________________ 102 ઉત્તમ મહાત્માએ ત્રણ પ્રશ્નો પૂછી વિશ્વસ્થિતિનું જ્ઞાન યાચ્યું. પ્રભુએ ત્રિપદીદાન કરી એનું જ્ઞાન કરાવ્યું. અંતર્મુહૂર્તમાત્રમાં દરેકે દ્વાદશાંગી રચી. પ્રભુએ ઇન્દ્ર આપેલ વાસક્ષેપ કરી તેને પ્રમાણ કરી. અનુયોગ (વ્યાખ્યાન) અને ગણ (યોગક્ષેમ)ની અનુજ્ઞા આપી. તીર્થની સ્થાપના થઈ. પ્રભુએ ત્યારબાદ ગણધરોને હિતશિક્ષા આપી. પ્રહર બાદ બલિબાકુના ઉછાળવાની વિધિ કરાઈ. ત્યારબાદ પ્રભુ દેવજીંદામાં બિરાજ્યા. પ્રભુના અગ્ર ગણધર ચારુસ્વામીજીએ બીજા પ્રહરમાં દેશના આપી. આ ક્રમ રોજ ચાલતો. પ્રભુના શાસનની સુરક્ષા માટે ત્રિમુખ યક્ષ અને દુરિતારિ યક્ષિણીની નિયુક્તિ કરાઈ. તે નિરંતર પ્રભુના સાનિધ્યમાં રહેતા. પ્રભુભક્તોને ધર્મમાર્ગમાં સહાય કરતા. પ્રભુના સાધુસંઘમાં બે લાખ શ્રમણો થયા. ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણીઓ થઈ. બે લાખ ત્રાણું હજાર ઉત્તમ શ્રાવકો થયા તો છ લાખ છત્રીસ હજાર શ્રેષ્ઠ શ્રાવિકાઓ થઈ. પ્રભુ પામ્યા નિર્વાણઃ પ્રભુ ગ્રામ, નગરાદિમાં વિચરતાં વિચરતાં, ભવ્યોને અમૃતસમાન દેશનાથી પ્રતિબોધ કરતાં કરતાં, પૃથ્વીતલને પાવન કરી રહ્યા હતા. આ રીતે લગભગ એક લાખ પૂર્વ જેટલો સમય વીત્યો. નિજ નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ મુક્તિમહેલ ચડવાની નિસરણી સમાન સમેતશિખર ગિરિરાજ પર આવ્યા. પ્રભુએ પાદપોપગમન અનશન આદર્યું. સાથે હજાર મહામુનિઓએ પણ અનશન કર્યું. ઇન્દ્રો, દેવોએ પ્રભુનું સાંનિધ્ય અને સેવાકર્મ કર્યું. પ્રભુએ એક માસ અનશન અવસ્થામાં વિતાવ્યો. અંતે યોગનિરોધ કરનાર શૈલેષ ધ્યાન પ્રભુએ સાધ્યું. ચૈત્ર સુદ પંચમીના દિવસે પ્રભુ ભવપરંપરાથી મુક્ત થયા. ચારે અનંતને પ્રભુએ સિદ્ધ કર્યાં. હજાર મહામુનિઓ પણ સાથે મોક્ષ પામ્યા. પ્રભુનું સર્વોયુષ્ય 10 લાખ પૂર્વ હતું. પ્રભુના નિર્મળ દેહનો ઇન્દ્રાદિએ વિધિવત્ અંતિમસંસ્કાર કર્યો. દાઢ, અસ્થિ વગેરે લઈ દેવલોકમાં પૂજાથે સ્થાપન કર્યા; કેમકે તીર્થકરોનું બધું જ પૂજનીય છે. -- -- -- -- -- -- - - - - - - - - અંજનશલાકાનાં રહસ્યો 1 2 2.