________________ પ્રભુનું નામકરણ અને ફઈયારું નામ હૈ તેરા તારણહાર, કબ તેરા દર્શન હોગા ? જિસકી પ્રતિમા ઈતની સુંદર, વો કિતના સુંદર હોગા ? પ્રભુનો જન્મ થયા બાદ છપ્પન દિકકુમારિકાઓ અને સમગ્ર દેવગણ પ્રભુનો જન્મોત્સવ ઉજવે છે. ત્યાર બાદ પ્રભાત સમયે પ્રભુના પિતા મહારાજાને જન્મની વધામણી પ્રિયંવદા દાસી આપે છે. રાજા તેને યથેચ્છ પારિતોષિક આપી સંતુષ્ટ કરે છે. રાજા અંગેઅંગમાં પ્રમુદિત-પ્રફુલ્લિત થાય છે અને એ પ્રમોદનો સહભાગ પ્રજાજનને ય સમર્પવા સમગ્ર રાજ્યમાં જન્મોત્સવ પ્રવર્તાવે છે. સર્વત્ર આનંદમંગલનાં પર્વ પગલાં માંડે છે. શુભ દિવસે મહારાજા પુત્રના નામકરણનો મહોત્સવ આયોજે છે. જે અનામીના નામકરણનું ય અનેરું મહત્ત્વ છે. આ નામ મંત્રરૂપ હોય છે. પ્રભુના પ્રત્યેક નિક્ષેપોમાં પ્રભુ ભક્તોના ઉત્થાનનું સમાન સામર્થ્ય રહેલું છે. ભાવનિક્ષેપ રહેલા પ્રભુ તો બહુ ઓછા સમય માટે અને બહુ ઓછા ક્ષેત્રમાં ઉપલબ્ધ થાય છે. પ્રતિમા નિક્ષેપે રહેલા પ્રભુ ખૂબ લાંબા સમય સુધી અને ઘણા-ખરા ક્ષેત્રમાં ઉપલબ્ધ થાય છે. જ્યારે નામરૂપે પરમાત્માનો નિક્ષેપો ત્રણ-ત્રણ ચોવીશી સુધી અકબંધ ઉપલબ્ધ રહે છે અને હરકોઈને સર્વત્ર કર્મનિર્જરાનું કારણ બની રહે છે. પ્રભુના નામ સ્થાપનાના અવસરે સેવકો સુંદર મંડપ બનાવે છે. એમાં સ્તંભે ખંભે કેળના રોપાઓ લગાડવામાં આવે છે. પુષ્પો, સુવાસી દ્રવ્યો, ધૂપો, વસ્ત્રો, સુવર્ણ-રૂપ્ય અને રત્નોનાં સાધનોથી મંડપ સજાવવામાં આવે છે. સર્વ સ્વજનાદિક ત્યાં આવે છે. રાજાના સેવકો તેમનો ઉચિત આદર સત્કાર કરી યથાયોગ્ય ---- - -- પ્રભુનું નામકરણ અને ફઈયારું --