________________ રહ્યું. એનો જ આનંદ એમના મુખ ઉપર સદાય તરવર્યા જ કરતો. આપણે પરમાત્માના ભાવ જાણતા નથી. પણ આપણી અનુભૂતિના આધારે કહેવું હોય તો એમ લાગે છે કે આખી જિંદગીનો સૌથી વધારે આનંદ એમણે આ બંધનો ફગાવ્યા ત્યારે માણ્યો હશે ? કારણ આજ સુધી અંદર સ્વભાવમાં જ રમતા હોવા છતાં વિભાવની દશાનું જીવન જીવવું પડતું. હવે સ્વભાવને અનુરૂપ જ જીવન જીવવાનું હતું. સમતા એમની સર્વશ્રેષ્ઠ હતી. સમગ્ર ઉપયોગધારા અને ચેતના શક્તિ એમની આત્મભાવમાં જ નિહિત બની. આજના દિવસે જ્યારે પરમાત્માની દીક્ષા કલ્યાણક ઉજવણી થાય છે, ત્યારે એની તમારા મન ઉપર કેવી અસર થઈ તે તમે જ વિચારજો ! સામાન્ય વ્યક્તિની દીક્ષાના અવસરે પણ અજૈનોના મન ઉપર તમારી કલ્પનામાં ન આવે એવી અસરો થતી હોય તો પરમતારક, પરમાત્માની દીક્ષાના પ્રસંગને જોઈને જૈન તરીકે તમને કેવી અસર થવી જોઈએ ? એક સાંભળેલી વાત કરું. એક ગામમાં દીક્ષા થઈ. દીક્ષામાં જૈન કરતાં પણ અજૈન પ્રજા વધારે આવેલ. દીક્ષાર્થીને છઠ્ઠ હતો. દીક્ષા બાદ બહાર નીકળવાનો વારો આવ્યો ત્યારે અજૈનોએ પ્રભાવના ન લીધી, ઝાંપા ચૂંદડી હતી. છતાં જમવા ય ન ગયા. મહાજન સમજાવવા ગયું. એમને લાગ્યું કે કાંઈક માઠું લાગ્યું હશે, માટે પ્રભાવના લીધી નહિ હોય અને જમવા ય આવ્યા ન હોય. ‘જમવા કેમ ન આવ્યા ? પ્રભાવના કેમ ન લીધી ?' જવાબ શું મળ્યો જાણો છો ? કલ્પી શકો છો ? તમારી કલ્પનામાં ન આવે તેવો એમનો જવાબ હતો. અજૈનો બોલ્યા કે “આ છોકરો આટલું બધું છોડી નીકળ્યો છે તો કયા મોઢે અમે લઈએ ? એણે બે દિવસના અપવાસ કર્યા છે, તે ક્યા મોઢે અમે જમવા આવીએ ?' એ લોકો પ્રભાવના ન લઈ શક્યા ને ન તો જમી શક્યા. અજૈન જેવી અજૈન પ્રજાને જો આ અસર થતી હોય તો જૈનને શું થવું જોઈએ ? આવા અવસરે પણ સામાન્ય જેવો ત્યાગ પણ તમારાથી ન થઈ શકતો હોય તો લાગતું નથી કે ઘરે જઈ આંખમાંથી આંસુઓની ધાર વહેવી જોઈએ ? ભગવાને દીક્ષા લીધી. એમાં સુખને વેક્યું હતું. દુઃખને મજેથી ભોગવ્યું હતું. ઉપસર્ગો અને પરીષહોને પરમાત્માએ મજેથી ભોગવ્યા છે, વેક્યા નથી. પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવલજ્ઞાન થયું. માત્ર 84 દિવસની સાધના એમને એ માટે કાફી થઈ પડી. યોગાનુયોગે પ્રથમ સમવસરણ વારાણસીનગરીના ઉદ્યાનમાં જ મંડાયું. ઉદ્યાનપાલકે દોડીને આ સમાચાર અશ્વસેન મહારાજાને આપ્યા. તેઓ ખુશખુશાલ થઈ ગયા. ઉદ્યાનપાલકને ન્યાલ કરી દીધો. દીક્ષા કલ્યાણક