________________ ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે चउतीस-अईसय-जुआ, अट्ट महापाडिहेर-कयसोहा; तित्थयरा गयमोहा, झाएयव्वा पयत्तेणं / / અર્થ : ‘ચોત્રીશ અતિશયથી યુક્ત, આઠ મહાપ્રતિહાર્યોથી શોભા કરાયેલ, મોહથી મુક્ત એવા તીર્થકરો પ્રયત્નપૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે.' અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવંતશ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે, આત્માના સહજ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ધ્યાન સાધના જેવો જગતમાં ઊંચો કોઈ માર્ગ નથી. એ ધ્યાન સાલંબન અને નિરાલંબન બે વિભાગમાં વહેંચાયેલું છે. મુક્તિનું અનન્ય કારણ જો કોઈ હોય તો તે નિરાલંબન ધ્યાન છે. પણ કોઈ સાલંબન વગર મોટે ભાગે જીવ નિરાલંબન સુધી પહોંચી શકતો નથી. માટે જ દરરોજ પરમાત્માની પૂજા કરતાં પરમાત્માની ત્રણ અવસ્થાને ધ્યાનમાં રાખીને ભાવના કરવાની કહી છે. ભાવનામાંથી જ ધ્યાન પ્રગટે છે. ભાવના એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. ભાવવાની પહેલી અવસ્થા : “પિંડી અવસ્થા' છે. બીજી અવસ્થા : ‘પદસ્થ અવસ્થા છે. ત્રીજી અવસ્થા : “રૂપાતીત અવસ્થા” છે. સુરતમાં સત્તરભેદી પૂજા પ્રસંગે દ્વિતીય દિને વિ.સં. 2060 ભાદરવા વદ-૪ શનિવાર તા. ૨-૧૦-૦૪ના થયેલ પૂજ્યશ્રીનું પ્રાસંગિક પ્રવચન-૧ - - --- --- - - - - - - - - ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે 93