છે. આજના પ્રસંગની ઉજવણીમાં એક ગીત પણ ગવાશે. આ લોજ છે બંઘન નથી, પણ મુક્તિનો એકરાર છે.” આ ગીતના જે ભાવો છે - શબ્દો છે તે માત્ર વીતરાગ પરમાત્મા માટે જ બોલી શકાય તેમ છે. મારા પરમતારક ગુરુદેવશ્રીનું “પ્રભુને લગ્ન કેમ કરવાં પડ્યાં ?" એ વિષયનું વ્યાખ્યાન સાંભળી જે ભાવો સ્ફર્યા એના આધારે સંગીતકાર ગજાનન ઠાકુરે આ ગીત બનાવ્યું હતું, અદ્ભુત એના ભાવો છે. સંસાર રસિકોનાં લગ્ન તો બંધન જ છે અને એમાં સંસાર ભ્રમણનું જ મૂળ પડેલું છે. સંસારીના લગ્નનાં પરિણામ અત્યંત દારૂણ હોય છે. સંસારીના લગ્નની દારૂણતા બતાવી છે પૂજ્ય આચાર્ય શ્રી ગુણચંદ્રસૂરિજીએ મહાવીર ચરિયું નામના અદ્ભુત ગ્રંથમાં ! એમાં લગ્નની એક પ્રભુનો લગ્નોત્સવ 41
Page #57
--------------------------------------------------------------------------
________________ એક ક્રિયાની પાછળ સંસારના ભ્રમણની વાતો વિગતવાર સમજાવી છે. હવે આ ફેરા ફર્યા, એ ફેરા એટલે ચાર ગતિમાં ભ્રમણનું સૂચક છે. લગ્નમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે એ સૂચવે છે કે, હવે તમારા સંસારમાં આગ પ્રગટી. સાચવ્યું નહિ તો ક્યારે ભરખી ખાશે તે કહેવાય નહિ.” આ બધી વાતો સંસારીના લગ્ન માટે કહી છે. બાકી તીર્થકરોના લગ્ન માટે તો કહેવું પડે કે કોળીએ-કોળીએ કાયે રે સંસાર.” લગ્નમાં જમાતા કંસારના કોળીએ કોળીએ સંસાર કાપે તે તીર્થંકર. માટે જ સંસાર ત્યાગી આચાર્યાદિ સાધુઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિતિ. આ જોઈ કાલે તમારામાંથી કદાચ કોઈ કહે કે “મહારાજ ! અહીં લગ્નના પ્રસંગમાં આવ્યા તો મારા છોકરાનાં લગ્નમાં કેમ નહિ ? ન જ આવીએ. એટલું જ નહિ પણ લગ્નના આશીર્વાદે ન આપીએ. ઘણા તો લગ્નની કંકોતરી દેરાસરમાં ય મૂકવા લાગ્યા છે અને કેટલાક તો અમને પણ મોકલે ! સભા : સમકિતી પરણે નહિ ? એમ કહીને શું કહેવા માગો છો ? પરણાવાની વાતમાં અમારી સંમતિ લેવી છે ? સમકિતી ક્યારે ય ન પરણે, સમકિતીને પરણવું પડે. કર્મોદય જ એવો હોય કે એ નાઈલાજ હોય. સમકિતી માટે “પરણે' એવો શબ્દ પ્રયોગ એની ભાવનાને ન સમજવાનું પરિણામ છે. માટે તો સમકિતી પરણતાં પહેલાં ય સદ્ગુરુ પાસે જાય અને પરણ્યા પછી પણ સદ્ગુરુ પાસે જાય? પણ શા માટે ? પાપથી છૂટવા માટે. ‘ભગવંત! મને બચાવી લો” એમ કહેવા માટે જાય પણ ફસાવા માટે નહિ. ‘કર્મનું વોરંટ મારા ઉપર નીકળ્યું છે. તેમાંથી મને છોડાવી દો' એમ કહેવા જાય. પણ આ ક્યારે સમજાય ? હૈયામાં સમકિત પ્રગટ્યું હોય તો કે સમકિતની પૂર્વ ભૂમિકા પ્રગટી હોય તો. કારણ કે સમકિતીના ભાવને સમજવા માટે પણ હૈયામાં સમકિત હોવું જરૂરી છે. સમકિત એ પરાકાષ્ઠાનો ભાવ છે. એ કાંઈ સસ્તું નથી, રેઢું નથી કે જેને તેને, જે તે રીતે, જ્યાં ત્યાં મળી જાય. શાસ્ત્રકાર તો કહે છે સમકિત મેળવવું ય અઘરું અને મળ્યા બાદ ટકાવી રાખવું ય અઘરું. સંસાર સારો, માણવા જેવો, ઉપાદેય લાગે તો અમારું કે તમારું પણ સમકિત ગયેલું જ સમજવું. આ કલ્યાણકોની ઉજવણી આજે જે રીતે કરાય છે, તે હૈયામાં સમકિત સ્પર્યા બાદ જો કરાય તો તેનો ઉમંગ જ કોઈ જૂદો હોય. ભગવાનના જીવનની ઘટનાઓમાંથી પરમાર્થ પામી રાગભાવનો નાશ કરી વીતરાગ ભાવને તમે અમે-આપણે સૌ ભજનારા બનીએ એ જ શુભકામના. 42 અંજનશલાકાનાં રહસ્યો
Page #58
--------------------------------------------------------------------------
________________ દીક્ષા કલ્યાણક સુવિહત આચારજ કરે, અંજનશલાકા કીઘ, પંચકલ્યાણક ઉત્સવે, માનું વચન જ લીઘ.” આવો પધારો ઈષ્ટ વસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્રય સોનું, દાનના મહાકલ્યથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. દીક્ષા તો અભિષેક જેનો, યોજતા ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂય વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી; અશોક યુગ તિલક ચંપકવૃક્ષ શોભિત વનમહીં, એવા પ્રભુ અરિહંત, પંચાંગ ભાવે હું નમું. શ્રી વજાર ઈન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત રે; જે પંચ મુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજકર વડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં સંસાર સાગર તરવા વિ.સં. 2054, વૈશાખ સુદ-૬, શુક્રવાર, તા. 1-5-98 - - - - - - - - - - - - - - - - - - - દીક્ષા કલ્યાણક 4
Page #59
--------------------------------------------------------------------------
________________ માટે શ્રેષ્ઠ આલંબનરૂપ શ્રી અરિહંત પરમાત્માનાં બિંબો છે. પરંતુ અરિહંત પરમાત્માની પ્રતિમા ભરાવો એટલા માત્રથી એમાં અરિહંતપણું ક્યારે ય પ્રસ્થાપિત થતું નથી. વીતરાગ શાસનની મર્યાદાઓ અનુપમ છે. પરમાત્માની પ્રતિમાનું નિર્માણ કરાવ્યા બાદ પણ તેમાં જ્યાં સુધી ભગવદ્ ભાવ પેદા કરવામાં ન આવે ત્યાં સુધી એ પ્રતિમામાં ભવસાગર તારવા માટે અનિવાર્ય એવા પ્રભાવનું પ્રગટીકરણ થતું નથી. માટે જ અંજનશલાકા મહોત્સવ દરમ્યાન વિશિષ્ટ માંત્રિક વિધિવિધાન સાથે શ્રી અરિહંત પરમાત્માના બિંબને અરિહંત-તીર્થંકરપણાની તમામ અવસ્થાઓમાંથી પસાર કરવામાં આવે છે. તે તે અવસ્થામાંથી બિંબને પસાર કરવાથી તે તે પ્રકારના ભાવોનું તે બિંબમાં જાગૃતિકરણ થાય છે. દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ જેને થયો હોય તેને આ બધી બાબતો જરૂર અનુભવમાં આવી શકે. તમને પણ જો દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો હશે તો આ વાત તમારા અનુભવમાં પણ આવી હશે. પહેલા કલ્યાણકની ઉજવણી વખતે બિંબનાં દર્શને જે ભાવ પેદા થયા તેથી બીજા-ત્રીજા કલ્યાણકોની ઉજવણી બાદ ચોક્કસ ફેરફાર જાણવા મળ્યો હશે ? આ વિશિષ્ટ ભાવના પ્રગટીકરણ પાછળ સુવિશુદ્ધ વિધિ-વિધાનો-મંત્રન્યાસો અને વિવિધ તીર્થજળ-ઔષધિઓનો વિધિવત્ પ્રયોગ જેમ કારણ હોય છે, તેમ પ્રતિષ્ઠાચાર્ય આચાર્યોની સાધનાનો ધબકતો પ્રભાવ પણ કારણ હોય છે. એ દિવસોમાં કરાતા વિધિ વિધાનમાં પ્રતિષ્ઠાચાર્યોએ પણ વિશિષ્ટ ભાવોમાંથી પસાર થવાનું હોય છે. ભગવદ્ભાવની સંપ્રાપ્તિ કરવા માટે ધ્યાનની ઉચ્ચ સાધનાના માધ્યમથી પોતે વીતરાગ- સ્વરૂપ સાથે તાદામ્ય સાધવાનું હોય છે. શાસ્ત્રોમાં તવેત્તે તમ્મને, ત , તદુર્વાસ અને થિ તદ્દi | જેવા શબ્દોથી આ વાતને ધ્વનિત કરવામાં આવી છે. આ પ્રસંગે વીતરાગ પરમાત્માનું જીવન પણ જાણવું અપ્રાસંગિક નહિ કહેવાય. પ્રભુ માતાના ઉદરમાં આવે ત્યારથી નિર્મળ મતિ-શ્રુત અને અવધિજ્ઞાનથી સંયુક્ત હોય છે. એમને યોગની છઠ્ઠી દૃષ્ટિનો નિર્મળ બોધ હોય છે. વિવેક એમનો અનુપમ હોય છે. લક્ષ્ય એમનું એકમાત્ર કર્મના ક્ષયનું હોય છે, એ માટે જ વીતરાગતાસર્વજ્ઞતા પામી જીવમાત્રનો ઉદ્ધાર કરવાનું એમનું ધ્યેય હોય છે. જગતથી સર્વથા નિરાળા હોય છે. છતાં માતા-પિતાના અનુરોધથી અને સ્વજન-મિત્રોના આગ્રહથી બાહ્ય રમત-ગમત-ખેલ-ક્રિડા વગેરેમાં પ્રવર્તે છે. એ લોકો એમની સાથે જે પણ -- -- 44 અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- --
Page #60
--------------------------------------------------------------------------
________________ વ્યવહાર કરે જો એ ઉચિત હોય તો એમને કરવા દે છે. માટે જ જ્યારે એ નાના હોય અને માતા-પિતાદિક-ઘોડીયામાં ફુલરાવવા માગે તો પરમાત્મા એમને ફુલરાવવા ય દે. કોઈ રમાડે તો રમાડવા ય દેઈન્દ્રો મેરુ ગિરિ પર અભિષેક કરવા લઈ જવા માગે તો લઈ જવા દે. આ બધું જ કરવા દે છતાં પરવાળાની જેમ અંતરથી સાવ જ નિરાળા રહે. એઓ લગ્ન કરતા હોય કે રાજ્યની ધુરાને પણ વહન કરતા હોય તે તેવા પ્રકારના નિકાચિત કર્મનો ઉદય હોય તો જ અને એ પણ કર્મનો ક્ષય કરવા માટે જ. માટે જ જે તીર્થકરોના ભોગાવલી કર્મ નિકાચિત હોતા નથી, તેમની વૈરાગ્ય ધારા એવી પ્રબળ હોય છે કે અનિકાચિત કર્મના ભૂક્કા બોલાવી દે. લગ્નનો કે રાજ્યનો પરમાત્મા સ્વીકાર કરે નહિ પણ એ તારકનું કર્મ એ સ્વીકાર્યા વિના ખપે તેવું હોય નહિ ત્યારે જ સ્વીકારે. કારણ કે એ પરમતારક જાણતા હોય છે કે નિકાચિત ભોગાવલીના ઉદયે પ્રાપ્ત ભોગ ભોગવ્યા વિના ક્યારે ય છૂટે નહિ અને એ વિના એ કર્મ તૂટે નહિ અને એ કર્મ ન તૂટે ત્યાં સુધી વીતરાગતા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ અને જો એ ન થાય તો તીર્થંકર નામકર્મના વિપાકોદય વડે સર્વ જીવોના ઉદ્ધારનું જે કાર્ય કરવું છે તે પણ થાય નહિ અને એ ન થાય તો મુક્તિ પણ થાય નહિ. માટે જ પરમાત્મા પોતાના કર્મોદયને લક્ષ્યમાં રાખીને લગ્નને કે રાજ્યને પણ સ્વીકારતા હોય છે. એ પણ એમના માટે કર્મને મારી હઠાવવાનાં જ સાધનો બને છે. અન્ય જીવોને માટે તો જે બંધનું કારણ બની જાય, તે એમના માટે કર્મનાશનું નિમિત્ત બની જાય. કેટલાકના હાથમાં તલવાર આવે, રક્ષણ માટે તો પણ એનાથી બીજાની કે પોતાની ગરદન કાપવાનું કામ કરે તો કેટલાકના હાથમાં માત્ર લાકડી જ આવે છતાં એનાથી સ્વ-પરનું રક્ષણ કરે એમ પણ બની શકે. ભગવાન માટે પણ તેમ જ કહી શકાય. એ લગ્ન કરવા છતાં પાપકર્મથી લેવાણા નહીં. ભોગ કરવા છતાં એમની યોગ સાધના નંદવાણી નહિ. અખંડ યોગના સામ્રાજ્યમાં એઓ મહાલ્યા છે. લોક જે ક્રિયામાં ગાંડા ને ઘેલા બને એ જ ક્રિયામાં પરમાત્મા સાવ નિરાળા રહ્યા છે. એટલું જ નહિ પણ ભોગ કરીને પણ એમણે યોગ સામ્રાજ્યને જ માણ્યું છે. એ જ રીતે રાજ્યની જવાબદારી આવી તો એમાં ય નિરાળા. મોટામાં મોટું રાજવીનું પદ મળી જાય, યાવત્ ચક્રવર્તી પણ બની જાય. છતાં પ્રભુ માનને લેશ સ્પર્શે નહિ. એ પરમતારકો રાજ્ય પર આવે એટલે દુષ્ટો શાંત થઈ જાય. એમને ક્યારે પણ દંડાદિ રાજ્યનીતિનો ઉપયોગ કરવો જ પડતો નથી. પ્રભુના પુણ્ય દીક્ષા કલ્યાણક 45
Page #61
--------------------------------------------------------------------------
________________ સામ્રાજ્યનો જ એ પ્રભાવ હોય છે કે દુર્જનોને દુર્જનતા કરવાનું મન જ થતું નથી. દુર્જનો જેમ શાંત થાય તેમ સજ્જનોને તમામ સુખ-સુવિધા ઉપલબ્ધ થાય. માટે રાજ્યમાં રહેલ તમામને પરમાત્મા ઉપર અનન્ય લાગણી અને અહોભાવ, આદરભાવ, ભક્તિભાવ પેદા થાય. એમનાં માતા- પિતા-સ્વજન-પરિવારજનોને તો એમના પર લાગણી હોય તે તો સમજ્યા પણ સમગ્ર દેશવાસી-પરદેશવાસી જનોને પણ પરમાત્મા પ્રત્યે એવો ને એવો પ્રીતિ-ભક્તિનો ભાવ હોય છે. દ્રવ્ય ઉપકાર પણ પરમાત્મા દરેક ઉપર વિશિષ્ટ કોટિનો કરે છે. માટે એ દરેક પ્રભુ સાથે તાણેવાણે બંધાયા હોય એવો અનુભવ કરે છે. આથી જ તેઓ પ્રભુ વિનાના જીવનની કે રાજ્યની કલ્પના પણ કરી શકતા નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનમાં રાજ્યાભિષેકનો પ્રસંગ બન્યો નથી. પણ વિધિમાં સર્વ તીર્થકરોની અંજનશલાકા હોઈ અને અન્ય તીર્થકરોના જીવનમાં રાજ્ય સ્વીકારનો પ્રસંગ બનેલો હોઈ આ ઉત્સવ પણ ઉજવાય છે. એકવાર ઉદ્યાનમાં પ્રભુ પ્રભાવતી સાથે ગયા હતા. ત્યાં આવેલા મહેલમાં સુંદરતમ ચિત્રશાળા હતી. પ્રભુને જોવા જેવું જગતમાં કશું જ હોતું નથી. બધું જ એમણે જોયેલું છે. છતાં... સ્વજનોના ઉપરોધથી જ પ્રભુ જોવા-કરવાની પ્રવૃત્તિ આદરે છે. પ્રભુના માતા-પિતા જિનધર્મના પાલક હતા. પ્રભુ શ્રી નેમિનાથના શાસનનાં એ શ્રાવક-શ્રાવિકા હતાં. તેમના મહેલમાં નેમિનાથ પ્રભુનાં ચિત્રો હતાં. શ્રાવકના ઘરમાં કોનાં ચિત્ર જોવા મળે ? અને આજે તમારા ઘરમાં કોનાં ચિત્રો જોવા મળે ? રાજીમતીને મૂકીને નેમિનાથ પ્રભુ રથને પાછો વાળી ગઢ ગિરનાર જઈ સંયમ લઈ રહ્યા છે, એવું ચિત્ર એમના જોવામાં આવ્યું. રાજીમતી કારમો વિલાપ કરી રહ્યાં છે. છતાં પ્રભુ શ્રી નેમિનાથ પૂરી વિરક્ત દશાનો અનુભવ કરી રહ્યા છે, પ્રશમભાવમાં લીન છે. આ દશ્ય જોતાં જ પ્રભુ શ્રી પાર્શ્વનાથને પણ થયું કે, “બસ ! હવે આ સંસારમાં રહેવું નથી !' ભોગાવલી પૂરું થવા આવ્યું હતું અને આ નિમિત્ત મળ્યું. દરેક તીર્થકર ભગવંતોને આવું કોઈ નિમિત્ત મળે જ એવું નથી હોતું. નિમિત્ત મળે કે ન મળે, પણ જ્યારે પ્રભુનું ભોગાવલી કર્મ પૂરું થાય ત્યારે લોકાંતિક દેવો પ્રભુની પાસે આવીને ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી કરવા આવે છે. આ વિનંતીનો સ્વીકાર કરીને પ્રભુ વાર્ષિક દાનનો પ્રારંભ કરે છે. સ્વયં સંબુદ્ધ પ્રભુને પણ બોધ પામો કહેવાનું સૌભાગ્ય આ લોકાંતિક દેવોનું હોય છે. 43 અંજનશલાકાનાં રહસ્યો
Page #62
--------------------------------------------------------------------------
________________ લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી પ્રભુ જ્યારે વાર્ષિક દાન દેવાનો પ્રારંભ કર્યો. રોજનું એક કરોડ ને આઠ લાખ તો સોનૈયાનું દાન. એક વર્ષમાં 388 કરોડ 80 લાખ સોનૈયાનું દાન આપે. જેમને જેમને એ દાન મળ્યું, એના દેદાર બદલાઈ ગયા. નિર્ધન પણ ધની બની ગયા. કેટલાય તો એવા હતા કે દાનમાં મળેલાં વસ્ત્ર, અલંકાર પહેરીને પોતાના ઘરના બારણે ઊભા રહ્યા તો એમની પત્નીઓએ એમને ઓળખ્યા જ નહિ. પેલા સોગંધ ખાઈને કહે ત્યારે માંડ ઓળખી ઘરમાં લીધા. સ્તવનમાં વર્ણન આવે છે કે, તસ ઘર ન ઓળખે ના તો... સમ દીએ વળી વળીએ... દ્રવ્ય દારિદ્રય તો જગતનું પરમાત્માએ ફેડ્યું છે પણ હવે ભાવ દારિત્ર્ય ફેડવાનો અવસર આવ્યો હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટે તો તેઓશ્રીના પિતાએ અને ભાઈ હસ્તિસેને દીક્ષા માટેની અદ્ભુત તૈયારીઓ કરી. ઈન્દ્ર દેવી સામગ્રીનો એમાં સમાવેશ કર્યો. બધી જ સામગ્રી અલૌકિક બની ગઈ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના દીક્ષા કલ્યાણકનું વર્ણન કલ્પસૂત્રમાં આવે છે. અદ્ભુત-અદ્ભુત કહી શકાય એવું એ પ્રાસાદિક છે, સાહિત્યપૂર્ણ છે, લલિત છે. છતાં ય વાસ્તવિક છે અને એથી જ હૈયાને હલબલાવી નાંખે તેવું છે. પ્રભુ જ્યારે દીક્ષા માટે પ્રયાણ કરે છે ત્યારે હવે પ્રભુના આ છેલ્લાં દર્શન હતાં એમ બધા જ વિચારી રહ્યા હતા. હવે ફરી આ નેત્રોને પ્રભુનાં દર્શન ક્યારે થશે ? એની જ ચિંતા સૌના કાળજાને કોરી ખાઈ રહી છે. કવિ આગળ વધે છે - नयणमाला सहस्सेहिं... વય માતા સદસેટિં... अंगुलिमाला सहस्सेहिं... અર્થ : “હજારો નયણોથી નીરખાતા પરમાત્મા જઈ રહ્યા છે. હજારો જીભોથી ખવાતા પરમાત્મા પ્રયાણ કરી રહ્યા છે. હજારો આંગળીઓથી દર્શાવાતા પરમાત્મા ગતિ કરી રહ્યા છે.” ગામની બહેનોનાં હૈયાં હાથમાં રહેતા નથી. મગજ કામ કરતું નથી. ગાલે લગાડવાનો અંગરાગ કોઈએ આંખમાં આંજી દીધો, તો આંખે આંજવાનું અંજન ગાલે ચોપડી દીધું. જવાની ઉતાવળમાં છોકરાને કેડમાં લેવાના બદલે કોક સ્ત્રીએ બિલાડીના બચ્ચાંને જ તેડી લીધું. તો કુવામાંથી પાણી કાઢવાની ઉતાવળમાં રહેલી કોઈ સ્ત્રીએ ઘડાના ગળામાં દોરડું ભરાવવાના બદલે છોકરાના ગળામાં જ દોરડું દીક્ષા કલ્યાણક
Page #63
--------------------------------------------------------------------------
________________ ભરાવવાની ભૂલ કરી દીધી. બધાં જ નગરવાસીઓ દેશવાસીએ સ્થળ-કાળ-વેળા બધું જ ભૂલી ગયાં. એક મને લીન થઈ ગયાં. પ્રભુના મહાભિનિષ્ક્રમણને જોવા! વરઘોડો આગળ વધ્યો. કાશી દેશની રાજધાની વારાણસી નગરીની બહાર આશ્રમપદ નામના ઉદ્યાનમાં વરઘોડો ઉતર્યો. અશોક વૃક્ષ તળે પ્રભુ પધાર્યા. આજે પ્રભુ સર્વ સંગનો પરિત્યાગ કરવાના હતા. રોજના પ્રસંગોમાં જેટલી હાજરી હોય છે, તેનાથી આજે વધારે હાજરી જોવા મળી. દીક્ષા જેવા પ્રસંગમાં તમારી હાજરી જોઈ અમને પણ આનંદ જરૂર થાય. આજે બીજું પણ એક કારણ છે અમારા આનંદનું ! પરમાત્માએ પ્રકાશેલા સર્વ જીવ હિતકારક-દીક્ષા માર્ગને આઠ આઠ દાયકા સુધી જાન હાથમાં લઈને સુરક્ષિતનિર્વિઘ્ન-નિષ્ફટક બનાવનાર અને દેશ- વિદેશમાં એ દીક્ષાધર્મનો અપ્રતિહત ડંકો વગડાવનાર અમારા-તમારા-આપણા સૌના પરમતારક ગુરુદેવ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આચાર્ય પદનો આજનો દિવસ છે. દીક્ષાધર્મની સુરક્ષા કાજે એમણે આ જ મુંબઈના આંગણે જે સંઘર્ષો વેક્યા હતા, જે અપમાનો-તિરસ્કારો ને ગાળો પ્રસન્નવદને સહ્યાં હતાં, જે કોર્ટ- કચેરીઓના ખટલાઓ વેઠ્યા હતા, એની આજે કદાચ ઘણા ખરાને કલ્પના નથી. 192930 ઈસ્વીસનું સાલમાં ચાર મહિનાના 120 દિવસ દરમ્યાન 100100 વિરોધી પત્રિકાઓ એમનાં વિરુદ્ધમાં બહાર પડી હતી. જોવી હોય તો આજે ય સંઘરેલી મોજુદ છે. એ બધાને પણ એ મહાપુરુષ કોઈપણ પ્રકારના આક્રોશ વિના પચાવી ગયા અને પરમાત્મા શ્રી મહાવીર દેવે દર્શાવેલા કલ્યાણકારી માર્ગને સૌને માટે સુલભ બનાવવાનો અડીખમ પ્રયત્ન કર્યો અને એમાં તેઓશ્રીએ અભુત સિદ્ધિ હાંસલ કરી કોઈને પણ એ માર્ગ પર ચાલવું દુર્લભ ન બને એનો પુરુષાર્થ આઠ-આઠ દાયકા સુધી અવિરત કર્યો અને એમાં પરાકાષ્ઠાની સિદ્ધિ હાંસલ કરી. જે વખતે એ મહાપુરુષે દીક્ષા લીધી, તે વખતે ગંધાર તીર્થમાં દીક્ષાવિધિ માટે પ્રભુને પધરાવવા નાણ કે ત્રિગડું પણ ન હતું. ત્રણ પાટલા પધરાવી તેના ઉપર ભગવાનને બિરાજમાન કરાયા હતા. એમનો વર્ષીદાનનો કોઈ વરઘોડો નીકળ્યો ન હતો, એમના માનપત્રના મેળાવડા પણ થયા ન હતા. દીક્ષાર્થી તરીકે આજે મહિનાઓ સુધી વાયણાંઓ જમવા જવાય છે, એ રીતે એમનાં કોઈ વાયણાંઓ પણ થયા ન અંજનશલાકાનાં રહસ્યો 48
Page #64
--------------------------------------------------------------------------
________________ હતા. દીક્ષા સમયે દીપકોને ઢાંકવા ફાનસ કે હાંડીઓ પણ ન હતી. છેવટે દીક્ષાની ક્રિયામાં મુંડન કરવા માટે હજામ પણ મળ્યો ન હતો. દીક્ષાદાતા પૂ.મુ. શ્રી મંગળવિજયજી મહારાજે જાતે મુંડનનું કાર્ય કર્યું હતું. દીક્ષાના દિવસે સવારે 1012 માઈલનો વિહાર કરી આવવું પડ્યું હતું. છતાં એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને જ તેઓ રહ્યા. કારણ કે રુંધાયેલો દીક્ષાનો માર્ગ એમનાથી જ ખુલ્લો થવાનો હતો. એ માટે કોઈ પણ સંયોગમાં એમની દીક્ષા થવી અનિવાર્ય હતી. એ જ વખતે એમણે દઢ પ્રણિધાન કર્યું. જગતને માટે તરવાના આલંબન સ્વરૂપ દીક્ષા જે અત્યંત દુર્લભ બની ગઈ છે અને હું સુલભ કરું. શાસ્ત્રકાર કહે છે - જગત માટે કલ્યાણનો માર્ગ વહેતો મૂકનાર શ્રી તીર્થકર દેવોના પ્રયત્ન પાછળ જેમ તીર્થંકર નામકર્મના દળીયાં કામ કરે છે, તેમ એ કલ્યાણ માર્ગને જગત માટે સુલભ બનાવવાનો પુરુષાર્થ કરનાર પુણ્યવંતા આચાર્યાદિના પ્રયત્ન પાછળ પણ એ જ તીર્થકર નામકર્મનાં દળીયાં કામ કરે છે. માથે કફન બાંધી પ્રાણો હાથમાં લઈ એમણે એ માટે પ્રયત્નો આદર્યા અને છેવટે દેશ-વિદેશમાં દીક્ષાધર્મનો ડંકો વગાડીને-લાખોના હૈયામાં દીક્ષાધર્મની પ્રતિષ્ઠા કરીને જ એ મહાપુરુષે આ ધરતી પરનો અંતિમ શ્વાસ લઈને મૂક્યો હતો. એ મહાપુરુષની આચાર્ય પદવીની ઉજવણીનો જ આજનો દિવસ યોગાનુયોગે આપણને પ્રાપ્ત થયો છે. પરમાત્મા શ્રી વીરે તો એકલાએ જ દીક્ષા લીધી હતી. પ્રભુ પાર્શ્વનાથની સાથે 300-300 પુણ્યાત્માઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. આજે કદાચ પ્રભુ પાર્શ્વનાથની દીક્ષા ઉજવણી વખતે ત્રણસો પુણ્યાત્માઓ દીક્ષા ન લે છતાં આ પ્રસંગે કમસે કમ 300 પુણ્યાત્માઓના હૈયામાં પણ જો રજોહરણની પ્રતિષ્ઠા થઈ જાય તો પણ આ પ્રસંગ તમારા માટે લેખે લાગે. તમે કલ્પી નહિ શકો પણ વિધિ તરીકે પરમાત્માના બિબનો કેશલોચ કરવા હું જ્યારે ઉપર ગયો ત્યારે મારા પરમતારક ગુરુદેવશ્રી અંજનશલાકા પ્રસંગમાં પોતાની કમનીય અને પરમ નમનીય કાયાથી પ્રભુનો જે કેશલોચ કરતા એ પૈકીનું એક દૃશ્ય મારી આંખ સામે ઊભરી આવ્યું અને મારી આંખો ભીની થઈ ગઈ. સુરેન્દ્રનગરની અંજનશલાકાનો એ પ્રસંગ હતો. મહાવીર પરમાત્માની એ લોચવિધિ હતી. આ પ્રસંગ વખતે સુશ્રાવક પ્રાણલાલ સુંદરજી કાપડીયા ત્યાં હાજર હતા. સ્વરાજ્યની ચળવળથી જ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા એ મહાનુભાવ હતા. જસ્મીન અને વાણિયા સિલ્ક મિલના એ માલિક હતા. દેશ-વિદેશોની દીક્ષા કલ્યાણક 49
Page #65
--------------------------------------------------------------------------
________________ અનેકવાર એમણે ખેડ કરેલી હતી. ગાંધીજીના કહેવાથી ખાદીનો રાષ્ટ્રમાં પ્રચારપ્રસાર કરવામાં એ અગ્રેસર હતા. નહેરુજીના કહેવાથી વિલેજ અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામના એ આગેવાન બન્યા હતા. સુખથી ભર્યું ભર્યું એમનું જીવન હતું. દિવસમાં ત્રણ વાર બરફ ઘસીને ઠંડા પાણીથી નહાવાના એ શોખીન હતા. છતાં પૂર્વ પુણ્યથી એકવાર પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા બાદ ધર્મના રંગે પણ રંગાયા હતા. એ પુણ્યાત્માએ સુરેન્દ્રનગરની અંજનશલાકામાં પૂજ્યશ્રીના હાથે થતો લોચ જોતાં જ સંવેગના ભાવમાં ભરતી આવી અને ત્યાં ને ત્યાં એક નાના બાળકની જેમ તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા. 71 વર્ષની એમની એ વખતે ઉંમર હતી. છેવટે 72 વર્ષની વયે ભીલડીયા મુકામે અંજનશલાકા મહોત્સવમાં જ પરમતારક ગુરુદેવશ્રીજીના હાથે સંયમ મેળવવા એ ભાગ્યશાલી રહ્યા અને આજે ૯૦ની ઉંમરે પણ મુનિરાજ શ્રીપુણ્યદર્શનવિજયજી મ.ના નામે ઉત્તમ પ્રકારે સંયમની આરાધના કરી રહ્યા છે. આ વાત કરવાનું કારણ કે આવા પ્રસંગો અનેક આત્માઓ માટે સમ્યગ્દર્શન-બોધિબીજનું પ્રબળ કારણ બને છે. ભાવ વધી જાય તો યાવતું તીર્થકર નામકર્મની પ્રાપ્તિનું ય કારણ બની જાય છે. માટે જ કહ્યું છે કે આ પ્રસંગ એ કાંઈ નાટક ચટક કે ભવાઈના ખેલ નથી. કુતૂહલ પોસવાનાં આ સાધનો નથી. આત્માને પરમાત્મ ભાવથી ભાવિત કરી ધર્મયોગમાં આગળ વધી જવાની આ મંગળ ક્રિયાઓ છે. આ પ્રસંગે પરમાત્મા વસ્ત્ર, અલંકાર, સ્વજનાદિકનો ત્યાગ કરે છે. તે તો દ્રવ્યત્યાગ છે. પણ સાથોસાથ મનમાંથી એ તમામ ચીજો તરફના રાગ-દ્વેષનો પણ ત્યાગ કરે છે, જે ભાવત્યાગ છે. તેની જ ખરી કિંમત છે. દ્રવ્યત્યાગ પણ ભાવત્યાગનું કારણ બને છે. માટે તે દ્રવ્યત્યાગની પણ એટલી જ કિંમત છે. પરમાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ઘર-વિસામાનો ત્યાગ કર્યો. ખરા અર્થમાં પરમાત્મા બંધનરહિત-સંગરહિત બન્યા. આજ સુધી પરમાત્મા રાજમહેલમાં હતા, એટલે ગરમી જોઈ નથી. ઠંડી વેઠી નથી, સુખડના ઘરમાં રહ્યા છે. દેવી સાનિધ્યથી સતત હુંફાળી શીતળતાનો જ અનુભવ કર્યો હતો. પણ દીક્ષા લીધી ત્યારથી જ પરિષહોની સેનાને આમંત્રણ આપ્યું. ‘આવી જાવ ! જે લેણું હોય તે ચૂકતે કરી જાવ.' પ્રતિકૂળતા બધી વેઠીને અશાતા વેદનીયાદિ બધાનું દેણું ચૂકતે કર્યું. આ શાહુકારની પેઢી હતી. કાલે આવજો, પછી આવજો' એ વાત અહીં હતી નહિ. ‘અભી ! હાલ' ચૂકતે કર્યું. એ દુઃખની વણઝારો સહીને પણ એમનું મોઢું મલકાતું 50 અંજનશલાકાનાં રહસ્યો
Page #66
--------------------------------------------------------------------------
________________ રહ્યું. એનો જ આનંદ એમના મુખ ઉપર સદાય તરવર્યા જ કરતો. આપણે પરમાત્માના ભાવ જાણતા નથી. પણ આપણી અનુભૂતિના આધારે કહેવું હોય તો એમ લાગે છે કે આખી જિંદગીનો સૌથી વધારે આનંદ એમણે આ બંધનો ફગાવ્યા ત્યારે માણ્યો હશે ? કારણ આજ સુધી અંદર સ્વભાવમાં જ રમતા હોવા છતાં વિભાવની દશાનું જીવન જીવવું પડતું. હવે સ્વભાવને અનુરૂપ જ જીવન જીવવાનું હતું. સમતા એમની સર્વશ્રેષ્ઠ હતી. સમગ્ર ઉપયોગધારા અને ચેતના શક્તિ એમની આત્મભાવમાં જ નિહિત બની. આજના દિવસે જ્યારે પરમાત્માની દીક્ષા કલ્યાણક ઉજવણી થાય છે, ત્યારે એની તમારા મન ઉપર કેવી અસર થઈ તે તમે જ વિચારજો ! સામાન્ય વ્યક્તિની દીક્ષાના અવસરે પણ અજૈનોના મન ઉપર તમારી કલ્પનામાં ન આવે એવી અસરો થતી હોય તો પરમતારક, પરમાત્માની દીક્ષાના પ્રસંગને જોઈને જૈન તરીકે તમને કેવી અસર થવી જોઈએ ? એક સાંભળેલી વાત કરું. એક ગામમાં દીક્ષા થઈ. દીક્ષામાં જૈન કરતાં પણ અજૈન પ્રજા વધારે આવેલ. દીક્ષાર્થીને છઠ્ઠ હતો. દીક્ષા બાદ બહાર નીકળવાનો વારો આવ્યો ત્યારે અજૈનોએ પ્રભાવના ન લીધી, ઝાંપા ચૂંદડી હતી. છતાં જમવા ય ન ગયા. મહાજન સમજાવવા ગયું. એમને લાગ્યું કે કાંઈક માઠું લાગ્યું હશે, માટે પ્રભાવના લીધી નહિ હોય અને જમવા ય આવ્યા ન હોય. ‘જમવા કેમ ન આવ્યા ? પ્રભાવના કેમ ન લીધી ?' જવાબ શું મળ્યો જાણો છો ? કલ્પી શકો છો ? તમારી કલ્પનામાં ન આવે તેવો એમનો જવાબ હતો. અજૈનો બોલ્યા કે “આ છોકરો આટલું બધું છોડી નીકળ્યો છે તો કયા મોઢે અમે લઈએ ? એણે બે દિવસના અપવાસ કર્યા છે, તે ક્યા મોઢે અમે જમવા આવીએ ?' એ લોકો પ્રભાવના ન લઈ શક્યા ને ન તો જમી શક્યા. અજૈન જેવી અજૈન પ્રજાને જો આ અસર થતી હોય તો જૈનને શું થવું જોઈએ ? આવા અવસરે પણ સામાન્ય જેવો ત્યાગ પણ તમારાથી ન થઈ શકતો હોય તો લાગતું નથી કે ઘરે જઈ આંખમાંથી આંસુઓની ધાર વહેવી જોઈએ ? ભગવાને દીક્ષા લીધી. એમાં સુખને વેક્યું હતું. દુઃખને મજેથી ભોગવ્યું હતું. ઉપસર્ગો અને પરીષહોને પરમાત્માએ મજેથી ભોગવ્યા છે, વેક્યા નથી. પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવલજ્ઞાન થયું. માત્ર 84 દિવસની સાધના એમને એ માટે કાફી થઈ પડી. યોગાનુયોગે પ્રથમ સમવસરણ વારાણસીનગરીના ઉદ્યાનમાં જ મંડાયું. ઉદ્યાનપાલકે દોડીને આ સમાચાર અશ્વસેન મહારાજાને આપ્યા. તેઓ ખુશખુશાલ થઈ ગયા. ઉદ્યાનપાલકને ન્યાલ કરી દીધો. દીક્ષા કલ્યાણક
Page #67
--------------------------------------------------------------------------
________________ અશ્વસેન મહારાજા, વામાદેવી માતા અને પ્રભુના પત્ની પ્રભાવતી મોટી ઋદ્ધિપૂર્વક સામૈયું લઈ પ્રભુને વાંદવા ગયાં. પ્રદક્ષિણા આપી, વંદન કરી, દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા બાદ અશ્વસેન મહારાજા, વામાદેવી માતા અને પ્રભાવતી આ ત્રણેએ પ્રભુના હાથે દીક્ષા ગ્રહણ કરી, દસ ગણધરોની અને બીજી અનેકની દીક્ષા એ સમયે થઈ. આ રીતે પ્રભુના કેવળજ્ઞાન સુધીની વાતો આપણે કરી ગયા. આજે રાતના એક મહત્ત્વનો પ્રસંગ થવાનો છે. જો કે એમાં તમે હાજર રહી શકો નહિ. એ શાસનની મર્યાદા છે માટે. એ પ્રસંગ પરમાત્માની અધિવાસના અને અંજનશલાકાની મહાન ક્રિયાનો છે. આચાર્ય ભગવંતોના વરદ હસ્તે શુભ મુહૂર્ત દરેક બિંબોના વિશિષ્ટ મંત્રન્યાસાદિ પૂર્વક અંગસંસ્કાર કરવામાં આવશે. ત્યાર બાદ દરેક બિંબને અંજન કરવામાં આવશે. પાંચે શ્રેષ્ઠ રત્નો વગેરેના ચૂર્ણને સાકર-ગાયનું ઘી વગેરે ઉત્તમ દ્રવ્યો અને ઔષધિની સાથે એક ઘૂંટ કરીને આ અંજન બનાવાય છે. જેને સોનાની શલાકા અર્થાત્ સળી દ્વારા દરેક બિંબની આંખોમાં આંજવામાં આવે છે. આ ક્રિયા કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણીસ્વરૂપ હોય છે. પ્રભુને કેવળજ્ઞાન-કેવળદર્શનની આ સાથે પ્રાપ્તિ થઈ એમ જાહેર કરવામાં આવે છે. આજે રાત્રે એ સઘળી વિધિ કરવામાં આવશે. ત્યારબાદ વહેલી સવારે પરમાત્માનું પ્રથમ સમવસરણ મંડાશે. ઈન્દ્ર, પરમાત્માની ભાવવાહી સ્તવના કરશે અને પરમાત્મા વતી પ્રતિષ્ઠાકારક આચાર્યે પ્રથમ દેશનાનો કલ્પ પણ કરવાનો હોય છે. ત્યારબાદ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરાશે. પ્રભુ સિદ્ધ-બુદ્ધ-મુક્ત-નિરંજન બનશે. ઈન્દ્ર મહારાજાદિ દ્વારા પ્રભુનો 108 કળશોથી અભિષેક કરાશે અને એ રીતે પાંચે પાંચ કલ્યાણકોની ઉજવણી પૂર્ણ થશે. એ સાથે જ એ પરમતારકના બિબો પૂજ્યત્વને પામશે. સાક્ષાત્ પરમાત્મસ્વરૂપને પામશે, જેનું આલંબન લઈને આપણે તરવાનું છે. ત્યારબાદનો એક પણ દિવસ એમના પૂજા વિનાનો નહિ હોય. આજના ઉજવણી પ્રસંગમાં કુળમહત્તરા અને ભગવાનના માતા-પિતા બનેલા પુણ્યાત્માઓને પ્રભુના વિરહની જે સંવેદનાઓ પ્રગટી છે, તે આપણે નજરોનજર જોઈ શક્યા છીએ. આટલા ટૂંકા ગાળાના પરમાત્મ બિંબ માત્રના જ સહવાસથી એ ઉજવણી વખતે આટલી ભાવ- સંવેદના સ્પર્શતી હોય તો જે પુણ્યાત્માઓએ પરમાત્માને ખરેખરો જન્મ આપ્યો હોય, બાલ્યકાળથી એમની જોડે રમતગમત, -- પર અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- --
Page #68
--------------------------------------------------------------------------
________________ ખેલ-ક્રિડા, વાર્તા-વિનોદ વગેરે કર્યા હોય, વર્ષોના વર્ષો સુધી અને કેટલાક પરમાત્માના આયુષ્ય તો પૂર્વના મોટા હતા, તેમની સાથે પૂર્વના પૂર્વ વર્ષો સુધી સાથે રહ્યા હોય, એમના પ્રત્યે સ્નેહનો મજબૂત તાણો-વાણો બંધાઈ ગયો હોય એમને પ્રભુના વિરહથી કેવી કેવી સંવેદના જાગી હશે, એ જો કે સમજવા માટે આપણે પૂર્ણતઃ સક્ષમ નથી જ છતાં આવા પ્રસંગોના માધ્યમે, અંશે અંશે પણ કલ્પના કરી શકીએ તેમ તો જરૂર છે જ. માત્ર ત્રણ જ કલ્યાણકની ઉજવણી જે બિંબ ઉપર હજી થવા પામી છે, તે બિંબ પણ આટલા બધા દર્શકોમાં આવી સંવેદના પ્રગટાવવા સમર્થ બનતું હોય તો, જે બિંબ ઉપર પાંચે પાંચ કલ્યાણકો ઉજવાશે એ સિદ્ધ થયેલ બિંબ કેવી સંવેદના પ્રગટાવશે ? આવતીકાલે કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકની ઉજવણી થયા બાદ બિંબની તારક પ્રતિષ્ઠા દેરાસરજીમાં કરવામાં આવશે. પણ એ પહેલા એ પરમાત્માની પ્રતિષ્ઠા તમારા-અમારા હૈયામાં કરવાની છે. માટે જ આ બધો પ્રસંગનો વ્યાપ ગીતાર્થોએ યોજ્યો છે. જે મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા થવાની તેમના નામનો જાપ દરેક પુણ્યશાળીએ કરવાની વિધિ છે. જ્યાં જિનમંદિર નાનું હોય ત્યાં પણ બધાના હૈયાં વિશાળ હોવાં જોઈએ. બધાને ભાવના-ઉમંગ હોય કે હું પણ હાજર રહી પ્રતિષ્ઠા નિરખું, પણ જ્ઞાનીઓ કહે છે, સાંકડા ભાઈ પર્વના દા'ડા એમ કહેવત છે. પણ તે કાયા અને સમય માટે કદાચ લાગુ પડે, પણ હૈયાં માટે નહિ. પર્વ દિવસોમાં સૌનાં હૈયાં વિશાળ-ઉદાર બનવાં જોઈએ. પ્રતિષ્ઠા વખતે બીજી પણ કેટલીક સાવધાની રાખવાની છે. મુહૂર્ત સમયે દરેક બિંબ ઉપર સૂરિમંત્રાધિષ્ઠિત વાસક્ષેપ આચાર્યો કરવાનો હોય છે, એટલે એ વખતે બધાએ બાજુમાં ખસી જવાનું છે. કેમકે સમય થોડો છે, એ સમયમાં દરેક બિંબ ઉપર આ મહત્ત્વપૂર્ણ વિધાન થઈ જવું જ જોઈએ. ૐ પુષ્પાદં પુળ્યાહં પ્રિયંતાં પ્રિયંતામ્ નો ગગનભેદી ઘોષ ગજવવાનો છે. સમગ્ર વાતાવરણ પ્રભાવિત બનવું જોઈએ. કારણ સૌના મંગલ-કલ્યાણ માટેની આ પ્રતિષ્ઠા છે. જિનાલયની બહાર રહેલા પણ હૈયાથી પ્રભુને આત્મઘરમાં લાવી પ્રતિષ્ઠા કરી શકે છે. જ્ઞાનીઓ એને જ સાચી પ્રતિષ્ઠા કહે છે. માટે જ પૂ. ઉપાધ્યાયજી મહારાજ તો પ્રભુ સાથે જાણે ઝઘડો માંડી બેઠા છે. એ કહી રહ્યા છે... | ‘લવું પણ હું તમ મન નહિ માવું રે, જગગુણ તમને દિલમાં લાઉ રે. - - - - - - દિીક્ષા કલ્યાણક
Page #69
--------------------------------------------------------------------------
________________ ભગવન્! હું તો સાવ નાનો છું. છતાં વિશાળ એવા તમારા મનમાં તમે મને સમાવી શકતા નથી. કારણ આપ મને સ્થાન આપતા નથી. જ્યારે તે જગગુરુ ! અર્થાત્ જગતમાં સૌથી શ્રેષ્ઠ-મહાન એવા પણ તમને હું મારા મુઠ્ઠીભર હૈયામાં સમાવું છું. આ રીતે પ્રભુને આપણે હૈયામાં સમાવવાના છે - પ્રતિષ્ઠિત કરવાના છે. પરમાત્માએ આપણા કલ્યાણ માટે ટાઢ-ગરમી, ઉપદ્રવ-ઉપસર્ગ, પરીષહ બધું જ સહીને આપણને તરવાનો માર્ગ આપ્યો. આપણે પણ પરમાત્માની ભક્તિ માટે એ બાહ્ય પરિબળો - ઠંડી, ગરમી, વગેરેનો વિચાર કરવાનો નથી. દિવસો તો જોતજોતામાં વીતી ગયા. કાલે પ્રસંગ પણ પૂરો થઈ જશે. પરમ દિવસે દ્વારોદ્ઘાટન થશે. એની સાથોસાથ બધાના હૈયાંનાં બીડેલા દ્વારો ઉઘડી જવાં જોઈએ. ભગવાનના મંદિરમાં પેસતાં પહેલાં કાજો લઈ બધી સાફસૂફી કર્યા પછી જ પ્રવેશ કરાશે. તેમ દરેકે પોતપોતાના હૈયામાં રહેલ મિથ્યાત્વ- અવિરતિ-કષાયોઈન્દ્રિયોની ગુલામી-પ્રમાદ વગેરે રૂ૫ કચરો કાઢવાનો છે. જે ચડતા રંગે આ અવસરને માણ્યો છે તો દરેક પ્રણિધાન કરી લેવું જોઈએ કે આ ભવમાં સર્વવિરતિ પામ્યા વિના તો મરવું જ નથી. કેવળજ્ઞાન અને નિર્વાણની બાબતમાં આ ભવમાં આપણે ભગવાનની સાથે રહી શકીએ તેમ નથી. કેમ કે તે શક્ય નથી. પણ ઇચ્છીએ તો એ જ ભગવાને કહેલી-આદરેલી દીક્ષા સુધી તો જરૂર પહોંચી શકીએ. આજે આ મનોરથ કરો અને કદાચ દસ દિવસે હૈયું બંધ પડીને મરી પણ જશો તોય એ મનોરથની એવી તાકાત છે કે તમને મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જઈ જરૂર સંયમ અપાવશે. ભગવાનના માતા-પિતાદિક બનેલા પુણ્યાત્માઓએ પણ હમણાં સુધી તો અનુકરણ કર્યું છે. આવતીકાલે દીક્ષાના પ્રસંગે તો દીક્ષા લેવા માટે એ કદાચ પહોંચી ન શકે એમ માની લઉં. પણ છેવટે આ ભવમાં તો દીક્ષા સુધી પહોંચી જ જવું છે, એમ નક્કી થઈ જવું જોઈએ. અહીં બેસેલી દરેક વ્યક્તિએ છેવટે એ માટે કોઈ નાનામાં નાનો પણ સંકલ્પ-નિયમ કરવો જ જોઈએ. ઘણાને મોટા નિયમની બીક લાગે માટે નાના નિયમની વાત કરી. મારા ગુરુદેવ પાસે એક ભાઈએ એવી જ માંગણી કરી. “સાહેબ ! મોટા નિયમ પળી શકે તેમ નથી. કોઈ નાનો હોય તો આપો ? ગુરુદેવે કહ્યું, “પળાશે ?' તો એક વાત કર. આજથી કોઈ પણ ચીજમાં મીઠું નહીં વાપરવું એવો નિયમ કરી લે. સમજ્યા ? છે નિયમ નાનો પણ કામ એનાથી ઘણું મોટું થઈ જાય. માટે સૌ કોઈ પ્રસંગના હાર્દને પામી પ્રભુના જીવનના ઊંચા આદર્શો આંખ સામે રાખી નાના-મોટા સંકલ્પો દ્વારા જીવનને સાર્થક કરી પરમપદના ભોક્તા બનો એ જ અભિલાષા. અંજનશલાકાનાં રહસ્યો પ૪
Page #70
--------------------------------------------------------------------------
________________ અંજન-પ્રતિષ્ઠા પછીનું પ્રવચન चत्तारी परमंगाणि, दुल्लहाणीह जंतुणो / माणुसत्तं सुइ सद्धा, संजमंमि य वीरियं / / અર્થ : જીવો માટે આ જગતમાં ચાર વસ્તુઓ મળવી અત્યંત દુર્લભ છે. ૧-મનુષ્યપણું, ૨-ધર્મનું શ્રવણ, ૩-ધર્મવચન પર શ્રદ્ધા અને ૪-સંયમમાં પુરુષાર્થ. - -- ---- - જે ઘર્મ તીર્થંકર ચતુર્વિઘ, સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુર અસુર સહુ વંદન કરે; ને સર્વ જીવો ભૂત, પ્રાણી, સત્ત્વશું કરુણ ઘટે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. -~-2 -----~ -~~-~~-~અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, અનુપમ કોટિના ધર્મતીર્થની સ્થાપના કરીને પોતાના જીવનકાળ દરમ્યાન આ ધરતીને પાવન કરીને જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં અગણિત આત્માઓને સંસાર સાગરથી તારવાનું કામ પરમાત્માએ કર્યું. તેમની અનુપમ કોટિની ધર્મદેશના જેના પણ કાને પડી, જેના પણ હૈયામાં ઉતરી અને જે પણ આત્માએ તે વિ.સં. 2054 વૈશાખ સુદ-૭, શનિવાર તા. 2-5-98 - - - - - - અંજન પ્રતિષ્ઠા પછીનું પ્રવચન
Page #71
--------------------------------------------------------------------------
________________ ધર્મદેશના ઝીલી, તે રાજા હોય કે મંત્રી, શ્રીમંત હોય કે સામાન્ય, દરેકને સંસારની અસારતાની એકસરખી પ્રતીતિ થઈ. દરેકના હૈયામાં સર્વવિરતિની પ્રતિષ્ઠા થઈ ગઈ, દરેકના હૈયામાં મુક્તિ મેળવવાની તાલાવેલી લાગી. માટે અનેક રાજવીઓએ રાજ્યનો ત્યાગ કર્યો. અનેક શ્રીમંતોએ સંપત્તિનો ત્યાગ કર્યો, ગરીબોએ દીનતાનો ત્યાગ કર્યો અને પરમાત્માનું સ્વામીત્વ સ્વીકાર્યું. સાધના કરી અને પરમપદ મેળવ્યું. જેની એ તાકાત ન હતી, તેમણે દેશવિરતિ સ્વીકારી. સર્વવિરતિના મનોરથ મજબૂત કર્યા અને મુક્તિનો પાયો મજબૂત કરી લીધો. ભૂમિકા સર્જી. ભગવાને મળેલા ભોગ સુખોનો ત્યાગ કરવાનું ભાન કરાવ્યું. પરમાત્માની એ અનુપમ વાણી જેણે જેણે ઝીલી, તે બધાનું જીવન સાર્થક થઈ ગયું. પરમાત્માએ જ્ઞાન દ્વારા નિર્વાણકાળ નજીક જાણ્યો અને વિહાર કરીને અપાપાપુરીમાં પધાર્યા. દેવે રચેલ સમવસરણમાં પરમાત્માએ અવિરતપણે સોળ પ્રહરની દેશના આપી. ચોવિહારો છટ્ટ પરમાત્માને હતો. તે ધર્મદેશનામાં જે જે વાત પરમાત્માએ કરી, તેમાંથી કેટલીક વાતો ઉત્તરાધ્યયન સૂત્રમાં સંકલિત કરવામાં આવી છે. તેમાં પરમાત્મા કહી રહ્યા છે કે, જ્યાં સુધી વિચારક દશા પેદા થતી નથી, ત્યાં સુધી સંસારની અસારતાની પ્રતીતિ થતી નથી. સંપત્તિવાળો હોય કે વિપત્તિવાળો હોય, પણ વિચારક દશાના અભાવે સંસારની અસારતાની પ્રતીતિ થતી જ નથી. જેમ સંસારની અસારતાની પ્રતીતિ થતી નથી, તેમ મોક્ષની મહાનતાની પ્રતીતિ પણ થતી નથી. જ્યારે વિચારે છે, ત્યારે આ બંને વાત સમજાય છે. આજે ઘણાના જીવનમાં ગમે તેટલા આપત્તિના ડુંગર તૂટી પડે, છતાં પણ તેમને સંસારની અસારતાની પ્રતીતિ થતી નથી. તેનું કારણ એક છે કે, વિચારક દશાનો અભાવ છે. જેને વિચારક દશાના પ્રભાવે સંસારની અસારતાની પ્રતીતિ થાય છે, તેને જ મુક્તિની મહાનતા સમજાય છે. જેને મુક્તિની મહાનતા સમજાય છે, તેને મુક્તિનાં સાધનો લેવાનું મન થાય છે. જેને મુક્તિનાં સાધનો લેવાનું મન થાય છે, તેને મુક્તિનાં સાધનો જ્યાં તે જાણવાનું મન થાય છે. બાકીનાને મનુષ્ય જીવનની દુર્લભતા, ધર્મશ્રવણની આવશ્યકતા, શ્રદ્ધાતત્ત્વની અનિવાર્યતા અને ચારિત્ર જીવનની શ્રેષ્ઠતા સમજાતી જ નથી. જે આત્માને સંસારની અસારતા અને મોક્ષની મહાનતા સમજાઈ હશે, તેને સંસારથી છૂટીને મુક્તિને પામવાની તીવ્ર તાલાવેલી લાગી હશે, મુક્તિને પ્રાપ્ત કરવા માટેના સાધનો કયાં ? તેવી જિજ્ઞાસા જેના અંજનશલાકાનાં રહસ્યો 53
Page #72
--------------------------------------------------------------------------
________________ મનમાં પેદા થઈ હશે, તેના માટે આ શ્લોક ઉપયોગી છે. પરમાત્મા કહી રહ્યા છે કે ચાર વસ્તુ દુર્લભ છે - 1- મનુષ્યપણું 2- જિનવાણીનું શ્રવણ 3 - જિનવચન પ્રત્યે શ્રદ્ધા અને 4- સંયમમાં પુરુષાર્થ. આ સાધના માર્ગ જેમણે દર્શાવ્યો છે, તે પરમ તારક પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠાનો રૂડો પ્રસંગ તમારા આંગણે ભાવોલ્લાસપૂર્વક ઉજવાયો છે. ઘણા પરિવારો તેમાં જોડાયા. શાસ્ત્રકારો કહે છે કે, જે નગરમાં જે સ્થાનમાં, જે ભૂમિમાં પરમાત્માના મંદિરની, પરમાત્માના જિનબિંબની પ્રતિષ્ઠા થાય છે, તે ગામની, તે નગરની ત્યાં વસતા પુણ્યાત્માઓની પ્રત્યેક પ્રકારે સમૃદ્ધિ વધે છે. કલ્પવૃક્ષની જેમ અંતર અને બાહ્ય બંને પ્રકારનો વૈભવ ફેલાય છે અને તેનાં મૂળીયા વટવૃક્ષની જેમ ફેલાયા વિના રહેતા નથી. પણ જેમણે સાચા ભાવે, નિઃસ્વાર્થ ભાવે, પરમાત્મા પ્રત્યેના અનન્ય ભાવથી આ અનુષ્ઠાન કર્યા હોય તે ક્યારે ય ભૌતિક સુખમાં લેવાતા નથી. પરમાત્માની આજ્ઞાને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવામાં ન આવે તો પરમાત્માની પ્રતિષ્ઠા થતી જ નથી. કારણ કે ધર્મ આજ્ઞામાં છે. પરમાત્મા હૃદયમાં પ્રતિષ્ઠિત થવા જોઈએ. પરમાત્માની આજ્ઞા હૃદયમાં પ્રતિષ્ઠિત થવી જોઈએ. ઘણીવાર અજ્ઞાનતાને કારણે આપણે આપણી કલ્પના મુજબના વિધિ-નિષેધો કલ્પી લેતા હોઈએ છીએ. કલ્પના મુજબના આરાધના માર્ગો કલ્પી લેતા હોઈએ છીએ. પણ શાસ્ત્રનો નિયમ છે કે, જેને ધર્મશાસ્ત્રનું જ્ઞાન ન હોય તેને ધર્મની બાબતમાં નિર્ણય કરવાનો અધિકાર હોતો જ નથી. જેને શાસ્ત્રનું જ્ઞાન નથી, તેનું હૃદય હંમેશા ખુલ્લું રહેવું જોઈએ. મારા પરમાત્મા શું કહે છે? મારા પરમાત્માની આજ્ઞા શું કહે છે ? તે તેણે સતત વિચારવું જોઈએ. | નાનામાં નાની આરાધનામાં નાનામાં નાના નિયમમાં ત્રણ વસ્તુ સાચવવી જોઈએ. આરાધનામાં આજ્ઞાનું પાલન ન હોય, જયણાનું પાલન ન હોય અને વિધિનું પાલન ન હોય તે ક્રિયા જૈનશાસનની ક્રિયા રહેતી જ નથી. આપણામાંથી આપણો આત્મા નીકળી જાય તો આ ખોખાની કિંમત કેટલી? તો તે જ રીતે દેખીતું અનુષ્ઠાન ગમે તેટલું સુંદર હોય પણ તે ક્રિયામાંથી જો આજ્ઞા નીકળી જાય, વિધિ નીકળી જાય અને જયણા નીકળી જાય તો તે ક્રિયાનું મહત્ત્વ કેટલું? પ્રાણ વિનાના ખોખા જેટલું જ. તમે પરમાત્માની પ્રતિષ્ઠા કરી. હવે પરમાત્માની આજ્ઞાની પ્રતિષ્ઠા કરવાની જરૂર છે. તમારી જવાબદારી ઘણી વધી જશે. આ શું ચીજ છે, તે સમજવાનો પ્રયત્ન અંજન પ્રતિષ્ઠા પછીનું પ્રવચન પ૭
Page #73
--------------------------------------------------------------------------
________________ કરવો જોઈએ. વૈયક્તિક આગ્રહ બાંધીને વિચાર કરવો તે સાધક માટે યોગ્ય નથી. સાધના કરવી હોય તો જિનવચનો સમજવા જોઈએ. આજ્ઞા વિરુદ્ધ મંતવ્ય બાંધવું તે ખામી છે. વર્તમાનકાળમાં જો કોઈ આપત્તિ હોય તો, શ્રાવક વર્ગ અજ્ઞાન બન્યો છે, તે છે. તમે થોડુંક ભણ્યા હોત તો આજે શાસનની જાહોજહાલી જુદી જ હોત. તમને તરવા માટે જહાજ મળ્યું છે, તેમાં બેસીને તરવાનું છે. આજ પછી આ પરમાત્માની ભક્તિ કઈ રીતે કરવી? પરમાત્માની દ્રવ્યભક્તિ કઈ રીતે કરવી ? પરમાત્માની ભાવભક્તિ કઈ રીતે કરવી ? તે માટે જો ચૈત્યવંદનભાષ્ય દરેક પુણ્યાત્મા ભણી લે તો પરમાત્માની પ્રતિમામાં પ્રતિમા નહિ પણ પરમાત્માના દર્શન થાય. ઘણા પુણ્યાત્મા પરમાત્માની પ્રતિમાના દર્શન કરે છે, પરમાત્માનાં નહિ. ઘણા આંગીનાં દર્શન કરે છે, પરમાત્માનાં નહિ તો ઘણાને આંગી પણ દેખાતી નથી. આજ્ઞા અને આદર ભૂલાયા એટલે વીતરાગ પરમાત્માનું મહત્ત્વ ગૌણ થયું અને દેવ- દેવીનું મહત્ત્વ વધ્યું છે. દેવ-દેવી પાસે દોઢ પગે દોઢ કલાક ઊભો રહે અને પરમાત્મા પાસે દોઢ મિનિટ પણ ન ઊભો રહે, આ પરમાત્માની ભક્તિ નથી આશાતના છે. તેનો ખ્યાલ આપણને રહેવો જોઈએ. આ રૂડો અવસર આવ્યો છે તેમાં સમજીને દ્રવ્યભક્તિ કરો તો તે ભાવભક્તિનું કારણ બને. જે સર્વવિરતિ સ્વીકારે તે ધન્ય છે. સર્વવિરતિ સ્વીકારવાની જેની શક્તિ નથી, તે દેશવિરતિ સ્વીકારે, તે પણ શક્તિ નથી. તે સમ્યગ્દર્શનને નિર્મળ કરવાનો પ્રયત્ન કરે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તેને માટે જિનમંદિર બંધાવવું, જિનબિંબ ભરાવવું, જિનબિંબના દર્શન કરવાં તે ઉત્તમ. આ રૂડા અવસરને પામ્યા અને તેની આજે પૂર્ણાહુતિ પણ થઈ. આટલા દિવસમાં અમારાથી વીતરાગની આજ્ઞા વિરુદ્ધ, જાણતા-અજાણતાં કાંઈ પણ આચરણ થયું હોય તો કાંઈપણ બોલાયું હોય તો અમારા આત્મકલ્યાણ માટે અમારે મિચ્છા મિ દુક્કડ દેવો જ જોઈએ. તમારે પણ વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિપરીત કાંઈપણ થયું હોય તેનો મિચ્છા મિ દુક્કડ દેવો જ જોઈએ. પછી વીતરાગ પરમાત્માની આજ્ઞા શું છે તે ધર્મશાસ્ત્રના દર્પણમાં જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ અને તે રીતે વર્તવાનો નિર્ધાર પણ કરવો જ જોઈએ. પરમાત્માના શાસનનું સત્ય નાનું હોય કે મોટું હોય પણ દરેકનું સરખું જ મહત્ત્વ છે. કોઈ પણ સત્ય નાનું નથી. આંખ તદ્દન નાની છે, છતાં તેનું મૂલ્ય કેટલું છે. શરીરના કોઈપણ અંજનશલાકાનાં રહસ્યો 58
Page #74
--------------------------------------------------------------------------
________________ નાનામાં નાના અંગનું પણ મૂલ્ય છે, તે જ રીતે અરિહંત પરમાત્માની એક પણ વાત નાની છે' તેમ કરીને તેની ઉપેક્ષા ન થવી જોઈએ. પરમાત્માએ કહેલી દરેક વાત તે નાની હોય કે મોટી, દરેકનું મૂલ્ય સરખું જ છે. - જ્ઞાનની વાત આવી ત્યાં કહ્યું કે ઓછા જ્ઞાનવાળો પણ તરે. વધારે જ્ઞાનવાળો પણ તરે - વ્રતના સ્વીકારની વાતમાં લખ્યું છે કે, સર્વવિરતિવાળો પણ કરી શકે, દેશવિરતિધર પણ કરી શકે, બાર વ્રતવાળો પણ કરી શકે, એક વ્રતવાળો પણ તરી શકે. એકવ્રત પણ એગવિહં એગવિહેણું હોય તો પણ તરી શકે. પણ જ્યાં સમ્યગ્દર્શન-સમ્યક્ત કે શ્રદ્ધાની વાત આવી, વીતરાગ પરમાત્મા પરના સમર્પણની વાત આવી, ત્યાં 1OO વાતમાંથી 99 માને 1 વાત પણ જો ન માને તો મિથ્યાત્વનો દોષ લાગે છે, તેમ પરમાત્માએ કહ્યું છે. જ્ઞાનમાં - ચારિત્રમાં છૂટ આપી. દેશવિરતિમાં છૂટ આપી. સમ્યગ્દર્શનમાં ક્યાંય છૂટ ન આપી. ‘તમેવ સä નિઃસંવં, ગં નિહિં પવે' અર્થ : ‘તે જ સાચું અને શંકા વગરનું કે જે શ્રી જિનેશ્વરે પ્રરૂપ્યું છે.' કોઈના પણ માટે કોઈપણ અભિપ્રાય આપીએ તો ચાલી શકે ? સર્વજ્ઞ પરમાત્મા માટે ગમે તે અભિપ્રાય આપીએ તો ન ચાલી શકે. સર્વજ્ઞના શાસ્ત્રો માટે કોઈપણ અભિપ્રાય આપીએ તે ન ચાલી શકે, ત્યાં માત્ર શ્રદ્ધા ને સમર્પણ જ જોઈએ. આજે અમારી અને તમારી ભૂમિકા પ્રમાણેની આ વાત કરી. આ રૂડા અવસરને પામીને અમે ચારિત્રનું અને તમે શ્રાવકપણાનું સુંદરમાં સુંદર આરાધન કરી આત્મવિકાસ સાધી આત્માના પૂર્ણ સ્વરૂપ-મુક્તિને પામીએ એ જ અભિલાષા સાથે પૂર્ણ કરવામાં આવે છે. અંજન પ્રતિષ્ઠા પછીનું પ્રવચન
Page #75
--------------------------------------------------------------------------
________________ પરમાત્માની પૂજા સચ્ચાદર્શનનું અમોઘ કારણ છે. સમ્યગદર્શનને નિર્મળ કરનાર તત્ત્વ છે. પરમાત્માની પૂજા એ સમ્યગ્દર્શનનું અંગ છે. જિન-પૂજા એ કોઈ સામાન્ય અનુષ્ઠાન માત્ર નથી, પણ પરમાત્મપદને પામવાની સાધના છે, ધ્યાનયોગમાં પ્રવેશ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા છે. જિન-પૂજાણી મનની શાંતિ, મનની શાંતિની ઉત્તમ ધ્યાન, ઉત્તમ ધ્યાનથી નિર્જરા અને નિર્જરાચી મોક્ષ પ્રાપ્ત થાય છે. એ રીતે જિનપૂજા મોક્ષનું કારણ છે. 0000000 અંજનશલાકાનાં રહસ્યો
Page #76
--------------------------------------------------------------------------
________________ પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः / पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः / / चउतीसअइसयजुआ, अट्ठमहापाडिहेरकयसोहा / तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं / / 1 / / અર્થ : ‘દર્શન કરવાથી પાપનો નાશ કરનાર, વંદન કરવાથી ઇચ્છિતને સારી રીતે આપવાર, પૂજન કરવાથી બાયઅત્યંતર લક્ષ્મીને પૂરનાર, શ્રી જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે.” ‘ચોત્રીશ અતિશયથી યુક્ત, આઠ મહા પ્રાતિહાર્યોથી શોભા કરાયેલ, મોહથી મુક્ત એવા તીર્થકરો પ્રયત્નપૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે.” જ્યાં છત્ર મંડર ઉજ્વલાં, શોભી રહ્યાં શિર ઉપરે, જે દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્રય વડે; દ્વાદશગુલ વણ દેવવૃક્ષ, અશોકથી યે પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. વિ.સં. 2054 ચૈત્ર વદ-૧૪, શનિવાર તા. 25-4-98 - - - પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન
Page #77
--------------------------------------------------------------------------
________________ મહામૂર્ય સમ તેજસ્વી શોભે, ઘર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસાર દિગંતમાં; ચોમેર જાનું પ્રમાણ પુષ્યો, અર્થ જિનને અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. જ્યાં દેવદુંદુભિ દોષ ગજ્વ, ઘોષ ત્રણાલોકમાં, ત્રિભુવન તણા સ્વામીતણી, સૌ એ સુણો શુભદેશના; પ્રતિબોઘ કરતા દેવ, માનવ ને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આ શ્લોકમાં વિશ્વકલ્યાણકર પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માનો મહિમા કેટલો અચિંત્ય કોટિનો છે, તે સ્વયં જીવનમાં અનુભવ્યા બાદ પરમાત્મ સ્તવનના સ્વરૂપમાં એનું ગાન કરી રહ્યા છે. જગતમાં જેટલા પણ શ્રેષ્ઠ પદાર્થો છે, તે સઘળાની ઉપમા અપાય તો પણ ઓછી પડે તેવો પ્રભાવ શ્રી અરિહંતોનો છે. જગતમાં સર્વાંછિતને પૂરનાર કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ અને ચિંતામણિરત્ન ગણાય છે. આ બધાનો ય પ્રભાવ એકઠો કરવામાં આવે તો પણ પરમાત્માના પ્રભાવની તોલે ન આવી શકે એવો અરિહંત પરમાત્માનો પ્રભાવ છે. કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ કે ચિંતામણિ પણ આપી આપીને આપે તો ય આ લોક સંબંધી ભૌતિક સામગ્રી જ આપવાની તાકાત ધરાવે છે, વધુમાં વધુ એક ભવનાં દુઃખોનું હરણ કરી એક ભવ પૂરતાં જ સુખની ભેટ આપવાની તાકાત ધરાવે છે. એ પણ જેની પાસે પુણ્યની મૂડી હોય તેને જ એ સુખ આપવાની તાકાત ધરાવે છે. પરંતુ એ પુણ્યને પેદા કરી આપવાની, એક ભવ કરતાં વધુ ભવમાં દુ:ખને હરી સુખને પ્રાપ્ત કરાવી આપવાની તેમજ સૌથી શ્રેષ્ઠ એવું જે આધ્યાત્મિક સુખ છે, તે આપવાની તાકાત તો એ ચારે પૈકી કોઈમાં ય નથી. એની સામે પરમાત્મા એ બધું જ આપે છે. આ ભવનાં દુઃખ દૂર કરી આપે છે, તેમ પર ભવનાં દુ:ખોને પણ દૂર કરી આપે છે. આ લોકમાં સુખ મેળવી આપે છે તેમ પરલોકમાં ય સુખ મેળવી આપે છે. આ ભવમાં પુણ્ય સર્જી આપે છે અને પરલોકમાં પણ પુણ્યને સર્જવાની ભૂમિકા કરી આપે છે. દુઃખની પ્રાપ્તિનું મૂળ જે પાપ, તેનો નાશ 12 અંજનશલાકાનાં રહસ્યો
Page #78
--------------------------------------------------------------------------
________________ કરી આપે છે અને સુખની પ્રાપ્તિનું મૂળ જે પુણ્ય, તેનો પ્રાદુર્ભાવ કરી આપે છે. સૌથી વિશિષ્ટ વાત તો એ કે એ મળેલા સુખોમાં મૂચ્છ થવા દેતા નથી, એના ભોગવટામાં ય જાગૃતિ રાખવામાં મદદ કરે અને એ ભોગવટાના પરિણામે દુર્ગતિમાં જવા દેતા નથી. ઉપરથી સ્વર્ગાદિ સદ્ગતિઓમાં મોકલે છે અને આ ક્રમે કરીને છેવટે સર્વ દુઃખના સર્વથા નાશસ્વરૂપ અને સર્વ સુખની સર્વથા પ્રાપ્તિસ્વરૂપ મોક્ષ પણ આપે છે. આ અરિહંત પરમાત્માનો અચિંત્ય મહિમા છે. જે કાંઈ પણ ભૌતિક સુખ-સામગ્રી જગતના જીવોને મળે તેના મૂળમાં અરિહંત પરમાત્માનો જ અતિશય કામ કરે છે. પરમાત્માનો એ સૌથી મોટો પ્રભાવ છે કે નિરાસ ભાવે એમની પૂજા-ભક્તિ-આજ્ઞાપાલન કરનારને એ મળેલા સુખમાં મુંઝાવા-ફસાવા દેતા નથી. તેને સંપૂર્ણ સંરક્ષણ પૂરું પાડે છે અને છેવટે પોતાનું જ પરમાત્મ પદ પણ આપે છે. અનાદિનાં દુઃખ, દારિયને દૂર કરી વિશ્વની સર્વશ્રેષ્ઠ સંપત્તિસ્વરૂપ પરમાત્મ પદની ભેટ આપવાની તાકાત એકલા શ્રી અરિહંત પરમાત્મામાં જ છે. પોતાના આંતર વૈભવથી-આધ્યાત્મિક ગુણોથી જીવોના જીવનને છલોછલ ભરી આપવાની તાકાત એકલા શ્રી અરિહંત પરમાત્મામાં જ છે. એનો અનુભવ અરિહંત પરમાત્માનું ધ્યાન કરવામાં આવે તો થાય. માટે જ જૈનશાસનમાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે. યોગગ્રંથોમાં અધ્યાત્મયોગ-ભાવનાયોગ-ધ્યાનયોગ-સમતાયોગ અને વૃત્તિસંક્ષયયોગ એમ યોગના જે પાંચ પ્રકારો બતાવ્યા છે, તેમાં ધ્યાનયોગ એ ત્રીજો યોગ છે. બાહ્યાભ્યતર બાર પ્રકારના તપોનું વર્ણન આપણે ત્યાં ખૂબ જ પ્રસિદ્ધ છે, તેમાં અત્યંતર છ પ્રકારના તપમાં પાંચમો અને બાહ્યાભ્યતર તપમાં અગિયારમો તપ ધ્યાન છે. અરિહંતનું ધ્યાન ધરવા માટે એમના દ્રવ્ય-ગુણ-પર્યાયોનું ધ્યાન કરવું. એમાં એકાકાર બનવું. માટે જ નવપદના દુહામાં કહ્યું કે, અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુ યજ્જાય રે; ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય છે.” ધ્યાનયોગમાં પ્રવેશ પામવા માટે અધ્યાત્મયોગ અને ભાવનાયોગ અનિવાર્ય છે. આથી અધ્યાત્મયોગ પામ્યા પછી ભાવનાયોગ આવે અને ભાવનાયોગ આવ્યા પછી જ ધ્યાનયોગ આવે. -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન
Page #79
--------------------------------------------------------------------------
________________ ધ્યાનના મુખ્ય બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. 1 - સાલંબન ધ્યાન, 2 - નિરાલંબન ધ્યાન નિરાલંબન ધ્યાન વિના મોક્ષ ન મળે. નિરાલંબન ધ્યાન પામવું હોય તેણે સાલંબન ધ્યાનથી શરૂઆત કરવી પડે. તે માટે ચોક્કસ આલંબનની જરૂર પડે. એ આલંબન પૈકીનું એક આલંબન એટલે જ અરિહંત પરમાત્મા. અરિહંત પરમાત્મા એ સાલંબન ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન છે. જ્યારે સિદ્ધ પરમાત્મા નિરાલંબન ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન છે. સાલંબનથી નિરાલંબનમાં પ્રવેશ થઈ શકે. નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ થયા બાદ તેની પરાકાષ્ઠાએ પહોંચેલો સાધક શુદ્ધ ચૈતન્યને સાક્ષાત્ જાણી-માણીઅનુભવી શકે છે. સાલંબન ધ્યાનમાં અરિહંત પરમાત્મા આંખ સામે જોઈએ. અરિહંત પરમાત્માના ચારે નિક્ષેપણ મહત્ત્વના છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ. એમાં સ્થાપના નિક્ષેપો સાલંબન ધ્યાન માટે સૌથી વધુ ઉપયોગી બની શકે છે. તમે સૌએ તિજયપહત્ત સ્તોત્રની - चउतीसअइसयजुआ, अट्ठमहापाडिहेरकयसोहा / तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं / ગાથા સાંભળી હશે ? એમાં ચોત્રીશ અતિશયોથી યુક્ત, આઠ મહાપ્રાતિહાર્યથી શોભાપ્રાપ્ત, વિગતોહ એવા તીર્થકરોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવાનું કહ્યું છે. ધ્યાન વિના આત્માનું પરમાત્મા સાથે જોડાણ ન થાય. આત્માનું પરમાત્મા સાથે જોડાણ ન થાય તો પરમાત્માના અચિંત્ય પ્રભાવનો અનુભવ ન થાય. વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યા મુજબ એ જોડાણ બી ની રે તુમણું મિલશું જેવું જોઈએ. જેને યોગઅધ્યાત્મના ગ્રંથોમાં સમરસાપત્તિ કહેવાય છે. એ ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે ધ્યાનની અનિવાર્યતા છે. ધ્યાન જેને પણ કરવું હોય એને પરમાત્માના સ્વરૂપનું વિશદ જ્ઞાન હોવું અનિવાર્ય છે. ત્યારબાત સતત ચિંતન-મનન-નિદિધ્યાસન દ્વારા એ સ્વરૂપ આંખ સામે તાદશ થવું જોઈએ અને એ માટે અષ્ટ મહાપ્રાતિહાર્ય સમેત જિનબિંબની આવશ્યકતા માનવામાં આવી છે. પહેલા જણાવેલી ગાથા મુજબ એ અરિહંત પરમાત્માનાં ચોત્રીશે અતિશયોનું ધ્યાન ધરવાનું હોય છે, એમના આઠે આઠ મહાપ્રાતિહાર્યોનું પણ ધ્યાન ધરવાનું હોય છે અને એમની રાગ-દ્વેષ અને મોહ અંજનશલાકાનાં રહસ્યો 64
Page #80
--------------------------------------------------------------------------
________________ (અજ્ઞાન) રહિત અવસ્થા અર્થાત્ કૈવલ્ય અવસ્થાનું ધ્યાન ધરવાનું હોય છે. પાછું આ ધ્યાન એમને એમ જોવા માત્રથી આવી જતું નથી. તેને માટે સતત એ માટેનો અભ્યાસ પાડવો પડે માટે જ તિજયપહૂત્ત સ્તોત્રમાં અને ચૈત્યવંદન ભાષ્ય વગેરે ગ્રંથોમાં એના માટે પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું - એવું લખવામાં આવ્યું છે. તમે એ ગ્રંથોનો અભ્યાસ કર્યો હોત તો તમને આ વાતનો ખ્યાલ હોત. ચૈત્યવંદન ભાષ્યમાં દશત્રિકની પણ વાત આવે છે. એમાં ત્રણ નિશીહિ, ત્રણ પ્રદક્ષિણા વગેરે ત્રિક એટલે ત્રણ-ત્રણના જોડલાવાળી ક્રિયાઓ અને એવી ક્રિયાઓ દશ છે, માટે એ દશત્રિક તરીકે ઓળખાય છે. એનો પણ પરમાર્થ પરમાત્મા સાથે એકાકારતા અર્થાત્ ધ્યાનની પ્રાપ્તિ કરાવવાનો જ છે, એમ વિચારકને જણાયા વિના ન રહે. ત્રણ નિશીહિમાં - બધાથી એટલે દુનિયાના તમામ પાપ વ્યાપારોથી, દેરાસર સંબંધી કામકાજથી અને દ્રવ્યપૂજા સંબંધી કામકાજથી અળગા થઈ માત્ર પરમાત્મા અને તેમના અલૌકિક ગુણો સાથે જોડાણ કરવું. તે પણ ધ્યાનની પ્રાપ્તિ માટે થાય છે. ત્રણ પ્રદક્ષિણામાં સંસારની ચારે ગતિઓમાં કરેલા ભ્રમણનો ત્યાગ કરી પરમાત્મામાં જ રમણ કરવાના એકમાત્ર ઉદેશ્યથી એ પરમાત્માની આજુબાજુ પ્રદક્ષિણા આપવાની હોય છે. ત્રણ પ્રણામ - એમાં પરમાત્માને પોતાના મન-વચન-કાયાના તમામ યોગોનું સમર્પણ કરવાનું હોય છે. ત્રણ દિશા ત્યાગ - બધેથી નજર હટાવી માત્ર પરમાત્મા ઉપર જ પોતાની નજર સ્થિર કરવાની આમાં હોય છે. ધ્યાનની પરિપ્રાપ્તિ માટે જ . ત્રણ અવસ્થાનું ચિંતન –પરમાત્માની પિંડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થાનું ચિંતન અને એમાંથી પિંડસ્થ અવસ્થામાં પરમાત્માની બાલ્યાવસ્થા, રાજ્યવસ્થા અને શ્રમણાવસ્થા, આ ત્રણ અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે. ત્યારબાદ પરમાત્માની કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીની અવસ્થા-સમવસરણસ્થ દેશનાદાતા તરીકેની અવસ્થાનું ચિંતન એ બીજી પદસ્થાવસ્થા આવે અને ત્રીજી રૂપાતીત અવસ્થા. એમાં પરમાત્માની સિદ્ધ અવસ્થાનું ચિંતન આવે. આ રીતે પરમાત્માની દરેકે દરેક અવસ્થાઓથી આત્માને ભાવિત કરવાનો છે. એ ચિંતનભાવનામાંથી જ ધ્યાન પ્રગટે. -- - પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન -- -- -- 65
Page #81
--------------------------------------------------------------------------
________________ હવે આ ધ્યાન કરવું કઈ રીતે એનો જવાબ ચૈત્યવંદન મહાભાષ્ય નામના મહાગ્રંથમાં વાદિવેતાળ આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા આપી રહ્યા છે. અદ્ભુત રચના છે એ એમની. એમાં પરમાત્માનાં પરિકરનું શું મહત્ત્વ છે, તે ધ્યાનમાં કેવી રીતે ઉપયોગી બને છે - ભાવનાયોગમાંથી ધ્યાનયોગમાં લઈ જવાની સક્ષમતા એમાં કઈ રીતે છે, તે બધી વાતો એ મહાપુરુષે એમાં વિગતવાર કરેલી છે. અરિહંત પરમાત્માની પ્રતિમાને અરિહંત તરીકે પૂજવી હોય તો એમના પરિકરની અનિવાર્યતા છે. જો એ જ અરિહંત પરમાત્માના બિંબને સિદ્ધ તરીકે પૂજવું હોય તો પરિકરની આવશ્યકતા નથી. પ્રસંગવશાત્ બીજી પણ એક વાત કરી દઉં. જિનાલયના શિખર ઉપર ધજા હોય. એમાં જિનાલયના મૂળનાયક જો અરિહંત સ્વરૂપી હોય અર્થાત્ કે પરિકરવાના હોય તો ધજામાં જે પટ્ટા કરવામાં આવે છે, તેમાં સૌથી વચલો પટ્ટો અરિહંતના શ્વેત વર્ણાનુસાર શ્વેત-સફેદ રાખવો અને બાકીના પટ્ટા લાલ રાખવા. જો મૂળનાયક સિદ્ધ સ્વરૂપી હોય અર્થાત્ કે પરિકર વિનાના હોય તો વચલો પટ્ટો સિદ્ધના વર્ણાનુસાર લાલ રંગનો અને બાકીના શ્વેત રંગના કરવા. આ મુજબ છે જે ભગવાનનાં શિખરો હોય તેના ઉપરની ધજાઓમાં વચ્ચે તે રંગનો પટ્ટો રાખવો. આ વિધિની પાછળ પણ એક મહાન હેતુ રહેલો છે. દૂરથી જ ધજાના દર્શન કરનારને આ અહંતુ ચૈત્ય છે કે સિદ્ધ ચૈત્ય છે તેની ખબર પડી જાય. આ પરિકરમાં ભગવાનના જીવન સંબંધી દરેક મુખ્ય ઘટનાઓનું નિદર્શન કરવામાં આવેલું હોય છે. આજ સુધી કદાચ તમારું લક્ષ્ય કાળજીથી એ તરફ ગયું નહિ હોય, પણ હવે પછી જ્યારે પણ તમે જિનાલયમાં જાઓ અને પરિકરનાં દર્શન કરો ત્યારે આ વાત ખાસ કાળજીથી નોંધજો. પ્રભુને ઈન્દ્રો મેરુ ગિરિ પર સ્નાત્રાભિષેક માટે લઈ જાય છે, તે બાલ્યાવસ્થાનું ધ્યાન ધરવા માટે પરિકરમાં સૌથી ઉપર કળશધારી દેવો બતાવવામાં આવેલા હોય છે. પરમાત્માની આંગી-શોભા-અંગ શૃંગાર જ્યારે કરવામાં આવે છે, પ્રતિમાને અલંકાર-મુકુટ આદિથી વિભૂષિત કરવામાં આવે છે, એ પરમાત્માની રાજ્યવસ્થા છે. સમગ્ર રાજ્યવસ્થાનું એનાથી ધ્યાન ધરવાનું છે. એ રાજ્યવસ્થાનું ધ્યાન પણ કઈ રીતે કરવું તે ધર્મગ્રંથોમાં બતાવવામાં આવેલું છે. પ્રભુના મસ્તક પર કેશ ન હતા. પ્રભુએ પંચમેષ્ઠી કેશલોચ કરેલો. માટે કેશરહિત મસ્તકની અવસ્થા જોઈને પરમાત્માની શ્રમણાવસ્થાનું ધ્યાન ધરવાનું છે. અંજનશલાકાનાં રહસ્યો
Page #82
--------------------------------------------------------------------------
________________ ત્યાર બાદ આઠે આઠ મહાપ્રાતિહાર્યનું પણ એમાં દર્શન કરવાનું છે. अशोकवृक्षः सुरपुष्पवृष्टि - दिव्यो ध्वनिश्चामरमासनं च / भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणां / / આ શ્લોકમાં આઠે પ્રાતિહાર્યોનાં નામો મૂકવામાં આવ્યા છે. પ્રભુના પરિકરમાં ઉપરના ભાગમાં પાંદડાની શ્રેણી બતાવેલી હોય છે. કેટલેક ઠેકાણે સ્વતંત્ર વૃક્ષ-ચૈત્યવૃક્ષ પણ બતાવવામાં આવેલું હોય છે, એ જોઈ અશોકવૃક્ષનું ધ્યાન કરવાનું છે. પરિકરની ઉપરની બાજુમાં બન્ને તરફ માળાધારી દેવો હોય છે, તે જોઈ દેવતાઓ દ્વારા કરાતી પુષ્પવૃષ્ટિનું ધ્યાન ધરવાનું છે. એની બાજુમાં જ વાંસળીવાદક દેવોના દર્શન કરી પ્રભુના દિવ્યધ્વનિ પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. પરિકરમાં મૂળ નાયકની જમણી ડાબી બાજુ બે ચામરધારી દેવો કોતરેલા હોય છે, તેને જોઈ ચામર પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. પ્રભુની પ્રતિમાની નીચેની ગાદી એટલે સિંહાસન નામનું પ્રાતિહાર્ય. તેનું ધ્યાન કરવાનું છે. પ્રભુના મસ્તકની પાછળ વલયાકૃતિ ભામંડળ હોય છે, તે જોઈ પરમાત્માના ભામંડળ પ્રાતિહાર્યનું પણ ધ્યાન કરવાનું છે. પરિકર ઉપર બન્ને બાજુમાં અથવા એક બાજુમાં ઢોલ કે દુંદુભી વાદક દેવો બનાવેલા હોય છે, તેને જોઈ દેવદુંદુભિ પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર હોય છે. તેને નીરખી છત્રત્રય પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. આ આઠે મહાપ્રાતિહાર્યનું ધ્યાન કરવા દ્વારા પરમાત્માના અરિહંત સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. પ્રભુ દેવ રચિત સમવસરણમાં પધારવા માટે જ્યાં પગ ઉપાડે ત્યાં નીચે સુવર્ણ કમળો રચાઈ જાય. જ્યાં સિંહાસન ઉપર બિરાજમાન થાય, તેના ઉપર પ્રભુની કાયાથી 12 ગુણું ઊંચુ અશોકવૃક્ષ રચાઈ જાય. તેની ઉપર પરમાત્માને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું તે વૃક્ષ ગોઠવાઈ જાય, તેને ચૈત્યવૃક્ષ કહે છે. ચારે દિશામાં ચાર વેદિકા હોય છે, તેમાં પૂર્વ વેદિકા (સિહાસન) ઉપર પરમાત્મા બિરાજમાન થાય. -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન 17
Page #83
--------------------------------------------------------------------------
________________ દેવો બાકીની ત્રણ દિશાઓમાં પરમાત્માનાં પ્રતિબિંબ બનાવે. છતાં જોનાર દરેકને પોતાની સામે સાક્ષાત્ પરમાત્મા જ હોય એવું લાગે. દરેક પરમાત્મા ઉપર અને અશોકવૃક્ષ ઉપર ત્રણ ત્રણ છત્રો એમ કુલ પંદર છત્રો ગોઠવાય. પાછળ ભામંડળ હોય, આજુબાજુ ચામરો વણવીંઝયા વીંઝાતા હોય, પ્રભુ સિંહાસન પર બિરાજે, ધર્મદેશના આપે તે પ્રવચન મુદ્રામાં એમાં એક પગ પાદપીઠ ઉપર સ્થાપેલો હોય. દિવ્યધ્વનિ દ્વારા દેવો પ્રભુની દેશનામાં સૂર પુરવતા હોય. પ્રભુની વાણી પાંત્રીસ પાંત્રીસ ગુણોથી વિશિષ્ટ હોય. પાંચે વર્ણના સુગંધિત પુષ્પોની વૃષ્ટિ દેવો કરે. એ પણ ઢીંચણ પ્રમાણ. સકલ સંઘ એના ઉપરથી જાય છતાં એને કલામણા ન થાય ઉપરથી આનંદ થાય. દેવતાઓ સુગંધી જળની વૃષ્ટિ કરે. આકાશમાં રહી દેવદુંદુભિ દિવ્યનાદ ગજવે. “હે ભવ્યાત્માઓ સાંભળો ! આવો, પધારો, મુક્તિપુરીના સાર્થવાહ પધાર્યા છે. તેમની ધર્મદેશના સાંભળવા પધારો !' આ ભાવને જણાવતી કલ્યાણ મંદિર સ્તોત્રની ગાથા આ મુજબ છે. भो भोः प्रमादमवधूय भजध्वमेन - मागत्य निवृतिपुरी प्रति सार्थवाहः / एतनिवेदयति देव ! जगत्त्रयाय, मन्ये नदनभिनभःसुरदुन्दुभिस्ते / / આવા પરમાત્માના વિવિધ પર્યાયોને આંખ સામે લાવીને પરમાત્માનું ધ્યાન ધરવાનું છે, એ ધ્યાન સુલભ બને માટે જ પ્રતિમાને પરિકર બનાવવામાં આવે છે. પહેલાં બતાવ્યું તેમ સિદ્ધાવસ્થાનું ધ્યાન પણ એમાં જરૂર થઈ શકે. આની સાથોસાથ પ્રભુની પ્રતિમાનાં ખૂલેલા તેજસ્વી નેત્રોને જોઈ પરમાત્માના જ્ઞાનાતિશયનું ચિંતન કરી શકાય. પરમાત્માના હોઠ અને કંઠના દર્શન કરીને પ્રભુના વચનાતિશયનું ચિંતન કરી શકાય. પરમાત્માની ગાદીમાં સ્થાપન કરવામાં આવેલ શાસન યક્ષ-યક્ષિણી-પ્રાસાદ દેવી-નવ ગ્રહો તેમજ પરિકરમાં રહેલા માલાધારી-ચામરધારી વગેરે દેવોના દર્શને પ્રભુના વિશિષ્ટ પૂજાતિશયનું ચિંતન કરી શકાય. પ્રભુના બિંબમાંથી પ્રસરતું લાવણ્ય-તેજ-આભા જોઈ પ્રભુના અપાયાપગમાતિશયનું ચિંતન કરી શકાય એ રીતે પરમાત્માના બારે બાર ગુણોનું ધ્યાન ધરી શકાય. પરમાત્માનું બિંબ અને એમનું પરિકર પણ આત્મોત્થાન માટે કેટલું ઉપયોગી છે, તેનો આના ઉપરથી આછેરો ખ્યાલ આવ્યો હશે. ઘણી જગ્યાએ પરિકરમાં બે -- - - -- -- 78 અંજનશલાકાનાં રહસ્યો
Page #84
--------------------------------------------------------------------------
________________ કાઉસ્સગ મુદ્રામાં અને બે પદ્માસનસ્થ મુદ્રામાં પણ પરમાત્માનાં બિંબો હોય છે. એ બિંબોના દર્શને પણ પરમાત્માની પિંડસ્થાદિ અવસ્થાઓ અને પરમાત્માના પંચકલ્યાણકોનું ચિંતન જરૂર કરી શકાય છે. આ બધું શક્ય બને માટે જ પૂર્વના મહાન પ્રભાવકોએ પોતાની અંગત સાધના માટે અને અન્ય પુણ્યાત્માઓને આલંબન માટે કેટકેટલાં બિબો ભરાવ્યાં છે, તેનો ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવે. આર્ય સુહસ્તિસૂરિજીના ઉપદેશથી મહારાજા સંપ્રતિએ આજથી 2300 વર્ષ અગાઉ સવા ક્રોડ જિન પ્રતિમાઓ ભરાવી સવા લાખ જિન મંદિરો બનાવ્યાં, 36 ,OOO જિન મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. આજથી 700 વર્ષ પહેલા વસ્તુપાલ-તેજપાલની અમર જોડીએ સવા લાખ પ્રતિમાઓ ભરાવી. શાસ્ત્રકારો તો કહે છે કે, જેની પણ શક્તિ હોય તેણે હીરાની, માણેકની, નીલમ કે પન્નાની, સૂર્યકાંત-ચંદ્રકાંત મણિની, સ્ફટિકની પ્રતિમા ભરાવવી જોઈએ. એ શક્ય ન હોય તો સુવર્ણની, ૨જતની, પંચધાતુમય પણ બનાવવી જોઈએ અને શક્તિ પ્રમાણે ભવ્યાતિભવ્ય જિન મંદિર પણ બનાવવું જોઈએ. જે પુણ્યાત્માની એટલી તાકાત નથી એ પણ પોતાના એ કર્તવ્યથી વંચિત ન રહી જાય માટે તેના માટે પણ આજ્ઞા બતાવી છે. છેવટે ઘાસની નાનકડી ઝુંપડી બનાવીને એક અંગુલ પ્રમાણ પ્રતિમા બનાવીને પૂજે - ભક્તિ કરે એનું પરમ કલ્યાણ થાય છે. એવું શાસ્ત્રોમાં લખેલું છે. કારણ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું એ અવંદ્ય કારણ છે. પ્રાપ્ત સમ્યગ્દર્શનને નિર્મળ બનાવવાનું એ અમોઘ સાધન છે. એ માટેના આ કલિકાલમાં બે જ પ્રધાન સાધન છે. 1- જિનબિંબ અને 2 - જિનાગમ. માટે જ પૂજાકાર પૂ. પંડિત પ્રવર શ્રી વીરવિજયજી મહારાજે અંતરાય કર્મ નિવારણની સાતમી પૂજામાં કહ્યું છે - વિષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિયાકું આઘાર.” એ જ વાતને દોહરાવતા પૂ.પં.શ્રી જિનવિજયજી મહારાજ વીર પ્રભુના સ્તવનમાં કહે છે કે - ‘તેહનું (કલિકાલનું) ઝેર નિવારણ મણિી સમ, તુજ આગમ તુજ બિંબજી.” આ બે માર્ગમાંથી આગમ દ્વારા સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરવાનું કે વિશુદ્ધ કરવાનું તમારા માટે સહેલું નથી. એ માટે તો સંસાર અસાર લગાડી, મોક્ષ જ મેળવવા જેવો ઠસાવી એ માટે જ સંસાર ત્યાગ કરી, સાધુપણું લેવું પડે. સદૂગુરુની સેવા-ઉપાસના કરવી પડે. એમનો વિનય કરવો પડે. એમની કૃપા પામી યોગોદ્ધહનાદિ અનુષ્ઠાન કરવા પૂર્વક આગમ ભણવા પડે. આત્મસાત્ કરવા પડે, પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન 19
Page #85
--------------------------------------------------------------------------
________________ તો થાય. જ્યારે જિન બિંબ સૌને માટે સુલભ માધ્યમ છે. બાળ હોય કે બુધ હોય, બાળ હોય કે વૃદ્ધ હોય સૌ કોઈ માટે તરવાનું મઝાનું આલંબન જિનબિંબ છે. માટે જ શાસ્ત્ર કહે છે, દરેક સાધકના આંગણે જિનમંદિર જોઈએ, જિનબિંબ જોઈએ. મારે મારા પરમાત્મા સાથે હૈયાફૂટી વાત કરવી છે... ક્યાં કરાય ? સંઘમંદિરમાં તો ઘણી મર્યાદાઓ નડે. તો એના માટે ઘરમંદિર છે. ત્યાં તમે ગમે ત્યારે તમારા પ્રભુ સાથે વાતો કરી શકો છો. મારે મારા પરમાત્માની આગળ રાવણ અને મંદોદરીએ નૃત્ય-વાજિંત્ર પૂજા કરી તેમ કરવું છે. સંઘ મંદિરમાં ન કરી શકો. એ માટે ઘરમંદિર જોઈએ. કષાય વ્યાપી ગયો. ધમધમાટી થઈ ગઈ. શાંત થવું છે. કલાક-બે કલાક ઉપશમના રસમાં ઝીલવું છે. સંઘમંદિરમાં તેટલી અનુકૂળતા કદાચ ન રહે, એ માટે ઘરમંદિરની જરૂર છે. હૈયું ભરાઈ આવ્યું - રડી લેવું છે - પોક મૂકીને હૈયું ખાલી કરવું છે, પરમાત્મા આગળ. પણ ક્યાં રડું ? સંઘમંદિરમાં બધાની સામે ભાવ પ્રગટતો નથી તેવો. અલાયદી મુલાકાત જોઈએ પ્રાણપ્યારા પરમાત્મા સાથે. ક્યાં મળશે ? તો ઘરમંદિરમાં. મારા ઘરનાં નાનાં નાનાં ભૂલકાંઓને નાનપણથી જ દર્શન-પૂજાના સંસ્કારો આપવા છે, એ માટે પણ ઘરદેરાસર અનુકૂળ રહે. ઘરના બધા મેમ્બર ભેગા મળી ભક્તિ કરે એવી ભાવના થાય છે તો ઘરના આંગણે જિનમંદિર બનાવવું જ જોઈએ. જેથી ભક્તિના તમારા તમામ મનોરથ પૂરા થઈ શકે. સાધુ-સાધ્વીજી ભગવંતની ઘરે પધરામણી કરવી છે. વિનંતી કરું છતાં ય લાભ મળતો નથી. મેળવવો છે લાભ ? જો ઘરમાં જિનમંદિર હોય તો જરૂર લાભ મળે. પૂજ્ય ગુરુ ભગવંતો તમારા ગૃહાંગણે જરૂર પધારી શકે. આવા તો કેટલાય ફાયદા છે ગૃહમંદિરના. મહાનુભાવ તમારો આ લોક અને પરલોક બેય સુધરી જશે, એક ઘરમંદિરની સ્થાપના કરવાથી. પઉમચરિય નામનો એક અદ્ભુત ગ્રંથ આપણે ત્યાં છે. જૈન રામાયણનો આદ્ય ગ્રંથ. પૂ.આ.શ્રી વિમલસૂરિજી મહારાજે બનાવેલો. એમાં વર્ણન આવે છે. ગામમાં મરકી-મારી ફેલાઈ ગઈ. લોકો ટપોટપ મરવા લાગ્યાં. પણ જે ઘરમાં જિનમંદિર-જિનપ્રતિમા હતી એ ઘર એમાંથી બાકાત રહ્યાં. બાહ્ય ઉપદ્રવોને ટાળવાની જો આવી તાકાત વિધિથી સ્થાપેલ ઘરમંદિરો ધરાવતાં હોય તો અત્યંતર રાગ-દ્વેષ-ઈન્દ્રિયોની ગુલામી-કષાયોની પરવશતા આ બધા દોષોને ભસ્મસાત્ કરી જીવનને નંદનવન જેવું કેમ ન બનાવી શકે એ ગૃહમંદિરો? પ્રત્યેક શ્રાવકે કમ સે કમ એક જિનમંદિર અને જિન મૂર્તિનું જીવનમાં અવશ્ય નિર્માણ કરાવવું જોઈએ. શ્રાવકનું જીવનનું એ એક અનિવાર્ય કર્તવ્ય છે. શ્રાદ્ધ અંજનશલાકાનાં રહસ્યો 7)
Page #86
--------------------------------------------------------------------------
________________ વિધિમાં શ્રાવકના જીવનના કર્તવ્યોમાં એનું ધ્યાન કરવામાં આવેલું છે. આવા તારક પરમાત્માના મંદિરો ને મૂર્તિઓનું વિધિવત્ નિર્માણ કરનારના ભાગ્યનો કોઈ અવધિ નથી. એ ધન્ય છે, કૃતપુણ્ય છે. હિતોપદેશ નામના ગ્રંથરત્નમાં જણાવવામાં આવ્યું છે કે - સૂય-સંઘ-તિર્થી-પખુદ, સવ્વ તિર્થંદિં તાવ વકર્યા तस्स पडिच्छंदंमि कयंमि, सुकयं कयं सयलं / / 166 / / અર્થ : “શ્રત-સંઘ-તીર્થ વગેરે બધું તીર્થકરો દ્વારા જ પ્રવર્તાવવામાં આવ્યું હોવાથી તેમની પ્રતિમા કરનારે સઘળા સુકૃતો કરી લીધાં છે. તેમજ वेरुलिय-फलिहद्ध-विहुम-पमुक्खरयणेहिं सेल-धाऊहिं / धन्ना जयंमि कारिय-जिणपडिमा हुंति अप्पडिमा / / 167 / / અર્થ : “વૈડુર્યમણિ-સ્ફટિક-પરવાળો વગેરે રત્નોની. પાષાણની અને ધાતુની અનુપમ પ્રતિમાઓનું જેઓ નિર્માણ કરે છે, તેઓ ખરેખર આ જગતમાં ધન્ય છે.' એ ધન્ય કેમ ? કારણ એક જ પોતે તરે છે અને અન્ય હજારો આત્માઓને તરવાનું ભવ્ય આલંબન પૂરું પાડે છે. એ કાર્ય તીર્થકર નામકર્મના બંધનું પ્રધાન કારણ છે. કહ્યું છે ને... तिण्णाणं तारयाणं / મહાસમર્થ પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ પરમબુધ હતા. એમના બનાવેલા ગ્રંથોની એક પંક્તિ બેસાડવી હોય તો અમારે બીજા પાંચ-પચ્ચીસ ગ્રંથો ભણીને તૈયાર થવું પડે, ત્યારે સમજી શકાય. એવા મહાસમર્થ પણ જ્યારે જિનરાજના શરણે બેસતા ત્યારે સાવ નાના બાળક જેવા બની જતા. પરમાત્મા સાથે સ્તવનોમાં કજીયો ય કર્યો છે, બાળહઠ લઈને પણ બેઠા છે, ઓળંભો પણ આપ્યો છે અને પ્રિતમ માની પોતે એમની પ્રિયતમા બનીને ય બતાવ્યું છે. તો વળી ક્યાંક પ્રભુ સ્વામી અને એ એમના અદના સેવક પણ બન્યા છે. એક જગ્યાએ કહે -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન
Page #87
--------------------------------------------------------------------------
________________ વાચક જણ કહે ઢીલની મુઝ મન ન ગમે ટેવ હો આ આપની મોડું કરવાની રીત મને જરાય ગમતી નથી. બીજે કહ્યું કે, પ્રભુ તમે મહાન કે હું મહાન ? એ નક્કી કરી લઈએ. હું આવડો નાનો છતાં મોટા એવા પણ તમને દિલમાં સમાવી શકું છું અને તમે તો વિભુ કહેવા છતાં પણ નાના એવા મને મનમાં ધરી શકતા નથી. લવું પ૭ હું તુજ મન નવ માવું, જગગુરુ તુમને દિલમાં લાવું રે... જૈન શાસ્ત્રકારો જે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગની વાત કરે છે, એ તમામ અનુષ્ઠાનોના ભાવ એમણે એમનાં સ્તવનોમાં ઠાલવ્યાં છે. અસંગ અનુષ્ઠાનની વાત કેવી સરસ મૂકી છે. “હમ મગન ભએ પ્રભુ ધ્યાનમેં...” ‘જિન હિ પાયા તિન હિ છિયાયા, ન કહે કોઉ કે કાન મેં; તાલી લાગી જબ અનુભવ કી, તબ સમઝે એક સાન મેં...” જગજીવન જગવાલહોર્મમાં બધી રીતે ભગવાનના દેહનું વર્ણન કરી દીધું. આંખનાં, હાથ પગની રેખાનાં, લક્ષણોના અને રૂપના બધા ભાવો વ્યક્ત કરી દીધાં. માને પૂછો, દીકરાની કેવી કેવી વાતો કરે ? દસ વાર નામ લે તોય ચેન ન પડે બસ આ પણ એવી જ ભક્તિ છે. જેનું પરમાત્મા સાથે જોડાણ થઈ જાય તેની બધી વાત કોઈ જૂદી હોય છે. મારા ગુરુદેવની જ વાત કરું. 25-25 વર્ષ સુધી એકધારી રીતે પાસે રહીને અમને જાણવા-માણવા મળી છે એમની ગુણગરીમા. એ મારા જીવનનું એક મહત્તમ સૌભાગ્ય છે. પુણ્ય એમનું પરાકાષ્ઠાનું, વિદ્વત્તા પરાકાષ્ઠાની. છાતી વજની કે કોઈ પણ આવી પીગળાવી ન શકે. મનોબળ દૃઢ એવું કે દુનિયાને ધ્રુજાવી શકે. છતાં પરમાત્મા સામે ચાર વર્ષનું નાનું બાળક જોઈ લો. સાધનાની સિદ્ધિને વરેલા મહાત્મા પણ પરમાત્માની આગળ કેવા બાળક બનીને રહે તેની ખબર એમને જોવાથી પડે. જગતના મસ્તકે બેસવાનું સૌભાગ્ય જેને સાંપડ્યું હોય તે માન મૂકીને પરમાત્મા સામે સાવ બાળક બની પરમાત્માના ચરણોમાં બેસી જાય એ નાનીસૂની વાત નથી. સભામાં દસ હજાર માણસો જેમને સાંભળવા આવતા હોય, મોટા ભાગના વિરોધ કરવા જ આવેલા હોય છતાં જેમના પેટનું પાણી ય હાલતું નહિ, એવા પ્રસંગો ઉદ્ભવતા કે લોકોને લાગતું કે હસ્તી મટી જ ગઈ સમજો. હતા ન હતા થઈ જશે, પણ એમના પુણ્ય પ્રભાવથી એમની સુવિશુદ્ધ પ્રરૂપણાથી, એમની 72 અંજનશલાકાનાં રહસ્યો
Page #88
--------------------------------------------------------------------------
________________ સિદ્ધાંતનિષ્ઠાથી, એમના સચ્ચારિત્રના પરમાણુઓથી એ બધા વિરોધ વિલાઈ જતા. તે પ્રભાવશાળી મહાપુરુષ પણ પરમાત્મા સામે સાવ બાળક બની જતા. ઘણીવાર એમની પાસે સંથારો કરવાનો વારો આવ્યો હોય. અમે નિદ્રામાં હોઈએ ને રાતના બાર કે બે વાગે એ મહાપુરુષ બે હાથે તાળી પાડતા સંભળાય. ત્યારે ઉઠીને જઈએ એમની પાસે, પૂછીએ, સાહેબ કાંઈ જરૂરત છે ? ત્યારે એ મહાપુરુષ કહેતા, હું તો મારા પ્રભુ સાથે વાતો કરતો હતો કેવી મજા આવી ગઈ. અંદરની વિશુદ્ધિ કેવી સાધી હશે ? માટે જ અંતિમ સમયે તેઓશ્રી અરિહંતના જ તાણેવાણે વણાયેલા હતા. એમનો નાતો અરિહંત સાથે જ જોડાયેલો હતો. એમની યુવાવસ્થા કે પ્રૌઢાવસ્થામાં એમણે જેટલાં પણ દેરાસરજીનાં દર્શન કર્યા ત્યાં એક પણ પ્રતિમા એવી નહિ હોય કે જેને એ મહાપુરુષે ઊભાં ઊભાં ત્રણ-ત્રણ ખમાસમણાં ન આપ્યાં હોય. સિદ્ધગિરિ ઉપર ખૂણે ખાંચરે, કષ્ટસાધ્ય પ્રવેશવાળી જગ્યામાં રહેલાં નાનાં પણ બિંબ, અરે, પંચધાતુનાં નાનાં બિંબને પણ ત્રણ ત્રણ ખમાસમણાં આપ્યાં છે. પંચતીર્થી હોય તો પંદર ખમાસમણાં અને ચોવીશી હોય તો એકસો ને વીશ ખમાસમણાં એ મહાપુરુષે આપ્યાં છે. ત્રીજે માળે પ્રતિમાં હોય તો ત્યાં ચડીને પણ દર્શનાદિ કર્યા છે. કોઈનું ગૃહમંદિર માળીયા ઉપર હોય, સીડી ઊભી હોય ને પડી જવાય એવી હોય તો પણ કહેતા મારે જવું છે અને જતા, દર્શન કરવા. તમે જ્યાં રહેતા હો અને જે દેરાસરમાં દર્શન-પૂજન કરતા હો તે, દેરાસરમાં કેટલા ભગવાન છે ? એ કદાચ ત્યાં રહેનારા, રોજ દર્શન-પૂજા કરનારા તમે ન કહી શકો. પણ પરમ તારક ગુરુદેવશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંના દેરાસરમાં રહેલ દરેક પરમાત્માનાં દર્શન ને ખમાસમણાં આપી વંદન જરૂર કર્યા છે. આ એમની શુદ્ધિ હતી સમ્યગ્દર્શનની. અરિહંતનું સામ્રાજ્ય રગેરગમાં વસાવ્યું હતું એમણે. હઠીસિંગની વાડી અમદાવાદમાં આવેલી છે. બાવન જિનાલય. સેંકડો પ્રતિમા. એક દિવસ સવારથી સાંજ સુધી ભક્તિસભર હૈયે દરેક પ્રતિમાને ત્રણ-ત્રણ ખમાસમણાં આપ્યાં. સાંજે પગ થાંભલા જેવા થઈ ગયા. શિષ્યોએ પગની ચિંતા કરી તો એ મહાપુરુષ કહે, પગ તો દુઃખે, આવી મહાન ભક્તિનો લાભ ક્યાંથી મળે ! આવી એમની પ્રકૃષ્ટ પરમાત્મભક્તિ હતી. - સિદ્ધગિરિ પર યાત્રા કરવા ગયા. નવે ટુંકના શાંતિથી દર્શન અને ચૈત્યવંદન કર્યા. સ્તવન ભાવપૂર્વક ઝીલ્યાં. નાનું બોલીએ તો કહેતા ‘ઉતાવળ શી છે ? યાત્રા ફરી ફરી થોડી જ થાય છે ?' દાદાના દરબારે પહોંચ્યા ત્યાં ગરકાવ થઈ ગયા પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન 73
Page #89
--------------------------------------------------------------------------
________________ દાદાની ભક્તિમાં. એક પછી એક સ્તવનો બોલાયા કરે, પૂજ્યશ્રી આનંદમાં મગ્ન થયા કરે. ખાસી કલાક-બે કલાકની ભક્તિ કરીને ઊભા થયા. અમને થયું હવે પૂજ્યશ્રી નીચે ઉતરવાની વાત કરશે. ત્રણ-સાડા ત્રણ વાગી ગયા છે. પણ ના, સાહેબે કહ્યું આવ્યા છીએ તો ઘેટીની દેરીની યાત્રા કરી લઈએ. ઊતર્યા ઘેટીના રસ્તે. ત્યાં મૂળ સ્થાનકે ચૈત્યવંદન કરી ઉપાશ્રયે જઈ સાહેબજીને વપરાવશું તેવી ભાવના અમારી, પણ સાહેબે કહ્યું, અહીં નવાં જિનાલયો બનેલાં છે, એનાં પણ દર્શન કરવાના છે. પછી જ ઉપાશ્રયે ગયા. દેરાસરોમાં કર્યા દર્શન શાંતિથી એક એક પ્રભુનાં ને સાવ સાંજે એકાસણું કર્યું મહારાજશ્રીએ. ઠામ ચોવિહાર. સમજાય છે કાંઈ ? એમાં ગિરિરાજ ઉપર હાજત ન થાય, આશાતના ન થાય. માટે આગલા દિવસે બપોરથી જ પાણી પણ છોડી દીધું હતું. આ શ્રદ્ધાનો પ્રકર્ષ હતો, સમ્યગ્દર્શનની નિર્મળતા હતી, પ્રકૃષ્ટ કોટિનું ભવભીરુપણું હતું, એક મહાન જૈનાચાર્યમાં. એમણે મૂર્તિને મૂર્તિના સ્વરૂપમાં ક્યારે ય જોઈ નથી. એમાં એમને મનમોહન તારક પરમાત્માનાં જ દર્શન થયાં હતાં. જે મૂર્તિને મૂર્તિના રૂપમાં નહિ પણ પરમાત્માના સ્વરૂપે નીહાળી શકે તેને મૂર્તિમાં જ પરમાત્મા હાજર છે. પણ સાક્ષાતુ પરમાત્મા મળે છતાં એમનામાં પરમાત્મ સ્વરૂપ જોઈ ન શકે, તેવા અભાગીયાની વાત શું કરવી. આવા અરિહંત પરમાત્માના જીવનના દરેક પ્રસંગે ઉજવવાની રૂડી તક મળી છે, એ તકને સાર્થક કરી એ અરિહંતના સ્વરૂપની વાસ્તવિક પીછાણ દ્વારા એમાં જ લયલીન બની જઈએ એ જ શુભાભિલાષા. 74 અંજનશલાકાનાં રહસ્યો
Page #90
--------------------------------------------------------------------------
________________ લગની લાગી છે પ્રભુ! તારા મિલનની... સત્તરભેદી પૂજાના પ્રારંભ પૂર્વે પરમાત્મ સ્વરૂપને વર્ણવતું ભૂમિકા-પ્રવચન दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः / पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः / અર્થ : “દર્શન કરવાથી પાપનો નાશ કરનાર, વંદન કરવાથી ઈચ્છિતને સારી રીતે આપનાર, પૂજન કરવાથી બાહ્યઅત્યંતર લક્ષ્મીને પૂરનાર, શ્રી જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે.' અનંત ઉપકારી, તીર્થકર ભગવંતો સમગ્ર વિશ્વના ઉદ્ધારની પરાકાષ્ઠાની ભાવનાના યોગે તીર્થકરત્વને પામ્યા હતા. | સર્વ દોષથી રહિત, સર્વ ગુણથી સહિત, અનંત કરુણાના નિધાન, અચિંત્ય સામર્થ્યના સ્વામી, સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા એવા તીર્થકર ભગવંતના પરમ પ્રભાવની અનુભૂતિ જેમણે ક્ષણે-ક્ષણે કરી હતી, એવા મહાપુરુષોએ એ પરમાત્માની ભક્તિસભર હૃદયે તાત્ત્વિક અદ્ભુત સ્તવના કરતાં બહુ ઊંડી સંવેદના અનુભવી છે. વિ.સં. 2059 કાર્તિક સુદ-૧૧ મંગળવાર તા. 4-11-03 - - - - - - - - - - - - - - - - લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની... - - ---
Page #91
--------------------------------------------------------------------------
________________ ભગવંત ! આપની પરાકાષ્ઠાની કરુણા, અદ્વિતીય કક્ષાનું પરાર્થકરણ, પરાકાષ્ઠાનો યોગવૈભવ, લોકોત્તર ધર્મસામ્રાજ્ય, અચિંત્ય પ્રભાવ, ક્ષાયિકભાવની વીતરાગતા, સર્વજ્ઞતા, યથાર્થવાદિતા, લોકહિતકારિતા વગેરે અગણિત ગુણોને જ્યારે આંખ સામે લાવું છું અને એ પ્રત્યેક ગુણોને હૃદયસ્થ બનાવીને મારા આત્માને જ્યારે એનાથી ભાવિત કરું છું, ત્યારે એમ થાય છે કે, મારા આ નાથને, મારા આ પ્રભુને હું કોની સાથે સરખાવું? વિશ્વમાં જે કોઈ પણ વિશિષ્ટ ભાવોને જોઉં છું. તે પછી સજીવ હોય કે નિર્જીવ વસ્તુ સ્વરૂપે હોય કે વ્યક્તિ સ્વરૂપે; તરત મને મારા પ્રભુને, મારા નાથને એની સાથે સરખાવવાનું મન થઈ આવે છે. પણ મારા પ્રભુની મહાનતા-વિશેષતા જોતાં એ બધા જ સરખામણીનાં રૂપો જ્યારે વામણાં દેખાય છે, ત્યારે મારું મન આ સરખામણીમાંથી પાછું ફરે છે. પણ પ્રભુ ! તો ય મારું મન આ સરખામણી કરવાની ટેવ છોડી શકતું નથી. તો હું મારા નાથને કોની સાથે સરખાવું? શું ચિંતામણિ સાથે સરખાવું? શું કામધેનુ સાથે સરખાવું ? શું કલ્પવૃક્ષ સાથે સરખાવું? શું કામઘટ સાથે સરખાવું ? શું સૂરજ સાથે સરખાવું ? શું ચાંદ સાથે સરખાવું ? શું મેરુ સાથે સરખાવું ? કોની સાથે સરખાવું ? બાળક જેવી બાલીશ ચેષ્ટા કરતાં ક્યારેક એમ લાગ્યું કે, મારી સરખામણી બરાબર છે, પણ જ્યારે વાસ્તવિકતા પીછાણી ત્યારે થયું કે, “ના, મારા નાથની કોઈની સાથે તુલના ન થઈ શકે. મારો નાથ કેવો? એ એના જેવો જ! એના જેવું કોઈ નહીં અને એ કોઈના ય જેવો નહીં. પણ અજ્ઞાન જગતને મારે મારા પ્રભુની ઓળખ આપવી શી રીતે ? એમને સમજવા-સમજાવવા માટે કોઈને કોઈક ઉપમા તો જોઈએ જ ને ? બાળકે દરિયો જોયો. મા-બાપ પાસે આવ્યો. મા-બાપ પૂછે - “બેટા ! શું જોયું ?' બાળક કહે, ‘દરિયો જોયો.” મા-બાપ કહે - ‘બેટા ! દરિયો કેવો હતો ?' બાળક કહે - - - - - - - - - -- -- -- -- -- -- -- -- 71 અંજનશલાકાનાં રહસ્યો
Page #92
--------------------------------------------------------------------------
________________ ખૂબ મોટો ! મા-બાપ પૂછે - બેટા ! ખૂબ મોટો સાચું, પણ કેવડો ?' ત્યારે બાળક પાસે વર્ણન કરવા શબ્દો, સાધનો હોતાં નથી. એ પોતાના બે હાથ પહોળા કરીને દરિયાની વિશાળતા બતાવવાનો પ્રયત્ન કરે છે. પરમાત્માનું સ્વરૂપ પણ વર્ણવવું મારા માટે સહેલું નથી. એટલે જ આજે નાનું બાળક યાદ આવી જાય છે. અગાધ અને અફાટ એવા દરિયાને જોયા પછી ખુશ થયેલું એ બાળક પોતાના મા-બાપ સમક્ષ દરિયાનું વર્ણન કરતાં પોતાના બે હાથને થાય એટલા પહોળા કરીને કહે છે કે - “જો ! દરિયો આટલો બધો મોટો છે.” પ્રભુના અચિંત્ય પ્રભાવને માણ્યા પછી ભક્તિવશ થયેલા સૂરિવરો, મહામુનિવરો અને કવિવરો પણ બાળભાવે આવી ભક્તિભરી ચેષ્ટા કરતાં જગતમાં શ્રેષ્ઠ જણાતી વસ્તુઓની ઉપમા આપીને પ્રભુના પ્રભાવનો મહિમા વર્ણવવાનો શુભ પ્રયાસ કરે છે અને તેથી જ તેઓ પ્રભુને, ચિંતામણિ કામધેનુ, કલ્પવૃક્ષ, વગેરેની ઉપમા આપીને પ્રભુ માટે કહે છે કે, નિનઃ સાક્ષાત્ સુરદુમ: | અર્થ : મારા પ્રભુ તો સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.” આમ છતાંય એમાં એમના મનને પૂરો સંતોષ નથી થતો. તેઓ જાણે છે કે, કલ્પવૃક્ષની તો આરાધના કરવી પડે છે, આરાધના કર્યા પછી પણ એની પાસે માંગવું પડે છે. માંગ્યા પછી પણ એ માંગેલું જ આપે છે, માંગેલું પણ વર્તમાન જીવન પૂરતું જ આપે છે. વર્તમાન જીવનમાં પણ કેવળ ભૌતિક પદાર્થો જ એ આપે છે. જ્યારે મારા પ્રભુનો મહિમા તો અચિંત્ય છે. | સર્શનાર્ ટુરિતäલી | અર્થ : ‘દર્શન કરો ને અગણિત ભવોનાં દુરિતનો (પાપનો નાશ થાય છે.' પાપથી જ દુઃખ આવે છે. એટલે પાપનો નાશ થવાથી આપોઆપ દુઃખનો નાશ પણ થઈ જાય છે. વળી મારા એ પરમાત્મા કેવા છે ? वन्दनाद् वाञ्छितप्रदः / અર્થ : ‘એમને વંદન કરો ને ભવોભવ સુધી વાંછિત-ઈચ્છિત મળે છે.” વળી મારા એ પરમાત્મા કેવા છે ? લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની... ------------- 9.
Page #93
--------------------------------------------------------------------------
________________ पूजनात् पूरकः श्रीणाम् / અર્થ : ‘એમનું પૂજન કરો ને દરેક રીતે આત્માને ન્યાલ કરનાર અત્યંતર-બાહ્ય બધી જ સમૃદ્ધિ મળે છે.” કલ્પવૃક્ષ તો આરાધો ત્યારે જ ફળ આપે, મારા પ્રભુ તો સ્વયં - દાતાર છે. જ્યારે મેં મારા પ્રભુને ઓળખ્યા પણ ન હતા, પીછાણ્યા પણ ન હતા, આરાધ્યા પણ ન હતા. ત્યારે પણ મારા એ પ્રભુએ, મારા એ નાથે મારા આત્મવિકાસની ચિંતા કરી હતી, મારા હિતની ચિંતા કરી હતી. જ્યારે હું છેક નિગોદમાં હતો ત્યારે પણ મારા એ પ્રભુએ મારા ઉદ્ધારનો સંકલ્પ કર્યો હતો. મેં હજી એમનાં દર્શન પણ કર્યા ન હતાં, પણ હું એમનાં દર્શન કરી શકું તેવી સ્થિતિમાં મારો એ પ્રભુ જ મને લઈ આવ્યો. મેં મારા પ્રભુની હજી પૂજા પણ કરી ન હતી, પણ હું એમની પૂજા કરી શકું એ સ્થિતિમાં મારો એ નાથ જ મને લઈ આવ્યો. મને પૂજાની ભૂમિકાએ પહોંચાડવાનું કામ પણ મારા પ્રભુના જ અનુગ્રહ થયું. એટલે કલ્પવૃક્ષ સાથે જ્યારે મારા પ્રભુને સરખાવું છું, ત્યારે એ સરખામણી માટે મારું હૈયું ઝટ કબૂલ નથી કરતું. છતાં એટલું કહીને સંતોષ માનીશ કે, મારા પ્રભુમાં જે કાંઈ છે, તે બધું ભલે કલ્પવૃક્ષમાં નથી, પણ કલ્પવૃક્ષમાં જે કાંઈ સારું છે, તે બધું તો મારા વીતરાગ-સર્વજ્ઞ પરમાત્મામાં છે જ. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, ઉપમા હંમેશા એકદેશીય હોય છે. એટલે જેની ઉપમા અપાતી હોય તેના એકાદ સારા કે નરસા અંશ સાથે જ સરખામણી શક્ય થતી હોય છે. સર્વાશે ઉપમા શક્ય જ નથી. સર્વાશે જ સરખામણી કરવી હોય તો કહી શકાય કે, મારા નાથ-સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા એ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જેવા છે. પ્રભુની તુલના-સરખામણી પ્રભુ સાથે જ થાય, બીજા સાથે નહીં. આ પ્રભુનાં દર્શન-વંદન-પૂજન અને પૂજાના તમામ પ્રકારો, દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં સમાઈ જાય છે. ઘણા ગ્રંથોમાં પ્રભુપૂજાના ચાર ભેદ-પ્રકારો બતાવવામાં આવ્યા છે. 1 - અંગપૂજા, 2 - અગ્રપૂજા, 3 - ભાવપૂજા અને 4 - પ્રતિપત્તિપૂજા. આ ચાર ભેદ પૈકી પહેલા બે ભેદ : અંગપૂજા અને અગ્રપૂજાનો સમાવેશ દ્રવ્યપૂજામાં થાય છે અને ભાવપૂજા અને પ્રતિપત્તિપૂજાનો સમાવેશ ભાવપૂજામાં થાય છે. = -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- અંજનશલાકાનાં રહસ્યો
Page #94
--------------------------------------------------------------------------
________________ જેમાં દ્રવ્યનું, સામગ્રી-વિશેષનું સમર્પણ હોય છે, તેવી પૂજાને દ્રવ્યપૂજા કહેવામાં આવે છે. પોતાની માલિકીનાં દ્રવ્યો પરમાત્માને સમર્પિત કરવાં. એનાં બદલામાં કોઈપણ દ્રવ્યોની ચાહના-કામના ન રાખવી, એ દ્રવ્યપૂજા તાત્ત્વિક દ્રવ્યપૂજા છે. જે ભાવપૂજાનું કારણ બને છે. અંગપૂજામાં જલ-ચંદન-પુષ્પપૂજા વગેરે પ્રભુના અંગને સ્પર્શીને થતી દ્રવ્યપૂજાઓનો સમાવેશ થાય છે. અગ્રપૂજામાં ધૂપ-દીપ-ચામર-દર્પણ-અક્ષત-નૈવેદ્ય અને ફળપૂજા વગેરે પ્રભુને સ્પર્યા વિના પ્રભુ સન્મુખ રહીને થતી દ્રવ્યપૂજાઓનો સમાવેશ થાય છે. ધૂપપૂજાને કેટલાક ગ્રંથોમાં અંગપૂજામાં ય સમાવેલ છે અને અગ્રપૂજામાં ય સમાવેલ છે. ત્યાં અપેક્ષાને મુખ્ય રાખીને આ ભેદ પાડવામાં આવ્યો છે. ભાવપૂજામાં સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવના-થોય-સ્તોત્રપઠન અને ધ્યાન વગેરે પૂજાઓનો સમાવેશ થાય છે. જ્યારે પ્રતિપત્તિપૂજામાં પ્રભુની આજ્ઞા-પાલનના તમામ પ્રકારોનો સમાવેશ થાય છે. | સર્વવિરતિ, દેશવિરતિ ધર્મનું પાલન, સમ્યકત્વ, માર્ગાનુસારિતા આદિ ધર્મો અને ધર્મભૂમિકાઓનું પાલન, પહેલા ગુણસ્થાનકથી લઈ ચૌદમા ગુણસ્થાનક સુધીના ઉત્તરોત્તર ચડાવનાર સ્વ-સ્વ ભૂમિકા યોગ્ય યોગોનું પરિસેવન આદિ જિનાજ્ઞારૂપ છે. તેનું પાલન ‘પ્રતિપત્તિપૂજા'માં સમાય છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા પણ મુક્તિના જ એકમાત્ર આશયથી, વિધિપૂર્વક, જયણાપૂર્વક કરવામાં આવે તો તે પણ પ્રતિપત્તિ પૂજારૂપ બની જાય છે. ભક્ત હૃદયનો એ ભાવ હોય છે કે, આ દરેક પ્રકારે મારે મારા નાથને પૂજવા છે. આ મારો નાથ એ ચૌદ રાજલોકના તમામ જીવો પ્રત્યે સમાનભાવે ઉપકાર કરનારો છે. એ લોકમાં ઉત્તમ છે, લોકનું મંગળ કરનાર છે અને લોકને માટે શરણભૂત છે, ઉત્તમ જીવોને માટે વંદનીય-પૂજનીય-સ્તવનીય છે. એની પૂજાનાં જે પ્રકારો અને ઉપલબ્ધ થયા છે, તે દરેક પ્રકારનો ઉપયોગ કરીને મારે મારી શક્તિ મુજબ મારા આ નાથની ભક્તિ કરવી છે. મારા પ્રભુની પૂજા એટલા જ માટે કરવી છે કે, મેં જાણ્યું છે - “એની પૂજાથી હું સ્વયં એના જેવો બની શકીશ. હું સ્વયં મારા સ્વરૂપ-સામ્રાજ્યનો સ્વામી બની શકીશ.” મારા પ્રભુને છોડીને જગતમાં કોઈ પૂજ્ય એવો નથી કે, જે પૂજકને પોતાના જેવો બનાવે. ત્રણ લોકમાં - - - - - - - - - - - લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની...
Page #95
--------------------------------------------------------------------------
________________ આ એક જ એવો પરમપૂજ્ય નાથ છે કે, જે પૂજાના માધ્યમે ભક્તને-પૂજકને પોતે પોતા-સરખો બનાવે. પૂજાનાં અનેક પ્રકાર છે. જેવો સાધક, જેવી તમન્ના, એની તત્પરતા, અંતરંગ પરિણતિ, પરિણામધારા અને એનો વેગ. એના દ્વારા પૂજાનાં અસંખ્ય પ્રકારો બને છે. મહાપુરુષોએ આપણા જેવા બાળને આંગળી પકડી-પકડીને પ્રભુની સાથે સંબંધનો તાર સાધવા અનેક પૂજાનાં પ્રકારો બતાવ્યા છે. પુદ્ગલની દુનિયામાં રાચનારા આપણે પુદ્ગલની દુનિયાથી દૂર થઈને આત્મામાં ઠરી શકીએ એ માટે પુગલના સહારે થતી પ્રભુપૂજાનાં દ્રવ્ય પ્રકારો પણ બતાવ્યા છે અને જ્યારે પુદ્ગલનો સહારો છોડી આત્મભાવોમાં જ ઠરી શકીએ ત્યારે ભાવસામ્રાજ્યના સહારે થતી ભાવપૂજાનાં અનેક પ્રકારો પણ બતાવ્યા છે. દ્રવ્ય પણ એક આલંબન છે અને ભાવ પણ એક આલંબન છે. જેનાં સહારે ભક્ત પ્રભુની સાથે પોતાનો નાતો જોડી પ્રભુમય બનવાનું છે અને આગળ વધીને એના જ આલંબને - સ્વયં પ્રભુરૂપ બનવાનું છે. જ્યાં સુધી જીવન પુદ્ગલની દુનિયા સાથે બંધાયેલું છે, ત્યાં સુધી ઉત્તમ પુદ્ગલોનું પ્રભુનાં ચરણે સમર્પણ કરીને પુદ્ગલોની વાસનાઓનું વિસર્જન કરવાનું છે. પ્રભુનું આત્મસ્વરૂપ, પ્રભુનું આંતરસૌંદર્ય, સ્વભાવદશા, સ્વરૂપની પરિણતિ - આ બધું પ્રભુની પાસેથી આપણે પામવાનું છે. આપણા પ્રભુ કેવા મહાન છે ? એમણે જ બધું આપ્યું છે, છતાં પણ એ કહે છે - હું તમને કાંઈ આપતો નથી. બધું તમારી પોતાની પાસે જ છે અને એને તમારે પોતે જ પ્રગટ કરવાનું છે. આપણે ભગવાનને કહીએ કે, “હે પ્રભુ ! અગર જો આપે અમને રત્નત્રયીનો માર્ગ આપ્યો ન હોત, અમારી ચેતનાનું ભાન કરાવ્યું ન હોત, અમારા સ્વરૂપનો ખ્યાલ કરાવ્યો ન હોત તો બધું અંદર હોવા છતાં એ ખ્યાલ ન હોવાના કારણે, ચાર ગતિ ને ચોર્યાસી લાખ યોનિઓમાં અમે આજે પણ ચપ્પણીયું લઈને ભટકતા જ હોત અને એમ છતાં એ ભટકવાનું અમને ભાન ન હોત. અબજોપતિનો એકનો એક દીકરો, ઘરમાં અબજોની સંપત્તિ ભરેલી હોવા છતાં એનું જ્ઞાન-ભાન ન હોવાનાં કારણે હાથમાં ચપ્પણીયું લઈને ઘર-ઘર ભીખ માંગતો ભટકે તે કેવી કરુણાંતિકા ? ઠીક તેવી જ મારી પરિસ્થિતિ હોત. આજે મને ભટકવાનું જે ભાન થયું, તે ઉપકાર પ્રભુ, તમારો જ છે. ---------- અંજનશલાકાનાં રહસ્યો
Page #96
--------------------------------------------------------------------------
________________ પ્રભુ ! તેં મને આંગળી પકડીને મારા સ્વરૂપનું ભાન કરાવ્યું, મારા આત્મિક સૌંદર્યની મને પીછાણ કરાવી, એમાં ઠરવાનો માર્ગ બતાવ્યો, આ બધો ઉપકાર પ્રભુ ! તારો જ છે. સાચું કહું તો અબજોની સંપત્તિ તારે ચરણે ધરી દીધા પછી પણ શી રીતે તારા ચરણે મેં મારું કાંઈક ધર્યું છે ? મારું હતું જ શું કે, તારા ચરણે ધરું. જે કાંઈ મને મળ્યું એ તો તારા પ્રભાવનું પરિણામ હતું. એટલે તારું જ હતું અને તારું જ તને સમર્પિત કર્યું. એમાં મેં શું કર્યું ? તારા જ પ્રભાવે મળેલી સામગ્રી, સાધનો અને સંપત્તિમાં મારાપણાની બુદ્ધિ કરીને હું પાપ બાંધતો હતો. એ મારાપણાની બુદ્ધિરૂપ પાપનો નાશ કરવા માટે તારું જ તને સમર્પિત કરવાનો પ્રભુ ! હું પ્રયત્ન કરું છું. તારી કૃપાના બળે પ્રભુ! મારો એ પ્રયત્ન સફળ થાઓ. ઉપકાર માનું છું પૂર્વાચાર્યાદિ મહાપુરુષોનો કે, પુદ્ગલની દુનિયામાં અટવાયેલા મને એ પુદ્ગલની દુનિયાથી છૂટવા તારી પૂજાનાં અનેક પ્રકારો બતાવ્યા છે. તેના સહારે પ્રભુ આજે તારી કેટલીક પૂજા કરવી છે, એ દ્વારા મારે મારા હૃદયને કાંઈક સંતોષવું છે. પૂ. મહોપાધ્યાયશ્રી સકલચંદ્રજી મહારાજા, કે જેની પ્રતિકૃતિ વચ્ચે બિરાજમાન છે. લાહોરમાં એ મહાપુરુષે જ્યારે પ્રતિષ્ઠાકલ્પની રચના કરી, હે પ્રભુ! તારા બિંબ-જિનાલયની કાયમી ભક્તિનું સંઘને એક મહાન આલંબન આપ્યું હતું. એ જ મહાપુરુષે એ સત્તરભેદી પૂજાની પણ રચના કરી હતી. એક રાત્રે કાયોત્સર્ગધ્યાનમાં રહી તારી ભક્તિના ભાવોમાં ઓળઘોળ થઈને સહજ અનુભૂતિના જ શબ્દો સરી પડ્યા. તેને કાવ્યમાં સાંકળી તેઓશ્રીએ આ પૂજા રચી હતી. એ સત્તરભેદી પૂજાની રસાળતા, મહાનતા તેમાં ધરબાયેલા ભાવોની અનુભૂતિ, એને જ્યારે અમને અને તમને સ્પર્શવા મળશે, ત્યારે થશે - કદાચ અહીં ગમે તેવા ઉત્તમ દ્રવ્યો લવાયાં હશે, પણ આ શબ્દો સાંભળીશું ત્યારે લાગશે કે, આ દ્રવ્યો કરતાં મહાપુરુષોના અનુભૂતિના આ શબ્દોની કિંમત કઈ ગુણી વધારે છે. કુમતની જાળમાં ફસાઈને જેમણે પોતાના જીવનમાં પરમાત્મા અને પરમાત્માના સ્થાપના નિક્ષેપાની ઘોર આશાતના કરી હતી, તેમને જ જ્યારે પ્રભુનો સાચો માર્ગ મળ્યો, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે રહેલા પ્રભુને જાણ્યા. ચારે ય નિક્ષેપે રહેલા પ્રભુ સાથે જ્યારે એકરૂપતા માણી, ભાવરૂપે નહીં મળેલા પ્રભુને સ્થાપનારૂપે પામીને ભાવાનુભવ કરવારૂપ ધન્યતા અનુભવી, પ્રભુપ્રતિમામાં રહેલા સાક્ષાત્ પ્રભુનો એમને જ્યારે સ્પર્શ થયો, ત્યારે શ્રી લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની... 81
Page #97
--------------------------------------------------------------------------
________________ સિદ્ધગિરિની યાત્રા સમયે સહજભાવે “અબ તો પાર ભયે હમ સાથો શ્રી સિદ્ધાચલ દરસ કરી રે' - એવા શબ્દો જેમના મુખકમળમાંથી સહજ રીતે સરી પડ્યા હતા, તે પૂ. આ. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજાએ પૂ. ઉપા. શ્રી સકલચંદ્રજી મહારાજાની રચેલી સત્તરભેદી પૂજાનું જ આલંબન લઈને પંજાબની છાંટવાળી હિંદી ભાષામાં પંજાબી ચલત લય અને ઠેકામાં નવી સત્તરભેદી પૂજાની રચના કરી છે. આજે આ પૂજાના સહારે અત્રે સત્તરભેદી પૂજા ભણાવવાની છે. જેમાં પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજાના હૃદયમાં ધબકી રહેલી પરમાત્મભક્તિ, એમના ઉદાત્ત ભાવો, એમનાં કાવ્યમય ભક્તિ-વેણો અને એમાંથી નીકળતી પરમાત્માની ગુણ ખૂબુ આપણને માણવા મળવાની છે અને વચ્ચે વચ્ચે પૂ. મહોપાધ્યાયશ્રી સકલચંદ્રજી મહારાજાના શબ્દોનો સહારો લઈને એમણે અનુભવેલા ભક્તિના ભાવોનો પણ આસ્વાદ માણવાનો છે. આજે એમ નહીં માનતા કે, આપણે મંડપમાં બેઠા છીએ. આપણે ત્રણ લોકના નાથના દરબારમાં બેઠા છીએ. કાં તો બેઠા છીએ મેરુપર્વતના શિખર ઉપર, કાં તો બેઠા છીએ પરમાત્માના સમવસરણમાં ! આજે સ્થળનું ભાન ભૂલાવું જોઈએ, કાળનું ભાન ભૂલાવું જોઈએ. આપણું વ્યક્તિત્વ વિસરાવું જોઈએ. પ્રભુભક્તિના આ અનુષ્ઠાનમાં ઓળઘોળ બનવું છે. એકતાન બનવું છે, એકરસ બનવું છે અને પછી ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં આપણો આંતરિકભાવ ભેળવી આપણે કહી દઈએ કે, ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશે હવે ટેકે; ખીર-નીટ પટે તુમશું મિલશું. વાચક યશ કહે હેજે હળશું.” વાચકવરશ્રીજીના આ શબ્દોને બરાબર પ્રણિધાનનું એક સ્વરૂપ આપીએ અને આજનો જેટલો સમય વીતે તેમાં ધ્યેય' તરીકે છે, આપણા “પ્રભુ', ધ્યાતા છીએ આપણે” અને બેની વચ્ચેનો મિલન-અનુસંધાન-સમાપત્તિ કે સમરસાપત્તિનો સેતુ છે “ધ્યાન.” ધ્યાન એકાંતમાં કરવાનું છે. જગતથી ન્યારા થઈને જગત્પતિને નિહાળવાના છે, સાક્ષાત્ પ્રભુને જોવાના છે, પણ એ કક્ષા આજે આપણી પાસે નથી. આપણે બહુ વામણા છીએ. તમારી શ્રાવકોની કક્ષા તો ઓર નીચી છે. આલંબનોની જ દુનિયામાં રાચતા તમારા માટે આલંબન વગર ધ્યાન પ્રગટી શકે તેમ નથી, માટે અંજનશલાકાનાં રહસ્યો 82
Page #98
--------------------------------------------------------------------------
________________ જ ઉત્તમ દ્રવ્યો, ઉત્તમ શબ્દો, ઉત્તમ સૂરો, ઉત્તમ ગંધ વગેરેના સહારે જગતના વૈષયિક, કાષાયિક વાસનાઓને પોષતા ભાવોથી અળગા થઈ આત્માનંદની અનંત મસ્તી માણવા આપણા પ્રભુની સાથે એકતાન બનવાનું છે. સજાવટ, સ્વરો, તાલ, ગીત, સંગીત - આ બધું તો દ્રવ્ય છે. આ દ્રવ્યનો ઉપયોગ ભાવ સુધી પહોંચવા માટે જ કરવાનો છે. ક્યાંય એવું ન બની જાય છે, ભાવ સુધી પહોંચવાનું મૂળ લક્ષ્ય ભૂલાઈ જાય અને આપણે કેવળ દ્રવ્યમાં જ અટવાઈ જઈએ. ગીત-સંગીત વગેરે ચમચી જેવું છે અને પૂજાના શબ્દોમાં રહેલા ભક્તિનો ભાવ એ વાનગી જેવું છે. વાનગી આરોગવાના બદલે ચમચી ચાવવાનું કામ ક્યાંય ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. જેટલાં આલંબનો છે, તે બધી ચમચી છે. સંગીત-સૂર-તાલ-શબ્દો આ બધી ચમચી છે અને તેના માધ્યમે પ્રભુના સ્વરૂપની અનુભૂતિ, પ્રભુના ગુણોનું સ્મરણ, પ્રભુની અનંત કરુણા, અચિંત્ય સામર્થ્ય, સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે અનંતાનંત ગુણો પ્રત્યે અપાર અહોભાવ પ્રગટવો - આ બધી વાનગી છે. આવા અવસરે જે પ્રભુને ભલે છે અને માધ્યમોમાં જ અટવાય છે. તે પ્રભથી દૂર ફેંકાઈ જાય છે. માધ્યમોનો ઉપયોગ કરીને જે પ્રભુમાં ઠરે છે, તે જ આગળ વધી શકે છે. સ્વયં પ્રભુ બની શકે છે. આપણે એવી ભૂમિકામાં પહોંચવું છે. આપણે આપણને મળેલાં આ શ્રેષ્ઠ આલંબનો દ્વારા ત્રણ લોકના નાથ, સર્વજ્ઞા વીતરાગ, અરિહંત, જિનેશ્વર પ્રભુમાં ઠરીએ, તેના પ્રભાવે પ્રતિપત્તિ પૂજારૂપ પૂજાના શ્રેષ્ઠ - ચોથા પ્રકારને પામી શકીએ અને પ્રભુ સાથે “ક્ષીર-નીર પરે તુમશું મિલશું, વાચક યશ કહે હેજે હળશું” - એ ભૂમિકામાં તમે-અને-આપણે સૌ ઓતપ્રોત બનવા પ્રયત્ન કરીએ. એટલી અપેક્ષા રાખીને પૂર્ણ કરું છું. -- -- -- ------ -- -- -- -- -- -- -- -- -- -- -------- -------------------------- લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની.... 83
Page #99
--------------------------------------------------------------------------
________________ પરમાત્મા પ્રત્યે સમર્પિત બનેલ વ્યક્તિને મળેલ તન-મન-ધનને જ્યારે સંસારમાં પ્રવર્તાવવું પડે ત્યારે તેને લાગે કે પ્રભુની માલિકીની આ ચીજોને મારી ઈચ્છા મુજબ ન વાપરી શકાય. તન આઠ વર્ષે પ્રભુશાસનને અર્પણ, વચન અને મન પણ સદા પરમાત્માની આજ્ઞા મુજબ જ પ્રવર્તાવવા એ ઈચ્છે. પરમાત્માની પૂજા, જીવને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી તેને મહેમાનની જેમ રાખે છે. 000000 -- -- -- -- -- -- -- -- -- -- -- અંજનશલાકાનાં રહસ્યો
Page #100
--------------------------------------------------------------------------
________________ હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે ! सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् / भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् / / અર્થ : મૃત સાગરમાં ઊંડી ડૂબકી માર્યા બાદ મને તેનો સાર મળ્યો છે કે, “શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ) રૂપી સંપત્તિઓનું બીજ છે.' અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવંત શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ્ પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે 30-32 (કાત્રિશિકા) નામના મહાન ગ્રંથરત્નમાં પોતાના હૃદયના ઉદ્ગારોને વ્યક્ત કરતાં કહ્યું છે - “મેં મારા જીવનકાળમાં વર્તમાન સમગ્ર શ્રતસાગરનું અવગાહન કર્યું. એકવાર નહિ, જ્યારે જ્યારે તક મળી ત્યારે વારંવાર પ્રભુના એ કૃતનિધિનું અવગાહન કર્યું. એની પાછળનો ઉદ્દેશ એક જ હતો, પરમાનંદની સંપત્તિ કઈ રીતે પામી શકાય ? સુખ અને દુઃખ આત્માની દ્વન્દ્રાત્મક પરિસ્થિતિ છે. બંને એકબીજાની વિરોધી વસ્તુઓ છે. જ્યારે આનંદ એ નિર્બન્ધાત્મક પરિસ્થિતિ છે. આનંદ સુખ-દુ:ખ કરતાં સુરતમાં સત્તરભેદી પૂજા પ્રસંગે પ્રથમ દિને વિ.સં. 2060 ભાદરવા વદ-૩ શુક્રવાર તા. ૧-૧૦-૦૪ના થયેલ પૂજ્યશ્રીનું પ્રાસંગિક પ્રવચન હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે !
Page #101
--------------------------------------------------------------------------
________________ કાંઈક જુદી જ વસ્તુ છે. સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ : આ ચકરાવો ચાલ્યા જ કરે છે. પરંતુ આનંદમાં આ ચકરાવો હોતો નથી. આવો આનંદ મોક્ષમાં હોય છે, પણ જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં પણ શ્રમણાચાર પાળનારા મહાત્માઓ આવો આનંદ નિરંતર ભોગવતા હોય છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, મેં મારા સાધના જીવનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની સાધના દ્વારા ઘણો આત્મિક આનંદ ભોગવ્યો છે. છેલ્લી કક્ષાનો શ્રેષ્ઠ કક્ષાનો આનંદ તે છે પરમાનંદ. આ પરમાનંદની સંપત્તિ આપવાની તાકાત કઈ સાધનામાં છે ? કયા યોગમાં છે ? કઈ ક્રિયામાં છે ? કયા અનુષ્ઠાનમાં છે ? સતત એક જ શોધ કરી કે આ પરમાનંદની સંપત્તિ મને શેમાંથી મળશે ? સમસ્ત શ્રુતસાગરનું અવગાહન કર્યું. સમુદ્રના મંથન પછી દેવોને જેમ અમૃત લાધ્યું હતું, તેમ મને શ્રુતસમુદ્રનું મંથન કર્યા પછી આ અમૃત લાધ્યું છે. એ આનંદ નહિ પણ પરમાનંદની સંપત્તિ જેનાથી મળે તેવા કલ્પવૃક્ષનું બીજ છે; પરમાત્માની ભક્તિ, વીતરાગની ભક્તિ, સર્વજ્ઞની ભક્તિ, સર્વ દોષરહિત અને સર્વ ગુણસંપન્ન એવા જગતના નાથની ભક્તિ એ સર્વશ્રેષ્ઠ આનંદને આપનારી છે. સર્વજ્ઞ ભગવાનની ભક્તિ, અચિંત્ય શક્તિના સ્વામી પરમાત્માની ભક્તિ, ભવોદધિતારક, જગતના નાથ, જગતના બંધુ, જગતના ચક્ષુ એવા પરમાત્માની ભક્તિ, એ પરમાનંદની સંપદાનું બીજ છે. બીજ શબ્દના મુખ્ય બે અર્થ છે : એક વૃક્ષને ઉત્પન્ન કરનાર બિયારણરૂપ અને બીજો અર્થ છે : મંત્ર-વિદ્યાઓને સકલસફળ બનાવતા પ્રભાવશાળી મૂળ મંત્રપદો. જિનભક્તિ એ પરમાનંદદાયી કલ્પવૃક્ષનું બીજ છે, તેમ પરમાનંદદાયી મંત્રોનું પણ બીજ છે. પરમાત્માની ભક્તિ અનેક પ્રકારની છે, પણ મુખ્યતાએ ચાર વિભાગમાં વહેંચાયેલી છે. 1 - અંગપૂજા, 2 - અગ્રપૂજા, 3 - ભાવપૂજા, 4 - પ્રતિપત્તિપૂજા. દેવ અને દેવેન્દ્રો, વિદ્યાધરો અને વિદ્યાધરીઓએ આજે પણ સદેહે વિચરતાં મહાવિદેહ ક્ષેત્રનાં 20-20 તીર્થંકર પરમાત્માની સુંદર ભક્તિ કરીને; શ્રી ઋષભદેવથી માંડીને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જ્યારે અવનિતલને પાવન કરતા હતા ત્યારે અગણિત આત્માઓએ એમની ભક્તિ કરીને ભવનિસ્તાર કર્યો છે. આ પરમાત્મા આપણને સદેહે મળ્યા નથી. આપણે તેમની ભક્તિ કઈ રીતે કરવી ? એમની ઉપાસના કઈ રીતે કરવી? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે આપણી એ વેદના-વ્યથા-આંસુને લૂછવા સકલાર્ડની પહેલી ગાથાની રચના કરી. . અંજનશલાકાનાં રહસ્યો
Page #102
--------------------------------------------------------------------------
________________ सकलार्हत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः / ભૂર્ભુવ:સ્વત્રયીશાન - માર્ણાં પ્રવિદે તારા એ ગાથામાં એમ કહ્યું છે કે અર્થ : ‘સર્વ અરિહંત પરમાત્મામાં પ્રતિષ્ઠિત થયેલા આઈજ્યનું અમે ધ્યાન ધરીએ છીએ. મોક્ષરૂપી સંપત્તિનું એ પરમાત્માઓ પરમ સ્થાન છે, ત્રણે લોકના જે ઈશ છે તેવા એ અરિહંતો પરમ આલંબન છે.' એ ક્યાં છે ? એની વાત તેઓશ્રીમદે બીજી ગાથામાં કરી છે. नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगजनम् / क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे / / 2 / / અર્થ : ‘૧-નામ, ર-આકૃતિ (સ્થાપના), ૩-દ્રવ્ય અને 4 ભાવના માધ્યમથી ત્રણે જગતના લોકોને પવિત્ર કરતા, સર્વક્ષેત્રમાં રહેલા અને સર્વકાળમાં થયેલા અરિહંત પરમાત્માની હું સમ્યફ ઉપાસના કરું છું.' એવું જરૂરી નથી કે પરમાત્મા સદેહે વિચરતાં હોય તો જ એમનું ધ્યાન થઈ શકે કે ભક્તિ થઈ શકે અને તો જ આપણો નિસ્વાર થઈ શકે એવું પણ માનવાની જરૂર નથી. પરમાત્માની કલ્યાણક ભૂમિમાં જઈ આરાધના કરીને પણ આપણે આપણો નિસ્તાર કરી શકીએ છીએ. પરમાત્માની વિવિધ અવસ્થાઓનું ચિંતન, ભાવન અને ધ્યાન ધરીને પરમાત્મામાં એકાકાર થવા દ્વારા પણ આપણે આપણો વિસ્તાર કરી શકીએ છીએ. પરમાત્માની ત્રણ અવસ્થા છે : 1 - પિંડી અવસ્થા : બાલ્યાવસ્થા, રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા. આ ત્રણે અવસ્થા પિંડસ્થ અવસ્થામાં આવે 2 - પદસ્થ અવસ્થા : સર્વ વિરતિ લઈ ઉપસર્ગો અને પરીષહોની ફોજ હટાવી મોહને જીતવાની સાધના દ્વારા કેવળજ્ઞાન પામ્યા. પછી શાસનની સ્થાપના કરીને અવનિતલને પાવન કરતા પ્રભુ પદસ્થ અવસ્થામાં આવે. 3 - રૂપાતીત અવસ્થા : ઘાતિ-અઘાતિ સર્વ કર્મનો ક્ષય કરી એક જ સમયમાં લોકના અગ્રભાગે અનંત સુખરૂપ રૂપાતીત અવસ્થામાં આવે. હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે ! 87
Page #103
--------------------------------------------------------------------------
________________ આ દરેક અવસ્થામાં રહેલા તીર્થંકર પરમાત્મા છે. તેમાં જ્યારે તીર્થ સ્થાપતા, ધર્મદેશના દેતા, તીર્થંકર પરમાત્મા હોય તે ભાવનિક્ષેપે તીર્થકર છે. એ પૂર્વની કે પછીની અવસ્થામાં રહેલા તીર્થંકર પરમાત્મા દ્રવ્યનિક્ષેપે તીર્થકર છે. પ્રતિમા, મૂર્તિ, ચિત્ર, આલેખન, વટ, આકૃતિ, પ્રતિબિંબ, છબીરૂપે રહેલા તીર્થકર સ્થાપના નિક્ષેપે તીર્થકર છે. તો દરેક તીર્થકરોના અંતિમ ભવનું પવિત્ર નામ. દા.ત. ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, વર્ધમાન કે સીમંધર, એ નામનિક્ષેપે તીર્થકર છે. કહ્યું પણ છે કે - નામ- નિનિનામા, ठवण-जिणा पुण जिणिंद-पडिमाओ / दव्वजिणा जिण-जीवा, भाव-जिणा समोसरणत्था / / 1 / / અર્થ : “જિનેશ્વરોનું નામ તે નામજિન કહેવાય, જિનેન્દ્રોની પ્રતિમા તે સ્થાપનાજિન કહેવાય, જિનેશ્વરોનો આત્મા દ્રવ્યજિન કહેવાય અને સમવસરણમાં સ્થિત જિનેશ્વરો ભાવજિન કહેવાય.' દરેકનું ધ્યાન કરવાનું આલંબન છે. જે કાળે પ્રભુ વિચરે છે ત્યારે પણ દરેકને પરમાત્મા મળે એવું નથી. પરમાત્મા એક ગામમાં, એક ખંડમાં વિચરે છે. એ સિવાયના હજારો ગામો અને ખંડમાં રહેલા ભાવિકો પ્રભુના નામ અને એમની સ્થાપનાની જ ભક્તિ કરે છે. આ રીતે સ્થાપનાનિક્ષેપે પણ પ્રભુ ભવ્યાત્માનો નિસ્તાર કરે છે. આપણને આજે પ્રભુ સાક્ષાત્ ભાવનિક્ષેપે મળ્યા નથી, પણ સ્થાપનાનિક્ષેપે તો પ્રભુ સાક્ષાતુ મળ્યા છે. પ્રભુનું નામ પણ શ્રવણગોચર થયું છે. જે મળ્યા છે તે નિક્ષેપે પ્રભુની ભક્તિ કરી લેવી છે. રાજર્ષિ કુમારપાળ મહારાજ કહે છે કે બધાને લાગે છે કે પ્રભુ, અમને મૂકીને તમે ચાલ્યા ગયા, પણ મને ક્યારેય એમ નથી લાગતું કે તમે અમને મૂકીને ચાલ્યા ગયા છો. જ્યારે જ્યારે અંદર ઉતરું છું, કષાયોથી દૂર થાઉં છું, ત્યારે તમે સાક્ષાત્ હૃદયમાં જ બેઠેલા દેખાઓ છો. તેઓ સાચે જ કહે છે કે - 88 અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- --
Page #104
--------------------------------------------------------------------------
________________ मुक्तिं गतो ऽपीश ! विशुद्धचित्ते, गुणाधिरोपेण ममाऽसि साक्षात् / भानुर्दवीयानपि दर्पणेऽशु सङ्गान किं द्योतयते गृहान्तः ? અર્થ : “હે ઈશ ! તું મુક્તિમાં ચાલ્યો ગયો હોવા છતાં વિશુદ્ધ ચિત્તમાં ગુણની અધિસ્થાપના દ્વારા મને સાક્ષાત્ પ્રગટ થયેલો છે. મોટો એવો પણ સૂર્ય દર્પણમાં પડેલા કિરણના યોગથી ઘરના અંદરના ભાગને શું પ્રકાશિત કરતો નથી ?' પૂ. વાચકવરશ્રી યશોવિજયજી મહારાજ ભગવાનને કહે છે કે “દુનિયા કહે છે પ્રભુ ! તમે મહાન છો, પણ હું કહું છું કે પ્રભુ ! તમે મહાન નહિ પણ હું મહાન છું.” કેવો બાળભાવ હશે ? ‘લવું પણ હું તુમ મન નવ માવું રે, જગન્ટ તુમને દિલમાં લાવું રે, કુણાને દીજે એ શાબાશી રે, કહો શ્રી સુવિથ જિદ વિમાસી છે.” હે પ્રભો સુવિધિ નિણંદ ! તમે મને વિચાર-વિમર્શ કરીને કહો કે કોને શાબાશી આપવી જોઈએ ! કેમ કે હું સાવ નાનો ગણાઉં. છતાં પણ મોટા એવા તમારા મનમાં મારું સ્થાન નથી. (તમારા મનમાં હું સમાઈ શકતો નથી, જ્યારે જગગુરુ ! મેં તો આપને મારા હૃદયમાં સમાવી દીધા છે.” પ્રભુ ! તમે સાક્ષાત્ મારા હૃદયમાં જ છો. તમને શોધવા ક્યાંય જવું નથી, તેમ આપણે પણ કહીએ. પ્રભુ ! તમને સાક્ષાત્ જોવા પ્રતિમામાં જોયું છે, તમારી પ્રતિમાનું પ્રતિબિંબ મારા હૃદયમાં ઝીલાવું છું અને મારા હૃદયનું પ્રતિબિંબ તમારી પ્રતિમામાં ઝીલાવું છું. તેઓશ્રી મહાન વિદ્વાન હતા. સાક્ષાતુ સરસ્વતીનો અવતાર હતા. તર્કશક્તિના સમ્રાટ હતા. કાવ્યશક્તિ ચોમેર ખીલેલી હતી. એમની તોલે કોઈ આવી શકે તેમ ન હતું. પૂજ્ય મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ જેવા સમર્થ ગ્રંથકારને પણ કહેવું પડ્યું કે, આ કાળમાં શ્રુતકેવલીની ઝાંખી કરાવે તેવા હતા. એવા એ મહાત્મા પ્રભુને આ રીતે બાળભાવે કહે છે, દુનિયા તમને મહાન કહે છે, પણ હું મહાન છું. ------------------------ હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે !
Page #105
--------------------------------------------------------------------------
________________ એમ તમે કઈ રીતે કહી શકો ? મોટું કોણ કહેવાય ? જે બીજાને સમાવી શકે તે ! મેં તો મારામાં તમને બરાબર ગોઠવી દીધા છે. તમે મારો સમાવેશ તમારામાં કરી શકતા નથી. હું તો નાનો છું છતાં તમારા જેવા મોટાને મારા હૃદયમાં પધરાવું છું અને તમે તો મોટા છો છતાં મને એકને પણ તમારા મનમાં સમાવી શકતા નથી. ગમે તેટલો મોટો હાથી હોય, એ નાના દર્પણમાં સમાઈ જાય, પણ દર્પણ કેવું હોય તો ? દર્પણ ચોખ્ખું-સ્વચ્છ હોય તો જ. મોટો હાથી પણ સમાઈ જાય, એમ હૃદય નિર્મળ-સ્વચ્છ-ચોખું બને તો પ્રભુ અંદર પધારે અને ભક્તને કહે કે હવે તને શાબાશી આપવી પડશે. ત્યારે ભક્ત પ્રભુને કહે છે “પ્રભુ ! મને શાબાશી નહિ પણ એ પણ આપને જ આપવી પડે તેમ છે. કેમ કે, "જેહને તેજે એ બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી છે.” આ બોલવાની બુદ્ધિ પણ આપના પ્રભાવે જ મને મળી છે.” આવી ભાવભક્તિનો આજે અવસર છે. તેમાં સંગીત ભળશે, દ્રવ્યો ભળશે. એના સથવારે આવો ભાવ પેદા કરવાનો છે. પૂ. મહોપાધ્યાયશ્રી સકલચંદ્રજી મહારાજે કાઉસ્સગ્નમાં રહીને સત્તરભેદી પૂજાની રચના કરી છે. તેનું આલંબન લઈને પાંચાલ દેશોદ્ધારક સંવેગી શિરોમણિ, ન્યાયાભાનિધિ, પ્રભુના વિશિષ્ટ ભક્ત પૂ. આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે પણ સત્તરભેદી પૂજાની સરસ રચના કરી છે. એમણે પોતાના શ્રમણ જીવનના પ્રારંભિક કાળમાં મૂર્તિ અને મૂર્તિપૂજાનું ખંડન કરવામાં પાછું વાળીને જોયું નથી. મૂર્તિને પથ્થર કહ્યો અને જ્યારે જાણ્યું ત્યારે અહો ! આ તો મારા પ્રભુ જ સ્થાપનાનિક્ષેપે છે અને સ્થાપનાનિક્ષેપ તો ભાવનિક્ષેપ જેવો જ કલ્યાણકર છે. જિનપ્રતિમા જિન સારિખી છે. એથી જ જ્યારે તેઓ પહેલીવાર ગરવા ગિરિરાજ પર પધાર્યા ત્યારે કહ્યું છે - અબ તો પાર ભયે હમ સાથો ! શ્રી સિદ્ધાચલ દસ કરી ." નિખાલસપણે એકરાર કર્યો છે કે “હું તો નિંદક હતો, તારા શાસનનો ઘોર અપરાધી હતો. આજે તારી સ્પર્શના સ્તવના કરીને મારાં તે પાપોને પખાળું છું. મારા તે પાપને તે આજે તારી સ્પર્શન કરીને પખાળું છું. તમારી પૂજા-ભક્તિ 9) અંજનશલાકાનાં રહસ્યો
Page #106
--------------------------------------------------------------------------
________________ કરનારને તો તમે તારો એમાં નવાઈ કશી જ નથી. પણ મારા જેવા ધીઠા, લંપટ, પાપી અને નિંદકને તારો તો તમારી તારકતા સાચી માનું.” જે મહાપુરુષે હૃદયના ભાવોને આ રીતે શબ્દદેહ આપ્યો છે, તે મહાપુરુષે રચેલી સત્તરભેદી પૂજા આજે અહીં ભણાવવાની છે. ભલે તેઓ જીવનના પૂર્વાર્ધ કાળમાં ભગવાનની મૂર્તિના વિરોધી હતા પરંતુ જ્યારે એમને મૂર્તિની અને મૂર્તિપૂજાની ઉપાદેયતા સમજાણી ત્યાર બાદ તેઓશ્રી પ્રતિમાના માધ્યમે ભગવાનના પરમ ભક્ત બન્યા. આ પૂજામાં સંગીત પર તાલને લક્ષ્ય આપ્યા વગર તેના શબ્દો પર ધ્યાન રાખજો ! સંગીતજ્ઞો એમની શક્તિઓ પ્રભુને ચરણે સમર્પિત કરશે. એમનું લક્ષ્ય પ્રભુને રીઝવવાનું હશે એમ ઈચ્છીએ, પણ તમારું લક્ષ્ય તો ખાસ પ્રભુને રીઝવવાનું જ હોવું જોઈએ. તમારે ભગવાનની સાથે જોડાણ કરીને મા આગળ એક બાળકની જેમ, એક સંતાનની જેમ પ્રભુને સમર્પિત બનવાનું છે. અમારી નિશ્રા આ અનુષ્ઠાનમાં છે. તે તમારો જિનભક્તિનો ઉલ્લાસ વધારવા માટે દ્રવ્યઅનુષ્ઠાન-દ્રવ્યભક્તિ એ અમારું કર્તવ્ય નથી. દ્રવ્યાનુષ્ઠાન-દ્રવ્યભક્તિ એ તમારું કર્તવ્ય છે અને ભાવભક્તિમાં વિલસવાનું અમારું અને તમારું બંનેનું કર્તવ્ય છે. આ મહાપુરુષને (પરમતારક ગુરુદેવ) અમે જોયા છે. જ્યારે પણ પરમાત્મા પાસે ગયા હોય, ત્યારે નાના બાળક જેવા બની જતા જોયા છે. તેઓએ દરેક પ્રતિમામાં પરમાત્માનાં દર્શન કર્યા છે. પ્રતિમા પાષાણની હોય, ધાતુની હોય કે સુવર્ણ-મણિ-રત્નની હોય, એમાં એઓશ્રીએ પરમાત્માનાં જ દર્શન કર્યા છે. દેરાસરના કોઈ ગોખમાં એક ખૂણામાં રહેલી પ્રતિમા હોય, ઉપરના માળે હોય કે નીચે ભોંયરામાં હોય; દરેક પ્રતિમાની એમણે ભાવભક્તિ કરી છે. ત્રણ ત્રણ ખમાસમણાં આપીને વંદના કરી છે. એમનું આલંબન લઈને આજે વિનંતિ કરશું, એમના જ શ્રીચરણે કે, “જે જગતની માતા-પિતા-નેતા-રાજા સાથે આપનું જોડાણ હતું, એ જોડાણ આપણે માટે પણ શક્ય બને, એ માટે આપશ્રીજી જ્યાં હો ત્યાંથી પધારી અમોને નિશ્રાદાન કરજો.” આટલી હૈયાથી વિનંતિ કર્યા બાદ હવે તમારે દ્રવ્ય-ભાવ ભક્તિમાં જોડાવવાનો પ્રારંભ કરવાનો છે. હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે ! 91
Page #107
--------------------------------------------------------------------------
________________ CCCC Co સામાન્ય માણસો પોતાનાથી જે મેળવી શકાય તેનાથી ભકિત કરે. કંઈક વિશિષ્ટ શક્તિવાળા ક્યાં ક્યાંથી મેળવી શકે ચાંપી મેળવીને ભક્તિ કરે. ભક્તિ પ્રાકૃષ્ટ અને શક્તિ પણ પ્રકૃષ્ટ હોય તો દુનિયામાં જે ઉત્તમ ચીજ જ્યાં જ્યાં મળતી હોય ત્યાંથી મંગાવીને ભક્તિ કરે. આ પૂજાને સમંતભદ્રા પૂજા કહેવાય. પરમાત્માની ભક્તિમાં જે કાંઈ નિઝામ ભાવે આપો તે અક્ષય બની જાય. એ ભક્તિ અનંતાણું આપે છતાં તેમાં અનાસક્ત ભાવ જીવતો રાખે. અંજનશલાકાનાં રહસ્યો
Page #108
--------------------------------------------------------------------------
________________ ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે चउतीस-अईसय-जुआ, अट्ट महापाडिहेर-कयसोहा; तित्थयरा गयमोहा, झाएयव्वा पयत्तेणं / / અર્થ : ‘ચોત્રીશ અતિશયથી યુક્ત, આઠ મહાપ્રતિહાર્યોથી શોભા કરાયેલ, મોહથી મુક્ત એવા તીર્થકરો પ્રયત્નપૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે.' અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવંતશ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે, આત્માના સહજ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ધ્યાન સાધના જેવો જગતમાં ઊંચો કોઈ માર્ગ નથી. એ ધ્યાન સાલંબન અને નિરાલંબન બે વિભાગમાં વહેંચાયેલું છે. મુક્તિનું અનન્ય કારણ જો કોઈ હોય તો તે નિરાલંબન ધ્યાન છે. પણ કોઈ સાલંબન વગર મોટે ભાગે જીવ નિરાલંબન સુધી પહોંચી શકતો નથી. માટે જ દરરોજ પરમાત્માની પૂજા કરતાં પરમાત્માની ત્રણ અવસ્થાને ધ્યાનમાં રાખીને ભાવના કરવાની કહી છે. ભાવનામાંથી જ ધ્યાન પ્રગટે છે. ભાવના એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. ભાવવાની પહેલી અવસ્થા : “પિંડી અવસ્થા' છે. બીજી અવસ્થા : ‘પદસ્થ અવસ્થા છે. ત્રીજી અવસ્થા : “રૂપાતીત અવસ્થા” છે. સુરતમાં સત્તરભેદી પૂજા પ્રસંગે દ્વિતીય દિને વિ.સં. 2060 ભાદરવા વદ-૪ શનિવાર તા. ૨-૧૦-૦૪ના થયેલ પૂજ્યશ્રીનું પ્રાસંગિક પ્રવચન-૧ - - --- --- - - - - - - - - ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે 93
Page #109
--------------------------------------------------------------------------
________________ भाविज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं / छउमत्थ-केवलित्तं, सिद्धत्तं चेव तस्सत्थो / / 11 / / અર્થ : “તીર્થકરોની ૧-પિંડસ્થ, ૨-પદસ્થ અને ૩-રૂપ રહિતપણાની ત્રણ અવસ્થાની ભાવના કરવી. એ ત્રણે જ અનુક્રમે ૧-છદ્મસ્થ, ૨-કેવલિ અને ૩-સિદ્ધત્વ અવસ્થા જાણવી.' એમ ચૈત્યવંદન ભાષ્યમાં જણાવેલ છે. ૧-પરમાત્માનો બાલ્યકાળ, પરમાત્માનો યૌવનકાળ, પરમાત્માની રાજ્યઅવસ્થા, પરમાત્માની સાધનામય શ્રમણજીવનની અવસ્થા. આ બધાનો સમાવેશ પિંડી અવસ્થામાં કરવામાં આવ્યો છે. ટુંકમાં પરમાત્માની છબી અવસ્થાએ પિંડસ્થ અવસ્થા કહેવાય. ર-સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યા પછી પરમાત્માના સ્વરૂપને પદસ્થ અવસ્થા કહેવાય છે. પદસ્થ અવસ્થા અને કેવલી અવસ્થા કહો, બંને એક જ છે. ૩-સિદ્ધપણું પ્રાપ્ત થયા પછી રૂપાતીત અવસ્થા કહેવાય છે. રૂપાતીત પૂર્વેની અવસ્થા પિંડસ્થ અને પદસ્થની છે. દરેક સાધકે પ્રભુની પૂજા વખતે પ્રભુની ત્રણ અવસ્થાથી આત્માને ભાવિત કરવાનો છે. જે પ્રભુની વિધવિધ અવસ્થાથી જાતને ભાવિત કરે છે, તે જ સાલંબન અને નિરાલંબન ધ્યાન પામી શકે છે. સાલંબન ધ્યાન જે સિદ્ધ કરે છે, તે નિરાલંબન ધ્યાનની કક્ષાને પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી આ કક્ષા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાલંબન ધ્યાન કરવાનું છે. નિરાલંબન ધ્યાન ઉપરની ભૂમિકાનું છે. સાધના જીવનમાં પા પા પગલી ભરતાં સાધકોએ જ્યાં સુધી નિરાલંબન સુધી ન પહોંચાય ત્યાં સુધી સાલંબન ધ્યાન કરવાનું છે. ચોથા-પાંચમા ગુણઠાણે રહેલ સાધક વિશેષ પ્રકારે દ્રવ્ય-ભાવ જિનભક્તિ કરવા દ્વારા સાલંબન ધ્યાન કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા સાધકો પણ જિનની ભાવભક્તિ દ્વારા પરમાત્માનું સાલંબન ધ્યાન કરે છે. પરમાત્માનું સાલંબન ધ્યાન કરવું કઈ રીતે ? પરમાત્માના ચોત્રીશ અતિશયો છે. તેમાંના એક એક અતિશયને આંખ સામે લાવતા જઈએ અને તેમાં જાતને ઝબોળતાં જવું જઈએ. પૂ. પં. શ્રી પરવિજયજી મહારાજે ચોમાસા દેવવંદનમાં ગૂંથેલા પ્રથમ જિનેશ્વર પ્રણમીએ” વગેરે સ્તવનોમાં ---- -- -- 84 અંજનશલાકાનાં રહસ્યો
Page #110
--------------------------------------------------------------------------
________________ ચોત્રીશ અતિશય ઢાળ્યા છે. શબ્દો સાદા છે, અર્થ ઘણો છે. શ્રી સમવાયાંગ આગમનો નિચોડ એમાં મૂકવામાં આવ્યો છે. તેના સહારે પરમાત્માના દેહનું, પરમાત્માના રૂપનું, પરમાત્માના અષ્ટપ્રાતિહાર્યનું અને પરમાત્માના પ્રકૃષ્ટ પુણ્યનું ધ્યાન કરવાનું છે. પરમાત્માની જન્માવસ્થા-બાલ્યાવસ્થા-રાજ્યાવસ્થા શ્રમણાવસ્થા આદિ દ્વારા જેમ પિંડી અવસ્થાનું સાલંબન ધ્યાન કરવાનું છે, તેમ પરમાત્માની કૈવલ્યાવસ્થા, સમવસરણી અવસ્થા આદિ દ્વારા પદસ્થ અવસ્થાનું સાલંબન ધ્યાન કરવાનું છે અને તે દરેક અવસ્થામાં પરમાત્માની વિશિષ્ટ વિરાગિતા અને વીતરાગિતા જોવાની છે. પુણ્ય પ્રકૃતિઓ એક કર્મનો ખેલ છે. પરમાત્માની પુણ્ય પ્રકૃતિ તે માત્ર કર્મનો ખેલ નથી. જગતની પુણ્ય પ્રકૃતિઓ જગતને માટે મોટે ભાગે પાપબંધનું કારણ બને છે. જ્યારે પરમાત્માની પુણ્ય પ્રકૃતિઓ પોતાને માટે તથા સંસાર કાદવમાં ડુબતા અનેક જીવોને માટે તારવાનું કામ કરે છે. માટે જ તે આલંબનરૂપ છે. એથી જ “નમુત્થણ' સૂત્રમાં પરમાત્માની ઓળખ આપતાં જણાવ્યું છે કે तिण्णाणं तारयाणं / ‘તરેલા અને તારક એવાને જ્ઞાનસારમાં પણ મહાપુરુષો માટે - “સ્વયં તીખ મવામોથે, પરસ્તાવિતું ક્ષમ: I'. અર્થ : ‘પોતે ભવસાગરથી તર્યા અને અન્યોને તારવા માટે સમર્થ છે.” કહીને આ જ વાત જણાવી છે. એ પુણ્ય પ્રકૃતિઓ સાથે પરમાત્માની જે ‘વીતરાગતા' છે, તે વિશેષ છે. ચોત્રીશ અતિશય અષ્ટપ્રાતિહાર્યરૂપ બાહ્ય લક્ષ્મી અને જ્ઞાનાદિ આંતર લક્ષ્મી હોવા છતાં તીર્થંકર પરમાત્મા “ગયોહા' - મોહરહિત હોય છે. આ જ તેઓના આંતરવૈભવને સૂચવે છે. જેનો મોહ ચાલ્યો ગયો છે, એવા તીર્થંકર પરમાત્મા ચાલે છે, પગ ઉપાડે છે અને પગલે પગલે સુવર્ણ કમળ ગોઠવાઈ જાય છે. ભગવાનને કાંટા કે કમળ વચ્ચે કોઈ ભેદ નથી, એ ચાલે છે અને બંને બાજુ ચામર વીંઝાય છે, તોપણ કીડીઓ કે ભમરાના ડંખ અને વીંઝાતા ચામર વચ્ચે પરમાત્માને કોઈ ભેદ નથી. ભગવાનને જ્યાં દેશના આપવાની હોય ત્યાં એક યોજન = આઠમાઈલ = તેર કિ.મી. વિસ્તૃત સમવસરણ રચાઈ જાય, પાંચ વર્ણના જલજ-સ્થલજ સુગંધી ફૂલ નિરંતર વરસતા હોય, બેસવા માટે દેવતાઓ સોનાનું ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે 95
Page #111
--------------------------------------------------------------------------
________________ રત્નજડિત સિંહાસન બનાવે, એ સ્થિતિમાં કે ઉભા ઉભાં ધ્યાન કરવાની સ્થિતિમાં પરમાત્માને એ બંને સ્થિતિમાં કોઈ તફાવત પડ્યો નથી. એક બાજુ પુણ્ય પ્રકૃતિઓ, બીજી બાજુ પ્રકૃષ્ટ પુણ્યોદયે થતા અષ્ટ પ્રાતિહાર્યો અને ત્રીજી બાજુ “ગયોહા” આ ત્રણે અવસ્થા ભાવવાની છે. પરમાત્માના ચરણે દેવ-દેવેન્દ્રો, માનવો સેવા કરવા તત્પર હોય છે. તેમાં દરેક વખતે પરમાત્માની નિર્લેપતા આંખ સામે લાવીને આત્માને ભાવિત કરવાનો છે. આ સ્થળે યાદ કરો, કલિકાલસર્વજ્ઞશ્રીજીએ કરેલ પ્રભુ શ્રી પાર્શ્વનાથ અને પ્રભુશ્રી મહાવીર પરમાત્માની સ્તુતિઓ : 'कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति / प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः / / ' અર્થ : ‘કમઠ (ઉપસર્ગ કરવા રૂ૫) અને ધરણેન્દ્ર (ઉપસર્ગ હરવા રૂ૫) પોતપોતાને ઉચિત એવું કાર્ય કરે છે. ત્યારે પણ પાર્શ્વનાથ પ્રભુ સમાન મનોવૃત્તિવાળા થઈને રહે છે. તે પ્રભુ તમારા કલ્યાણ કરનારા થાઓ.” અને ‘पन्नगे च सुरेन्द्रे च, कौशिके पादसंस्पृशि / निर्विशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः / / ' અર્થ : ‘ચંડકૌશિક સર્પ અને દેવેન્દ્ર (સર્પ અને ઈન્દ્ર બંને માટે સંસ્કૃતમાં કૌશિક શબ્દ વપરાય છે) બંને પ્રભુના પગને અડક્યા ત્યારે પણ પ્રભુને મન બંનેમાં કોઈ ફરક ન હતો. તે શ્રી વીરસ્વામીને નમસ્કાર થાઓ.' આ આપણા પરમાત્માની સિદ્ધિ છે, એમનું જીવનવ્રત છે અને આપણો પરમ આદર્શ છે. પરમાત્માનો યોગવૈભવ કેવો હતો ? ઓછામાં ઓછા એક કરોડ દેવતા પ્રભુની સેવામાં હાજર જ હોય છે. અહીંથી દેશના આપી ઊભા થાય અને બીજા સ્થળે પહોંચે, તે પહેલાં ત્યાં બીજું સમવસરણ રચાઈ ગયું હોય. પહેલો ગઢ નક્કર ચાંદીનો. બીજો ગઢ નક્કર સોનાનો હોય. ત્રીજો ગઢ સોનાનો, મણિરત્ન જડેલો હોય. એક એક વર્ણન વાંચો તો ખબર પડે. - - - - - - - - - - - - - - - - - - -
Page #112
--------------------------------------------------------------------------
________________ આપણે ત્યાં સમવસરણ સ્તવ પ્રકરણ નામનો ગ્રંથ છે. તેમાં અને ત્રિષષ્ટિ અને વિવિધ પ્રભુનાં ચરિત્રાદિ ગ્રંથોમાં સમવસરણ તેમજ પ્રભુની ઋદ્ધિના પ્રચુર વર્ણનો છે. આ પરમાત્માની પુણ્ય પ્રકૃતિના કારણે દેવો પરમાત્માની ઉત્તમ પ્રકારે ભક્તિ કરી શકે છે. મનુષ્ય ગમે તેટલી ભક્તિ કરે તો પણ રાંકડો છે. તે કરી કરીને શું કરી શકે ? દેવોની આગળ મનુષ્યનું શું ગજું ? આપણે શું કરી શકવાના હતા ? યાદ કરો દશાર્ણભદ્ર રાજવીને ! રાજવી દશાર્ણભદ્ર પરમાત્માની ભક્તિના મનોરથને સફળ કરવા પરમાત્માના સામૈયામાં પોતાના દ્રવ્યનો ઉપયોગ કરવા તમામ રાજભંડારોને ખુલ્લા મૂક્યા હતા. જેટલું વાપરી શકાય તેટલું વાપરીને પરમાત્માની ભક્તિ કરી લેવાનો મનોરથ હતો. પરમાત્માની ભક્તિ આજ સુધી કોઈએ ન કરી હોય તેવી ઉત્તમ રીતે કરવાના મનોરથ હતા. તમને તો એમ થાય કે કલાક-બે કલાકના સામૈયામાં આટલો ખર્ચો ? મને કહો, તમારા સંસારી પ્રસંગોમાં કલાક-બે કલાક જમણનો કેટલો ખર્ચો હોય છે ? દીકરાના લગ્નમાં કેટલો ખર્ચો હોય છે ? એક લગ્નમાં પ૦-પ૦ કરોડ પણ ઉડાવનારા સાંભળ્યા છે ને ? માત્ર રીસેપ્શનનું સ્ટેજ બનાવવા પાછળ પ-૭ કરોડનું પાણી કરનારા પણ છે ને ? એ બધું સંસારવૃદ્ધિ માટે છે. પરમાત્માની ભક્તિમાં જે વપરાય, એ સંસારક્ષય માટે થાય છે. આ તો ત્રણ લોકના નાથનું સામૈયું કરવું છે ? આત્માની સહજ શુદ્ધ અવસ્થા પ્રગટાવવાનો ઉપાય એમણે બતાવ્યો છે. જો એમણે આ માર્ગ બતાવ્યો ન હોત, તો આપણી કઈ સ્થિતિ હોત ? ત્રણ જગતના નાથના ચરણોમાં જે ન્યોછાવરી કરો, તેમાં અધિકું કાંઈ નથી. આપણે જે કરીએ છીએ, તે તો ખરેખર બાળચેષ્ટા જ છે. આવી ભક્તિ કર્યા પછી એ કહે છે કે, “જે નિર્મળ ત્રણ જ્ઞાનના ધણી દેવો છે, જેમની પાસે આકાશમાં ઉડવાનું સામર્થ્ય છે, અનેક શરીર બનાવવાની શક્તિ છે, એવા દેવો અને દેવેન્દ્રો જે આપની ભક્તિ કરે તે કરવાની અમારામાં ક્યાં તાકાત છે. માનવ એવો હું શું કરી શકવાનો હતો ?' દશાર્ણભદ્ર રાજવીને આનંદ હતો તે ઈન્દ્ર મહારાજે જોયું. એમનું પણ માથું ડોલી ગયું. તેમનાં મનનાં પરિણામ જુવે છે. ભક્તિનો સાગર જે રીતે ઉભરાઈ રહ્યો હતો, ભક્તિના ભાવોની ઉર્મિ આવી રહી હતી. તે જોઈ આનંદ થયો પણ એ ભક્તિનાં પરમાન્નમાં માન-કષાયરૂપ વિષનો કણિયો પડ્યો હતો, તે પણ -- -- -- -- -- - -- ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે
Page #113
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનમાં દેખાયું. ઈન્દ્ર મહારાજાને થયું કે આ વિષ કણિયો નહીં નીકળે તો એમનું કલ્યાણ નહિ થાય. એમની લીટી નાની કરવા માટે નહીં, એમને પછાડવા માટે નહીં અને હલકો બતાવવા માટે નહીં. પોતાનું માન પોષવા માટે નહીં અને પોતાની લીટી મોટી કરવા માટે નહીં. પરંતુ એમનો વિષ કણિયો-માન-કષાય તોડવા માટે એક કલ્યાણ મિત્રની ભાવનાથી આકાશમાંથી એક વિશિષ્ટ કોટીનું સામૈયું નીચે ઉતાર્યું. દેવેન્દ્ર પોતાની શક્તિ વિદુર્વે પછી શું બાકી રહે ? બધાના માથાં ડોલી ગયાં. અદ્ભુત.... અદ્ભુતનો નાદ સ્વયંભૂ રીતે સૌના હૈયામાં ઉડ્યો. જીભ પર સવાર થઈ ચૌરે ને ચૌટે ગવાયો. દશાર્ણભદ્ર રાજવીએ પણ સામૈયું જોયું. ઓહો ! ગજબનું સામૈયું છે. માથું ડોલી ગયું અને થયું, મારો મનોરથ અધૂરો રહેશે. બીજો કોઈ હલકો-ખરાબ વિચાર નથી. અદેખાઈ થતી નથી, એમને વિચાર ન આવ્યો કે મારો પ્રસંગ હલકો પાડવા ઈન્ડે આ કાર્ય કર્યું. એમને સામૈયું કરવું હતું તો ગમે ત્યારે કરવું હતું. આજે જ કેમ કર્યું ?' આવો એક હલકો વિચાર ન આવ્યો. ઈન્દ્ર મહારાજ એમના મનનાં પરિણામ જોઈ રહ્યા છે. બન્ને નજીક આવ્યા. બંનેમાંથી કોઈના મનમાં ઈર્ષાનો પરિણામ નથી. દશાર્ણભદ્રને થયું, મારી ભાવના અધૂરી રહી ગઈ.' સમવસરણના પગથિયાં ચડતાં વિચાર આવ્યો, ‘દ્રવ્યભક્તિમાં તો દેવેન્દ્રને હું નહીં પહોંચી શકું, પણ ભાવભક્તિમાં મને પહોંચવાની તાકાત તો દેવેન્દ્રની પણ નથી જ. તો ચાલો, ભાવ-ભક્તિમાં ઝુકાવી દઉં.' ભગવાન પાસે જઈ પ્રદક્ષિણા આપી, મુગટ ઉતારી અને કહ્યું કે “હે ભગવંત ! ભવનિસ્તારિણી દીક્ષા આપો.” સંયમનો સ્વીકાર કર્યો. ઉત્કૃષ્ટ ભાવભક્તિ+પ્રભુ આજ્ઞાનું પાલન = સર્વવિરતિ સ્વીકાર. એ લઈ જીવન ધન્ય બનાવ્યું. ઈન્દ્ર મહારાજે પણ મુગટ ઉતારી તેમના ચરણોમાં નમીને કહ્યું : “હે મહાત્મન્ ! ઉત્કૃષ્ટ દ્રવ્યભક્તિ ભલે હું કરી શકું, પરંતુ તમારા જેવી ભાવભક્તિ કરવા માટે તો હું અસમર્થ જ છું.” એમ કહી એમની ગુણસ્તવના કરી. કેવો ભક્તિનો એ ભાવ હશે ? કેવા ભક્તિનાં એ સોણલાં હશે ? કેવી એ દ્રવ્ય અને ભાવ-ભક્તિ હશે ? આજે તમે તો શું ભક્તિ કરી શકો ? ભક્તિના અવસરે ઘડિયાળ જોયા કરનારો ભક્તિ ન કરી શકે. સંસારની રઝળપાટને ટાળનારી જિનભક્તિ છે, તેને સાધવાનો આ અવસર છે. સંસારનો વ્યવહાર તો કાયમનો કપાળે વળગેલો છે. તેનાથી કલ્યાણ નથી. કલ્યાણ એકમાત્ર જિનભક્તિથી જ છે. માટે એની તક સાધી લેવી છે. -- - 98 અંજનશલાકાનાં રહસ્યો -- -- --
Page #114
--------------------------------------------------------------------------
________________ જેને ભક્તિની ભાવના છે, તેને માટે મુક્તિ સુલભ છે. ઘરને ભૂલીને - વેપારને ભૂલીને પ્રભુની ભક્તિમાં તરબોળ બનવું છે. શબ્દોની સાથે તમારા ભાવોને જોડવાની છે. પ્રભુભક્તિમાં રંગાતા જાઓ અને પ્રભુ સાથે જોડાતા જાઓ. પ્રભુભક્તિ સાથે જોડાવા માટેનું આ માધ્યમ છે. જેમના માટે સંસારનો વ્યવહાર કાયમનો છે. તેમના માટે સંસારનું પરિભ્રમણ અને દુઃખનો ચકરાવો પણ કાયમનો છે. જેમના માટે પ્રભુ કાયમના છે, તેમને માટે મુક્તિ નિશ્ચિત છે. જેમના માટે પ્રભુનો પ્રત્યેક પ્રસંગ “અપૂર્વ' છે. તેમને માટે સંસાર “પરિમિત થનાર છે. મહાસતી દ્રૌપદી, સૂર્યાભદેવ આદિએ પરમાત્માની કેવી રીતે ભક્તિ કરી છે. અંગપૂજા-અગ્રપૂજા-ભાવપૂજા આદિ જેટલી પૂજા થાય તેમાં એકમેક બનીને ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. દ્રૌપદી અને સૂર્યાભ દેવે કરેલી પરમાત્માની ભક્તિને આંખ સામે રાખીને પરમાત્મ ભક્તિમાં તરબોળ બનવાના પ્રયત્નપૂર્વક પ્રભુ ભક્તિના આ અનુષ્ઠાનના સહારે આપણે પ્રભુમય બનીએ એ જ અભિલાષા. ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે
Page #115
--------------------------------------------------------------------------
________________ CCC સજાવટ, સ્વરો, તાલ, ગીત, સંગીત - આ બધું તો દ્રવ્ય છે. આ દ્રવ્યનો ઉપયોગ ભાય સુધી પહોંચવા માટે જ કરવાનો છે. ક્યાંય એવું ન બની જાય છે, ભાગ સુધી પહોંચવાનું મૂળ લક્ષ્ય ભૂલાઈ જાય અને આપણે કેવળ દ્રવ્યમાં જ અટવાઈ જઈએ. ગીત-સંગીત વગેરે ચમચી જેવું છે અને પૂજાના શબ્દોમાં રહેલ ભક્તિનો ભાવ એ વાનગી જેવું છે. વાનગી આરોગવાના બદલે ચમચી ચાવવાનું કામ ક્યાંય ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. જેટલાં આલંબનો છે, તે બધી ચમચી છે. સંગીત-સૂરતાલ-શબ્દો આ બધી ચમચી છે અને તેના માધ્યમે પ્રભુના સ્વરૂપની અનુભૂતિ, પ્રભુના ગુણોનું સ્મરણ, પ્રભુની અનંત કરુણા, અચિંત્ય સામર્થ્ય, સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે અનંતાનંત ગુણો પ્રત્યે અપાર અહોભાવ પ્રગટaો - આ બધી વાનગી છે. જે પ્રભુને ભૂલે છે અને માધ્યમોમાં જ અટવાય છે, તે પ્રભુથી દૂર ફેંકાઈ જાય છે. માધ્યમોનો ઉપયોગ કરીને જે પ્રભુમાં કરે છે, તે જ આગળ વધી શકે છે. સ્વયં પ્રભુ બની શકે છે. આપણે એવી ભૂમિકામાં પહોંચવું છે. 100 અંજનશલાકાનાં રહસ્યો
Page #116
--------------------------------------------------------------------------
________________ પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् / भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् / / અર્થ : ‘શ્રુતસાગરમાં ઉંડી ડૂબકી માર્યા બાદ મને તેનો સાર મળ્યો છે કે - શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ એ પરમાનંદ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ્ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ આત્મસાધનામાં અત્યંત ઉપકારક બની શકે તેવા અગણિત ગ્રંથોની રચના કરીને આત્મહિતના અર્થીઓ ઉપર અગણિત ઉપકાર કર્યો છે. તે પૈકીનો જ એક મહત્ત્વનો ગ્રંથ દ્વાત્રિશત્ કાત્રિશિકા' છે. ગુજરાતી ભાષામાં જેને ‘બત્રીસ-બત્રીશી' કહેવાય છે. 32 શ્લોકનું 1 પ્રકરણ તેવાં 32 પ્રકરણોની રચના દ્વારા આ મહાપુરુષે આ ગ્રંથ બનાવ્યો છે. જે પૈકી જિનમહત્ત્વ' નામની બત્રીશીમાં “ભગવાન અને ભગવાનની ભક્તિનું મહત્ત્વ શું છે ?' તેનું ધ્યાન આપીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. શ્લોક નાનો છો, શબ્દો અલ્પ છે, પણ તેનો મર્મ તેમના જ્ઞાનની ગરિમાને વ્યક્ત કરે છે. એ મહાપુરુષે કહ્યું છે કે, “મારા સમગ્ર જીવનકાળમાં જ્યારથી શ્રુતની ઉપાસના પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 101
Page #117
--------------------------------------------------------------------------
________________ શરૂ કરી, ત્યારથી અત્યાર સુધીમાં મેં અનેકવિધ રીતે અનેકવાર આગમાદિ શ્રુતસાગરનું અવગાહન કર્યું. ઊંડી અનુપ્રેક્ષા કરી, છએ દર્શનનો વ્યાપક બોધ પ્રાપ્ત કર્યો. તેની સાથે જૈનદર્શનની તુલના કરીને એ છએ દર્શનનું જૈનશાસનમાં અવતરણ કર્યું. આ રીતે મૃતસાગરનું અવગાહન કરવા દ્વારા મને જે નવનીત પ્રાપ્ત થયું તે માત્ર આ એક જ શ્લોક દ્વારા જણાવું છું, એક શ્લોક દ્વારા નહીં, માત્ર એક લાઈન દ્વારા જણાવું છું. તેમાંથી જે રાહ મળ્યો છે, જે માર્ગ મળ્યો છે. જે સાર મળ્યો છે, તે જાણે કે અમૃતનો કુંભ મળ્યો છે. જે ભૂખ અનાદિકાળથી તમારી ને મારી હતી, તેને સંતોષવાની તાકાત કઈ વસ્તુમાં છે ? તે પરમઆનંદ, શાશ્વત આનંદ શેના દ્વારા મળશે ? જગતનો કોઈ જીવ એવો નથી કે જેને આનંદની શોધ ન હોય. જે જૈનશાસનને પામે છે, તેને તો આનંદ જ નહીં, પરમાનંદ મળે છે. જે તત્કાળ મળીને ચાલ્યું જાય, જે વિભાવદશાનું હોય, જે પુલના સંયોગમાંથી પેદા થયેલ હોય, તેને “સુખ' કહેવાય છે. જે આત્મસાધનામાંથી પેદા થાય તે સાધનાકાળની અનુભૂતિને “આનંદ' કહેવાય છે અને જે મળીને ચાલી ન જાય; શાશ્વતકાળ સુધી રહે, જે આત્માની પોતીકી પેદાશ હોય; જેમાં પુદ્ગલના સાથ-સહારાની કોઈ જ જરૂર ન હોય, જે પૂર્ણ હોય, સહજ હોય, કાયમી હોય અને જેની સતત સહજ પરંપરા સર્યા કરે, તેને “પરમાનંદ' કહેવાય છે. આની પ્રાપ્તિ જેને કરવી છે, તે ક્યારેય દુનિયામાં ભટકતા નથી. સુખના અર્થી દુનિયામાં ભટકે છે, આનંદ અને પરમાનંદના અર્થી દુનિયાથી પર થવાનો પ્રયત્ન કરે છે. આ સુખની શોધ કરવા માટે કોઈ ગિરિ ગુફામાં ચાલ્યા જાય છે, કોઈ જંગલમાં જાય છે, કોઈ આશ્રમમાં જાય છે, તો કોઈ મઠમાં જાય છે, એમ અનેકવિધ પ્રયત્નો કરે છે, પણ વાસ્તવિક અર્થમાં એમનો આ પ્રયત્ન સાર્થક થતો નથી. જગત સુખની શોધમાં છે, વિવેકી આનંદની શોધમાં છે, જ્યારે પરમવિવેકી પરમાનંદની શોધમાં છે. સામાન્ય વિવેક પ્રગટ્યા પછી પણ કેટલાય સાધકો નાસીપાસ થાય છે. કારણ કે તેમને પરમાત્માનું શાસન નથી મળ્યું. જેને પરમાત્માનું શાસન મળે છે, વીતરાગનું વચન મળે છે, નિષ્કામ સાધનાનો માર્ગ મળે છે, તે પરમવિવેકીને પામીને પરમાનંદની દિશામાં આગળ વધે છે અને સાધનાના પરિપાકરૂપે પરમાનંદને પામી શકે છે. પરમાનંદ પામવાના પ્રભુએ અનેક માર્ગ બતાવ્યા છે. તે પૈકીના કોઈ પણ એક માર્ગ પર સાધક સમ્યક પ્રકારે જો ચાલે તો તે અવશ્યમેવ પરમાનંદ મેળવી શકે. પરમાનંદને મેળવવાના અનેક માર્ગો પૈકી જ્ઞાન-સાધનાનો પણ એક માર્ગ છે. તપ 102 અંજનશલાકાનાં રહસ્યો
Page #118
--------------------------------------------------------------------------
________________ સાધનાનો પણ એક માર્ગ છે, ઉપાસનાનો પણ એક માર્ગ છે, સેવાનો પણ એક માર્ગ છે. ત્યાગ અને તિતિક્ષાનો પણ એક માર્ગ છે. આમ અનેકવિધ માર્ગો વિદ્યમાન હોવા છતાં એ બધા જ માર્ગમાં સર્વોત્કૃષ્ટ માર્ગ ‘પરમાત્મ ભક્તિનો માર્ગ છે. જેના જીવનમાં તાત્ત્વિક પરમાત્મભક્તિ છે, તે સાધક પરમાત્મભક્તિના પ્રભાવે સ્વયં પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જીવાત્માને પરમાત્મા બનાવવાનો જો કોઈ સરળ માર્ગ હોય તો તે પરમાત્મભક્તિ છે. બોધને કારણે, સામર્થ્યને કારણે, ગુણસંપત્તિ પ્રગટવાને કારણે, યોગદૃષ્ટિના વિકાસને કારણે કે, ગુણસ્થાનકની અપેક્ષાએ જીવોની કક્ષા વિધવિધ પ્રકારની હોય છે. તેથી પરમાત્મ-ભક્તિના પણ અનેક માર્ગ આગમાદિ શાસ્ત્રોમાં બતાવેલા છે. સાવ અજ્ઞાન-અલ્પજ્ઞ એવો સાધક પણ પરમાત્મપદ સુધી પહોંચી શકે તેવો ય પરમાત્મ-ભક્તિનો માર્ગ બતાવ્યો છે. મધ્યમ કક્ષાના સાધક માટે ય પરમાત્મ-ભક્તિનો માર્ગ બતાવ્યો છે. પ્રબુદ્ધ કક્ષાના સાધકો હોય કે અત્યંત વિશુદ્ધતાને વરેલા, સર્વ સંગને ત્યાગ કરી ચૂકેલા એવા શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો હોય, દરેક માટે પરમાત્મ ભક્તિનો માર્ગ બતાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ પરમાત્મ-ભક્તિ કરી પરમાત્મા સાથે મિલન કરી શકે છે, શરતો બે છે : 1 - પરમાનંદ મેળવવો છે અને એ માટે 2 - પરમાત્મમય બનવું છે. તેને માટે જે છોડવું પડે તે છોડવું છે ? મારા અને પરમાત્મા વચ્ચે કોઈ જ ન જોઈએ. પરમાત્મભક્તિ માટે પરમાત્માને પરમાત્મા સ્વરૂપે ઓળખાવા જોઈએ. જે એ રીતે ઓળખતા નથી તે પરમાત્માની ભક્તિ ક્યારેય કરી શકતા નથી. સાધકના જીવતરનો પ્રારંભ પરમાત્માને ઓળખવાથી થાય છે. જેમ બાળકના જીવનનો પ્રારંભ માને ઓળખવાથી થાય છે, તેમ સાધકના જીવનનો પ્રારંભ પરમાત્માને ઓળખવાથી થાય છે. બાળકને ખબર છે, મારી સલામતી માતાના હાથમાં છે, માતાના ખોળામાં છે, માતાની દૃષ્ટિમાં છે, માટે બાળક માને પ્રતિપળ ઝંખે છે. એને મા મળી તો બધું મળ્યું. મા ન મળી તો કશું જ ન મળ્યું. આ અનુભૂતિ હોય તે જ “મા”ને આરાધી શકે. પરમાત્મા પણ અધ્યાત્મ-જગતની “મા” છે. પરમાત્મા શબ્દમાં પણ છેલ્લો અક્ષર “મા” છે. રોજ દેરાસર ગયા, આંગી કરી, પૂજા ભણાવી, સ્નાત્ર ભણાવ્યું, પ્રભુ સામે બેસી ભક્તામરના પાઠ પણ ગણ્યા, સ્તોત્ર ગણ્યાં પણ પ્રભુને પ્રભુ તરીકે ઓળખવાનો પ્રયત્ન ક્યારે ય ન કર્યો. પ્રભુ સાથે નાતો બાંધવાનો પ્રયત્ન ક્યારે ય ન કર્યો. આ એક યોગસાધના છે. તેને માટે સમ્યક્ પુરુષાર્થ કરવો જરૂરી છે. પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 103
Page #119
--------------------------------------------------------------------------
________________ જીવનના ૨પ-પ૦-૭૫ વર્ષ વીત્યાં, આટલાં વર્ષમાં આખી દુનિયાને ઓળખવાનો પ્રયત્ન ર્યો, વસ્તુઓને, વ્યક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો, પણ આ “માને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? દેરાસરમાં ગયા. ત્યાંની કોતરણી જોવાનો પ્રયત્ન કર્યો. શિલ્પ, સ્થાપત્ય, આંગી, પ્રભુનો આકાર જોવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રભુને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? પ્રતિમામાં રહેલા પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? એની વીતરાગતા, એની સર્વજ્ઞતા, એની કરુણા, એની નિર્વિકારતા, એની નિર્લેપતા, એનું અચિંત્ય સામર્થ્ય વગેરે ગુણોને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? બાળકને હજાર સ્ત્રીની વચ્ચે મૂકો, છતાં એની આંખો ચકળવકળ થયા જ કરે. એ આંખો એની “મા'ની શોધમાં હોય છે. મારી “મા” બધાં કરતાં કઈ રીતે જુદી? એની વિશેષતા શી ? એની એને બરાબર ખબર હોય છે. જ્યારે આપણને આપણી “મા” બધાં કરતાં જુદી કઈ રીતે ? અને તેની શી વિશેષતા ? એની આજે ય ક્યાં ખબર છે ? તમે તો શનિવારે હનુમાનના મંદિરમાં જાઓ, મંગળવારે સિદ્ધિવિનાયકની લાઈનમાં દેખાઓ, ક્યાંક લીલી ચાદર ઓઢાવવા પણ ચાલ્યા જાઓ. તો વળી કોઈ ક્યાંક માથું મુંડાવા પણ જાય. તમે ગયા એ તો સમજ્યા, પણ ગયા ને આંચકો લાગ્યો કે, “હું ક્યાં આવી ગયો ? ના, આ મારું ઘર નથી. અહીં મારી મા દેખાતી નથી' એવું કાંઈ થયું ? પેલી હજાર સ્ત્રીઓ વચ્ચે માને શોધતા બાળકને “મા” મળે કે એ એની માને કેવો વળગી પડે છે ? કેવો નિરાંતનો શ્વાસ લે છે ? દુઃખની વિમુક્તિના અંતે જે અનુભૂતિ થાય છે તેવી અનુભૂતિ પરમાત્માને મળતાં આપણને ક્યારેય થઈ ?' ન થઈ. કારણ કે બાળક પોતાની માને ઓળખે છે, જ્યારે આપણે આપણી અધ્યાત્મજનેતા-માને ઓળખતા નથી. એનું જ આ પરિણામ છે ને ? પ્રભુને ઓળખ્યા વગર, એની સાથે જોડાયા વગર પ્રભુભક્તિ ક્યારે ય ન થાય. પ્રભુની ઓળખાણ અને જોડાણ વિના બિંબની પૂજા જરૂર થાય, પ્રતિમાની પૂજા જરૂર થાય પણ “પ્રભુની પૂજા ન થાય. પરમાત્માની પૂજા ન થાય. બિંબ એ તો માધ્યમ છે; પ્રભુને મેળવવાનું ! માનાં અંગનો સ્પર્શ બાળકને થાય. બંનેની દૃષ્ટિ મળે ત્યારે એને કેવી અંતરંગ ખુશી થાય ? બંનેનું એ મિલન કેવું હોય ? આવા અંતરંગ પરિણામો પરમાત્માની પ્રતિમાને જોઈને ક્યારેય આવ્યાં ? પરમાત્માની પૂજા કરતાં આવા કોઈ ભાવો પ્રગટ્યા ? સ્વીચ દબાવો ને લાઈટ થાય તેમ પ્રભુનાં દર્શન કરતાં, પ્રભુની પૂજા કરતાં, પ્રભુનો સ્પર્શ કરતાં ચિત્ત પ્રસન્ન થાય. 104 અંજનશલાકાનાં રહસ્યો
Page #120
--------------------------------------------------------------------------
________________ मनः प्रसन्नतामेति અર્થ : મન પ્રસન્નતાને પામે છે.' આ વચન સર્વજ્ઞ શાસનનું છે. પ્રભુ મિલનથી ચિત્તમાં પ્રસન્નતા થાય જ. આ એક સહજ, સ્વાભાવિક ઘટના છે. આપણા ચિત્તમાં સંકુલેશ, હતાશા, આવેશ, ઉશ્કેરાટ, તનાવ, સંક્ષોભ, ડીપ્રેશન છે. આ બધું કેમ છે ? પ્રભુ સાથે જોડાણ નથી માટે જ ને ? બાળકને ગમે તેવું રૂપકડું રમકડું મળ્યું હોય, પણ મા ન મળી તો કશું જ નથી મળ્યું અને મા મળી તો બધું જ મળ્યું. પછી રમકડું મળ્યું હોય તોય ઠીક અને ન મળ્યું તોય ઠીક ! તેમ જેને પરમાત્મા સ્વરૂપ “મા” મળી તેને 25 લાખ આવ્યા તોય શું અને 25 લાખ ગયા તોય શું ? પ્રભુ મળ્યાનો આનંદ જ એટલો બધો હોય કે 5-25 લાખ આવ્યાનો ઉન્માદ કે, હર્ષ એને ન હોય ને પ-૨૫ લાખ ગયાનો ઝાટકો કે દુઃખ પણ એને ન હોય. આ ત્યારે જ બને કે જ્યારે પ્રભુ સાથે જોડાણ થાય. આ ત્યારે જ બને કે જ્યારે પ્રભુ, પ્રભુ તરીકે વાસ્તવિક રીતે ઓળખાય. મંદિરમાં ગયા, મૂર્તિનાં દર્શન થયાં, પ્રભુનાં નહીં ! આટલાં વર્ષોમાં પ્રભુનાં દર્શન કરવા કેટલો પ્રયત્ન કર્યો ? કયું પુસ્તક વાંચ્યું ? તીર્થકર ભગવંતનાં ચરિત્ર વાંચવાની મહેનત ક્યારે કરી ? એમના પૂર્વ ભવો જાણ્યા ? પ્રભુને સમ્યગ્દર્શન ક્યારે કેમ કયા નિમિત્તે થયું ? સમ્યગ્દર્શનના સહારે પ્રભુએ આત્મિક વિકાસ કેવી રીતે કર્યો ? એ વિકાસને કારણે “સવિ જીવ કરું શાસનરસી'નો ઝરો પ્રભુના હૈયામાં કેવી રીતે પ્રગટ થયો ? એ સમયે પ્રભુએ પોતાનામાં આપણને કઈ રીતે સમાવ્યા ? કઈ રીતે પ્રભુએ આપણને પોતીકા માન્યા ? આપણા સુખ માટે પ્રભુએ કેવી ઘોર સંયમ-તપ-સાધના કરી ? કેવી રીતે પ્રભુએ આપણા ઉદ્ધાર માટે શાસનની સ્થાપના કરી ? તેમાં આપણને સમાવવા કેવા પ્રયત્ન કર્યા ? પ્રભુએ આપણો હાથ ઝાલવા હાથ લંબાવ્યો અને અળવીતરા એવા આપણે પ્રભુને હાથ ઝાલવા જ ન આપ્યો. ઉપરથી પ્રભુ પર કેવા કેવા આક્ષેપો કર્યા ? આ બધું ય જાણવા ક્યારેય કોઈ પ્રયાસ કર્યો ? તમારી પાસે જો આ જ્ઞાન ન હોય તો પછી પ્રભુની ભક્તિ ક્યાંથી કરશો ? પૂજા કેવી રીતે કરશો ? પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ જ્યારે ત્રણ લોકના નાથના દરબારમાં જતા ત્યારે સાવ નાના બાળક બની જતા. ભગવાન પાસે નાના બાળકની જેમ હઠ કરતા, ઝઘડી પણ પડતા, રડી પણ લેતા. એમના સ્તવનની કડીઓ સાંભળીએ તો આ બધા ભાવોની આપણને પણ ઝાંખી થાય. એ કહેતા કે, તારે મને મોક્ષ આપવો છે કે નહીં ? ચોખ્ખી વાત કર ! અને જો તું નહીં આપે તો હું મારા બળ ઉપર લઈશ !" એમણે પ્રભુને બંધુ રૂપે પણ જોયા છે, માતારૂપે પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 105
Page #121
--------------------------------------------------------------------------
________________ પણ જોયા છે, પિતારૂપે આરાધ્યા છે. પિયરૂપે વિનવ્યા છે, સખારૂપે સંબંધ બાંધ્યો છે. તેમ પ્રભુ સ્વામી અને પોતે - સેવક એ સ્વરૂપમાં પણ અનુભવ્યા છે. પ્રભુને એમણે સાવ બાળસ્વરૂપે જોયા છે અને એ સ્વરૂપે મળેલા પ્રભુને હુલરાવ્યા છે. આ બધુ કરતાં અદકેરી ધન્યતા અનુભવી છે, ખુમારી અનુભવી છે. “હમ મગન ભલે... પ્રભુ ધ્યાન મેં.” આ સ્તવનની એક એક પંક્તિમાં એમની ભક્તિનો અને આધ્યાત્મિક અનુભૂતિની ખુમારીનો રણકાર આપણને જોવા મળે છે. એ કહે છે કે, પ્રભુ મળ્યા ને મારી તન-મનની બધી જ દુવિધા-મુંઝવણ મટી ગઈ છે. હું એને ભૂલી જ ગયો છું. પ્રભુને ઓળખીએ, જાતને એમની સાથે જોડીએ પછી જોડાણના માધ્યમ તરીકે નિયત એવી પ્રભુની પ્રતિમાની, દ્રવ્યપૂજા અને ભાવપૂજા દ્વારા એ જોડાણને મજબૂત કરીએ. પ્રભુ સાથે પ્રીત જાગે તો આ જોડાણ થાય. જગત સાથેની પ્રીત તૂટે તો જ પ્રભુ સાથે પ્રીત બંધાય. પ્રભુને ઓળખી પહેલાં પ્રભુને જાત સમર્પિત કરીએ અને પછી પ્રભુની ભક્તિ કરીએ. જગતમાં જ્યાં ત્યાં રખડતા માણસને “હું પ્રભુ સાથે પ્રીત કરું છું' એવું બોલવાનો અધિકાર નથી. જે એકને જ સમર્પિત હોય તે જ આ પ્રીત કરી શકે. જેનું સમર્પણ અનેક સ્થાને હોય એ ક્યારેય આ પ્રીત ન કરી શકે. શ્રીઆનંદઘનજી મહારાજના શબ્દોમાં કહીએ તો, - “28ષભ જિનેશ્વર પ્રીતમ મારો, અવર જ ચાહું રે કંથ...' આમાંની પહેલી લાઈન - ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો તો સતી પણ બોલે અને અસતી પણ બોલે એમ બને. પણ બીજી લાઈન - અવર ન ચાહું રે કંથ” તો ફક્ત સતી જ બોલી શકે. પ્રભુ સાથે જેને પ્રીત બાંધવી હોય તેને અન્ય દેવ-દેવી સાથે પ્રીત ન જોઈએ, એને પરપદાર્થ સાથે, જુગલની સાથે પ્રીત ન જોઈએ. શ્રીઆનંદઘનજી મહારાજ, શ્રી દેવચંદ્રજી મહારાજ, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ, શ્રી માનવિજયજી મહારાજનાં સ્તવનો વાંચો તો આ પ્રીતિરસ ઠાંસી ઠાંસીને ભરેલો જોવા-જાણવા ને માણવા મળશે. એમાં એક શ્રી મોહનવિજયજી મહારાજ કે જે “લટકાળા મહારાજ તરીકે પ્રખ્યાત છે, એમનાં સ્તવનો પણ ખૂબ પ્રભુ પ્રીતસભર છે. આ બધાનાં સ્તવનો વાંચો તો સ્તવનોના માધ્યમથી પ્રભુ સાથે જોડાણ કેમ કરાય તેનો સાવ સરળ માર્ગ સાધકને મળી શકે. આવું જોડાણ અમે અમારા પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવના માધ્યમથી જોઈ શક્યા છીએ. એમને એક દિવસ વિચાર આવ્યો કે, આ બધા સુશ્રાવકો રોજ નીત નવાં દ્રવ્યોથી પ્રભુની ભક્તિ કરે છે, તો આપણે કેમ 106 અંજનશલાકાનાં રહસ્યો
Page #122
--------------------------------------------------------------------------
________________ ન કરી શકીએ ? આપણે પણ રોજ એક નવું ચૈત્યવંદન કંઠસ્થ કરીને પ્રભુની ભક્તિ કરવી અને 80-85 વર્ષની બુઝર્ગ વયે રોજનું નવું ચૈત્યવંદન તૈયાર કરતા. સંસ્કૃત ભાષાનું લગભગ 8, 10 ગાથાનું ચૈત્યવંદન ગોખી, પાકું કરી જિનાલયમાં પ્રભુ પાસે બેસી ભાવપૂર્વક બોલતા. નાના બાળકની જેમ પ્રભુ સાથે વાતો કરતા. એમના ચહેરા સામે જોનારને સ્પષ્ટરૂપે અનુભવાતું કે તેમનું પ્રભુ સાથે જોડાણ થઈ ચૂક્યું છે. પ્રભુ સાથે જોડાયેલાં તેમનાં નેત્રોમાં પડઘાતા ભાવો જોનારને લાગતું કે, એક બાળક પોતાની મા સાથે વાત કરે છે. કોઈપણ દેરાસરમાં ગયા હોઈએ તો પ્રતિમા આરસની છે કે ધાતુની છે ? નાની છે કે મોટી છે ? આવો ભેદ એમને ન રહેતો. એ કહેતાં કે એ “પ્રભુની પ્રતિમા છે. એક એક પ્રતિમાનાં ભાવથી દર્શન કરતા. બીજે-ત્રીજે માળે નાના એક જ ભગવાન હોય તો અમે કહેતાં કે, “સાહેબ ! ઉપર ચડવું રહેવા દો આપને ઘણું કષ્ટ પડશે' તો પણ એ કષ્ટ વેઠીને ય ઉપર ચડતા અને કહેતા કે “આવ્યા તો પ્રભુ મળ્યા ને !" કઈ ભાવના હશે ? ગુરુદેવને મધરાતે પ્રભુ સાથે વાત કરતા અમે જોયા છે અને સાંભળ્યા છે. મધરાતે અચાનક તાળી પાડે, તાળીનો અવાજ સાંભળી અમે પૂછવા જઈએ કે, કંઈ કામ છે ? કેમ તાળી પાડી ?' ત્યારે તેઓશ્રી કહેતા કે, “ના, મારે કોઈ કામ નથી. એ તો હું મારા પ્રભુ સાથે વાત કરતો હતો, એમાં મજા આવી ગઈ એટલે તાળી પડી ગઈ.” પરમાત્માની સાથે જેનું આવું જોડાણ હોય એના જીવનની મસ્તી કેવી હોય ? એમના જીવનમાં ક્યારેય બ્લડ પ્રેશર નહીં, માનસિક તનાવ નહીં, ડાયાબિટીસ નહીં, હાર્ટની કોઈ તકલીફ નહિ. કોઈ મેજર બોડી-પ્રોબ્લેમ નહિ. એમની પાસે ક્યારેય ગયા હોઈએ તો એ શાસ્ત્રના પાનામાં જ મસ્ત હોય. બાજુમાં ઉભા રહીએ ક્યારેય તો ખબર પણ ન પડે. સ્પર્શ કરી ઉપસ્થિતિ જણાવવી પડે. ત્યાં માથું ઉંચુ કરી વાત કરે. વાત પતે કે તરત પાછા પાનામાં ખોવાઈ જાય. પરમાત્મા સાથે જોડાણ કરવું હોય તો જાતને કેળવવી પડશે. તમને પ્રભુનો સ્પર્શ કરવાનું, લળીલળીને નમન કરવાનું મન કેમ ન થયું, પ્રભુના દરબારમાંથી નીકળતાં હૈયું ભારે કેમ ન થયું ? કારણ, પ્રભુ સર્વસ્વ નથી લાગ્યા. જો પ્રભુ સર્વસ્વ લાગે તો દેરાસરમાં 84 પૈકીની કોઈ આશાતના થાય નહીં, પ્રભુના સ્વરૂપનું, પ્રભુની ભક્તિના પ્રકારનું અને પ્રભુની આશાતનાના નિવારણ માટે આશાતનાના સ્વરૂપ અને પ્રકારનું જ્ઞાન મેળવવાનું મન થાય અને તે પછી પ્રભુની આશાતનાથી બચી પ્રભુની સાચા અર્થમાં આરાધના-ભક્તિ, પૂજા, ધ્યાન કરવાનું મન થાય. જો પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 107
Page #123
--------------------------------------------------------------------------
________________ આવું કાંઈ જ મન ન થાય તો પ્રભુ પ્રત્યેનો સમર્પણભાવ કેવો ? આજ સુધીમાં આપણે અનંતાનંત મા-બાપ કર્યા. આ અનંત મા-બાપે આપણા જે સુખની ચિંતા નથી કરી, એ ચિંતા આ “મા” એ, આ પિતાએ કરી છે. આજે જીવનમાં ઉજળા છો, જીવનમાં જે કાંઈ સારપ છે, સુખ છે તે જાણતાં કે અજાણતાં પ્રભુની આજ્ઞા પાળી તેનો પ્રભાવ છે. એ પરમાત્માએ મારા-તમારા માટે શું કર્યું, તે તો વિચાર કરો ! પ્રભુએ જે કાંઈ સહન કર્યું તે આ બધું કોના માટે સહન કર્યું ? એ સહ્યા વિના વીતરાગતા મેળવી શક્ય ન હતી, એ સહ્યા વિના સર્વજ્ઞતા મેળવી શક્ય ન હતી, એ મળ્યા વિના શાસન સ્થપાવું શક્ય ન હતું, એ સ્થપાયા વિના મારો-તમારો ઉદ્ધાર થવો શક્ય ન હતો. પરમાત્માએ સહન કર્યું, મનુષ્યો, તિર્યંચો અને સંગમ જેવા દેવોના અગણિત ઉપસર્ગો સહન કર્યા છે ? એના પ્રતાપે આપણને શાસન મળ્યું. આવા પ્રભુ પ્રત્યે આપણો શું ભાવ ? રૂપિયો હાથમાં આવે કે તરત ક્યાં ખર્ચવાનું મન ? કપડાં ખરીદવા જાઓ ત્યારે પહેલું કોણ યાદ આવે ? ભગવાનના અંગલુછણાં યાદ આવે ? ઘીના ડબ્બા ખરીદો ત્યારે પહેલાં શું યાદ આવે ? ભગવાનના દીપક માટેનું ઘી યાદ આવે ? ઘર માટે ફર્નિચર વસાવો તો પહેલાં શું યાદ આવે ? મારા પ્રભુના મંદિર માટે સિંહાસન-ભંડાર પાટ-પાટલા કરાવું, એમ થાય ? દાગીના કરાવો તો પહેલાં શું યાદ આવે ? મારા ભગવાનને એક દાગીનો કરાવું, એમ થાય ? અનાજ-ફળ-નૈવેદ્ય બનાવો કે લાવો ત્યારે પહેલું કોણ યાદ આવે ? મારા પ્રભુની પૂજા માટે ખરીદું-બનાવું, એમ થાય ? એમ એક એક પ્રસંગે પરમાત્મા યાદ આવે ? તમારા ઘરમાં બેડરૂમ હોય, ડાઈનીંગ રૂમ હોય, કિચન હોય, બાળકો માટે સ્ટડીરૂમ હોય, મહેમાનો માટે બેસ્ટરૂમ હોય, નોકર માટે સર્વન્ટ રૂમ હોય, ગાડી માટે ગેરેજ હોય. પણ ત્રણ લોકના નાથ માટે જ કોઈ જગ્યા નહીં ? તમારી સંપત્તિમાં પરમાત્માનો હિસ્સો કેટલો ? તમારી આવકનો કેટલો ભાગ પરમાત્માની ભક્તિમાં ? તમારા જીવનમાં પરમાત્માનું સ્થાન ક્યાં ? શું ભક્તિ કરી તમે પ્રભુની ? તમારે ત્રિકાળ પૂજાનો નિયમ ખરો ? દ્રવ્યપૂજા ઉત્તમ દ્રવ્યથી કરો છો ? ઉત્તમ સ્તવનો-સ્તુતિઓ કરો છો ? પરમાત્માની પૂજાનાં કેટલા પ્રકાર જાણો છો ? 1 - અંગપૂજા, 2 - અગ્રપૂજા, 3 - ભાવપૂજા અને 4 - પ્રતિપત્તિપૂજા. પ્રભુના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગપૂજા. પ્રભુની આગળ રહી જે પૂજા થાય તે અગ્રપૂજા. ભાવની પ્રધાનતાવાળી, સ્તુતિ, સ્તવન, નૃત્ય-વાજિંત્ર, ચૈત્યવંદન આદિ ભાવપૂજા અને પ્રભુની આજ્ઞાનો સ્વીકાર અને એનું જીવનમાં 108 અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- -- -- --
Page #124
--------------------------------------------------------------------------
________________ પાલન, એ પ્રતિપત્તિપૂજા છે. એક કરતાં એક ચડિયાતી છે, એક એક કર્યા વિના બીજીમાં પ્રાયઃ ભલીવાર ન આવે. અંગપૂજા સાચી ન થાય. ત્યાં સુધી અગ્રપૂજા સાચી ન થાય. અગ્રપૂજા સાચી ન થાય. ત્યાં સુધી ભાવપૂજા સાચી ન થાય. ભાવપૂજા સાચી ન થાય ત્યાં સુધી પ્રતિપત્તિપૂજા સાચી ન થાય. મને હૃદયથી કહો કે શું તમારાં આંગણે પ્રભુની જરૂર નથી ? તમારાં આગણે પ્રભુ પધારે તે ગમતું નથી ? તમે કોના ? પરમાત્માના નહિ ? તમારા મા-બાપના ય નહિ ? માટે જ તો મા-બાપને પણ ઘરમાંથી કાઢ્યા ! કેટલા નગુણા પાક્યા ? આ સ્થિતિમાં પરમાનંદ તો નહીં મળે, આનંદ પણ નહીં મળે; એ લખી રાખો ! એક “કૃતજ્ઞતા' ગુણ પણ તમારામાં પ્રગટ્યો હોય તો પણ ભક્તિ કરતાં આવડી જાય. બાર મહિનામાં પ્રભુ ભક્તિના તમારા કલાકો કેટલા ? પ્રભુપૂજામાં તમારું પોતાનું - ગાંઠનું દ્રવ્ય કેટલું વપરાય? પત્નીને જે કંઈ આપો તે પોતાની મૂડીમાંથી આપો છો અને પ્રભુપૂજાનું દ્રવ્ય પોતાનું નહિ ? એ માટે પારકા દ્રવ્યનો ઉપયોગ ? જેને આટલી વસ્તુ સમજાઈ જાય તેને “પ્રભુભક્તિ-પ્રભુપૂજા દેવદ્રવ્યમાંથી કેમ ન થઈ શકે ? બીજાના દ્રવ્યથી કેમ ન થઈ શકે ? એ પ્રશ્ન જ ન થાય. પ્રભુની પૂજા વળી પ્રભુના પૈસાથી ? પ્રભુભક્તથી “દેરાસર નિભાવ ફંડ' - આ શબ્દ વપરાય ? દેરાસર કાંઈ નિભાવવાની વસ્તુ છે ? નિભાવ શબ્દ તો તે બોલે કે જેને પ્રભુ માથે પડ્યા લાગે. જે એમ કહે કે, ભગવાન તમારા એકલાના નથી, અમારા પણ છે, એમની ભક્તિનો લાભ એકલા તમે લઈ લો એ ન ચાલે, અમને ય એનો લાભ મળવો જોઈએ.’ આમ બોલી સામેથી રકમ આપવા આવે એના હૈયામાં ભક્તિના ઉછાળા હોય, ‘ભાઈ, દેરાસર માટે ફંડ આપો.” એમ વહીવટદારોને સંઘ આગળ કહેવું પડે. એ સૂચવે છે કે સંઘ ગણાતી વ્યક્તિઓના હૈયામાં ભક્તિ જ નથી, હૈયામાં પ્રભુનો વાસ જ નથી. પ્રભુભક્તના હાથમાં દેરાસરે જતાં પેટી ન હોય, પણ મોટો થાળ હોય. એમાં પણ કેવી સજાવટ હોય ? જેવી તમારી શક્તિ ને ભક્તિ એવી સામગ્રી હોય. ફરી ગોખી રાખો કે, પ્રભુ માટે કશું જ કરવાનું નથી, આપણે નહીં કરશું તો કોણ કરશે ? પ્રભુ બિચારા અપૂજ રહી જશે. આવા કોઈ તરંગોમાં રાચતા હો તો તે ખ્યાલ કાઢી નાખજો. પ્રભુ તો વીતરાગ છે, તમારી ભક્તિથી ન એ રાજી થાય અને ઉપેક્ષાથી ન એ નારાજ થાય. પ્રભુપૂજા તો પ્રભુના માધ્યમથી પ્રભુને નહિ પણ પોતાની જાતને રીઝવવા માટેનો એક પ્રયાસ છે. પ્રભુની ઉત્તમ પૂજા થાય ને આત્મા ખુશ થાય. પ્રભુનાં અંગ ઉપર અલંકાર લાગે ને એ જોઈ આત્મા ઝૂમી ઉઠે. પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 109
Page #125
--------------------------------------------------------------------------
________________ સ્તવનમાં તમે ઘણીવાર બોલો છો. ‘ઝગમગતા તારલાનું દેરાસર હોજો...” પણ એમાં તમને શું લાગેવળગે ? આભલાના તારલાનું દેરાસર બને. તેમાં તમારું શું વપરાયું ? ક્યારેય એવી ભાવના થાય છે કે, મારા પ્રભુનું આવું દેરાસર બંધાવું. આખું હીરલે મઢાવું. એવા અલંકારો બનાવી દઉં અને આટલું કર્યા પછી પણ મનમાં સતત અજંપો રહે કે, “મેં કાંઈ જ કર્યું નથી; મારા અરમાનો અધૂરાં રહ્યાં.” મનમાં થાય છે કે, મારા પ્રભુથી મારે લેશ પણ અળગા નથી થવું. પ્રભુનો વિરહ એક ક્ષણ માટે પણ સહન નથી થતો. માટે જ મારે મુક્તિ જોઈએ. કેમ કે મુક્તિ મળ્યા બાદ પ્રભુથી ક્યારેય અળગા થવાનું નહિ રહે. ધ્યાતા-ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ક્ષીર-નીર રે તુમશું મળશું, વાચક ‘ય’ કહે હેજે હળશું.” મુક્તિમાં જવું છે, પણ ત્યાં કોઈ મહેલાત નથી. પણ એક પ્રેયસી પોતાનાં પ્રીતમને કહે છે, “તું મને જંગલમાં લઈ જા, મારી-તારી વચ્ચે કોઈ ન જોઈએ.” બસ ! એ જ રીતે ભગવાનને પણ કહેવું છે. મારી-તારી વચ્ચે કોઈ ન જોઈએ. પ્રભુ ! જે આકાશ-પ્રદેશમાં તારા આત્મપ્રદેશો છે, તે જ આકાશ પ્રદેશમાં સદા માટે મારા આત્મપ્રદેશો રહે અને જે આકાશ પ્રદેશમાં સદા માટે મારા આત્મપ્રદેશો રહે, તે જ આકાશ પ્રદેશમાં તારા આત્મપ્રદેશો હોય. એથી વધારે મારે કાંઈ ન જોઈએ. રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત.” એ જ સ્થિતિ હંમેશ માટે મારે જોઈએ છે. જ્યાં સુધી સંસારમાં બેઠો છું, ત્યાં સુધી કોઈને તો જાળવવાના જ રહે છે. વ્યવહારથી હું કોઈનો છું. મારી શક્તિ બીજે વાપરવી પડે છે. માટે પ્રભુ હવે મને સંસાર જ ન જોઈએ. કોઈ પરાધીનતા-ગુલામી ન જોઈએ. મારે મારા પ્રભુને જ માત્ર રીઝવવા છે. મારી બધી શક્તિઓ પ્રભુને જ સમર્પિત કરવી છે. માટે સર્વસંગનો ત્યાગ કરી પછી પ્રત્યેક યોગ પ્રભુની આજ્ઞા પ્રમાણે સમર્પિત કરવા છે. મારા તનનું સમર્પણ-પ્રભુની આજ્ઞાને, મારા મનનું સમર્પણ-પ્રભુની આજ્ઞાને અને મારા વચનનું સમર્પણ પણ પ્રભુની આજ્ઞાને જ. જ્યારે પણ પોદ્ગલિક પદાર્થો કે દુન્યવી વ્યક્તિઓ પ્રત્યેનો મમત્વભાવ પ્રગટે ત્યારે પ્રભુ પ્રત્યેના સમર્પણમાં ખામી આવે છે. દેહનો રાગ પ્રગટે, ત્યારે સમર્પણની ખામી આવે છે. જેટલા અંશે કષાયો સાથે જોડાણ થાય, તેટલા અંશે પ્રભુ પ્રત્યેના સમર્પણમાં ખામી આવે. જેટલા અંશે વિષયોમાં બાય, તેટલા અંશે પ્રભુ પ્રત્યેના સમર્પણમાં ખામી આવે. માટે મારે બધાથી બચવું છે અને 11). અંજનશલાકાનાં રહસ્યો
Page #126
--------------------------------------------------------------------------
________________ મારે મારા પ્રભુમાં તન્મય થવું છે. આ ભાવ જોઈને જેના હૃદયમાં આ ભાવના રોમરોમ પરિણામ પામે તેને પ્રભુપૂજાનો ભાવ સ્વયં પ્રગટે અને પ્રભુપૂજા માટે નીતનવાં ઉત્તમ કોટિનાં દ્રવ્યો ધરવાનું મન પણ તેને રોજ થાય. પ્રભુના ચરણે તમે તમારા સર્વસ્વનું સમર્પણ કરો, તેમાં કાંઈ તમે પ્રભુ ઉપર ઉપકાર કરતા નથી. પ્રભુપૂજા કરીને મેં પ્રભુ ઉપર ઉપકાર કર્યો, મેં પ્રભુને જાળવ્યા એવું તો તેને લાગે કે જેણે પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા જ નથી. જેને પ્રભુ - પ્રભુ તરીકે ઓળખાયા હોય અને પ્રભુના ચરણોમાં જ પોતાની જાત સુરક્ષિત છે', એવું લાગ્યું હોય તેનો પ્રભુભક્તિનો આનંદ પરમાનંદનું કારણ બને છે, એ પરમાનંદ મેળવવાની જેને ઈચ્છા હોય તેણે પ્રભુભક્તિ સ્વદ્રવ્યથી કરવાની છે. એવી ભાવના-કામના-ઈચ્છા ન હોય તેવા લોકોએ પ્રભુ ઉપર ભાર ચડાવવાની જરૂર નથી. દેરાસરના પગથિયા ઘસવાની ય જરૂર નથી. જે ઘરમાં પ્રભુ ન હોય તે ઘર ઘર કહેવાય ? માવતર વગરનું ઘર કેવું? આજે તો જોકે એ પણ તમને કદાચ નહીં સમજાય. આજથી 100 વર્ષ પહેલાં આ વાક્ય બોલાયું હોય તે એ તરત સમજાય તેવી ત્યારે સ્થિતિ હતી. આજે પરિસ્થિતિ અલગ છે. આજે તો કહે કે, “માવતર ઘરમાં નથી, એટલે તો આ આનંદ છે. એ આવે એટલે કચ-કચ ચાલુ થઈ જાય.” ઘરમાં પ્રભુ રાખીએ અને મહારાજ સાહેબો ઘરે આવે. પાછું પૂછે, “તમે રાત્રિભોજન કરો છો ?' ટેન્શન થઈ જાય. એના કરતાં મહારાજ સાહેબો ઉપાશ્રયમાં રહે, દેવ દેરાસરમાં રહે, પ્રભુની આજ્ઞા શાસ્ત્રમાં રહે અને શાસ્ત્ર જ્ઞાનભંડારમાં રહે, એવી તમારી ભાવના થઈ ગઈ છે - બરોબર ને ? પ્રભુની શરણાગતિ વગર સાધના જીવનમાં એક ડગલું પણ માંડી શકાતું નથી. તમને સમજાય છે કે પ્રભુ આપણા જીવનનું અનિવાર્ય અંગ જ નહીં, પણ સર્વસ્વ છે ? પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવનું એક પુસ્તક છે - “જિનભક્તિનો મહોત્સવ.” “અરિહંતે સરણે પવન્જામિ' નામે પણ પ્રકાશિત થયેલું છે. તેમાં પરમાત્માનું સ્વરૂપ - પરમાત્મભક્તિના પ્રકારોનું સુંદર વર્ણન છે. વાંચો તો ખ્યાલ આવે. ઘણાને સવાલ ઉઠે કે, પ્રભુની સાથે જોડાણ કેમ કરવું ? જ્ઞાનીઓ જવાબ આપે છે - અધ્યાત્મની ઉપાસનાથી ! અધ્યાત્મનો મતલબ છે, પરમાત્માની અભિમુખ થવું, સન્મુખ જવું, પ્રભુની શરણાગતિ સ્વીકારવી, સમર્પિત થઈ જવું. પ્રભુની શરણાગતિ ન હોય, અનુગ્રહ ન હોય, અનુગ્રહ આપણા દ્વારા ઝીલાયો ના હોય તો સાધનામાં આગળ કમ વધાય ? પરમગુરદેવ અમને કહેતા, ‘ભગવાનના અભિષેક માટે જેને દૂધ ન મળે, એ સાધુની તપણી દૂધથી ભરતો હોય, ભગવાનનાં અંગલુછણાં માટે જેને - - - - - - - ----- - - - પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 111
Page #127
--------------------------------------------------------------------------
________________ મલમલ ન મળે, એ સાધુને તાકાના તાકા કાપડ વહોરાવી દેતો હોય, દેરાસરમાં મૂકવા એક કેળું પણ જેને ન મળે, એ સાધુને કેળાની લુમ વહોરાવતો હોય તો તેનાથી સાવધ રહેજો. જેને ભગવાનની ભક્તિની પડી નથી, એ સાધુની ભક્તિ શા માટે કરે છે ? એ મોટો પ્રશ્ન છે, એમ તેઓશ્રી અમને કહેતા. તમારો નંબર તો એમાં નહીં ને ? ત્રણ જગતના નાથની પૂજા તાત્વિક રીતે ચરમાવર્તકાળમાં જ થઈ શકે. ચરમાવર્તકાળમાં પણ અપુનબંધક અવસ્થા પ્રગટ્યા પછી જ થઈ શકે, એ અવસ્થા પ્રગટ્યા પછી પણ ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે જ થઈ શકે અને એમાંય આજ્ઞાપાલનરૂપ પ્રતિપત્તિપૂજા તો વિરતિનાં પરિણામ પ્રગટ્યા પછી જ થઈ શકે. આ બધી ભૂમિકા પૈકીની કોઈપણ ભૂમિકા પ્રગટ્યા વિના થતી પૂજામાં શું માલ હોય ? તમે ને તમે જ બોલો છો - “મુક્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પ્રભુ કો ક્ષ, હે જગતબંધુ ચિત્તમાં ઘાર્યા નહિ ભક્તિયો; જનમ્યો. પ્રભુ તે કારણે દુ:ખપાત્ર આ સંસામાં, હા ! ભક્તિ તે ફળતી નથી જે ભાવશૂન્ટાચારમાં.” ભૂતકાળમાં પ્રભુ તું મને સદેહે મળ્યો. હું તારા સમવસરણમાં બેઠો અને મેં તને સાંભળ્યા અને નિરખ્યા પણ ખરા. તારી પૂજા પણ કરી, પણ સોદાપૂર્વક, હૃદયમાં ધારણ કર્યા પણ ભક્તિથી નહીં, “ધન-દોલતના દાતાર, પેઢી સારી રીતે ચલાવનાર, કોર્ટમાં જીતાડનાર, ઘરે ઘોડીયું બંધાવનાર' તરીકે તને ધારણ કર્યા. લીલું નાળીયેર મૂકી ભગવાન તને ખરીદવાના ધંધા કર્યા, છોકરાને પણ તે જ શીખવાડ્યું. બાર મહિનામાં કાંઈ ભણ્યો નથી, તો હવે ભગવાન પાસે નાળીયેર લઈને જા ને કહેજે, મને પાસ કરજો. આ બાળકને પણ શીખવ્યું. પ્રભુ પાસે લેવા ગયા, આપવા ન ગયા. પ્રભુને પોતાના બનાવવા ગયા, પણ પોતે પ્રભુના બનવા ક્યારે ય ન ગયા. એટલે જ ગાયું, “જનમ્યો પ્રભુ તે કારણે દુ:ખમાત્ર આ સંસારમાં ત્રણ લોકના નાથ, તારક એવા મહાન શાસનની સ્થાપના કરનાર આપ મળ્યા છતાં રખડ્યો કેમ ? એટલા જ માટે કે પ્રભુને ભક્તિભાવે ક્યારેય હૃદયમાં સ્થાપ્યા નહિ અને એના જ અનુસંધાનમાં આગળ ગાયું કે, “હા ! ભક્તિ તે ફળતી નથી, જે ભાવશૂન્યાચારમાં.” ભક્તિની ક્રિયા કરી, આચારો પાળ્યા પણ ભાવશૂન્ય બનીને, લેશ પણ ભાવ નહીં. કોઈ જાતનો ભાવ નહીં, સંવેદના નહીં, લાગણી નહીં, લગાવ નહીં. રઘવાટ ને રઘવાટમાં દેરાસર ગયા ને રઘવાટ - - 112 અંજનશલાકાનાં રહસ્યો
Page #128
--------------------------------------------------------------------------
________________ ને રઘવાટમાં જ પાછા આવ્યા. દેરાસરે જઈ આવ્યા ને કોઈ પૂછે કે આંગી ઉતરી ગઈ ? તો કહે, “એ તો ખબર નથી !!" જેને પરમાત્માના અંગ પરની આંગી ન દેખાય તેને અંદર રહેલો વીતરાગભાવ ક્યાંથી દેખાય ? બધું જ કર્યું પણ ભાવશૂન્ય બનીને ! એટલે ભક્તિ ફળી નહીં અને સંસારનો ચકરાવો ચાલુ રહ્યો. અચરમાવર્તકાળમાં પરમાત્માની ઓળખાણ થતી નથી. ચરમાવર્તકાળમાં પણ અપુનર્ધધક અવસ્થામાં જ થાય છે. એમાંય સમ્યગ્દર્શન આવ્યા પછી જ તાત્વિક ઓળખ થાય છે. એકવાર પીછાણ થઈ જાય પછી પ્રભુ સાથે જ જોડાણ થાય છે. તે એકદમ અલગ હોય છે. એ કાયમી જોડાણ હોય છે, એ જોડાણ થયા પછી પ્રભુનો વિરહ એક ક્ષણ પણ સાધકને સહન થતો નથી. માટે જ સ્તવનમાં મહાપુરુષે ગાયું છે કે, ન મળ્યાનો ઘોખો નહિ કે જસ ગુણનું નહીં જ્ઞાન રે; મળીયા ગુણ કળીયા પીછે રે લાલ, વિછુંડત જાયે પ્રાણ રે.” પ્રભુ ! તું ન મળ્યો હોત તો મને કોઈ સવાલ ન હતો, તને ન ઓળખ્યો હોત તો પણ કોઈ પ્રશ્ન ન હતો. પણ તું મળી ગયો, તને ઓળખ્યો, તેથી હવે લાગે છે કે, જો તું નહીં મળે તો મારા પ્રાણ ચાલ્યા જશે. જાતિ અંઘજે દુ:ખ નહિ રે લાલ, જે લહે નયનનો સ્વાદ છે, નયન સ્વાદ લહી કરી રે લોલ, હાર્યા અને વિખવાદ છે.” જનમથી આંધળો છે તેને દુનિયા કેવી છે, વર્ણ, શિલ્પ, સ્થાપત્ય સૌંદર્ય કેવાં હોય તેની ખબર જ નથી, પણ જેની પાસે આંખો હતી, જેણે દુનિયા આખી માણી હતી અને અણધારી આંખો જતી રહે તેને કેવી વેદના થાય ? તેવી જ દશા મારી થશે. જો પ્રભુ તું મારાથી દૂર થઈ જઈશ તો. ભગવાન, તું ન મળ્યો હોત તો મને ઝાઝી વેદના ન થાત, પણ તું મળ્યો અને હવે તને પામી ન શકું તો કેવી વેદના ? કહી પણ શકતો નથી અને સહી પણ શકતો નથી. પણ મને લાગે છે કે, આ વેદના આપણને નહીં થાય ? પ્રભુ હોય તો ય ઠીક ને ન હોય તો ય ઠીક. દેરાસર હોય તો ય ઠીક ને ન હોય તો પણ ઠીક. “પ્રભુ તો હૈયામાં બેઠા છે', પછી દેરાસરમાં જવાની શી જરૂર છે ? એવું બોલનારા પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 113
Page #129
--------------------------------------------------------------------------
________________ મહાભાગ (!) પણ છે. પણ ખરેખર જેને હૈયે પ્રભુ હોય તેને પ્રભુને મળ્યા વગર ચેન પડે ? પ્રભુને ઓળખવાની મહેનત કોણે કરી ? એ મહેનત જ કરી નથી તો પ્રભુની આજ્ઞાને ક્યાંથી જાણી હોય ? આજ્ઞા ન જાણીએ તો પ્રભુની ભક્તિ કેવી રીતે કરશું ? પ્રભુની આજ્ઞાનું પાલન એટલે જ પ્રતિપત્તિપૂજા. એ જ શ્રેષ્ઠ પૂજા છે. અંગપૂજાથી અગ્રપૂજા, અગ્રપૂજાથી ભાવપૂજા અને ભાવપૂજાની પરાકાષ્ટા એટલે પ્રતિપત્તિપૂજા, જે પરમાનંદની ભેટ આપે છે. જેનું તાત્ત્વિક રીતે પરમાત્મા સાથે જોડાણ થઈ ગયું, તેનો સંસાર છૂટ્યો, વૃત્તિમાંથી સંસાર છૂટ્યો, તેને અહીં જ આ સંસારમાં જ પરમાનંદની સંપદા પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારના યોગ છે. પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસંગયોગ. પ્રભુની અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એ પ્રીતિ અને ભક્તિયોગમાં સમાય છે. પ્રભુની પ્રતિપત્તિપૂજા એ વચનયોગમાં સમાય છે. એના દ્વારા પ્રભુ સાથે સધાતું તાદાભ્ય, તદાકારતા એ અસંગયોગમાં સમાય છે. જેના પરિણામે આત્મા પરમાત્મરૂપ બની પરમાનંદનો અધિકારી બને છે. પહેલા એનો આસ્વાદ ચાખવા મળે છે અને પછી સંપૂર્ણ શાશ્વત અખંડ સહજ પરમાનંદ મેળવવા-ભોગવવા એ આત્મા મોક્ષે ચાલ્યો જાય છે. પ્રશમરતિમાં વાચકશ્રેષ્ઠ કહે છે - निर्जितमदमदनानां, वाक्कायमनोविकाररहितानाम् / विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् / / અર્થ : જેણે અહંકાર અને કામને હરાવી દીધા છે, જે વાણી, કાયા અને મનના વિકારો રહિત બન્યા છે, જેણે પારકી આશા-અપેક્ષાને હઠાવી દીધી છે, તેવા મહાત્માઓને અહીં - આ સંસારમાં જ મોક્ષ પ્રાપ્ત થાય છે.' એ જ જીવનમુક્તાવસ્થા. એ જ સંસારમાં મળતી પરમાનંદ અવસ્થા. પ્રભુની નિષ્કપટ ભક્તિના યોગે આવી પરમાનંદની સંપદા તમે-અમે આપણે સહુ પામીએ એ જ શુભાભિલાષા. 114 અંજનશલાકાનાં રહસ્યો
Page #130
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર श्रीसंभवजगत्पतेर्वाचं वन्दे જગત્પતિ શ્રી સંભવનાથ પ્રભુની વાણીને વંદન હો ! ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કલિકાલસર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રીસંભવનાથ પ્રભુનું ચરિત્ર આલેખતાં પ્રભુની સુંદર શબ્દોથી ભાવભરી સ્તવના કરી છે. તેઓશ્રીએ કહ્યું કે ‘ત્રણે લોકના પ્રભુ, પુણ્યરૂપ અથવા તો પવિત્ર જન્મવાળા, ભવનો છેદ કરનારા, કામદેવને ભેદનારા એવા શ્રી સંભવનાથ જિનેન્દ્રને નમસ્કાર થાઓ.” સંસ્કૃત ભાષા અને અલંકાર શાસ્ત્રનું જેને જ્ઞાન હોય તે તેઓશ્રીના આ સ્તુતિપદોની વિશિષ્ટતા, અર્થગંભીરતા અને અનુપ્રાસમયતા જાણી શકે. જિનધર્મ અધિવાસિત વિપુલવાહન રાજા ઘાતકીખંડના ઐરાવતક્ષેત્રમાં ક્ષેમપુરી નામની એક વિશાળ નગરી હતી. ત્યાં ઇન્દ્ર જેવો પરાક્રમી વિપુલવાહન નામે રાજા હતો. એ દુ:ખચ્છેદ અને સુખસંયોગ કરાવવા દ્વારા પોતાની પ્રજાનું પાલન કરતો હતો. ન્યાય-નીતિ-સદાચાર વગેરે એ રાજાનાં આભૂષણો હતાં. મોટી સંપત્તિ અને સત્તાનો સ્વામી હોવા છતાં એ વિનીત સ્વભાવવાળો હતો. એ અરિહંત પ્રભુના શાસનથી વાસિત મતિવાળો હતો. એના હૈયામાં દેવ તરીકે સર્વજ્ઞ પ્રતિષ્ઠિત હતા. એની વાણી સુદેવ, સુગુરુના જ ગુણગાન કરતી. એનું ઉત્તમાંગ પણ જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુના જ ચરણે નમતું. એનું મન આર્ત રૌદ્ર ધ્યાનથી રહિત હતું. એ ભૂમિકાયોગ્ય શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતો અને જિનેશ્વરદેવની વિવિધ પૂજા-સેવા કરવા દ્વારા એણે નિજ કાયાને પવિત્ર બનાવી હતી. બારે બાર શ્રાવકના વ્રતો લઈ એ એનું સુંદરતમ પાલન કરતો હતો. રાજા વિપુલવાહન સાતે ક્ષેત્રોની ઉત્તમ ભક્તિ કરતો હતો. એના દ્વારેથી કોઈ યાચક પાછો જતો ન હતો. સમસ્ત રાજ્યમાં એણે અમારી પ્રવર્તન કરાવ્યું હતું. ભીષણ દુષ્કાળમાં સંઘ ભક્તિઃ આ રીતે સુખપૂર્વક કાળ વહી રહ્યો હતો ત્યારે એકવાર પ્રજાના પાપકર્મના ઉદયે સમગ્ર રાજ્યમાં ભીષણ દુકાળ પ્રવર્યો. વરસાળો પણ જાણે ઉનાળો હોય એવું પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 115
Page #131
--------------------------------------------------------------------------
________________ વાતાવરણ સર્જાયુ. કલ્પાંત કાળ જેવા અસહ્ય, ઉષ્ણ વાયરા વાવા લાગ્યા. ધાન્યનો સર્વત્ર અભાવ થવાથી લોકો વૃક્ષની છાલ, કંદ, મૂળ અને ફળને ખાવા લાગ્યા. લોકોને જાણે ભસ્મક રોગ લાગુ પડ્યો. ભિખારીઓ અને સંન્યાસીઓ વધી પડ્યા. સ્વજનોને ત્યજીને લોકો આમતેમ ભમવા લાગ્યા. દુકાળે એવો તો ભયંકર ભરડો લીધો કે સગીમાએ પસલી ચણા મેળવવા માટે સગા બાળકને વેચવાનાં અકાર્ય કર્યા. રાજમાર્ગો જાણે શ્મશાન હોય તેવા દેખાવા લાગ્યા. મુઠ્ઠી અનાજ મેળવવા લોકો કારમો કલહ કરવા લાગ્યા. આવા કલ્પાંત અકાળને જોઈ મહારાજા વિપુલવાહન પણ ચિંતિત થયા. એમને વિચાર આવ્યો કે રાજા તરીકે મારે મારી સમગ્ર પ્રજાને ઉગારવી જોઈએ. પણ આજે મારું એટલું પુણ્ય નથી કે હું બધાને ઉગારી શકું. સાધનો ખૂબ જ સીમિત છે. ભાવના બધાને જ ઉગારવાની છે છતાં કોઈ પણ રીતે ઉગારી શકાય તેમ નથી. તો શું કરું ? એમ વિચારતાં થયું કે પ્રભુની આજ્ઞાને શિરસાવંઘ કરતો ચતુર્વિધ શ્રીસંઘ પણ આ દુકાળમાં કારમી તકલીફમાં મૂકાયો છે. કમસેકમ એ સંઘને તો હું ઉગારી લઉં !' એમ વિચારીને રાજા વિપુલવાહને પોતાના રાજરસોઈયાને આજ્ઞા કરી. “આજથી હું ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ થયા બાદ જ જમીશ. તમારે મારા માટે રાંધેલા અન્નમાંથી સાધુ-સાધ્વીજી ભગવંતોની નિર્દોષ ભક્તિ કરવાની. અલગ રાંધેલા અનાજમાંથી મારા સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની મનસંતુષ્ટ ભક્તિ કરવાની અને પછી જે વધશે તેમાંથી હું અમૃતભોજન કરીશ.' રસોઈયાએ પણ આજ્ઞાનો અમલ કર્યો. ઉત્તમ શાલી, મગ, જાતજાતના શાક, માંડા, મોદક, ખાજાં, ખાંડ, મીઠાઈ, મમરા, વડાં, કઢી, દહીં, મસાલેદાર દૂધ, શીખંડ જેવા રાજભોજનથી શ્રાવકોને તૃપ્ત કર્યા અને મહામુનિઓ અને ભગવતીજીઓને કલ્પનીય-પ્રાસુક આહારપાણી વહોરાવવા લાગ્યા. શ્રી તીર્થકર નામકર્મનું ઉપાર્જન અને નિકાસનઃ આ રીતે જ્યાં સુધી દુકાળ હતો ત્યાં સુધી રાજાએ નિરંતર ચતુર્વિધ શ્રીસંઘની ઉત્તમ ભક્તિ કરી તે દ્વારા તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. શ્રી સંઘની આહારાદિથી ભક્તિ એ વૈયાવચ્ચ નામનો અત્યંતર તપ છે. વૈયાવચ્ચ દ્વારા સંઘને સમાધિ પ્રાપ્ત થાય છે. શ્રીસંઘને સમાધિ આપવી એ મહાન પુણ્યબંધનું કાર્ય છે. વિપુલવાહન રાજાએ સંઘસ્વામિવાત્સલ્ય દ્વારા વૈયાવચ્ચ અને 116 અંજનશલાકાનાં રહસ્યો
Page #132
--------------------------------------------------------------------------
________________ સમાધિ પ્રદાન કરાવી તીર્થકર નામકર્મ ઉપાર્જી લીધું. ત્યારબાદ શુભ ભાવનાદિ દ્વારા તેમણે એ શુભતમ કર્મનું પોષણ કર્યું. વૈરાગ્ય અને દીક્ષા એક દિ' રાજા મહેલની અગાસી પર બેઠા હતા. આકાશ મેઘથી વ્યાપેલું હતું. વિજળીઓ ચમકવા લાગી. અચાનક પ્રચંડ પવન ફૂંકાયો અને તેણે સુંદર શોભા ધારણ કરેલા એ મેઘને છિન્ન વિચ્છિન્ન કરી દીધું. ઘડી પૂર્વ જ્યાં ગંધર્વનગર જેવી શોભા હતી ત્યાં ઘડી બાદ વેરાણ રણ જેવું દૃશ્ય સર્જાતાં બુદ્ધિમાન રાજાને સંસારની અનિત્યતાનું દર્શન થયું. એમને થયું કે “આ દુનિયાના પ્રાણીઓ સતત દુ:ખને વેક્યા જ કરે છે છતાં તેમને વૈરાગ્ય થતો નથી. કેવી કર્મની ગતિ છે ? કૂતરું રોટલાનો ટુકડો ખાવા ધાય અને કોઈ ડાંગ ફટકારે તો રડતું રડતું દૂર ભાગે છે. ફરી એ જ મારનાર વ્યક્તિ ટુકડો હાથમાં લઈ કૂ-કૂ કરી બોલાવે તો પાછું પૂંછડું પટપટાવતું ત્યાં દોડી જાય છે તેથી જગતના બધા જ જીવોની અવદશા છે. પણ મારે મારો ક્રમાંક એવા હતભાગી જીવોમાં લગાડવો નથી. આ દેહથી મારે હવે મોક્ષની જ સાધના કરી લેવી છે. આ રાજ્યનો ભાર ખમવા મારો પુત્ર વિમલકીર્તિ પૂરી રીતે સક્ષમ છે. તેને રાજ્ય પર અભિષિક્ત કરી હું મુક્તિની સાધના માટે નિકળી પડીશ.' - વિપુલવાહન રાજાએ એમ વિચારી પુત્ર વિમલકીર્તિને બોલાવ્યો. યુક્તિ પૂર્વક તેને સમજાવી પોતાના હાથે જ અભિષેક-વિધિ કરી પુત્રને રાજ્યપર સ્થાપિત કર્યો. ત્યારબાદ તરત જ રાજાએ ઇચ્છા મુજબ સર્વ યાચકાદિને દાન આપી સંતુષ્ટ કર્યા પછી ઉત્તમ શિબિકામાં બિરાજી શ્રીસ્વયંપ્રભસૂરીશ્વરજી નામના આચાર્યદેવ પાસે એ આવ્યા. સર્વ પાપયોગોનો ત્યાગ કરી, સર્વ સામાયિક વ્રત ધાર્યું. સુંદર રીતે દીક્ષાનું પ્રતિપાલન કરતાં કરતાં પૂર્વે ઉપાર્જેલ તીર્થકર નામકર્મને ખૂબ પરિપુષ્ટ કર્યું. ઉપસર્ગો અને પરીષહની સેનાને જીતી. આયુષ્ય પૂર્ણ કરી અનશન દ્વારા મૃત્યુ સાધી એમણે નવમા આનત દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યાં ઉત્તમ વૈરાગ્ય, પૂર્વે ભણેલા શ્રતનો સ્વાધ્યાય, તીર્થકરોનાં કલ્યાણકોની ઉજવણી, શાશ્વત તીર્થોની યાત્રા આદિ ધર્મકૃત્યોથી એમણે દીર્ઘ આયુકાળને નિમેષમાત્રમાં પૂર્ણ કર્યો. પ્રભુનો અંતિમ ભવઃ જંબુદ્વીપમાં આવેલ ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધભાગમાં ધન ધાન્યાદિથી પૂર્ણ શ્રાવસ્તી નગરી હતી. એમાં નામાનુસારી પરાક્રમવાળા જિતારિ રાજા રાજ્ય કરતા હતા. પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 117
Page #133
--------------------------------------------------------------------------
________________ તે વખતે એ રાજા સર્વાધિક બળ-પરાક્રમવાળા હતા. રાજાની પટ્ટરાણીરૂપે ગુણની સેના ન હોય તેવાં સેનાદેવી મહારાણી હતાં. મનુષ્યપણામાં ય દેવતાઈ ભોગ ભોગવતાં તેમના ઉદરમાં નવમા દેવલોકમાંથી વીને ફાગણ સુદ આઠમની રાત્રિએ વિમલવાહન રાજાનો જીવ અવતર્યો. નરકનિગોદના જીવોય ક્ષણ શાતા પામ્યા. માતા પણ ચૌદ મહાસ્વપ્નોને મુખમંડલમાં પ્રવેશતાં જોઈ જાગ્યાં. રાજા સમીપ ગયાં. રાજાએ એમને સ્વપ્નનું ફળ જણાવ્યું. ત્રણ લોકને માટે વંદનીય એવા પુત્રરત્નના આપણે જનેતા થશે તેમ કહેતાં સેનાદેવી પુલકિત બન્યાં. પ્રભુના અવનથી ઇન્દ્રાસન કંપિત થયાં. તે પણ ઉપયોગ મૂકી દોડી આવ્યા. માતાને સ્વપ્નફળ વર્ણન કરી સ્તવનાદિથી આનંદિત કરી તેઓ પાછા દેવલોકમાં ગયા. દેવીએ ગૂઢગર્ભરૂપે પ્રભુને અવધાર્યા. દેવીનાં અંગો વિકસિત થયાં. આનંદ પણ વિકસિત થયો. નવ માસ અને સાડા સાત દિવસ પરિપૂર્ણ થતાં માગસર સુદ ચૌદસની રાત્રિએ પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવે તેમ નીરોગી એવાં સેનાદેવીએ નીરોગી એવા પુત્રરત્નને જન્મ આપ્યો. દિશાઓ ખીલી ઉઠી.સૃષ્ટિ મુદિત બની. કુદરત અનુકૂળ બની. પુત્રરત્ન અશ્વના ચિહ્ન-લંછનથી શોભતું હતું. સુવર્ણ જેવો તેજસ્વી એ બાળનો વર્ણ હતો. સાતે સાત ગ્રહો એ વખતે ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા. લોકો આનંદમગ્ન હતા. આકાશમાં દુંદુભિ વાગવા લાગ્યો. સુગંધી જળ વરસ્યું. પ્રદક્ષિણાવર્ત મંદ મંદ વાયુ વહેવા લાગ્યો. પૃથ્વી સચેતન બની. શુચિકર્મ અને મેરુ મહોત્સવઃ એ જ વખતે દિશાકુમારીઓ પણ આસનકંપથી પ્રભુનો જન્મ જાણી દોડી આવી. કોઈ દિશામાંથી આઠ તો કોઈ દિશામાંથી ચાર. કુલ છપ્પન દેવીઓ મોટા પરિવાર સાથે આવી. પ્રભુનું વિશિષ્ટ સૂતિકર્મ કર્યું. દિવ્યનાચગાન કર્યા. પ્રભુને આશિષ આપી પોતાના હૈયાનો ભક્તિભાવ રજૂ કર્યો. - હવે શક્રેન્દ્રનાં આસનના કંપ સાથેસાથ અસંખ્ય ઇન્દ્રોનાં આસનો પણ કંપી ઊઠ્યાં. શક્રેન્દ્ર સાત આઠ પગલાં પ્રભુ તરફ ગમન કરી, પગમાંથી પાદુકા કાઢી શક્રસ્તવથી પ્રભુ વંદના કરી. સ્નાત્રોત્સવ કાજે ઉદ્ઘોષણા કરાવી. સમગ્ર દિવ્યલોકમાં આનંદમંગલ છવાઈ ગયો. સૌ દેવ-દેવી નિજ-નિજ પરિવાર, વાહનો આદિ સાથે સામૈયું સજી મેરુ તરફ ગયા. શક્રેન્દ્ર પણ પ્રભુ માતા પાસે જઈ વિધિવત્ પ્રભુને લઈ 118 અંજનશલાકાનાં રહસ્યો
Page #134
--------------------------------------------------------------------------
________________ મેરુ તરફ પ્રયાણ આદર્યું. મેરુગિરિ પર બ્રહ્માંડ ગાજી ઉઠે એવો ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ થયો. આરતી, મંગલદીપ, અષ્ટમંગલાદિથી પ્રભુપૂજા કરી પૂર્વવત્ ઇન્દ્ર પ્રભુને સેના માવડીના પડખે પધરાવ્યા. પ્રભુને રમવા ગેડીદડો મૂક્યો. અંગૂઠે અમૃત સંચાર કર્યો. પ્રભુની રક્ષાર્થે ઉદ્ઘોષણા કરી ઇન્દ્ર સ્વસ્થાને ગયો. શ્રી સંભવનાથ પ્રભુની બાલ્ય-ન્યુવાવસ્થા: ધાવમાતાઓથી ઉછેર કરાતા પ્રભુ વધવા લાગ્યા. ચોરેને ચૌટે ઉત્સવ મંડાયા. પ્રભુના નામકરણનો પ્રસંગ ગાજી ઉઠ્યો. સ્વજનોની પર્ષદા જામી, ભવ્ય ભોજન અપાયું. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે “શંબા” નામનું એક ધાન્ય (એક પ્રકારની સિંગ) ખૂબ પાક્યું હતું તેથી નામ સંભવનાથ રાખવામાં આવ્યું. બાલ્યવય સુલભ ક્રીડા આદિથી પ્રભુ માતા-પિતા અને મિત્રોને કુતુહલ અને આનંદ પમાડતા હતા. યૌવન વયને પામતાં પ્રભુ ચારસો ધનુષ્ય જેવડી કાયને પામ્યા. પ્રભુના અંગોપાંગ બાલ્યકાળથી જ સ્વરૂપવાન અને સર્વતોભદ્ર હતાં, યૌવનકાલમાં એ પૂર્ણત: ખીલી ઉઠ્યાં. પ્રભુનો શ્વાસ કમળ જેવો સુરભિ હતો. દેહ નિર્મળ અને નીરોગી હતો. શરદના પૂર્ણ ચંદ્રની જેમ પ્રભુ શોભવા લાગ્યા. પ્રભુનો લગ્નોત્સવઃ પ્રભુના રૂપ લાવણ્ય અને પરાક્રમની કીર્તિ ચોમેર પ્રસરવા લાગી. મોહવશ માતા-પિતાએ પણ પ્રભુને પરણવાનો આગ્રહ કર્યો. પ્રભુએ જ્ઞાનોપયોગથી પોતાનું ભોગકર્મ જાણ્યું. મૌન રહી લગ્ન માટે કબુલાત આપી. જિતારિરાજા અને ઇન્દ્ર પ્રત્યક્ષ આવીને પ્રભુનો વિવાહોત્સવ કર્યો. હજારો ઉત્તમ કુલીન-રાણીઓ સાથે પ્રભુએ વિવિધ વિષયસુખો ભોગવતાં ભોગવતાં ભોગ કર્મને ક્ષીણ કર્યું. પંદર લાખ પૂર્વ જેટલો કાળ પ્રભુએ આ રીતે કુમારાવસ્થામાં પસાર કર્યો. પ્રભુનો રાજ્યાભિષેક: હવે પ્રભુના પિતા જિતારિ રાજાને વૈરાગ્ય થયો. એમણે પ્રભુને નિજ રાજ્યાસને અભિષિક્ત કરી સંયમ લીધું. પ્રભુએ રાજગાદી પર બિરાજી પૃથ્વીનું રક્ષણ કર્યું. પ્રભુના પ્રભાવથી દરેક પ્રકારની આપત્તિઓ શાંત થઈ. પ્રજા પૂર્ણ આયુષ્યને ભોગવવાવાળી થઈ. યુદ્ધકર્મ તો શબ્દ કોશમાં જ રહી ગયું. સર્વત્ર સુખ-શાંતિનું સામ્રાજ્ય પ્રવત્યું. પ્રભુએ રાજ્ય કરતાં કરતાં, ભોગકર્મને ખપાવતાં ખપાવતાં ચુંમાલીસ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ જેટલો કાળ વીતાવ્યો. પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 119
Page #135
--------------------------------------------------------------------------
________________ પ્રભુનો દીક્ષા સમય નજીક આવ્યો. સ્વયંબુદ્ધ પ્રભુ સંસાર-સ્થિતિ વિચારવા લાગ્યા. મનુષ્યજન્મની દુર્લભતા અને ભોગકર્મની નિ:સારતાનો પ્રભુએ વિચાર કર્યો. પ્રભુનો નિષ્ક્રમણકાળ જાણી લોકાંતિક દેવો દોડી આવ્યા. વિનંતિ કરી - પ્રભુ ! આપ તીર્થ પ્રવર્તન કરો !" તિર્યર્જુભક દેવોએ ધનદ દેવની આજ્ઞાથી સર્વસ્થાનોમાંથી ધન લાવી લાવીને પ્રભુના રાજભવનને ભરી દીધું. પ્રભુએ પણ પ્રતિદિન એક કરોડ આઠ લાખ સોનૈયા પ્રમાણ ધન દાનરૂપે આપ્યું. એક વર્ષ સુધી આ ક્રમ ચાલ્યો માટે આ દાનનું નામ વર્ષીદાન પડ્યું. શ્રી સંભવપ્રભુની દીક્ષાનો માહોલ પ્રભુની દીક્ષાનો મહામહોત્સવ યોજવા ઇન્દ્રો દેવ-દેવી પરિવાર સાથે ભૂમિ પર અવતર્યા. દેવતાઓએ આણેલા તીર્થોદકથી પ્રભુનો અભિષેક કરાયો. અંગરાગ થયો. અંગોપાંગને આભૂષણોથી ભૂષિત કરાયાં. સિદ્ધાર્થી નામની શિબિકા રાજાઓએ બનાવી. ઇન્દ્રના આદેશથી દૈવી શિબિકા તેમાં સમાઈ અને શિબિકા તેજસ્વી બની. પ્રભુ શિબિકામાં સિંહાસનાધીન થયા. પ્રથમ રાજાઓએ ત્યારબાદ ઇન્દોએ શિબિકા ઉપાડી. નાચ, ગાન, સ્તુતિ-સ્તવ, ધવલ-મંગલ પ્રવર્તી. પુષ્પવૃષ્ટિ થવા લાગી. દેવતાઈ વાજિંત્રોના નાદથી આકાશ ભરાયું. જગદાનંદ પ્રભુ શ્રાવસ્તી નગરીના મધ્યમાંથી પસાર થઈ સહસામ્રવનમાં આવ્યા. હજારો આંબાનાં ઝાડ જ્યાં હોય તે ઉદ્યાનને સહસામ્રવન કે સહસાવન તરીકે ઓળખવામાં આવે છે. પ્રભુ સ્વયં શિબિકામાંથી નીચે ઉતર્યા. સ્વયં આભરણો, વસ્ત્રોનો ત્યાગ કર્યો. ઇન્દ્ર દેવદૂષ્ય ખભા પર સ્થાપ્યું. પ્રભુને છનો નિર્જલ તપ હતો. માગસર સુદ પૂનમનો એ દિવસ હતો. દિવસ ઢળવા તરફ હતો. પ્રભુએ ક્લેશને ઉખેડવારૂપ કેશલોચ કર્યો. પાંચ જ મુઠ્ઠીઓથી કરેલા લોચ બાદ પ્રભુના વાળને ઇન્દ્ર આદરથી લઈ ક્ષીરસમુદ્રમાં તેનું વિસર્જન કર્યું. ક્ષણમાં પાછા આવી ઇન્દ્ર સર્વત્ર શાંતિ પ્રસરાવી. પ્રભુએ સર્વસામાયિકની મહાપ્રતિજ્ઞા કરી. ત્યાં ત્યારે જ પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. અઢી દ્વીપમાં રહેલા સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યો અને તિર્યંચો આદિના મનને જોવા-જાણવાની પ્રત્યક્ષ શક્તિ પ્રભુ પામ્યા. પ્રભુ સાથે એક હજાર રાજાઓએ પણ સંસાર ત્યાગ્યો. ઇન્દ્ર પ્રભુની સ્તવના કરી. પ્રભુએ સ્તવના સાંભળી; વૈરાગી પ્રભુને ન રાગ થયો, ન દ્રષ. એ સ્વભાવમાં મગ્ન રહ્યા. 120 અંજનશલાકાનાં રહસ્યો
Page #136
--------------------------------------------------------------------------
________________ દેવગુરુની એમની સામે જ સ્તુતિ સ્તવના કરવી એ ભક્ત-શિષ્યનું નિત્ય કર્તવ્ય છે. જ્યારે સાચા દેવ અને ગુરુ એ સ્તવનાદિ સાંભળીને પણ નિર્લેપ જ રહે. ઇન્દ્રો, દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપમાં અષ્ટાત્મિક મહોત્સવ કરી પ્રભુને સંભારતાં સ્વસ્થાને ગયાં. બીજે દિવસે સુરેન્દ્રદત્ત રાજાને ગૃહે પ્રભુએ ખીરથી પારણું કર્યું. દિવ્ય-વૃષ્ટિ થઈ. સાધકોના તપનાં પારણાં દાતારના કલ્યાણના કાજે અને પોતાના સંયમદેહને ટકાવવા માટે, પ્રાણ-ધારણ કરવા માટે જ હોય છે. ભગવંતના પારણાના સ્થળે રાજાએ સુવર્ણપીઠ બનાવી. પ્રભુના ચરણની જેમ એ પીઠની પણ રોજ પૂજા કરીને પછી જ જમતો. પ્રભુને કેવલ્ય પ્રાપ્તિ અને દેશનાદાનઃ પ્રભુએ વિહાર કર્યો. ઉપસર્ગો અને પરીષહોને આત્મસ્થ કરતા પ્રભુએ ઘાતિકર્મોનું ઘોર નિકંદન કર્યું. ચૌદ વર્ષ સુધી પ્રભુ છમસ્થાવસ્થામાં રહ્યા. પ્રાય: મૌન રહી પ્રભુ સાધના કરતા. એ જ શ્રાવસ્તી નગરીના સહસાવનમાં શાલવૃક્ષની નીચે પ્રભુ કાયોત્સર્ગ કરી રહ્યા હતા. એ વખતે પ્રભુ શુક્લધ્યાન ધ્યાઈ રહ્યા હતા. એનો બીજો પાયો વર્તતો હતો. ઘાતિ કર્મોનો ક્ષય થતાં પ્રભુને આસો વદ પંચમીના દિવસે કૈવલ્યનું ભેટશું મળ્યું. એ દિને નિર્જળ છઠ્ઠનો તપ હતો. જીવસૃષ્ટિને સુખ-ઉદ્યોત મળ્યો. પ્રભુના જ્ઞાનની વાર્તા આસનકંપથી જાણીને ઇન્દ્રાદિ દેવો દોડી આવ્યા. આંખ ખોલીને બંધ કરીએ એટલા સમયમાં તો દેવી શક્તિથી દેવતાઓએ ભવ્યાતિભવ્ય સમવસરણ રચી દીધું. ઉપરના ગઢમાં બાર પર્ષદા બિરાજી, બીજા ગઢમાં પશુપક્ષીઓએ આસન જમાવ્યું. વાહનોની પાર્કિંગ સ્પેસરૂપે ત્રીજો નીચેનો ગઢ રીઝર્વ કરાયો હતો. પ્રભુ પૂર્વ દ્વારેથી અંદર પ્રવેશ્યા. સોને મઢ્યા અને રત્ન જડ્યા સિંહાસને બિરાજ્યા. શક્રેન્દ્ર પ્રભુની ગંભીર ધ્વનિથી સ્તવના કરી. પ્રભુને દેશના આપવા વિનવણી પણ કરી. પ્રભુએ દેશનાનું દાન કર્યું. પાંત્રીશ ગુણયુત વાણીથી સૌના સંદેહ ભાંગ્યા. સાકર અને દ્રાખને પણ વિસારી દે એવી એ મધુર ગિરા હતી. પ્રભુએ મુખ્યત્વે અનિત્યભાવનાનું સર્વાંગિણ નિરૂપણ કર્યું. તીર્થ સ્થાપના પ્રભુની સંવેગ-નિર્વેદજનની દેશના સાંભળી અનેક ભવ્યાત્માએ પ્રભુના જ વરદહસ્તે દીક્ષા ગ્રહણ કરી. ગણધર બનવાની યોગ્યતા ધરાવતા “ચારુ' વગેરે ---- -- -- - - - - પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 121
Page #137
--------------------------------------------------------------------------
________________ 102 ઉત્તમ મહાત્માએ ત્રણ પ્રશ્નો પૂછી વિશ્વસ્થિતિનું જ્ઞાન યાચ્યું. પ્રભુએ ત્રિપદીદાન કરી એનું જ્ઞાન કરાવ્યું. અંતર્મુહૂર્તમાત્રમાં દરેકે દ્વાદશાંગી રચી. પ્રભુએ ઇન્દ્ર આપેલ વાસક્ષેપ કરી તેને પ્રમાણ કરી. અનુયોગ (વ્યાખ્યાન) અને ગણ (યોગક્ષેમ)ની અનુજ્ઞા આપી. તીર્થની સ્થાપના થઈ. પ્રભુએ ત્યારબાદ ગણધરોને હિતશિક્ષા આપી. પ્રહર બાદ બલિબાકુના ઉછાળવાની વિધિ કરાઈ. ત્યારબાદ પ્રભુ દેવજીંદામાં બિરાજ્યા. પ્રભુના અગ્ર ગણધર ચારુસ્વામીજીએ બીજા પ્રહરમાં દેશના આપી. આ ક્રમ રોજ ચાલતો. પ્રભુના શાસનની સુરક્ષા માટે ત્રિમુખ યક્ષ અને દુરિતારિ યક્ષિણીની નિયુક્તિ કરાઈ. તે નિરંતર પ્રભુના સાનિધ્યમાં રહેતા. પ્રભુભક્તોને ધર્મમાર્ગમાં સહાય કરતા. પ્રભુના સાધુસંઘમાં બે લાખ શ્રમણો થયા. ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણીઓ થઈ. બે લાખ ત્રાણું હજાર ઉત્તમ શ્રાવકો થયા તો છ લાખ છત્રીસ હજાર શ્રેષ્ઠ શ્રાવિકાઓ થઈ. પ્રભુ પામ્યા નિર્વાણઃ પ્રભુ ગ્રામ, નગરાદિમાં વિચરતાં વિચરતાં, ભવ્યોને અમૃતસમાન દેશનાથી પ્રતિબોધ કરતાં કરતાં, પૃથ્વીતલને પાવન કરી રહ્યા હતા. આ રીતે લગભગ એક લાખ પૂર્વ જેટલો સમય વીત્યો. નિજ નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ મુક્તિમહેલ ચડવાની નિસરણી સમાન સમેતશિખર ગિરિરાજ પર આવ્યા. પ્રભુએ પાદપોપગમન અનશન આદર્યું. સાથે હજાર મહામુનિઓએ પણ અનશન કર્યું. ઇન્દ્રો, દેવોએ પ્રભુનું સાંનિધ્ય અને સેવાકર્મ કર્યું. પ્રભુએ એક માસ અનશન અવસ્થામાં વિતાવ્યો. અંતે યોગનિરોધ કરનાર શૈલેષ ધ્યાન પ્રભુએ સાધ્યું. ચૈત્ર સુદ પંચમીના દિવસે પ્રભુ ભવપરંપરાથી મુક્ત થયા. ચારે અનંતને પ્રભુએ સિદ્ધ કર્યાં. હજાર મહામુનિઓ પણ સાથે મોક્ષ પામ્યા. પ્રભુનું સર્વોયુષ્ય 10 લાખ પૂર્વ હતું. પ્રભુના નિર્મળ દેહનો ઇન્દ્રાદિએ વિધિવત્ અંતિમસંસ્કાર કર્યો. દાઢ, અસ્થિ વગેરે લઈ દેવલોકમાં પૂજાથે સ્થાપન કર્યા; કેમકે તીર્થકરોનું બધું જ પૂજનીય છે. -- -- -- -- -- -- - - - - - - - - અંજનશલાકાનાં રહસ્યો 1 2 2.
Page #138
--------------------------------------------------------------------------
________________ શ્રી સંભવનાથ પ્રભુ નામ .: સંભવનાથ પિતા જિતારી રાજા માતા સેવાદેવી ભવસંખ્યા 3 ભવ જિતનામકર્મ ઉપાર્જન : વિપુલવાહન વંશ ઈસ્યાકુ ગૃહસ્થપર્યાય 59 લાખ પૂર્વ સંયમપર્યાય 1 લાખ પૂર્વ છપ્રસ્થપર્યાય 14 વર્ષ દીક્ષા શિબિકા સિદ્ધાર્થી દીક્ષા ઉદ્યાન સહસ્ત્રામ્રવન દીક્ષા તપ 2 ઉપવાસ સહદીક્ષિત 1 0 0 0 કેવલ્ય ઉદ્યાન સહસ્રામ્રવન કૈવલ્યવૃક્ષ સાલ કેવલ્ય તપ 2 ઉપવાસ પ્રથમ ગણધર ચારુ યક્ષ ત્રિમુખ યક્ષ યક્ષિણી દુરિતારી દેવી સાધુ 2,00,000 સાધ્વી 3,36,000 શ્રાવક 2,93,000 શ્રાવિકા : 6,36,000 ગણધરો 1 0 2 ચ્યવન જન્મ દીક્ષા કૈવલ્ય મોક્ષ _ _ _ _ _ પરિશિષ્ટ-૨ ચ્યવન કલ્યાણના શ્લોક ફાગણ સુદ - 8 માગસર સુદ - 14 માગસર સુદ - 15 આસો વદ - 5 _ ચૈત્ર સુદ-૫ 1 2 3
Page #139
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૨ પંચકલ્યાણકાદિના સાર્થ શ્લોક ચ્યવન કલ્યાણક सुकृतकरणदक्षः, पञ्चमुख्यः समस्तः, सकलदुरितनाशः, छिन्नदुष्कर्मपाशः / विमलकुलप्रवृद्ध्यै, देवलोकाच्च्युतः श्री नियतपदसमुद्ध्यै, मानुषेऽर्हन् सदा त्वम् / / 1 / / તીર્થકર નામકર્મની નિકાચના પછી નિતાંતે સુકૃત કરવામાં પ્રવીણ, પંચ પરમેષ્ઠિમાં મુખ્ય, પરિપૂર્ણ, સર્વદુ:ખોનો નાશ કરનાર, દુષ્કર્મોના બંધનોને તોડનાર અરિહંત ભગવંત ! તમે નિર્મળ કુળની પ્રકૃષ્ટ વૃદ્ધિ કરવા તથા લક્ષ્મી અને મુક્તિની સમૃદ્ધિ પ્રગટ કરવા દેવલોકમાંથી મનુષ્યપણામાં ચ્યવન પામ્યા છો. रत्नत्रयालङ्करणाय नित्य-मच्छायकायाय निरामयाय / निःस्वेदतानिर्मलतायुताय, नमो नमः श्रीपरमेश्वराय / / 2 / / રત્નત્રયીને અલંકારરૂપે ધારણ કરનાર, હંમેશા નિર્મળ દેહવાળા, રોગ રહિત, પરસેવો-મળ વગેરેથી રહિત એવા પરમ ઐશ્વર્યને ધરનારા પરમાત્માને નમસ્કાર થાઓ. જન્મ કલ્યાણક संसारदुमदावपावकमहा-ज्वालाकलापोपमं, ध्यानं श्रीमदनन्तबोधकलितं त्रैलोक्यतत्त्वोपमम् / श्रीमच्छ्रीजिनराजजन्मसमय-स्नानं मनःपावनं; कुम्भैनः शुभसम्भवाय सुरभि-द्रव्याढ्यवाःपूरितैः / / 1 / / સંસારરૂપી વૃક્ષના જંગલને બાળનાર અગ્નિની જ્વાળાઓના સમૂહ તુલ્ય, આત્મલક્ષ્મીને ધરનારા અરિહંતોના અનંતબોધથી શોભતું અને ત્રણે લોકમાં સારભૂત પરમાત્માનું ધ્યાન અને સુગંધી દ્રવ્યોથી ભરપૂર એવા જળથી ભરેલા કુંભો વડે કરાતું, મનને પવિત્ર કરતું આધ્યાત્મિક લક્ષ્મીવાળા જિનેશ્વરના જન્મસમયનું સ્નાન અમારા કલ્યાણ કરનારા થાઓ. અંજનશલાકાનાં રહસ્યો 124
Page #140
--------------------------------------------------------------------------
________________ नमस्त्रिलोकीतिलकाय लोका-लोकावलोकैकविलोकनाय / सर्वेन्द्रवन्द्याय जितेन्द्रियाय, प्रसूतभद्राय जिनेश्वराय / / 2 / / ત્રણ લોકમાં તિલક સમાન, લોક અને અલોકને જોતા એક માત્ર જ્ઞાનવાળા, દરેક ઈન્દ્રો માટે વંદનીય, ઈન્દ્રિયોને જીતનારા અને જન્મ દ્વારા કલ્યાણને પામેલા અથવા કલ્યાણને જન્મ આપનારા જિનેશ્વર ભગવંતોને નમસ્કાર થાઓ. દીક્ષા કલ્યાણક चारित्रचक्रदधतं भुवनैकपूज्यं, स्याद्वादतोयनिधिवर्धनपूर्णचन्द्रम् / तत्त्वार्थभावपरिदर्शनबोधदीप-मैश्वर्यवर्यसुमनं विगताभिमानम् / / 1 / / निर्ग्रन्थनाथममलं कृतदर्पनाशं, सर्वाङ्गभासुरमनन्तचतुष्टयाढ्यम् / मिथ्यात्वपङ्कपरिशोषणवासरेशं, क्रोधादिदोषरहितं वरपुण्यकायम् / / 2 / / ચારિત્રરૂપી ચક્રને ધારણ કરનારા, ભુવનમાં એક માત્ર પૂજ્ય, સ્યાદ્વાદરૂપી સમુદ્રમાં ભરતી લાવનાર પૂનમના ચંદ્ર જેવા, તત્ત્વાર્થના ભાવોને જોનાર અને જાણનાર દીપક સમાન, ઐશ્વર્યરૂપી શ્રેષ્ઠ મનવાળા, અભિમાનરહિત, નિર્મળ, ગર્વનો નાશ કરનાર, સર્વ અંગથી દેદીપ્યમાન, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટથી સમૃદ્ધ, મિથ્યાત્વરૂપી કાદવને દોષનાર સૂર્ય સમાન, ક્રોધાદિ દોષોથી રહિત, શ્રેષ્ઠ પુણ્યરૂપી કાયાવાળા મુનિઓના નાથને વંદન કરું છું. કેવળજ્ઞાન કલ્યાણક अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च / भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / 1 / / ૧-અશોકવૃક્ષ, ૨-દૈવી પુષ્પોની વૃષ્ટિ, ૩-દિવ્યધ્વનિ, ૪-ચામર, પ-આસન, ૬-ભામંડલ, ૭-દુંદુભિ અને ૮-છત્ર, આ આઠ જિનેશ્વર પરમાત્માના સમ્યક્ પ્રાતિહાર્ય છે. નિર્વાણ કલ્યાણના શ્લોક सर्वापायव्यपाया-दधिगतविमल-ज्ञानमानन्दसारं, योगीन्द्रध्येयमग्र्य, त्रिभुवनमहितं, यत्तथाव्यक्तरूपम् / * - - - - - - - - - - - - - - પરિશિષ્ટ-૨ ચ્યવન કલ્યાણના શ્લોક -- રપ
Page #141
--------------------------------------------------------------------------
________________ नीरन्ध्र दर्शनाद्यं, शिवमशिवहरं, छिन्नसंसारपाशं, चित्ते संचिन्तयामि, प्रकटमविकटं, मुक्तिकान्तासुकान्तम् / / 1 / / સર્વ પ્રકારના અપાયોના નાશથી પ્રાપ્ત કર્યું છે નિર્મળ કેવળજ્ઞાન જેમણે, પરમાનંદને પામેલા, યોગીન્દ્રો માટે ધ્યેય સ્વરૂપ, અગ્રસ્થાનને પામેલા, ત્રણ ભુવનથી પૂજાયેલા, આત્માના વાસ્તવિક સ્વરૂપને પામેલા, આશ્રવદ્વારોનો વિરોધ કરનારા, સમ્યગ્દર્શનાદિ ગુણોથી યુક્ત, કલ્યાણરૂપ, અકલ્યાણને દૂર કરનાર, સંસારના બંધનથી મુક્ત થયેલા, પ્રગટ અને સૌમ્ય મોક્ષરૂપી કન્યાના સુંદર ભરથારને હું મનમાં સમ્યક્ પ્રકારે ચિતવું છું. इत्थं सिद्धं प्रसिद्धं, सुरनरमहितं, द्रव्यभावद्विकर्मपर्यायध्वंसलब्धा-ऽक्षयपुरविलसद्-राज्यमानन्दरूपम् / ध्यायेद्विध्यातकर्मा, सकलमविकलं सौख्यमाप्यैहिकं सद्ब्रह्मोपैति प्रमोदा-दसमसुखमयं, शाश्वतं हेलयैव / / 2 / / આ રીતે પ્રકૃષ્ટ સિદ્ધ થયેલા, દેવો અને મનુષ્યોથી પૂજાયેલા, દ્રવ્ય અને ભાવરૂપી બે કર્મોના પર્યાયોના નાશથી પ્રાપ્ત કર્યું છે મોક્ષનગરીનું શોભતું રાજ્ય જેમણે અને આનંદના સમૂહ એવા સિદ્ધોનું ધ્યાન, નાશ કર્યા છે કે જેમણે એવા તીર્થકર કરે છે અને આ લોક સંબંધી સુખને મેળવીને સંપૂર્ણ અને ખામી વગરના અનુપમ એવા શાશ્વત સબ્રહ્મને સહેલાઈથી જ મેળવે છે. શાશ્વત-પ્રતિષ્ઠા जह सिद्धाण पइट्ठा, तिलोयचूडामणिम्मि सिद्धिपए / आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठ त्ति / / 1 / / જેમ ત્રણે લોકમાં ચૂડામણિ સમાન સિદ્ધશિલામાં સિદ્ધોની પ્રતિષ્ઠા છે તેમ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા શાશ્વત બનો. जह सग्गस्स पइट्ठा, समत्थलोयस्स मज्झयारम्मि / आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति / / 2 / / 127 અંજનશલાકાનાં રહસ્યો
Page #142
--------------------------------------------------------------------------
________________ જેમ સમસ્ત લોકની મધ્યમાં સ્વર્ગની પ્રતિષ્ઠા છે તેમ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા શાશ્વત બનો. जह मेरुस्स पइट्ठा, दीवसमुद्दाण मज्झयारम्मि / आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ट त्ति / / 3 / / જેમ દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં મેરુની પ્રતિષ્ઠા છે તેમ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા શાશ્વત બનો. जह जंबुस्स पइट्ठा, जंबूद्दीवस्स मज्झयारम्मि / आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठ त्ति / / 4 / / જેમ જંબૂદ્વીપની મધ્યમાં જંબૂવૃક્ષની પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી શાશ્વત બનો. जह लवणस्स पइट्ठा, समत्थउदहीण मज्झयारम्मि / आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठ त्ति / / 5 / / જેમ બધા સમુદ્રોની મધ્યમાં લવણસમુદ્રની પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી શાશ્વત બનો. धमाधम्मागासा-त्थिकायमयस्स सव्वलोगस्स / जह सासया पइट्ठा, एसा वि य होउ सुपइट्ठा / / 6 / / ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયથી ભરેલા સર્વ લોકની જેમ શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા પણ શાશ્વત બનો. पंचण्ह वि सुपइट्ठा, परमिट्ठीणं जहा सुए भणिया / नियया अणाइनिहणा, तह एसा होउ सुपइट्ठा / / 7 / / જેમ શ્રતમાં બતાવેલા પંચ પરમેષ્ઠિ ભગવંતો અનાદિ-અનંતકાળ સુધી સુપ્રતિષ્ઠ છે તેમ આ સુપ્રતિષ્ઠા શાશ્વત બનો. પ્રતિષ્ઠા-પ્રભાવ राया बलेण वड्डइ, जसेण धवलेइ सयलदिसिभाए / पुण्णं वड्इ विउलं, सुपइट्ठा जस्स देसम्मि / / 1 / / -------- પરિશિષ્ટ-૨ ચ્યવન કલ્યાણના શ્લોક 1 27
Page #143
--------------------------------------------------------------------------
________________ જે દેશમાં પરમાત્માની પ્રતિષ્ઠા થાય છે તે દેશનો રાજા બળસૈન્યથી વધે છે, દરેક દિશાઓમાં યશ ફેલાય છે, વિપુલ પુણ્યમાં વધારો થાય છે. उवहणइ रोगमारिं, दुब्भिक्खं हणइ कुणइ सुहभावे / भावेण कीरमाणा, सुपइट्ठा जस्स देसम्मि / / 2 / / જે દેશમાં પ્રભુની પ્રતિષ્ઠા ભાવપૂર્વક કરવામાં આવે છે ત્યાં રોગ, મારિ વગેરે નાશ પામે છે, દુભિક્ષ દૂર થાય છે. દેશ-રાજ્યપ્રજા અને આત્મામાં શુભ ભાવો પેદા કરે છે. जिणबिंबपइटुं जे करिति तह कारविंति भत्तीए / अणुमन्नंति पइदिणं, सव्वे सुहभाइणो हुंति / / 3 / / જે જિનેશ્વરના બિબની પ્રતિષ્ઠા સ્વયં કરે છે, અન્ય પાસે કરાવે છે અને દરરોજ તેની અનુમોદના કરે છે. તેવા જીવો સુખના ભાજન બને છે. दव्वं तमेव मन्ने, जिणबिंबपइट्ठणाइकज्जेसु / जं लग्गइ तं सहलं, दुग्गइजणणं हवइ सेसं / / 4 / / “જિનબિંબની પ્રતિષ્ઠામાં જે ધન વપરાય છે તે જ ધન સફળ છે" તેવું હું માનું છું. બાકીનું ધન દુર્ગતિ પેદા કરનાર થાય છે. एवं नाउण सया, जिणवरबिंबस्स कुणह सुपइटुं / पावेह जेण जरमरण-वज्जियं सासयं ठाणं / / 5 / / આ પ્રમાણે જાણીને જિનેશ્વરના બિબની પ્રતિષ્ઠા હંમેશા કરવી જોઈએ. જેનાથી જીવો જન્મ-મરણથી રહિત એવા મોક્ષરૂપી શાશ્વતપદને પામે. - - 128 અંજનશલાકાનાં રહસ્યો
Page #144
--------------------------------------------------------------------------
________________ સ્મૃતિમંદિર અંજન ગીત ગુંજન પારણું પાર્થ ઝુલે માતા ઝુલાવે, (2) ધીરે ધીરે મીઠાં મીઠાં ગીત સુણાવે, ઘડી હસે, ઘડી રમે, કરે મનમાની, શિશુ બનીને ખેલે જગનો સ્વામી, પ્યાર ભરી માતા પોઢાડે, ધીરે ધીરે.. સોનાના ફુમતાં, હીરાના ઝુમખાં, પારણીયે બાંધ્યાં, મોતીનાં ઝુમખાં, ઝળાહળાં તેજ કરે, નિલમ પરવાળા, રૂપા કેરી ઘંટડીના થાય રણકારા, હીર ભણી દોરી બંધાવે. ધીરે ધીરે... જન્માભિષેક (તર્જ : મેં તો ભૂલ ગઈ બાબુલ કા ઘર) મારો ધન્ય બન્યો આજે અવતાર, મળ્યા મને પરમાત્મા આજે વરત્યો છે જય જયકાર, મળ્યા મને પરમાત્મા, મારો.. શ્રદ્ધાના લીલુડા તોરણ બંધાવું, ભક્તિના રંગોથી આંગણ સજાવું, સજે હૈયું સોનેરી શણગાર, મળ્યા મને... છપ્પન દિકકુમરી ગુણ ગાતી, ભક્તિ કરી જિનની હરખાવતી, કરે વંદન વારંવાર, મળ્યા મને... ચોસઠ ઈન્દ્રો મેરગિરિ જાવે, નાવણ કરીને પ્રભુ ગુણ ગાવે, આ લો જગના છે તારણહાર, મળ્યા મને.. - - - - - સ્મૃતિમંદિર અંજન ગીત ગુંજન 129
Page #145
--------------------------------------------------------------------------
________________ લગ્નોત્સવ (તર્જ : એક પંખી આવીને ઊડી ગયું) આ લગ્ન છે બંધન નથી... પણ મુક્તિનો એકરાર છે.. આ લગ્ન.. ના રાગ રે અહીં રાચતો, વીતરાગ ભાવ ભર્યો ભર્યો, કોઈ જન્મની ભોગાવલીનો, વેષ વિભુએ છે ધર્યો, પ્રભુતા મેળવવા ધર્મવીરનો, એક આ ઉપચાર છે.... આ લગ્ન... 1 નથી મોહ નિજ વારસ તણો, નિહિતા રગ રગ ભરી, બાકી રહ્યું તે પૂર્ણ કરવું, એ જ ભાવના છે ભરી, ચૂકવી દેવું સો માંગતું, આ એક અહીં નિર્ધાર છે.. આ લગ્ન.. 2 નથી કામ અહીં રે સતાવતો, નિષ્કામિતા રોમે રમે, મુક્તિ તણા અભિલાષીને, સંસાર ખારો ના ગમે, આ સત્યના સમર્થક તણો, આ માત્ર એક સદાચાર છે... આ લગ્ન... 3 ફેરા અહીં ફરીયા ખરા, ભવ-ભવ ફેરાને ટાળવા, અગ્નિ પ્રગટ્યો ચોરીએ, અહીં નિજ કર્મને બાળવા, મેળાપ થયો અહીં હસ્તનો, પણ આતમા નિસ્તાર છે. આ લગ્ન... 4 ચારે ગતિની ચોરીને, ફરી ચોરી માંહી હઠાવતાં, નિજ આત્મરાગી પુનિત આતમ, આત્મ ભાવના ભાવતાં, સંસાર “ઠાકુર’ સત્ય પણ, એ ધુળ ઉપરની છાર છે, આ લગ્ન. 5 રાજ્યાભિષેક વામાદેવીનો લાલ આજ રાજા બને છે, રાજા બને છે, એ મહારાજા બને છે, રાજા. અશ્વસેન રાજાનો, દીકરો દુલારો, પ્રજાજનોનો એ પ્રાણથી રે પ્યારો, શોભે છે એ મજાનો, દાતાર છે દયાનો, ગાદી બેઠા જોઈ હૈયું, થનગને છે, રાજા બને છે. -- -- 13) અંજનશલાકાનાં રહસ્યો -- --
Page #146
--------------------------------------------------------------------------
________________ શરણાઈ સૂર, ઢોલ વગડાવો, સોહાગણ નારી સંગ મંગળ ગવડાવો, નાચો સહુ ઉમંગે, આ મંગલ પ્રસંગે, રાજા મહારાજા તારા ચરણે નમે છે, રાજા બને છે... દીક્ષા-હિતશિક્ષા (તર્જ તુઝે સૂરજ કહું યા ચંદા) હે નયનાનંદ દુલારા, આજ જાગ્યા ભાગ્ય અમારા, તેં માર્ગ ધર્યો છે પાવન, જે હોજો જય જયકારા, તેં માર્ગ... તું સંયમ પંથે ચાલ્યો, તારી વસમી વિદાય લાગે, માયાનું પિંજર તોડી, તારું આતમ પંખી જાગે, તારું સદાયે મંગલ હો, એ અંતરના ઉદ્ગારા, તેં માર્ગ... કુળદીપક થઈને આજે, આ કુળને તેં અજવાળ્યું, છોડી માયા ને મમતા, પણ લીધું હતું તે પાળ્યું, તું સૂરજ થઈને ઝળકે, હો પૂર્ણ મનોરથ તારા, તેં માર્ગ... અપ્રમત્ત થઈને રહેજે, તું સાધના એવી કરજે, અષ્ટ કર્મોને કાપી, તું કેવલ રત્નને ધરજે, સહુ વિદન વિલય પામો, વરજે મુક્તિ વરમાળા, તે માર્ગ... દીક્ષા વિદાય (તર્જ : કહ દો કોઈ ન કરે કમ સે પ્યાર) હવે લે છે છેલ્લી વિદાય, હવે લે છે છેલ્લી વિદાય, કોડી કંચન ને ઘન, છોડી સ્નેહી સ્વજન, પ્રભુ સંયમ પંથે જાય... હવે... સ્મૃતિમંદિર અંજન ગીત ગુંજન 131
Page #147
--------------------------------------------------------------------------
________________ તનથી ઉતારે પ્રભુ ભૂષણો, મનથી વિસારે એ સુખની ક્ષણો, કરે કેશ લુંચન, હરે મમતા બંધન, ધરે વ્રતમાં વચન મન કાય. હવે.. દેવદૂષ્ય ઈન્દ્ર સ્કન્ધ ધરે, “નમો સિદ્ધાણં” પ્રભુ ઉચ્ચરે, મહાવ્રત આદરે, સ્વજન વિનતિ કરે, દુઃખ શોક વ્યથા છલકાય... હવે કામવિજેતા જિનરાજ (તર્જ શાસ્ત્રીય) કામ સુભટ ગયો હારી રે, થાંસુ કામ સુભટ ગયો હારી. રતિપતિ આણ વહે સહુ સુરવર, હરિહર બ્રહ્મ મુરારી...૧ ગોપીનાથ વિગોપિત કીનો, હર અર્ધાગિત નારી રે, તેહ અનંગ કિયો ચકચૂરા, એ અતિશય તુજ ભારી રે...૨ તેહ સાચું જિમ નીર પ્રભાવે, અગ્નિ હોવત સબ છારી રે, પણ વડવાનલ પ્રબલ જબ પ્રગટે, તબ પીવત સવિ વારિ રે...૩ એણી પરે તેં અતિ દહવટ કીનો, વિષય અરતિ રતિ વારી રે, નયવિમલ પ્રભુ તું હિ નીરાગી, મહા મોટો બ્રહ્મચારી રે..૪ - - - - - - - - 132 અંજનશલાકાનાં રહસ્યો
Page #148
--------------------------------------------------------------------------
________________ આઘાટ થંભ સભા પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ *, *, મુંબઈ મુંબઈ 1. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ 2. હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ 3, ૨મીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ 4. માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ 5. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત 9. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ 7. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ 8. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ 9. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ 10. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. 11. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર 12. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી 13. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત 14. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત 15. સંઘવી શાંતિલાલ વાડીલાલ ભાભર 16. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી 17. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે 18. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ 19. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ 20. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ 21. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ 22. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ 23. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી 24. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ 25. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ 26. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ 27. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ 28. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ: કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ 29. છોટાલાલ નાથાલાલ શાહ મુંબઈ 30. સીતાદેવી પોદાર મુંબઈ - - - - - - - - - - - - - - - -- - મુંબઈ -- 133
Page #149
--------------------------------------------------------------------------
________________ મુંબઈ મુંબઈ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. 1. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી 2. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત 3. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત 4. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ 5. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ 6. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ 7. શ્રી મણીલાલ નહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ 8. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર 9 સ્વભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ 10. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેતાવાડા 11. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત 12. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ 13. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત 14. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ 15. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ 16. શાહ માણેકલાલ નાનચંદ મુંબઈ 17. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર મુંબઈ 18. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ 19. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ 20. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન 21. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા 22. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ 23. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ 24. શાહ મફતલાલ જેશીંગભાઈ હ. ભરતભાઈ નવસારી 25. વીણાબેન ધીરજલાલ કપાસી 26. શ્રીમતી આશાબેન કીરીટભાઈ શાહ 27. વોહરા રામચંદ હકમચંદ પૂ.સા શ્રી જયપ્રજ્ઞાશ્રીજી રામપુરા વિજયપ્રજ્ઞાશ્રીજી સંયમસ્મૃતિ 28 કલાબેન કાંતિલાલ પનાજી ---- 134 અંજનશલાકાનાં રહસ્યો મુંબઈ મુંબઈ –––––૪તાવાડા-મુબઈ
Page #150
--------------------------------------------------------------------------
________________ પ્રવથoludiાવકત્રથમiાળા ક Tylulty Graphics ' (022) 3873222 / 3884222 cheeka |પ્રકાશન ISBN - 81- 87163 - 38 - 0.