________________ કરી આપે છે અને સુખની પ્રાપ્તિનું મૂળ જે પુણ્ય, તેનો પ્રાદુર્ભાવ કરી આપે છે. સૌથી વિશિષ્ટ વાત તો એ કે એ મળેલા સુખોમાં મૂચ્છ થવા દેતા નથી, એના ભોગવટામાં ય જાગૃતિ રાખવામાં મદદ કરે અને એ ભોગવટાના પરિણામે દુર્ગતિમાં જવા દેતા નથી. ઉપરથી સ્વર્ગાદિ સદ્ગતિઓમાં મોકલે છે અને આ ક્રમે કરીને છેવટે સર્વ દુઃખના સર્વથા નાશસ્વરૂપ અને સર્વ સુખની સર્વથા પ્રાપ્તિસ્વરૂપ મોક્ષ પણ આપે છે. આ અરિહંત પરમાત્માનો અચિંત્ય મહિમા છે. જે કાંઈ પણ ભૌતિક સુખ-સામગ્રી જગતના જીવોને મળે તેના મૂળમાં અરિહંત પરમાત્માનો જ અતિશય કામ કરે છે. પરમાત્માનો એ સૌથી મોટો પ્રભાવ છે કે નિરાસ ભાવે એમની પૂજા-ભક્તિ-આજ્ઞાપાલન કરનારને એ મળેલા સુખમાં મુંઝાવા-ફસાવા દેતા નથી. તેને સંપૂર્ણ સંરક્ષણ પૂરું પાડે છે અને છેવટે પોતાનું જ પરમાત્મ પદ પણ આપે છે. અનાદિનાં દુઃખ, દારિયને દૂર કરી વિશ્વની સર્વશ્રેષ્ઠ સંપત્તિસ્વરૂપ પરમાત્મ પદની ભેટ આપવાની તાકાત એકલા શ્રી અરિહંત પરમાત્મામાં જ છે. પોતાના આંતર વૈભવથી-આધ્યાત્મિક ગુણોથી જીવોના જીવનને છલોછલ ભરી આપવાની તાકાત એકલા શ્રી અરિહંત પરમાત્મામાં જ છે. એનો અનુભવ અરિહંત પરમાત્માનું ધ્યાન કરવામાં આવે તો થાય. માટે જ જૈનશાસનમાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે. યોગગ્રંથોમાં અધ્યાત્મયોગ-ભાવનાયોગ-ધ્યાનયોગ-સમતાયોગ અને વૃત્તિસંક્ષયયોગ એમ યોગના જે પાંચ પ્રકારો બતાવ્યા છે, તેમાં ધ્યાનયોગ એ ત્રીજો યોગ છે. બાહ્યાભ્યતર બાર પ્રકારના તપોનું વર્ણન આપણે ત્યાં ખૂબ જ પ્રસિદ્ધ છે, તેમાં અત્યંતર છ પ્રકારના તપમાં પાંચમો અને બાહ્યાભ્યતર તપમાં અગિયારમો તપ ધ્યાન છે. અરિહંતનું ધ્યાન ધરવા માટે એમના દ્રવ્ય-ગુણ-પર્યાયોનું ધ્યાન કરવું. એમાં એકાકાર બનવું. માટે જ નવપદના દુહામાં કહ્યું કે, અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુ યજ્જાય રે; ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય છે.” ધ્યાનયોગમાં પ્રવેશ પામવા માટે અધ્યાત્મયોગ અને ભાવનાયોગ અનિવાર્ય છે. આથી અધ્યાત્મયોગ પામ્યા પછી ભાવનાયોગ આવે અને ભાવનાયોગ આવ્યા પછી જ ધ્યાનયોગ આવે. -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન