________________ અંજનશલાકા અં અંતિમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનના શાસ્ત્રોમાં બતાવેલ વિધિ મુજબ જિનબિંબનું નિર્માણ થયા બાદ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ આ પંચ કલ્યાણકોની ઉજવણી દ્વારા એમાં પરમાત્માના ગુણોનું આરોપણ કરવાની મહાન ક્રિયા. જ જન્મ-જરા-મૃત્યુનિવારક અરિહંત પરમાત્માની પ્રતિમાને જિવોક્ત વિધિ અનુસાર પૂજ્યતમ બનાવવાની મંગલ પ્રક્રિયા. ન નવનિર્મિત જિનપ્રતિમાની અંજનશલાકા સમયે સુવિહિત શુદ્ધપ્રરૂપક સચ્ચારિત્ર પાત્ર સદ્ગુરુભગવંતો દ્વારા તચ્ચિત્ત-તલ્લેશ્ય-તન્મન-તદઝવસિત બનવા દ્વારા પોતે પરમાત્મમય બનીને પરમાત્માની યોગસિદ્ધિનો ભવ્યાત્માઓના હિતકાજે પ્રતિમામાં આવિર્ભાવ કરવાની સલ્કિયા. શ શરણેકવત્સલ અરિહંત પરમાત્માનાં બિબોમાં સર્વજ્ઞતા-સર્વદર્શિતાનો સાક્ષાત્કાર કરવાની વિરલ અને વિશિષ્ટ ક્રિયા. લા લાવણ્યની લોકોત્તરતાના પારિચાયક પરમાત્મ-પ્રતિમાના પ્રભાવક આલંબનને પરમાત્મરસિક જીવો માટે ખુલ્લું મુકવાની મંત્રક્રિયા. કા કાળના બંધનથી મુક્ત અતીત-અનાગત અને વર્તમાન જિનેશ્વરોનું એકત્ર એકસ્થળે ગુણાક્વાનરૂપે અવતરણ કરી એકીસાથે સર્વ જિનેશ્વરોની આરાધનાનું ભવ્ય ભાથું પુરું પાડનારી ભદ્રક્રિયા. અનંત કાળના જન્મ મરણાદિ અને નરક નિગોદાદિ દુ:ખોને તેમજ એ દુ:ખ પ્રાપક કર્મોના શતશ: ખંડ કરીને શાશ્વત સુખના સામ્રાજ્યને લાવી આપી કાલાતીત બનાવનાર જૈન શાસ્ત્રોક્ત સદનુષ્ઠાન એટલે ‘અંજનશલાકા.'