________________ જેમાં દ્રવ્યનું, સામગ્રી-વિશેષનું સમર્પણ હોય છે, તેવી પૂજાને દ્રવ્યપૂજા કહેવામાં આવે છે. પોતાની માલિકીનાં દ્રવ્યો પરમાત્માને સમર્પિત કરવાં. એનાં બદલામાં કોઈપણ દ્રવ્યોની ચાહના-કામના ન રાખવી, એ દ્રવ્યપૂજા તાત્ત્વિક દ્રવ્યપૂજા છે. જે ભાવપૂજાનું કારણ બને છે. અંગપૂજામાં જલ-ચંદન-પુષ્પપૂજા વગેરે પ્રભુના અંગને સ્પર્શીને થતી દ્રવ્યપૂજાઓનો સમાવેશ થાય છે. અગ્રપૂજામાં ધૂપ-દીપ-ચામર-દર્પણ-અક્ષત-નૈવેદ્ય અને ફળપૂજા વગેરે પ્રભુને સ્પર્યા વિના પ્રભુ સન્મુખ રહીને થતી દ્રવ્યપૂજાઓનો સમાવેશ થાય છે. ધૂપપૂજાને કેટલાક ગ્રંથોમાં અંગપૂજામાં ય સમાવેલ છે અને અગ્રપૂજામાં ય સમાવેલ છે. ત્યાં અપેક્ષાને મુખ્ય રાખીને આ ભેદ પાડવામાં આવ્યો છે. ભાવપૂજામાં સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવના-થોય-સ્તોત્રપઠન અને ધ્યાન વગેરે પૂજાઓનો સમાવેશ થાય છે. જ્યારે પ્રતિપત્તિપૂજામાં પ્રભુની આજ્ઞા-પાલનના તમામ પ્રકારોનો સમાવેશ થાય છે. | સર્વવિરતિ, દેશવિરતિ ધર્મનું પાલન, સમ્યકત્વ, માર્ગાનુસારિતા આદિ ધર્મો અને ધર્મભૂમિકાઓનું પાલન, પહેલા ગુણસ્થાનકથી લઈ ચૌદમા ગુણસ્થાનક સુધીના ઉત્તરોત્તર ચડાવનાર સ્વ-સ્વ ભૂમિકા યોગ્ય યોગોનું પરિસેવન આદિ જિનાજ્ઞારૂપ છે. તેનું પાલન ‘પ્રતિપત્તિપૂજા'માં સમાય છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા પણ મુક્તિના જ એકમાત્ર આશયથી, વિધિપૂર્વક, જયણાપૂર્વક કરવામાં આવે તો તે પણ પ્રતિપત્તિ પૂજારૂપ બની જાય છે. ભક્ત હૃદયનો એ ભાવ હોય છે કે, આ દરેક પ્રકારે મારે મારા નાથને પૂજવા છે. આ મારો નાથ એ ચૌદ રાજલોકના તમામ જીવો પ્રત્યે સમાનભાવે ઉપકાર કરનારો છે. એ લોકમાં ઉત્તમ છે, લોકનું મંગળ કરનાર છે અને લોકને માટે શરણભૂત છે, ઉત્તમ જીવોને માટે વંદનીય-પૂજનીય-સ્તવનીય છે. એની પૂજાનાં જે પ્રકારો અને ઉપલબ્ધ થયા છે, તે દરેક પ્રકારનો ઉપયોગ કરીને મારે મારી શક્તિ મુજબ મારા આ નાથની ભક્તિ કરવી છે. મારા પ્રભુની પૂજા એટલા જ માટે કરવી છે કે, મેં જાણ્યું છે - “એની પૂજાથી હું સ્વયં એના જેવો બની શકીશ. હું સ્વયં મારા સ્વરૂપ-સામ્રાજ્યનો સ્વામી બની શકીશ.” મારા પ્રભુને છોડીને જગતમાં કોઈ પૂજ્ય એવો નથી કે, જે પૂજકને પોતાના જેવો બનાવે. ત્રણ લોકમાં - - - - - - - - - - - લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની...