________________ સ્મૃતિમંદિર અંજન ગીત ગુંજન પારણું પાર્થ ઝુલે માતા ઝુલાવે, (2) ધીરે ધીરે મીઠાં મીઠાં ગીત સુણાવે, ઘડી હસે, ઘડી રમે, કરે મનમાની, શિશુ બનીને ખેલે જગનો સ્વામી, પ્યાર ભરી માતા પોઢાડે, ધીરે ધીરે.. સોનાના ફુમતાં, હીરાના ઝુમખાં, પારણીયે બાંધ્યાં, મોતીનાં ઝુમખાં, ઝળાહળાં તેજ કરે, નિલમ પરવાળા, રૂપા કેરી ઘંટડીના થાય રણકારા, હીર ભણી દોરી બંધાવે. ધીરે ધીરે... જન્માભિષેક (તર્જ : મેં તો ભૂલ ગઈ બાબુલ કા ઘર) મારો ધન્ય બન્યો આજે અવતાર, મળ્યા મને પરમાત્મા આજે વરત્યો છે જય જયકાર, મળ્યા મને પરમાત્મા, મારો.. શ્રદ્ધાના લીલુડા તોરણ બંધાવું, ભક્તિના રંગોથી આંગણ સજાવું, સજે હૈયું સોનેરી શણગાર, મળ્યા મને... છપ્પન દિકકુમરી ગુણ ગાતી, ભક્તિ કરી જિનની હરખાવતી, કરે વંદન વારંવાર, મળ્યા મને... ચોસઠ ઈન્દ્રો મેરગિરિ જાવે, નાવણ કરીને પ્રભુ ગુણ ગાવે, આ લો જગના છે તારણહાર, મળ્યા મને.. - - - - - સ્મૃતિમંદિર અંજન ગીત ગુંજન 129