________________ જીવનના ૨પ-પ૦-૭૫ વર્ષ વીત્યાં, આટલાં વર્ષમાં આખી દુનિયાને ઓળખવાનો પ્રયત્ન ર્યો, વસ્તુઓને, વ્યક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો, પણ આ “માને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? દેરાસરમાં ગયા. ત્યાંની કોતરણી જોવાનો પ્રયત્ન કર્યો. શિલ્પ, સ્થાપત્ય, આંગી, પ્રભુનો આકાર જોવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રભુને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? પ્રતિમામાં રહેલા પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? એની વીતરાગતા, એની સર્વજ્ઞતા, એની કરુણા, એની નિર્વિકારતા, એની નિર્લેપતા, એનું અચિંત્ય સામર્થ્ય વગેરે ગુણોને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? બાળકને હજાર સ્ત્રીની વચ્ચે મૂકો, છતાં એની આંખો ચકળવકળ થયા જ કરે. એ આંખો એની “મા'ની શોધમાં હોય છે. મારી “મા” બધાં કરતાં કઈ રીતે જુદી? એની વિશેષતા શી ? એની એને બરાબર ખબર હોય છે. જ્યારે આપણને આપણી “મા” બધાં કરતાં જુદી કઈ રીતે ? અને તેની શી વિશેષતા ? એની આજે ય ક્યાં ખબર છે ? તમે તો શનિવારે હનુમાનના મંદિરમાં જાઓ, મંગળવારે સિદ્ધિવિનાયકની લાઈનમાં દેખાઓ, ક્યાંક લીલી ચાદર ઓઢાવવા પણ ચાલ્યા જાઓ. તો વળી કોઈ ક્યાંક માથું મુંડાવા પણ જાય. તમે ગયા એ તો સમજ્યા, પણ ગયા ને આંચકો લાગ્યો કે, “હું ક્યાં આવી ગયો ? ના, આ મારું ઘર નથી. અહીં મારી મા દેખાતી નથી' એવું કાંઈ થયું ? પેલી હજાર સ્ત્રીઓ વચ્ચે માને શોધતા બાળકને “મા” મળે કે એ એની માને કેવો વળગી પડે છે ? કેવો નિરાંતનો શ્વાસ લે છે ? દુઃખની વિમુક્તિના અંતે જે અનુભૂતિ થાય છે તેવી અનુભૂતિ પરમાત્માને મળતાં આપણને ક્યારેય થઈ ?' ન થઈ. કારણ કે બાળક પોતાની માને ઓળખે છે, જ્યારે આપણે આપણી અધ્યાત્મજનેતા-માને ઓળખતા નથી. એનું જ આ પરિણામ છે ને ? પ્રભુને ઓળખ્યા વગર, એની સાથે જોડાયા વગર પ્રભુભક્તિ ક્યારે ય ન થાય. પ્રભુની ઓળખાણ અને જોડાણ વિના બિંબની પૂજા જરૂર થાય, પ્રતિમાની પૂજા જરૂર થાય પણ “પ્રભુની પૂજા ન થાય. પરમાત્માની પૂજા ન થાય. બિંબ એ તો માધ્યમ છે; પ્રભુને મેળવવાનું ! માનાં અંગનો સ્પર્શ બાળકને થાય. બંનેની દૃષ્ટિ મળે ત્યારે એને કેવી અંતરંગ ખુશી થાય ? બંનેનું એ મિલન કેવું હોય ? આવા અંતરંગ પરિણામો પરમાત્માની પ્રતિમાને જોઈને ક્યારેય આવ્યાં ? પરમાત્માની પૂજા કરતાં આવા કોઈ ભાવો પ્રગટ્યા ? સ્વીચ દબાવો ને લાઈટ થાય તેમ પ્રભુનાં દર્શન કરતાં, પ્રભુની પૂજા કરતાં, પ્રભુનો સ્પર્શ કરતાં ચિત્ત પ્રસન્ન થાય. 104 અંજનશલાકાનાં રહસ્યો