________________ એમ તમે કઈ રીતે કહી શકો ? મોટું કોણ કહેવાય ? જે બીજાને સમાવી શકે તે ! મેં તો મારામાં તમને બરાબર ગોઠવી દીધા છે. તમે મારો સમાવેશ તમારામાં કરી શકતા નથી. હું તો નાનો છું છતાં તમારા જેવા મોટાને મારા હૃદયમાં પધરાવું છું અને તમે તો મોટા છો છતાં મને એકને પણ તમારા મનમાં સમાવી શકતા નથી. ગમે તેટલો મોટો હાથી હોય, એ નાના દર્પણમાં સમાઈ જાય, પણ દર્પણ કેવું હોય તો ? દર્પણ ચોખ્ખું-સ્વચ્છ હોય તો જ. મોટો હાથી પણ સમાઈ જાય, એમ હૃદય નિર્મળ-સ્વચ્છ-ચોખું બને તો પ્રભુ અંદર પધારે અને ભક્તને કહે કે હવે તને શાબાશી આપવી પડશે. ત્યારે ભક્ત પ્રભુને કહે છે “પ્રભુ ! મને શાબાશી નહિ પણ એ પણ આપને જ આપવી પડે તેમ છે. કેમ કે, "જેહને તેજે એ બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી છે.” આ બોલવાની બુદ્ધિ પણ આપના પ્રભાવે જ મને મળી છે.” આવી ભાવભક્તિનો આજે અવસર છે. તેમાં સંગીત ભળશે, દ્રવ્યો ભળશે. એના સથવારે આવો ભાવ પેદા કરવાનો છે. પૂ. મહોપાધ્યાયશ્રી સકલચંદ્રજી મહારાજે કાઉસ્સગ્નમાં રહીને સત્તરભેદી પૂજાની રચના કરી છે. તેનું આલંબન લઈને પાંચાલ દેશોદ્ધારક સંવેગી શિરોમણિ, ન્યાયાભાનિધિ, પ્રભુના વિશિષ્ટ ભક્ત પૂ. આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે પણ સત્તરભેદી પૂજાની સરસ રચના કરી છે. એમણે પોતાના શ્રમણ જીવનના પ્રારંભિક કાળમાં મૂર્તિ અને મૂર્તિપૂજાનું ખંડન કરવામાં પાછું વાળીને જોયું નથી. મૂર્તિને પથ્થર કહ્યો અને જ્યારે જાણ્યું ત્યારે અહો ! આ તો મારા પ્રભુ જ સ્થાપનાનિક્ષેપે છે અને સ્થાપનાનિક્ષેપ તો ભાવનિક્ષેપ જેવો જ કલ્યાણકર છે. જિનપ્રતિમા જિન સારિખી છે. એથી જ જ્યારે તેઓ પહેલીવાર ગરવા ગિરિરાજ પર પધાર્યા ત્યારે કહ્યું છે - અબ તો પાર ભયે હમ સાથો ! શ્રી સિદ્ધાચલ દસ કરી ." નિખાલસપણે એકરાર કર્યો છે કે “હું તો નિંદક હતો, તારા શાસનનો ઘોર અપરાધી હતો. આજે તારી સ્પર્શના સ્તવના કરીને મારાં તે પાપોને પખાળું છું. મારા તે પાપને તે આજે તારી સ્પર્શન કરીને પખાળું છું. તમારી પૂજા-ભક્તિ 9) અંજનશલાકાનાં રહસ્યો