________________ કાઉસ્સગ મુદ્રામાં અને બે પદ્માસનસ્થ મુદ્રામાં પણ પરમાત્માનાં બિંબો હોય છે. એ બિંબોના દર્શને પણ પરમાત્માની પિંડસ્થાદિ અવસ્થાઓ અને પરમાત્માના પંચકલ્યાણકોનું ચિંતન જરૂર કરી શકાય છે. આ બધું શક્ય બને માટે જ પૂર્વના મહાન પ્રભાવકોએ પોતાની અંગત સાધના માટે અને અન્ય પુણ્યાત્માઓને આલંબન માટે કેટકેટલાં બિબો ભરાવ્યાં છે, તેનો ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવે. આર્ય સુહસ્તિસૂરિજીના ઉપદેશથી મહારાજા સંપ્રતિએ આજથી 2300 વર્ષ અગાઉ સવા ક્રોડ જિન પ્રતિમાઓ ભરાવી સવા લાખ જિન મંદિરો બનાવ્યાં, 36 ,OOO જિન મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. આજથી 700 વર્ષ પહેલા વસ્તુપાલ-તેજપાલની અમર જોડીએ સવા લાખ પ્રતિમાઓ ભરાવી. શાસ્ત્રકારો તો કહે છે કે, જેની પણ શક્તિ હોય તેણે હીરાની, માણેકની, નીલમ કે પન્નાની, સૂર્યકાંત-ચંદ્રકાંત મણિની, સ્ફટિકની પ્રતિમા ભરાવવી જોઈએ. એ શક્ય ન હોય તો સુવર્ણની, ૨જતની, પંચધાતુમય પણ બનાવવી જોઈએ અને શક્તિ પ્રમાણે ભવ્યાતિભવ્ય જિન મંદિર પણ બનાવવું જોઈએ. જે પુણ્યાત્માની એટલી તાકાત નથી એ પણ પોતાના એ કર્તવ્યથી વંચિત ન રહી જાય માટે તેના માટે પણ આજ્ઞા બતાવી છે. છેવટે ઘાસની નાનકડી ઝુંપડી બનાવીને એક અંગુલ પ્રમાણ પ્રતિમા બનાવીને પૂજે - ભક્તિ કરે એનું પરમ કલ્યાણ થાય છે. એવું શાસ્ત્રોમાં લખેલું છે. કારણ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું એ અવંદ્ય કારણ છે. પ્રાપ્ત સમ્યગ્દર્શનને નિર્મળ બનાવવાનું એ અમોઘ સાધન છે. એ માટેના આ કલિકાલમાં બે જ પ્રધાન સાધન છે. 1- જિનબિંબ અને 2 - જિનાગમ. માટે જ પૂજાકાર પૂ. પંડિત પ્રવર શ્રી વીરવિજયજી મહારાજે અંતરાય કર્મ નિવારણની સાતમી પૂજામાં કહ્યું છે - વિષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિયાકું આઘાર.” એ જ વાતને દોહરાવતા પૂ.પં.શ્રી જિનવિજયજી મહારાજ વીર પ્રભુના સ્તવનમાં કહે છે કે - ‘તેહનું (કલિકાલનું) ઝેર નિવારણ મણિી સમ, તુજ આગમ તુજ બિંબજી.” આ બે માર્ગમાંથી આગમ દ્વારા સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરવાનું કે વિશુદ્ધ કરવાનું તમારા માટે સહેલું નથી. એ માટે તો સંસાર અસાર લગાડી, મોક્ષ જ મેળવવા જેવો ઠસાવી એ માટે જ સંસાર ત્યાગ કરી, સાધુપણું લેવું પડે. સદૂગુરુની સેવા-ઉપાસના કરવી પડે. એમનો વિનય કરવો પડે. એમની કૃપા પામી યોગોદ્ધહનાદિ અનુષ્ઠાન કરવા પૂર્વક આગમ ભણવા પડે. આત્મસાત્ કરવા પડે, પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન 19