________________ ને રઘવાટમાં જ પાછા આવ્યા. દેરાસરે જઈ આવ્યા ને કોઈ પૂછે કે આંગી ઉતરી ગઈ ? તો કહે, “એ તો ખબર નથી !!" જેને પરમાત્માના અંગ પરની આંગી ન દેખાય તેને અંદર રહેલો વીતરાગભાવ ક્યાંથી દેખાય ? બધું જ કર્યું પણ ભાવશૂન્ય બનીને ! એટલે ભક્તિ ફળી નહીં અને સંસારનો ચકરાવો ચાલુ રહ્યો. અચરમાવર્તકાળમાં પરમાત્માની ઓળખાણ થતી નથી. ચરમાવર્તકાળમાં પણ અપુનર્ધધક અવસ્થામાં જ થાય છે. એમાંય સમ્યગ્દર્શન આવ્યા પછી જ તાત્વિક ઓળખ થાય છે. એકવાર પીછાણ થઈ જાય પછી પ્રભુ સાથે જ જોડાણ થાય છે. તે એકદમ અલગ હોય છે. એ કાયમી જોડાણ હોય છે, એ જોડાણ થયા પછી પ્રભુનો વિરહ એક ક્ષણ પણ સાધકને સહન થતો નથી. માટે જ સ્તવનમાં મહાપુરુષે ગાયું છે કે, ન મળ્યાનો ઘોખો નહિ કે જસ ગુણનું નહીં જ્ઞાન રે; મળીયા ગુણ કળીયા પીછે રે લાલ, વિછુંડત જાયે પ્રાણ રે.” પ્રભુ ! તું ન મળ્યો હોત તો મને કોઈ સવાલ ન હતો, તને ન ઓળખ્યો હોત તો પણ કોઈ પ્રશ્ન ન હતો. પણ તું મળી ગયો, તને ઓળખ્યો, તેથી હવે લાગે છે કે, જો તું નહીં મળે તો મારા પ્રાણ ચાલ્યા જશે. જાતિ અંઘજે દુ:ખ નહિ રે લાલ, જે લહે નયનનો સ્વાદ છે, નયન સ્વાદ લહી કરી રે લોલ, હાર્યા અને વિખવાદ છે.” જનમથી આંધળો છે તેને દુનિયા કેવી છે, વર્ણ, શિલ્પ, સ્થાપત્ય સૌંદર્ય કેવાં હોય તેની ખબર જ નથી, પણ જેની પાસે આંખો હતી, જેણે દુનિયા આખી માણી હતી અને અણધારી આંખો જતી રહે તેને કેવી વેદના થાય ? તેવી જ દશા મારી થશે. જો પ્રભુ તું મારાથી દૂર થઈ જઈશ તો. ભગવાન, તું ન મળ્યો હોત તો મને ઝાઝી વેદના ન થાત, પણ તું મળ્યો અને હવે તને પામી ન શકું તો કેવી વેદના ? કહી પણ શકતો નથી અને સહી પણ શકતો નથી. પણ મને લાગે છે કે, આ વેદના આપણને નહીં થાય ? પ્રભુ હોય તો ય ઠીક ને ન હોય તો ય ઠીક. દેરાસર હોય તો ય ઠીક ને ન હોય તો પણ ઠીક. “પ્રભુ તો હૈયામાં બેઠા છે', પછી દેરાસરમાં જવાની શી જરૂર છે ? એવું બોલનારા પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 113