________________ सकलार्हत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः / ભૂર્ભુવ:સ્વત્રયીશાન - માર્ણાં પ્રવિદે તારા એ ગાથામાં એમ કહ્યું છે કે અર્થ : ‘સર્વ અરિહંત પરમાત્મામાં પ્રતિષ્ઠિત થયેલા આઈજ્યનું અમે ધ્યાન ધરીએ છીએ. મોક્ષરૂપી સંપત્તિનું એ પરમાત્માઓ પરમ સ્થાન છે, ત્રણે લોકના જે ઈશ છે તેવા એ અરિહંતો પરમ આલંબન છે.' એ ક્યાં છે ? એની વાત તેઓશ્રીમદે બીજી ગાથામાં કરી છે. नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगजनम् / क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे / / 2 / / અર્થ : ‘૧-નામ, ર-આકૃતિ (સ્થાપના), ૩-દ્રવ્ય અને 4 ભાવના માધ્યમથી ત્રણે જગતના લોકોને પવિત્ર કરતા, સર્વક્ષેત્રમાં રહેલા અને સર્વકાળમાં થયેલા અરિહંત પરમાત્માની હું સમ્યફ ઉપાસના કરું છું.' એવું જરૂરી નથી કે પરમાત્મા સદેહે વિચરતાં હોય તો જ એમનું ધ્યાન થઈ શકે કે ભક્તિ થઈ શકે અને તો જ આપણો નિસ્વાર થઈ શકે એવું પણ માનવાની જરૂર નથી. પરમાત્માની કલ્યાણક ભૂમિમાં જઈ આરાધના કરીને પણ આપણે આપણો નિસ્તાર કરી શકીએ છીએ. પરમાત્માની વિવિધ અવસ્થાઓનું ચિંતન, ભાવન અને ધ્યાન ધરીને પરમાત્મામાં એકાકાર થવા દ્વારા પણ આપણે આપણો વિસ્તાર કરી શકીએ છીએ. પરમાત્માની ત્રણ અવસ્થા છે : 1 - પિંડી અવસ્થા : બાલ્યાવસ્થા, રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા. આ ત્રણે અવસ્થા પિંડસ્થ અવસ્થામાં આવે 2 - પદસ્થ અવસ્થા : સર્વ વિરતિ લઈ ઉપસર્ગો અને પરીષહોની ફોજ હટાવી મોહને જીતવાની સાધના દ્વારા કેવળજ્ઞાન પામ્યા. પછી શાસનની સ્થાપના કરીને અવનિતલને પાવન કરતા પ્રભુ પદસ્થ અવસ્થામાં આવે. 3 - રૂપાતીત અવસ્થા : ઘાતિ-અઘાતિ સર્વ કર્મનો ક્ષય કરી એક જ સમયમાં લોકના અગ્રભાગે અનંત સુખરૂપ રૂપાતીત અવસ્થામાં આવે. હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે ! 87