________________ અનેકવાર એમણે ખેડ કરેલી હતી. ગાંધીજીના કહેવાથી ખાદીનો રાષ્ટ્રમાં પ્રચારપ્રસાર કરવામાં એ અગ્રેસર હતા. નહેરુજીના કહેવાથી વિલેજ અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામના એ આગેવાન બન્યા હતા. સુખથી ભર્યું ભર્યું એમનું જીવન હતું. દિવસમાં ત્રણ વાર બરફ ઘસીને ઠંડા પાણીથી નહાવાના એ શોખીન હતા. છતાં પૂર્વ પુણ્યથી એકવાર પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા બાદ ધર્મના રંગે પણ રંગાયા હતા. એ પુણ્યાત્માએ સુરેન્દ્રનગરની અંજનશલાકામાં પૂજ્યશ્રીના હાથે થતો લોચ જોતાં જ સંવેગના ભાવમાં ભરતી આવી અને ત્યાં ને ત્યાં એક નાના બાળકની જેમ તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા. 71 વર્ષની એમની એ વખતે ઉંમર હતી. છેવટે 72 વર્ષની વયે ભીલડીયા મુકામે અંજનશલાકા મહોત્સવમાં જ પરમતારક ગુરુદેવશ્રીજીના હાથે સંયમ મેળવવા એ ભાગ્યશાલી રહ્યા અને આજે ૯૦ની ઉંમરે પણ મુનિરાજ શ્રીપુણ્યદર્શનવિજયજી મ.ના નામે ઉત્તમ પ્રકારે સંયમની આરાધના કરી રહ્યા છે. આ વાત કરવાનું કારણ કે આવા પ્રસંગો અનેક આત્માઓ માટે સમ્યગ્દર્શન-બોધિબીજનું પ્રબળ કારણ બને છે. ભાવ વધી જાય તો યાવતું તીર્થકર નામકર્મની પ્રાપ્તિનું ય કારણ બની જાય છે. માટે જ કહ્યું છે કે આ પ્રસંગ એ કાંઈ નાટક ચટક કે ભવાઈના ખેલ નથી. કુતૂહલ પોસવાનાં આ સાધનો નથી. આત્માને પરમાત્મ ભાવથી ભાવિત કરી ધર્મયોગમાં આગળ વધી જવાની આ મંગળ ક્રિયાઓ છે. આ પ્રસંગે પરમાત્મા વસ્ત્ર, અલંકાર, સ્વજનાદિકનો ત્યાગ કરે છે. તે તો દ્રવ્યત્યાગ છે. પણ સાથોસાથ મનમાંથી એ તમામ ચીજો તરફના રાગ-દ્વેષનો પણ ત્યાગ કરે છે, જે ભાવત્યાગ છે. તેની જ ખરી કિંમત છે. દ્રવ્યત્યાગ પણ ભાવત્યાગનું કારણ બને છે. માટે તે દ્રવ્યત્યાગની પણ એટલી જ કિંમત છે. પરમાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ઘર-વિસામાનો ત્યાગ કર્યો. ખરા અર્થમાં પરમાત્મા બંધનરહિત-સંગરહિત બન્યા. આજ સુધી પરમાત્મા રાજમહેલમાં હતા, એટલે ગરમી જોઈ નથી. ઠંડી વેઠી નથી, સુખડના ઘરમાં રહ્યા છે. દેવી સાનિધ્યથી સતત હુંફાળી શીતળતાનો જ અનુભવ કર્યો હતો. પણ દીક્ષા લીધી ત્યારથી જ પરિષહોની સેનાને આમંત્રણ આપ્યું. ‘આવી જાવ ! જે લેણું હોય તે ચૂકતે કરી જાવ.' પ્રતિકૂળતા બધી વેઠીને અશાતા વેદનીયાદિ બધાનું દેણું ચૂકતે કર્યું. આ શાહુકારની પેઢી હતી. કાલે આવજો, પછી આવજો' એ વાત અહીં હતી નહિ. ‘અભી ! હાલ' ચૂકતે કર્યું. એ દુઃખની વણઝારો સહીને પણ એમનું મોઢું મલકાતું 50 અંજનશલાકાનાં રહસ્યો